લાવ હથેળી કઇક લખું....?
ચાલ આજે તારું નામ લખું..
ફરી એ ના કેતી લ શું લખે...
મારા મા થી લઇ તારું લખું....
હવે નથી રહ્યું કરજ તારું મુજ પર..
લાવ ને તારા જ પ્રેમ નો થોડો હિસાબ લખું...
વળી ક્યાં હજી મે જીદ કરી છે..
જો હોય તને ભરોસો તો લાવ એજ પ્રેમ નો પહેલો વેહવાર લખું......
હજીએ યાદ છે તારી સાથે ની મુલાકત.....
લાવ એક સ્કંદ એનો લખું....
ક્યાં કહુછું હમેશા જીત થવી જોઈયે....
લાવ એ જીત નો કોઈ પડછંદ લખું...
માનું છું હાર મારી પણ એમાંય તારી વફા હોવી જોઈએ...
લાવ મારી હાર ની કોઈ કવિતા લખું....
ભાવેશ રાજગુર....'અલ્પ'