જૂની મિત્રતા પાંચ વર્ષ પછી મળી સ્મિતને એક 'સ્મિત' સાથે.
એ 'સ્મિત' સાથે મળ્યા સ્મિત ને, સ્મિતએ પણ વહેચ્યું પોતાનું 'સ્મિત',
એની આદત મુજબ.
હવે તો 'સ્મિત' રોજબરોજ મળવા લાગ્યું સ્મિત ને.
જુના મિત્રો હવે સાથેજ હતા.
સ્મિતનેતો ગમ્યુ એ 'સ્મિત',
અને જે ગમેછે તે ખેંચીલે છે.
ખેંચાયો એ પણ, ધીરે ધીરે ખોવાયો પણ, અને ફસાયો પણ હાએ પ્રેમમાં જ.
હવે કહી દેવું હતું એને કે, એ 'સ્મિત' એને હવે બહુ ગમે છે.
ઉપડી ગયો હું(સ્મિત) ગુલાબ લઈને.
પણ હિંમતતો ઘરે જ ભૂલી ગયો, રહી જાત ગુલાબ હાથ માંજ.
પણ રહ્યું નથી તમે એ સમજ્યા !!
ફેંકાઈ ગયું કોઈક અજાણ ડરમાં, અરે સામેથી એ જોવા જો મળ્યા.
એ સ્મિત તો સામેથી મળ્યું દોસ્ત. મળ્યા વાતો થઈ,
થોડીક એમની લાગણીઓ પણ વ્યક્ત થઇ,
એટલી હિંમત તો એય જોડે લઈને આવ્યા હતા.
છતાંય મારાથી તો મુલાકાતનો એક પ્રસ્તાવ માંડ થયોતો.
એમ ની હા મળી,
એ મુલાકાત ની હોંશ તો ભૂતની જેમ મન પર સવાર હતી.
થઈ એ મુલાકાત પણ...
નદીનો કિનારો, સંધ્યાનો સમય, મસ્તીખોર પવન, પાણીમાં થોડી-થોડીવારે ડોકિયાં કરી શરમાવતી માછલીઓ, એની ઝીણાં અવાજ માં મીઠી વાતો, એ વાતો માં તાલ પુરાવતા વૃક્ષ પરના પાંદડાઓનો અવાજ, ને વાતાવરણમાં માં તો એવોજ નશો.
અરે મુલાકાત તો સાવ હળવી બની ગઈ,
મારુ હૃદય ખુલ્લી ગયું ને આખરે શબ્દ બની ઠલવાઇ ગયુ.
અરે સૌથી સારામાં સારું 'સ્મિત' સ્મિતને તો ત્યારે મળેલું. એમના હૃદય માંથી પણ સ્મિતને વળતો પ્રેમ મળ્યો,
જે શબ્દો થી નહીં હોઠો થી મળ્યો.
માછલીઓની શરમ ના લીધે નહીં પણ એમજ સ્મિતના ગાલ ગુલાબી થઈ ગયા.
પછીની વાતો સ્મિતએ એમનો હાથ પકડીને જ કરી અને એમણે એ હાથ છોડવા પણ ના દીધો.
સાંજ બદલાઈ રાતમાં.
રાત જાણે દુશ્મન લાગી સ્મિત ને, અરે એમને જવા મોડું જો થતું હતું.
'ભેટીને અલગ થવું, અને ભેટીને મળવું' કેટલીય લાગણીઓની આપલે. આખરે છુટા પડ્યા, ફરી એક 'સ્મિત' સાથે.
~ નિતીન સુતરિયા