લાગણીઓના દરીયાને કિનારો જ કયાં છે,
ને તારી નાવને હલેસો જ કયાં છે !
કેવી રીતે તું સફર માણવાનો આ જીંદગીનો,
તને અનહદ પ્રેમ કરે એવો સાથી જ કયાં છે !
ચોરી લે તું મેઘધનુષના સાતે સાત રંગો,
પણ તારી પાસે પીંછી જ કયાં છે !
શશિના અોજપમાં તારાઓ ટીમટીમે છે,
પણ રવિના તેજમાં એમનું અસ્તિત્વ જ કયાં છે !
ખમતીધરો તો અહીં ઘણાં બધા છે,
પણ તેમનામાં એવું વ્યક્તિત્વ જ કયાં છે !
શાંતિ તો કોને નથી જોઈતી મારા મિત્રો,
પરંતુ આપણી અપેક્ષાઓનો અંત જ કયાં છે !