એક બગીચા માં બે  યુવતી ઓ બેઠી હતી .
બરોબર એમની સામે ની ખુરસી માં લગભગ 
એમનીજ ઉંમર નો એક યુવાન બેઠો હતો.
બે માથી એક યુવતી થોડી વધારે સુંદર હતી.
એ સુંદર યુવતી ને એ યુવાન ગણી વાર થી જોઇ 
રહ્યો હતો . બીજી યુવતી નું ધ્યાન એ યુવાન પર
ગયુ તેણે એની બાજુ માં બેઠેલી બહેનપણી ને કીધું તારું ધ્યાન ક્યાં છે પેલો નકામો કયાર નો તને ગુરી  ગુરી જોઇ રહયો છે . હુ તારી જગ્યાએ હોત તો એને ખખડાવી નાખું.
આ સાંભળી એ યુવતી ગુસ્સા થી લાલ પીળી થઈ ગઈ . એ યુવતી ઊભી થઈ ને એ યુવાન પાસે ગઇ અને બોલી કયાર નો મને જોઇ રહ્યો છે.તારા ઘર મા માઁ બહેંન નથી .યુવાને જે જવાબ આપ્યો એ જાણી ને તમને ચોકિ જશો .
યુવાન એ કીધું માઁ તો હૂં પાંચ વર્ષ નો હતો ત્યારે ગુજરી ગઇ મારી મોટી બહેંન નાં હાથે જ મારો ઉછેર થયો છે મારા માટે ઇજ માઁ હતી .હજુ એનાં લગ્ન ને એક વર્ષ પણ નહોતું થયું ત્યાં મારી બહેંન અને બનેવી નું અકસ્માત થયુ અને બન્ને નું ત્યાંજ મૃત્યુ થયું મારા પિતા ને જ્યારે આ
 સમાચાર મળ્યા ત્યારે તેં આગાત નાં લીધે તેઓ લકવાગ્રસ્ત થઈ ગયા અને પછી એનાં લીધે તેંઓ ની નોકરી પણ જતી રહી . પછી ઘર ખર્ચ પુરુ પાડવા મે ભણવાનું છોડી દીધુ અને નોકરી શોધી કામે લાગી ગયો . જ્યારે ખૂબ હતાસ થઈ જાઉં ત્યારે આ બગીચા મા મન હળવો કરવા આવી જાઉં આજે તમને જોયા તો મને મારી મોટા બહેંન ની યાદ આવી એમનો ચહેરો અને આપ નો ચહેરો ગણી હદ સુધી મળતો આવે છે . જુવો આ રહી મારા મોટા બહેંની તસ્વીર એમ કહી એ યુવાને એ બન્ને યુવતી ને પોતાના મોબાઈલ મા રહેલી તસ્વીર દેખાડી . 
તસ્વીર ને જોઇ બન્ને યુવતિ અવાક થઈ ગઈ ખરેખર એ તસ્વીર ગણી હદ સુધી એ યુવતી નાં ચહેરા સાથે મળતી આવતી હતી. બસ કોઇ પોતા નું જાણે મળી ગયુ હોય એવી લાઘણી 
થઈ. એટલે ન ચાહતા પણ તમને જોતો રહ્યો
મને માફ કરશો . એ યુવાન ત્યાંથી જતો રહ્યો અને એ બન્ને યુવતિઓ ની ભીની આંખો કેટલી
વાર સુધી એ યુવાન ને જતા જોતી રહી .

Gujarati Story by Brijesh Shanischara : 111023910
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now