The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જનરેશન ગેપ વિશે જ્ઞાન મેળવો.
following will at least make sensitive people more sensitive. 1. As a good citizen we must have certain civic sense and responsibilities. 2. we must throw debris of repair work in proper place. 3. we must throw house wastes in a dustbin and never on the nearby roads. 4. we must not create noice and pollution because this would harm our neighbors. 5. we must not fight over petty issues. All such things are taught by our parents and also in school but some fellows never abide by common rules, they are incorrigible. Be a sensitive citizen. Kindly don't become a bogus educated person.
ખાડો ખોદે તે પડે : આજકાલ બીજાને પાડવા લોકો આયોજન કરતા હોય છે, ખાડા ખોદે કે એમાં બીજા પડે. બીજા પડે તો આનંદ આવે. કોઈને દુઃખી થતા જોઈ, હેરાન થતા જોઈએ અમુક લોકોને મજા આવે, આવા લોકોને અંગ્રેજીમાં સેડિસ્ટ કહે અને ગુજરાતીમાં પરપીડનવૃત્તિ કહે છે. ઘણીવાર એવું બને કે કોઈને હેરાન કરવા કાવતરું કર્યું હોય તો પોતેજ એના ભોગ બને છે. કર્મનું ફળ મળી જાય છે, આ કહેવતમાં કર્મના સિદ્ધાંતનો ઉપયોગ થયો છે. "as you sow, so you shall reap" જેવા કર્મ કરો એવું ભોગવો.
અતિ લોભ એ પાપનું મૂળ... આ ખૂબ જૂની કહેવત છે. અને ઊંડાણથી વિચારો તો તેમાં સત્ય છે. કોઈ કહેશે કોઈપણ વસ્તુની વધુ પડતી ઇચ્છા રાખવી એમાં શુ ખોટું છે, એમાં શું નુકશાન છે, પરંતુ મિત્રો, સાચું કહું અતિરેક સારી બાબત નથી. ઘી, દૂધ, ગુલાબજાંબુ સારી વસ્તુ છે પણ પેટમાં માય પણ નહીં એટલું ખાઓ તો બીમાર પડશો. સોનુ, ઝવેરાત વગેરેનો લોભ તમને ચેનથી સુવા નહિ દે, તમારું આરોગ્ય બગડશે.
ગરીબી , ગરીબ કોને કહેવું 1) એક મિત્ર, અમે ઓફિસમાં સાથે જ કામ કરીએ, વાતો પણ ચાલુ હતી, અચાનક મને કઈક નોંધવાનું યાદ આવ્યું, મારી પાસે પેન ન હતી, ને મારી નજર એના શર્ટના ખિસ્સામાં પડી, મેં એના ખિસ્સામાં ઝડપથી હાથ નાખી પેન કાઢી લીધી. એ મિત્ર એકદમ બેબાકળો થઈ ગયો....તેને ખબર છે કે પેન પરત મળી જ જવાની છે, તેમ છતાં 35 હજારનો પગારદાર એકદમ વિચલિત થઈ ગયો. પેનમાં જીવ ચોંટી ગયો હતો . એનાથી બોલી જવાયું, "મોંઘી છે યાર..." 2) એક ગર્ભ શ્રીમંત વ્યક્તિ કાર ખરીદે છે, અને કારની સાથે એટલા બધા લાગણીથી જોડાઈ જાય છે કે કારને કઈક નાનો સરખો પણ સ્ક્રેચ પડે તો એમના દિલમાં પણ ચીરો પડી જાય.... નુકસાન ન વેઠી શકે. 3) એક બીજા મિત્ર..