કારણ આપણે નવરા છીએ….
આપણી સોસાયટીમાં ,ગામમાં,પાડોશમાં કોણ કોના ઘરે આવે છે,કોની જોડે જાય છે,શું કરે છે,કોને ત્યાં કેટલા રૂપિયા છે,કઇ છોકરી-છોકરો કોની સાથે પ્રેમમાં છે,કોનું બ્રેકઅપ થયું,સાંજ પડે ખાઈ-પીને પાનના ગલ્લે અથવા નાકા ઉપર ક્લાકોના કલાકો વાહિયાત, અર્થહીન અને બકવાસ વાતો કરીને સમય પસાર કારીએ છીએ,ક્યાક જેસીબી સરકારી ગટર કે અન્ય કામ કરતું હોય ત્યારે પચાસ-સો લોકોનું ટોળું જોવા ઉભેલું હોય છે,કોઈક ખાલી અમસ્તું આકાશ સામે જોતું હોય તો તેને જોવા પણ લોકો ઉભા રહી જાય છે.કોઈ નેતા આવવાનો હોય તો ટોળેટોળાં જામે.આવા તો અનેક કાર્ય અને પ્રવૃતિઓ આપણે કરીએ છીએ જેમાંથી આપણને કોઈ જ પ્રકારનો ફાયદો,ઉપાર્જન ,બુદ્ધી કે સમજણમાં વધારો થવાનો નથી. છ્ત્તા પણ આપણે કરીએ જ રાખીએ છીએ કરીએ જ રાખીએ છીએ કારણ, “ આપણે નવરા છીએ! ”
શબ્દ અને વિચાર …..
નિતુનિતા …..