નિંદા અને અફવા આ બંને એવા કમનસીબ સહોદરો છે જેમને જન્મ મૂર્ખ આપે છે અને પાલનપોષણ મહામૂર્ખ કરે છે
જરા વિસ્તૃતમાં કહું તો જે કઈ કરી શકવા અસમર્થ હોય,જે સામેની પ્રતિભાના સ્તર સુધી પહોંચવાની હેસિયત ના ધરાવતા હોય અને તેના સ્તર અને સ્થાનથી સતત ભારેલા અગ્નિની જેમ અંદરોઅંદર સળગતા હોય,તે બીજું કંઇ ના કરી શકે એટલે નિંદા કરીને કે ખોટી અફવા ફેલાવીને પોતાના અબુધ મનની મુર્ખતા છતી કરીને શાતા પામે છે.
આ જ નિંદા કે અફવાને બીજા કે જે મહામૂર્ખ હોય જેને હકીકતનું કાઈ જ ભાન ના હોય ,તે કોઈ જ દ્રષ્ટિકોણથી જોયા કે તપાસ્યા વગર જ,ગાડરિયા પ્રવાહ માફક જે સાંભળ્યું તે માની ને તેને વધારીને ફેલાવીને પોતાની મહામૂર્ખતા સાબિત કરે છે.
હે પરમકૃપાળુ,આવાં વિરલાઓને મારા કોટી કોટી _/\_