હવે સારી જોબ અને સારી કટકી કર્યા પછી પૈસે ટકે સુખી થઈ ગયા છે પરંતુ મગજમાંથી ગરીબી કે આર્થિક નબળો ભૂતકાળ જતો નથી. જ્યારે મળે ત્યારે પોતાની આર્થિક સધ્ધરતા બતાવવા ઉતાવળા જ હોય...."સનને પચાસ હજાર પગાર છે, એના માટે નવો બંગલો બનાવ્યો વગેરે વગેરે. .." 4) ઘણા એવા મિત્રો જોયા છે કે tv પણ સાચવી સાચવી ને વાપરે, AC અડધી રાતે બંધ કરી દે, લાઇટબીલની બીકે.... મિત્રો આવા તો અનેક ઉદાહરણ જે વાસ્તવિક હોય તમે પણ અનુભવ્યા હશે.. IAS હોય, પગાર સારો, લાંચ લેવાની આદતથી 5 પેઢીનું ભેગું કરી લીધું હોય !! તો પણ સુધરતા ન હોય, આ શું ગરીબ માનસિકતા નથી? 5) ઘણા અબજોપતિ ફિલ્મ મેગાસ્ટાર તેલ , સાબુ વેચવા નીકળી પડે છે... અલ્યા ગરીબો, કોઈ નવા યંગસ્ટર્સને ચાન્સ આપો તો મોડેલિંગ કરી કઈ રળી શકે...મળતું હોય એટલે શું ખાધા જ કરવાનું!! 6) એવુ જાણવા મળ્યું છે કે પરદેશી અબજપતિઓ ભારતીય અબજપતિઓથી ખૂબ વધુ દાન કરે છે, અજીજ પ્રેમજી સિવાય!! 7) ધન ઉપાર્જન અને ધન સંચયમા પણ અકરાંતીયાપણું ન હોવું જોઈએ. 8 ) માનસિક ગરીબીનો એક જોક યાદ આવે છે કે વાગ્યા પર લગાડવાની દવા ઢોળાઈ ગઈ તો એ વેસ્ટ ન જાય માટે શેઠે આંગળી પર ચકકુ થી કાપો કર્યો, અને પછી એ દવાનો ઉપયોગ કરી લીધો.
यह श्लोक हिन्दू ग्रंथ गीता का प्रमुख श्लोकों में से एक है। यह श्लोक गीता के अध्याय 4 का श्लोक 7 और 8 है। यह श्लोक का वर्णन महाभारत में भगवान श्रीकृष्ण ने किया था जब अर्जुन ने कुरूक्षेत्र में युद्ध करने से मना कर दिया था। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥४-७॥ परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् । धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ॥४-८॥ शब्दार्थ- मै प्रकट होता हूं, मैं आता हूं, जब जब धर्म की हानि होती है, तब तब मैं आता हूं, जब जब अधर्म बढता है तब तब मैं आता हूं, सज्जन लोगों की रक्षा के लिए मै आता हूं, दुष्टों के विनाश करने के लिए मैं आता हूं, धर्म की स्थापना के लिए में आता हूं और युग युग में जन्म लेता हूं। દોસ્તો, આ રીતે બેઠે બેઠો શ્લોક સમજવામાં ભૂલ થશે. જ્ઞાની લોકોએ આનો આવો અનુવાદ કરી ભયંકર મુર્ખતા કરી છે. આ શ્લોક સાચો છે પણ એના અર્થનો અનર્થ થઈ ગયો છે. ગીતામાં જ કહ્યું છે કે હું અણુએ અણુ માં વ્યાપ્ત છું તો પછી આવવાની કે જવાની વાત ક્યાં આવી!! સજ્જન માણસોના મર્ડર થયા , પ્રભુ ક્યાંય બચાવા ડોકાણા નહિ! અબળા કે સબળા નારીઓના શિયળ લૂંટાણા , ક્યાં પ્રભુ બચાવા ન આવ્યા! અચ્છા.. કયા ધર્મની સ્થાપના હવે બાકી રહી ગઈ છે? એક સર્વોપરિ ભગવાન પણ આવી ગયા છે! એ બધું સંચાલન પણ કરી રહયા છે હવે કૃષ્ણની શુ જરૂર છે! કદાચ એટલે નહિ આવતા