'આવુ કેમ થાય છે'
લીલાછમ પહાડો વાદળા ને એક થવાનુ કે છે પણ વાદળા રણ માં ધોધમાર વર્ષે છે ખબર નહિ આવુ કેમ થાય છે,
લીલો શણગાર સજેલી ધરતી ને ઓલા જંગલો નુ રુણ ચુકવા છે અને મોરલા દ્રારા નાચ અને કોયલ દ્ગારા સાદ કરાવે છે પણ ખારો અને વીશાળ બનેલા દરીયે જઇને એક ધારો વર્ષે છે ખબર નહિ આવુ કેમ થાય છે,
ખેડુતો ગામડાઓ ની માલીપા ગગન માં જોયને વાદળાઓ ને તાકે છે આવે મેધ તો વાવણી ની મૌસમ શરુ કરી પણ એ તો શહેરે શરેહે મુછળાધાર વર્ષે છે ખબર નહિ આવુ કેમ થાય છે...
કવી હદય ચારણ ની કવીતા ને માન રાખી ને મારા મેધરાજા હવે વર્ષો તો ટાઢક નો અનેરો સ્પર્ષ મારા પશુ ના હયૈ થાય...
-deeps gadhavi