આપણે બધા અહીં કંઈક શીખવા આવ્યા છીએ અને પ્રેમ ની પરિભાષા ઓ પર સવાલ બહુ કરીએ છીએ ને તો આ દુનિયા માં કંઈક શીખવું ને પામવું કે પ્રેમ ને ત્યાગ વિશે જાણવું હોય ને તો આ ચાર વ્યક્તિ ઓ ને જોઈ લેશો ને ત્યાંજ બધું ખબર પડી જશે કારણ આ ચાર વ્યક્તિ એવા થઈ ગયા ને કદાચ એનું અજબ એશ્વર્ય છોડતા ગયા જે કદાચ ક્યારેય નઇ જોવા મળે....!!..ને જે એશ્વર્ય છોડી ગયા એ હમેશા અજેય રહેશે..!
શ્રી કૃષ્ણ નામ લેતા જ મહાભારત ને એની રાજનીતિ ને દ્વારિકા નગરી યાદ આવે પરંતુ હકીકત માં શુ શીખવા જેવું છે ખબર એમની પાસે થી... બધા ને સહજતાથી સ્વીકારવા...બધા ને એકસરખો સ્નેહ આપવો.. ગમે કે ના ગમે બધાની વાત સાંભળવી ને અથાગ પ્રયાસ ને પ્રવાસ જ કરવાનો..ને કૃષ્ણ ખૂબ પ્રેમાળ પણ હતા જ તેથી જ તો જુવો ને એક પણ લગ્ન પ્રેમ લગ્ન નથી તોય 16108 રાણી ઓ ને એનો સંપૂર્ણ પ્રેમ આપ્યો..એને એ દરેક ધર્મ લગ્ન ને નિભાવ્યા...ને પોતાની વ્હાલસોયી રાધા ને ખાલી સ્મરણ માં રાખી ને કાનુડો જીવી ગયો ને રાધા ને પણ જીવાડી...આ છે પ્રેમ ની પરિભાષા....અતૂટ ને અજાયબી કહું તો પણ ચાલશે પ્રેમની..!
બીજી વ્યક્તિ છે રાધા...હા રાધા...આપણે અહીં પ્રેમ અને એની અભિવ્યકતી અને તેની પરિભાષા ઓ વિશે બઉ લખાય છે ને...તો ખાલી આ રાધાજી ની પ્રીત ને જાણી લેશો ને તો પણ આવી જશે બધુ..જેણે બધું જ જાણતા હોવા છતાં ક્યારેય ક્રિષ્ન પ્રત્યેની પ્રીત ઘટાડી ના શકી...કૃષ્ણ એને મનથી જ મળ્યા..ને એને મનથી ને દિલ થી આજીવન ચાહી ને છેલ્લે કૃષ્ણ જ્યારે છેલ્લા શ્વાસ લેતા હતા ત્યારે બસ એક વ્યક્તિ ની પરવાનગી ઘટતી હતી એ છે રાધા..અતૂટ પ્રેમ ની જો કોઈ પરિભાષા હોય તો એ આ છે..દિશા ઓ બદલાણી મંજિલો બદલાણી છતાંય રાધીકે ને ક્રિષ્ન તો એક જ રહ્યા...આ છે ખરા અર્થ મા પ્રેમ નું પ્રેમ થી ને પ્રેમપૂર્ણ નિઃસ્વાર્થ સ્વીકાર..
ત્રીજી વ્યક્તિ છે રુક્મિણી કદાચ પોતાને અમુક અંશે કોષતા રહેતા કે ક્રિષ્ન પૂર્ણ પણે એને સ્વિકારતા નથી પણ જ્યારે ક્રિષ્ન આખીરી પલો માં હતા ત્યારે રુક્મિણી ને કહ્યું કે હે દેવી મને હરેક જન્મ માં તમે પત્ની તરીકે મળો એટલું જ કહી શકીશ..કારણ આમ જુવો તો રુક્મિણી સાથે ના લગ્ન પણ કોઈ પ્રેમ લગ્ન નતા..ને છતાંય એ વિદુષી એ જે રીતે કૃષ્ણ ને સહકાર આપ્યો..રાજનીતિ હોય કે રમણીય પ્રેમ ની પરાકાષ્ઠા.. બધે જ ...ને કૃષ્ણ રુક્મિણી ને પટરાણી નું સ્થાન ક્યારે આપી શક્યા..કારણ રુક્મિણી એ ક્રિષ્ન ને જેવા હતા એવાજ સ્વીકાર્યા હતા..તેની રાધાની પ્રીત સાથે..તેની હરેક સંજીદી જીવવાની રીત સાથે ને દ્રૌપદી ની અતૂટ દોસ્તી સાથે...શંકા શીલ નતી થઈ હમેશા એને એના માધવ પૂર્ણપણે મિલનસાર રૂપ માં મળતા...મતલબ શીખવાનું એ છે કે પાત્ર જે પણ મળે જેવું છે એવું સ્વીકારો પરમ ધર્મ એ જ છે....આ છે ઉત્તમ પતિ પત્ની ધર્મ..એકબીજાની આંખો ના ઈશારે થતી વાત ને એના વ્યવહાર...!
ને ચોથી વ્યક્તિ દ્રૌપદી જે કદાચ બધા ને મહાભારત માટે જ યાદ આવે છે સંહારીની હતી ને એવું લાગે છે બધા ને.. હા હતું એ સત્ય પરંતુ એ ક્યાંક કશેક જરૂરી હતું ત્યારે જ તો થયું..પરંતુ હવે કદાચ આ દ્રૌપદી જેવી વ્યક્તિ નઈ બની શકે એ તો જવલ્લેજ મળે અને એ પાત્ર અમર થઈ ગયું પોતાના નિસ્વાર્થ પ્રેમ થી ...ક્યારેય વિચાર્યું કે એક સાથે પાંચ વ્યક્તિ ને એટલે કે પાંચ પતિ ને સમર્પિત રહેવું એ પણ ઓછું વતું થયા વગર કદાચ બહુ કઠિન છે ખાલી વિચારવું જ આપડા માટે તો ..અહીંયા એક સાથે પણ નઈ રહી શકતા..!!તો એ તો બધા જ અપમાનો ને સહન કરી ને સહર્ષ સ્વિકાર્યું બધું જ ..હા ક્યારેક સંતુલન ગુમાવતા પણ એ તો અગ્નિપુત્રી ની પ્રકૃતિ હતી..ને એક વાત રહી જાય એ છે જે કદાચ હંમેશા છુપી જ રહી ગઈ..એનો કૃષ્ણ પ્રત્યેનો અતૂટ પહેલો પ્રેમ જે સદાય જીવંત રહ્યો ને એક સ્ત્રી પુરુષ કોઈ અંગત સંબંધ સિવાય પણ એક બીજાને પ્રેમ કરી શકે એવું કૃષ્ણ ને દ્રૌપદી ની મિત્રતા અનેરી હતી તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે..ને કદાચ જીવંત છે
તો બસ આવા બનો...
ખૂબ સરસ જશે આ નાનકડી મલકાતી જિંદગી.....!!!!
-Hina modha