ભુલાવીશુ તમારો દેશ ..
ધમધોકાર વરસતા હેત માં ..
એ આવજો ને મારા દેશ માં ..
નથી અભિમાન કે કોઈ અહંકાર..
ગુજરાતી તો વસ્યા દેશના હૈયામાં ..
એ આવજો ને મારા ગુજરાત માં ..
'નમો'પણ ચૂમે છે જે ધરતી ને ..
તમે પણ નમો એ ધરતી ને ..
એ આવજો ને મારા દેશ માં ..
અરવલ્લી ની ગિરિમાળામાં થાકીને..
મહીસાગર ની સેર કરાવા..
એ આવજો ને મારા ગુજરાત માં ..
ધર્મ-કોમ ની નથી જ્યા દીવાલ ..
આવજો ને તમે પણ કંઈક એવા વેશમાં ..
એ આવજો ને મારા દેશ માં ..
હિંદુઓની પ્રાર્થના અને
મુસ્લિમો ની ઇબાદત માં વસવા ..
એ આવજો ને મારા દેશ માં ..
તમે પણ ભૂલશો તમારું દિલ ..
એકવાર તો પગ મૂકજો દિલદારો ની ધરતીમાં ..
એ આવજો ને મારા ગુજરાત માં ..
:- સાર્થક પારેખ (sp)