હોય, એમના બોસ જેવા ભગવાન અગાઉ આવી ગયા હોય પછી શું જરૂર છે, ખોટા વિવાદ થાય! એક શ્લોકમાં આનું સમાધાન મળે છે જેમાં ભગવાન કહે છે કે, “સર્વ વૃક્ષોમાં પીપળો હું છું, દેવર્ષિઓમાં નારદ-હું છું, ગંધર્વોમાં ચિત્રરથ હું છું, સિદ્ધોમાં કપિલમુનિ હું છું. અશ્વોમાં(ઘોડાઓમાં) ઉચ્ચૈશ્રવા-અશ્વ હું છું, હાથીઓમાં ઐરાવત હાથી હું છું, મનુષ્યોમાં રાજા હું છું, આયુધોમાં હું વ્રજ છું, ગાયોમાં હું કામધેનુ છું અને સંતાન ઉતપન્ન કરનાર કામદેવ પણ હું જ છું....” ઉપરના શ્લોક મુજબ બધી જ શ્રેષ્ઠ, ટોપ ક્વોલિટી ધરાવતી વસ્તુઓ, પશુ, વ્યક્તિમાં ભગવાન છે એવું કહે છે. એટલે તમારે ઐરાવત હાથી અને પીપળો શોધવા નથી જવાનું પરંતુ જીવનમાં ઉચ્ચ કવોલિટી, ગુણો લાવવાના છે. અને યદા યદા હી ધર્મસ્ય...શ્લોકનું સમાધાન પણ મળે છે. તે મુજબ જ્યારે સમાજ પર, કોઈ વ્યક્તિ પર આફત આવે તો ભગવાનના અંશ રૂપે બળવાન બની તેની રક્ષા કરો. રક્ષા કરવી, મદદ કરવી, કોઈને ઉપયોગ થવું એજ ધર્મની સ્થાપના થઇ ગઇ. તમારા સ્વરૂપમાં મદદગાર તરીકે ઈશ્વર ખૂદ હાજર થઈ ગયા. ફિલ્મસ્ટાર સોનુ સુદ જેમ હજારો મજદૂરો માટે સહાયક અને તારણહાર બન્યો તેમ ! એ લોકો માટે એ ભગવાન બનીને જ આવ્યો. બાકી કોઈ એમની મદદે નહોતું આવ્યો, સરકાર પણ નહીં! કયાક પરદેશમાં એક નાનકડા ભાઈએ એની નાની બહેનને કુતરાના હુમલાથી બચાવી, પોતે લોહીલુહાણ થઈ ગયો હતો. એજ ભાઈ કૃષ્ણ બનીને આવ્યો, બહેનને બચાવવા. શાસ્ત્રોમાં આપેલ હોય એનો સાચો અર્થ સમજો. ભગવાનની રાહ ન જુઓ, તમે જ ભગવાન બનો. બુદ્ધ, મહાવીર પણ રાજકુમાર હતા, પછી આત્મમંથન કરી એવા સ્ટેજે પહોંચ્યા કે લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે.એમના સંદેશ 2500 વર્ષ પછી પણ લોકો ગ્રહણ કરે છે . કોઈના જીવનની નકલ નથી કરવાની એમાંથી શીખો. હેપી જન્માષ્ટમી. ખૂબ આનંદ કરો. આજનો ઉત્સવ ઉજવજો.
મફત મેળવવાની વૃત્તિ લાંબાગાળે નુકશાન કરે છે. તેમાં પણ પછી ઓછી મહેનતે વધુ લાભ મેળવવાની ઈચ્છા વધતી જાય છે. જેમાંથી ઉદભવે છે ભ્રષ્ટાચાર, કામચોરી, અને છેવટે પોતાનું નૈતિક પતન થાય છે, અને દેશ અધોગતિના માર્ગે આગળ વધે છે. માટે મહેનત જ આ દેશને બચાવી શકે છે. માની લો કે બધાજ GEB ના અને Water works ના કર્મચારીઓ મોટાપાયે કામચોરી કરે તો શહેરો અને ગામડાઓની શુ હાલત થાય! ભયાનક પરિસ્થિતિ જન્મે. ઠેકેદારોને ઓછી મહેનતે વધુ નાણાં જોઈએ છે માટે કામ નબળા થાય છે. મહેનત વિના કેરિયર નહિ બને. પ્રમોશન પણ નહીં મળે. માટે મહેનતથી જ જીવન બનાવો તેમજ દેશ બચાઓ. અત્યારે કોરોનાકાળમાં ડોક્ટરો અને નર્સ કામચોરી કરશે તો તમને ગમશે?? બળદ સખત પરિશ્રમનું સિમ્બોલ છે.
