સફળતાની ગુલામી : સફળ થવું દરેક વ્યક્તિને ગમે છે..પણ સફળ થવું એ તો રહસ્યની વાત છે.. કેવી રીતે ?? સફળતા કોઈ પણ દિવસે સામેથી ન આવે બધાં જાણે જ છે તો પણ મનુષ્યના જીવનમાં એમનું મન એમણે રમાડે જ જાય છે..મન હંમેશા કલ્પના જ કયૉ કરે છે.. આવું થશે,આમ થવું જોઈએ,આમ નહીં થાય તો વગેરે વગેરે.. અને એના લીધે વતૅમાનની પળ માની શકાય નહીં..દરેક ને પોતાના જીવનમાં આવતીકાલે શું થશે એ ખબર હોતી નથી..તો પણ બધા સફળતાની ઈચ્છા રાખીને મનના ગુલામ બનીને જીવે છે.. દરેક વ્યક્તિએ સફળતાની ઈચ્છા મુકીને આજે ભગવાનને શું ગમે છે તે રોજે રોજ કરી લેવું જોઈએ..એમ પણ આપણને કમૅની સ્વતંત્રતા મળી છે તો રોજ પ્રભુ ને ભજીને રોજનો અંતરનો અખંડ આનંદ માણી કમૉને પ્રભુની ઈચ્છા પ્રમાણે કરવા અને રોજ ઉમંગ રહે એમ પ્રાર્થના કરવી અને મનના વિચારોને બાજુમા મૂકવા જેથી સફળતાને પ્રભુ આપણી ગોદમાં ક્યારે મૂકી દેશે એ ખબર પણ નહીં પડે અને એનો આનંદ કંઈક ઓર હશે.. ( Maylu)