એ ફૂલને ખોળામાં લીધાનો એ પહેલો સ્પર્શ,
લોહીથી નહી પણ લાગણીથી બંધાયેલો એ સંબંધ,
ડગમગતી પગલીને ઝાલતી વેળાએ થયેલો થડકારો,
ભિન્ન હોવા છતાં અભિન્ન રહેવા ઝીલેલા પડકારો,
શબ્દોથી નહીં પણ પગલાઓ વર્તીને આંખો ધ્વારા ઉકેલાતા મનોભાવ,
અને એક દિવસ અનિશ્ચિત કાળ સુધી મિંચાયેલી આંખો જોઈ ઘેરી વળેલા અંધકારો,
ચામડીના થર તળે દટાયેલો પેલો પહેલો સ્પર્શ,
અને પડતા ઝાલી દેતો પેલો હાથ છૂટી રહ્યાના સંવેદન,
મુઠ્ઠી બાંધીને એ રેતને સરકતી રોકવાની મથામણ,
વાસ્તવિકતા સ્વીકારવા હ્દય સાથે થયેલી અથડામણ,
અને આ બધાની વચ્ચે અલવિદા કહેતો ધીરેધીરે દૂર જતો એ હવામાં વિંઝાતો ચિરપરિચીત હાથ.
કાશ એ હાથને ઝાલીને એને સદાય માટે પાસે રોકી શકત.
ફરી કયારેય ન છોડી જવા માટે...