અનુભવ જીંદગી માં કેટલા અવનવા અનુભવો થતા હોય છે અને એ અનુભવો થી કઇ કેટલું શીખવા મળતું હોય છે,કહેવાય છે ને કે અનુભવ શ્રેષ્ઠ શિક્ષક છે,કોઈ વ્યક્તિ આપડે શીખવાડી ના શકે એટલું આપડે અનુભવ શીખવાડી દે છે અને અનુભવ કરેલું જીંદગી ભર યાદ રહી જાય છે....સારો અનુભવ ખુશી આપે છે અને ખરાબ અનુભવ ફરી પાછી ભૂલ ના થાય એ માટે ની શીખ આપે છે..........કંઈક આવો જ અનુભવ છે માતૃત્વ નો.... કહેવાય છે કે દરેક સ્ત્રી ના જીવનનો આ મહત્વનો અને કંઈક અલગ અનુભવ હોઈ છે પછી એ કોઈ પણ જ્ઞાતી હોઇ કે કોઇ પણ ધર્મ....... એક સ્ત્રી પોતાના જીવન માં ઘણા બધા પાત્રો નિભાવે છે તેમાં સૌથી મહત્વનું પાત્ર હોઈ તો તે છે માં બનવાનું,જ્યારે તેને ખબર પડે કે તે માં બનવાની છે,તેના ઉદર માં એક નાનો જીવ આકાર લઇ રહ્યો છે ત્યારે તે ખૂબ જ રોમાંચિત થઈ જાય છે, ખુશી તો થાય જ છે પણ સાથે સાથે એક ડર પણ હોઈ છે કે તેને કઇ થઈ તો નહીં જાય ને?હવે તેને પતિ ના સાથ સહકાર ની વધારે જરૂર પડે છે ઘરમાં તેની એક્સ્ટ્રા કેર કરવામાં આવે છે જે તેને ખૂબ ગમે છે,સાથે સાથે ઘણી સલાહ પણ આપવામાં આવે છે.....જેમ જેમ મહિના ઓ પસાર થતાં જાય તેમ તેમ તેને અવનવી લાગણી ઓ થાય છે, શરીરમાં થતા શારીરિક ફેરફારો ને લીધે તેનો મૂડ પણ ઘણો બદલાતો રહે છે.આ સમયે જો ઘર ના લોકો નો સાથ હોઈ તો તેના માતૃત્વ ના આ નવ મહિના તેની જીંદગી નું એક અનમોલ સંભારણું બની જાય છે...દોઢેક માસ તો શાયદ કઇ ખબર નથી પડતી પણ ત્યારબાદ જે ધીમા ધીમા અનુભવો થાય છે તેના માટે તો શબ્દો પણ ઓછા પડે એમ કહો ને કે તે લાગણીઓ ને જો શબ્દો ની વાચા આપવા જઈએ તો શાહી ખૂટી પડે અને કલમ તૂટી પડે.....એક માસ, બે માસ,ત્રણ માસ એમ ધીરે ધીરે જેમ સમય થતો જાય છે તેમ સ્ત્રીને પોતાના ઉદર માં રહેલ બાળક નો અનુભવ થતો જાય છે તે બાળક સાથે વાતો કરે છે તેના ધબકારા મહેસૂસ કરે છે તે ઉપરાંત તેને જમવામાં પણ અવનવું અને અટપટું મન થાય છે ,ક્યારેક ના ભાવતી વસ્તુ પણ જમી લે છે અને ક્યારેક ખૂબ જ ભાવતી વસ્તુ પણ છોડી દે છે, એમ કહો ને કે બાળક ના આવવાનો અનુભવ તેની જીંદગી જ બદલી નાખે છે,બાળક નું શરીર જેમ જેમ આકાર લેતું જાય છે તેમ તેમ તેને જે પણ સલાહ આપવામાં આવે તે તેમ કરવા માટે હંમેશા તૈયાર જ હોઈ છે,કહેવાય છે કે પહેલા ત્રણ માસ તો બધા ને કહેવા માં નથી આવતું,પણ ત્યારબાદ ધીમે ધીમે બધાને તે સ્ત્રી નું પેટ વધતા આપોઆપ ખબર પડી જાય છે, ચોથો માસ અને પછી પાંચમો માસ જ્યારે તેને પંચમાસી બાંધવામાં આવે છે જેથી બાળક અને માં બને સ્વસ્થ રહે કોઈ ની નજર ના લાગે ત્યારબાદ છઠો માસ અને તે પછી સાતમો માસ જ્યારે તેની શ્રીમંત ની વિધિ થાય છે,કહે છે કે બાપ નું બારમું અને સ્ત્રી ની અઘેણી જીવન માં એક જ વખત થાય છે તો તે અઘેણી નો પ્રસંગ ખૂબ ધામધૂમ થી ઉજવવો જોઈએ...