અત્યાર સુધી તો હું પ્રેમ વિશે લખતી હતી,
એ જોઇ મારી એક મિત્ર થોડી બળતી હતી,
કવિતા મારી એ નિયમિત વાંચતી હતી,
પણ મિત્ર માટેેય કઇંક લખું એવું એ ઇચ્છતી હતી,
તો મારી પ્રિય મિત્ર આ ફક્ત તારા માટે,.......
આપણી મિત્રતા કંઇક એવી છે,
જાણે ફેેેેસબુુક અને મેસેન્જર ની જોડી છે.....
શરુઆત એની થોડી અનોખી છે,
જાણે વોટ્સએપ ની પ્રથમ સ્ટોરી છે......
વાતની રસધાર કંઇક એવી છે,
જાણે હાઇકના સ્ટીકર ની વણજાર છે.......
આપણી મિત્રતા જેવી કોઈ જોડ નથી,
જાણે યુટ્યુબ ને રોકવાની કોઈ દોર નથી......