કેટલી મજબૂર જુઓ,આભે વર્ષા છે!
સમીર જ્યાં લઈ જાય ,એ નિયંતા છે!
વરસવા ક્યાં પૂછાય એની શું ઈચ્છા છે?
કુદરત પાસે લાચાર સૌ, એ જ પ્રથા છે!
મળે એ નસીબ, છતાં પ્રયત્નો ન વૃથા છે.
ઝઝૂમો અંત લગી એ જ સૌની આશા છે.
ટકે સંબંધ અંત લગી તો ય એમાં વ્યથા છે
મન મળે ત્યાં જ સ્વર્ગ એવી બધે કથા છે.
આચરણમાં આવેલા ઉપદેશ જ સાચા છે
નહીં તો વચન કંચન અને વર્તને દરિદ્રા છે.
©અર્ચિતા દીપક પંડ્યા