#100WordsStory
માનવતા
હું અને યુવાન બસસ્ટોપ પર ઉભા હતા. યુવાન પહેરવેશથી અમીર લાગ્યો. ચહેરાથી તનાવમાં લાગ્યો મેં પૂછ્યું. કોઈ સમસ્યા? કઇંક મદદ કરી શકું? તેને ગુસ્સામાં “નાં” કહ્યું. ત્યાં એક બાળકી ભીખ માંગવા, યુવાન પાસે આવી. યુવાને ગુસ્સામાં તેને હડધૂત કરી.
થોડીવાર માં વરસાદ ચાલુ થયો. પેલી બાળકી ફરીથી આવી. યુવાનનું નાકનું ટેરવું ચડી ગયુ. બાળકીએ કહ્યું: “અમારી ઝુપડી સામે છે. તમે ત્યાં આવી શકો છો.
મેં કહ્યું “આમની સમસ્યા સામે તારી સમસ્યા તુચ્છ છે. તેની આંખો માં પશ્ચાતાપ ના આંશુ આવ્યા, "વ્યક્તિ પૈસા થી નહીં દિલ થી અમીર બને છે.” મારી દ્રષ્ટિએ આ બાળકી ખુબ જ અમીર છે. અલ્પેશ વાઘેલા