કોઈ ઘનઘોર રાત્રી બસ જાગી રહી હતી ને એક માત્ર ચન્દ્ર એને થોડી ઉજાગર કરી ને જગાવી રહ્યો હતો ત્યાં જ રજની અને શશી બન્ને અવાચક થઈ ગયા જાણે કંઈ સન્નાટો છવાયો એવું લાગી આવ્યું જાણે કોઈ ગૂંગળામણ અનુભવી ને ચીસો પાડી રહ્યું હતું પણ મૌન વાળી..!!!...ત્યાં જ થોડો ચમકતો ને ઘણો ઘેરાયેલો ચાંદ નિશા ને કહેવા લાગ્યો એ નિશુ તે કંઈ જોયું ..તે કઈ સાંભળ્યું...!!!!..ત્યાં જ એ હસીન કમસીન ગમથી ભરેલી છતાંય રંગીન રાત્રી બોલી ઓ હુસનવાલે ચાંદ આ તો રોજ નું છે આ તો દિલ તૂટવાનું દર્દ છે...જે અઢળક માણસો રોજ રડી નાખે છે તારી ને મારી હાજરી માં પણ તને ખ્યાલ નહિ હોય કારણ તું તારી પ્રિયતમા ચાંદની સંગ એ હસીન પળો માણવામાં ખૂબ રચેલો હોય છે આજે તું પણ એ જ વધતી ઘટતી સ્થિતિ માં આવ્યો ત્યારે તને દેખાણું પણ આતો રોજ નું છે ઓ ચન્દ્ર...!!
પણ રજજો તે બીજું એક દ્રશ્ય જોયું...ત્યારે શરાબી નશીલી રાત્રી બોલી હા આજે એક ભલું પંખી એકલું બસ ચકરાવે ચડ્યું હતું જે દિશાવિહીન થયેલ લાગતું હતું..કદાચ આટલી તારી રોશની માં પણ..ત્યારે ભોળો ચંદ્રમા બોલી ઉઠ્યો તો એને ખરેખર નહીં દેખાયું હોય શુ..!?..એને આ મારો ઉજાસ ઓછો પડ્યો હશે..!!..ને તેથી અંધાપો આવી ગયો હશે તો હું મારું તેજ થોડું વધારું હે રજની...ત્યારે એ કિલકીલાટ કરતી રાત્રી બોલી ઓ ભોળા સોમદેવ એ તારા બસ ની વાત નથી તારી સંગીની પણ તને એકસરખો રોજ ના ચાહી શકે ને તું પણ ખૂબ પ્રકાશિત થઈને અંધકાર માં પરિવર્તિત થયા જ કરે છે ને, તારા હર હમેશ ના સમયે ...!ને તું ને હું કોઈ ની ગેરહાજરી કે કોઈ ની દિવ્યતા ને લીધે જ ચળકીયે છીએ એ યાદ રાખજે અભિમાન ના રાખજે કે તું જ ઉદગમ છે આ દિવ્ય જ્વાળા રૂપી રૂપાળા તેજ નું...!! ને એ પંખી પણ ક્યાંક દગા નો શિકાર બન્યું હશે...ક્યાંક કોક થી તરછોડાયું હશે...ક્યાંક ખુદ પોતાની કલ્પના માં ફંગોળાયું હશે..ક્યાંક આપ્તજનો થી તડપાયુ હશે..ક્યાંક ખુદ ની ખામી ઓ નું શિકાર બન્યું હશે..ક્યાંક અનેક અપેક્ષાઓ રાખી ને બેઠું હશે ને કઈ દરેક આશા ઓ ને તૂટતી જોઈને તારામય તેજ સાથે અંધકરભર્યા દુઃખ થી ટકરાયું હશે...!!?!!ઓહોહો..રજ્જુ આવું બધું હશે.. આપણે તો આવું કહી જ નથી થતું ...અરે પાગલ ચંદ્રમા આપડે પણ આ જ ધરા ને નિલગગન ના જ કોઈ અસ્તિત્વ રૂપી તત્વ છીએ આપડે પણ આજ સંજોગ ને સ્થિતિમાંથી પસાર થઈ એ છીએ..યાદ કર તું અમાસ નો દિવસ હોય ચાંદની એ દીવસો માં તારી આસપાસ ના આવી શકે ત્યારે તું કેવું કેવું કરે છે કેટલો અળગો રહે છે તારી હસીના થી પુરા પંદર દિવસ પછી એને પૂરો પ્રેમ આપે છે...બરાબર કે! ને હું પણ ક્યારેક અદભુત તો ક્યારેક ખતરનાક રીતે જ પસાર થાવ છું ને...તો આજ તો નિયમ છે આ પ્રકૃતિ નો આજ જેવી કાલ ક્યારેય નહી હોય...અલગ જ હશે ને કદાચ ગઇ કાલ પણ ગમે તેટલી ગમી ગઈ હોય પણ એને એક જ વાર ગમાડી શકાય એવો જ અહીં નિયમ છે..ને એ તારે મારે ને સૃષ્ટિના દરેક જીવે પાળવો જ રહ્યો...ચન્દ્ર બસ આટલું જ સાંભળતો રહ્યો અવાચક રીતે ના તો પેલો સન્નાટો યાદ આવ્યો કે ના પંખી સાંભર્યું એ તો રજની ની વાતો ના મર્મ જ કાઢવામાં રહ્યો ત્યાં ખુદ જ ખોવાય ગયો ને વિતેલ ચન્દ્ર બની ગયો...ને સૂર્યદેવ નવી સમજણ ને શીખ આપવા પોહચી ગયા...!! Moral.:-live the living things don't be upset for dead things n person also..Live only present with presence of mind...
-Hina modha