કંઈક કેટલા અરમાનોને રોજ અધૂરા રાખી દે છે આ ભૂતાવળ,
કૈક કેટલાં શમણાઓ ને રગદોળી નાખે છે ભાણ કેરૂ કિરણપુંજ,
ઘણી જ આશ નિરાશા લાવી દે !
તો પળ માં પ્રાણ પણ પુરી દે અમુક અણધારી હરખભરી વેળા,
પલ માં અલાયદું તો પલ માં અલગારી કરી દે છે !
વિશ્વાસ થી ક્યારે શંકા કુશંકા લાવી દે ભાળ પણ ક્યાં રે છે!
આ માણસાઈ ભરી બજાર માંથી માનવતા જ ક્યાં કોણ ચોરી ગયું...કોઈ એંધાણ જ ન રહ્યું...ખુદ સર્જનકર્તા પણ ના ભાળી શક્યો.. પ્રીત ની શોધ માં પિયુ જ ખોવાય ગયા!!!
દરેક જણ ને સાચવવા જતા જતાં સંબંધો જ હતા નતા થઈ ગયા!! લાગણી ભરી લીલાશ છવાય એ પેલા તો વહેમ કેરી કચાસ જાગી આવી!
માણસ માણસ મિત્ર બનવાની શોધ માં ક્યારે પ્રતિશોધ લેતો શત્રુ બની ગયો જાણ જ ના રહી!!!!
અનુરાગ ની અભિવ્યક્તિ પેલા જ વ્યક્તિ લાગનીવિહોનું બની ગયું...હાય રે કેવી વિટમબના...
એક એ નિલ ગગન ને ધરતી નો મેળાપ...
આહા અદભુત
ના કોઈ જ સંદેશવાહન ના કોઈ જ હેમભરી અપેક્ષા
છતાં એ મેઘુળો કેવો આવી જાય એની વહાલ ભરી ધરૂડી ને પ્રેમ કરવા દર વર્ષે ને ખરા ટાણે... ને ઇ પણ સદીઓ થી!!!
કરે કોડ પુરા વર્ષોથી ને અનંત સદીઓ થી
ના ઓછું ના વધતું...બસ અઢળક છે
ધન્ય છે ઓ ધરા ને ઓ આભ તમારી આ પ્રીત
ને
પ્રેમ કરવાની ને પ્રેમ ને જાળવી રાખવાની રીત.
-Hina modha