મૂડી રોકાણ, સાહસ અને બુદ્ધિ વિના ચાલતો બિઝનેસ : મુગલ શાસન, મરાઠા શાસન, અંગ્રેજોનું શાસન, રાજપુતાનાનું શાસન , કે પછી રોમન સામ્રાજ્ય હોય...બધા કાંડાના બળે સ્થપાયેલ હતાં, વર્ષો સુધી યુદ્ધો કરી કરીને જાળવી રાખવામાં આવ્યા હતા. એમાં બુદ્ધિ, સમજ અને ચતુરાઈની પણ જરૂર પડે. શૌર્યની પણ ખૂબ જરૂર પડે. સામેવાળા કરતાં તમારે બળવાન હોવું ચડિયાતા હોવું ખૂબ જરૂરી છે. સામ્રાજયો અને રાષ્ટ્રો ટકાવવાની વાત કરી ને આપણે જોયું કે બુદ્ધિ તેમજ તાકાત પણ જોઈએ. હવે આપણે બિઝનેસની વાત કરીએ. ટાટા, બિરલા, અજીજ પ્રેમજી, બજાજ અને રિલાયન્સનું બિઝનેસ એમ્પાયર જમાવતા વર્ષો વીતી ગયા. અથાગ પરિશ્રમ, ખંત, લગન, અને સુપર ડુપર બીઝનેસ કરવાની આવડત, સરસ સ્વભાવ...આમ કંઈક ગુણો દ્વારા આવા મેગાકોર્પોરેશન અસ્તિત્વમાં આવતા હોય છે. તદુપરાંત જોખમ લઈ કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું હોય છે. એમના નિર્માણથી લઈ સતત મહેનત ચાલુ હોય છે. આવડત ન હોય તો બધું કકડભૂસ. પેઢી પાયમાલ થઈ જાય. કિંગફિશર, માલ્યાનો દાખલો છે. અરે દોસ્તો સામાન્ય નોકરી ટકાવી રાખવા પણ દિવસ રાત મહેનત કરવી પડે છે. આમાં પણ કુદરતના ઘા લાગે, માર પડે, કઈક એવું બને તો વર્ષોનો જમાવેલ ધંધો બંધ થઈ જાય. કોઈ નબળો રાજા આવી જાય તો સામ્રાજયનો ઝડપી અંત આવે છે. એમ ઉઠલપાનીઓ છોકરો આવી જાય તો બીઝનેસ પાયમાલ કરી નાખે. તો સામ્રાજ્ય, રાષ્ટ્ર, બિઝનેસ અને નોકરી ટકાવવા બુદ્ધિધન, આર્થિક ધન અને બાહુબલની જરૂર પડે છે. એ સિવાય લાબું ટકે નહિ. કોઈ વધુ પાવરફુલ આવી જાય તો રજવાડું, બિઝનેસ પચાવી પાડે. દોસ્તો, પણ હું તમને એવા સામ્રાજ્ય બતાવું જેમાં આ કોઈ વસ્તુની જરૂર ન પડે, તો માનશો?? યસ, એકવાર આ ખાસ પ્રકારનું સામ્રાજ્ય કે પેઢી/સંસ્થા સ્થપાઈ જાય એટલે પેઢીઓના પેઢીઓ, મતલબ તમારા વંશજોના વશંજો સાવ મફત કોઈપણ જાતનું હાર્ડ વર્ક કર્યા સિવાય આઈફોન વાપરતા હશે, મોંઘીદાટ ગાડીઓમાં ફરતા હશે, લક્ઝુરિયસ સ્ટાઇલમાં રહેતા હશે. એટલું જ નહીં લાખો લોકો એમના ચરણોમાં આળોટવા આતુર હશે. ના એમને યુદ્ધો લડવા પડશે, ના એમને લોહી રેડવા પડશે, ના મોતનો ડર! ના એમને બિઝનેશ ઠપ્પ થઈ જવાનો ડર સતાવશે, ઉપરથી એમનો ધંધો દિવસે દિવસે વધતો જશે. હા, દોસ્તો તમારી ઇન્તેજારી ખતમ કરું છું. બસ, 4 સેકન્ડ વધુ ટાઈમ લઈશ. આ પરાક્રમ કે પ્રકારમાં કોઈ બુદ્ધિ, કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ કે વિરતાની કે બાહુબલની જરૂર નથી. એક જ વાતની જરૂર છે. તે એ કે સામેવાળાની અંધશ્રદ્ધા. બસ, એક પંથ કે સંપ્રદાય બનાવી લો, તમારા વંશજો મુર્ખ પાકસે તો પણ લીલા લહેર કરતા હશે.