આ પ્રસંગ માં ઘણા લોકો ભેગા થાય છે અને માં અને બાળક ને ખૂબ આશીર્વાદ આપે છે ત્યારે તેને રાખડી બાંધવામાં આવે છે,શ્રીમંત ની વિધિ પછી તે સ્ત્રી જો માવતર ને ત્યાં જવાતું હોઈ તો જાય છે
હવે આઠમો માસ ત્યારે મોટા લોકો ખૂબ ધ્યાન રાખવાનું કહે છે શરીર માં ઠંડક કરવાનું કહે છે અને બીજું કંઇ કેટલું અને તે સ્ત્રી જે હવે માં બનવાની છે તે પોતાના બાળક માટે બધું જ કરી છૂટે છે,અને છેલ્લે નવમો માસ બાળક ના અંગેઅંગ નો તે માતાને અનુભવ થાય છે,ધીરે ધીરે બાળક ના આવવાનો સમય નજીક આવતો જાય છે અને તે માતા ના મન માં પણ મીશ્રીત લાગણીઓ ઉતપન્ન થાય છે, બાળક ના આવવાની ખુશી પણ છે અને અજીબ પ્રકારનો એક મન માં ભય પણ છે લોકો ની અવનવી વાતો સાંભળી ને તે બાળક માટે વિહવળ બની જાય છે....અને છેલ્લે જ્યારે બાળક નો જ્યારે જન્મ થવાનો હોઈ છે અને ત્યારે જે તેને દર્દ થાય છે તે દર્દ ને વર્ણવું ખૂબ મુશ્કેલ છે કેમકે તે તો જે સ્ત્રી એ અનુભવ્યું હોઈ તે જાણી શકે, બીજી એક વાત પણ એ છે કે એ દર્દ બાળક નો જન્મ થતા અને એને જોતા જ માં બની ગયેલી તે સ્ત્રી ભૂલી જાય છે....બાળક ને જોતા જ તે સ્ત્રી ની આંખ માંથી આંસુ નિકડે છે અને તે હોઈ છે હરખના આંસુ જેને સમજવા અને વર્ણવા અશક્ય છે. હવે તો સિઝેરિયન જેવી સુવિધા પણ ઉપલબ્ધ છે એ પણ કષ્ટદાયક જ છે
પહેલા ના જમાના માં દીકરા અને દીકરી વચ્ચે ઘણો ભેદભાવ કરવામાં આવતો પરંતુ સમય જતાં તેમાં ઘણો ફેરફાર થયો છે,આજે દીકરો દીકરી ને એક સમાન ગણવામાં આવે છે, માં માટે તો બન્ને સરખા જ છે એ પછી દીકરો હોઈ કે દીકરી.....
મેં સે માં ની આ સફર માં એક સ્ત્રી ફક્ત પ્રેમ, લાગણી,હૂંફ અને સાથ ની જ અપેક્ષા રાખે છે એવું નથી કે પોતાના ઉદર થી જન્મ આપનાર બાળક ને જ સ્ત્રી પ્રેમ આપે છે ,અને તે જ માં બની શકે,જે સ્ત્રી બાળક ને જન્મ આપવાની શક્તિ નથી ધરાવતી તે દત્તક લીધેલા બાળક ને પણ એટલો જ પ્રેમ આપે છે, કેમ કે માં એટલે માં...... માં શુ છે તે માં બન્યા બાદ જ સમજમાં આવે છે. અને માં ને જાણવા માટે માં બનવું જરૂરી છે.કહેવાય છે ને કે 'જનની ની જોડ સખી નહિ જડે રે લોલ'