Gujarati Quote in Shayri by Archita Deepak Pandya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માધવને

માધવ, 
તને ખબર છે?
એક વાર તું આવ્યો,
પછી અહીંથી
ગયો જ નથી, ક્યારેય?
મારી ચેતનાએ
તને જકડી લીધો છે..
તારું શરીર થશે દૂર, 
 જરૂર આ સંવેદનોથી
પણ મન તરબતર છે
એ અનુભવોથી
પ્રથમ વરસાદી સોડમથી,
તારે વૈકુંઠ જવું પડે
એ વૈકુંઠનો ખપ છે,
અને તારી ફરજરૂપે
તારે એ ખપ પૂરવો જ પડે,
એટલે જ
આ વૃંદાવનને હું તારી ગેરહાજરી
મહેસૂસ થવા જ નહીં દઉં! 
તું તારા હોવાના ખ્યાલથી
અમારી સાથે જ છે!
©અર્ચિતા દીપક પંડ્યા

Gujarati Shayri by Archita Deepak Pandya : 111022998
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now