માતૃભારતી એપ ખરેખર આજના યુગ માટે પરફેક્ટ એપ છે. લોકો પુસ્તકો, લાઇબ્રેરી ભૂલી ગયા છે. નવી પેઢી બિલકુલ વાંચનથી વિમુખ છે. એને વાંચતા માતૃભારતીએ કર્યા છે. અમૂલ્ય વારસા સમા લેખકો અને સાહિત્યકારો તદુપરાંત આજની પેઢીના લેખકોના સાહિત્યનો સુભગ સંગમ અહીં મળી રહે છે. સાહિત્યથી જીવનનું ઘડતર થાય છે. મિત્ર કરતા પણ વધુ ઉપયોગી છે. એક લેખકને વાંચવો એટલે એક વ્યક્તિના સમગ્ર જીવનને જોઈ લેવું. એટલે આતો ઘર બેઠે ગંગા જેવું થયું. તમે ભલે બેસ્ટ એન્જીનીયર, ડોકટર, બિઝનેસમેન કે સોફ્ટવેર એન્જીનીયર હોવ પરંતુ સારા પતિ, પિતા કે વ્યક્તિ બનવા સાહિત્ય પાસે આવવું પડશે કેમકે ત્યાં જીવનલક્ષી જ્ઞાન અને માહિતી હોય છે.
શાસ્ત્રમાં સ્ત્રીના ચાર ધર્મ વર્ણવ્યા છે. ગૃહે શુ લક્ષ્મી, કાર્યેશું મંત્રી, ભોજનેશું માતા, શયનેશું રંભા. આ વાતનો વિરોધ છે, બધી જવાબદારી શુ સ્ત્રી ની જ!!?? આવી ચાલાકીઓ વાપરીને જ સમાજે સ્ત્રીઓને દબાવીને રાખી છે. આ શાસ્ત્રો પુરુષોએ લખ્યા છે. જે શ્લોક આપ્યો છે તે વાંચવામાં અને સાંભળવામા ખૂબ સુંદર લાગે...પણ તે આઈડિયલ છે, આજની સ્ત્રી એમ ન વર્તી શકે, એટલે ઝગડા થાય. આવી વાતો સાંભળી પુરુષ ઊંચી અપેક્ષાઓ રાખે જે કોઇ દિવસ પુરી થાય નહિ. સ્ત્રી ને સ્ત્રી જ રહેવા દો. દેવી તરીકે પુજી પુજીને એની હાલત નજર સમક્ષ જ છે. ગાયને માતાનો દરજ્જો તો આપ્યો પણ એને કચરાપેટીઓ ફેદવા મજબુર કરી નાખી, શહેરોમાં રખડી રખડીને પ્લાસ્ટીક, પૂંઠા જ નસીબમાં આવે છે. આખો દિવસ તમે ઝગડા કરો પછી અપેક્ષા રાખો કે શયનેશું રંભા બને, ભોજનેશું માતા...માય ફૂટ! માટે જ એને માનવ જ રહેવા દઈ એની સાથે માનવતા દાખવો, ના બનાવો એને દેવી, કપટ ન કરો એની સાથે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser