Quotes by મનોજ in Bitesapp read free

મનોજ

મનોજ

@rququvsn5553.mb
(20)

આંખ મીંચ્યે કૈ જ ના ખોતા હતા,
વર્ષ-વર્ષાંતર અમે જોતા હતા.

કોઈ પૂછે આયખું છે કેવળું,
આંખ બસ એમ જ અમે લોતા હતા.

બે ઘડી બારાખડીમાં મન ટકે,
વર્ણમાળા સામટી ખોતા હતા.

જીવ ક્યાં નો ક્યાં ગતે જાતા કશે
બીજ કૈં'કે આગવા બોતા હતા.

લે અમે આંખો હવે ખોલી કહે,
કોણ કેવા ખોટકે રોતા હતા.

--મનોજ શુક્લ.
(૨૧-૪-૨૦૨૨)

Read More

રામ !

રામ રમણ રહેનાર વિમાસે
છીપે પાછું મોતી માશે ?

રામ ન જાણે પથ્થર તર્યા
કૌન ફલકમાં કૌન તરાશે ?

ક્યાં કોઈમાં રામ વસે છે ?
રામ જ જાણે રામ જ ગાશે.

નામ મરણ મુખમાં યે રમતું
રામ અજર અખર સૌ ગાશે.

અંતે કોઈ રામ સરીખું
થાશે ના કે થાવું થાશે ?

--મનોજ શુક્લ.
(૨૫-૯-૨૦૨૧)

Read More

ગીત

કાંઈ નહીં બસ અમથા ઉડીએ આકાશે આપણે
પવન વેગિલે ઠંડ ચડે મન તરત પહોંચે તાપણે.

ઉડવાનો આનંદ પલાણે હવાઈ રુડી પાંખો
પાંખો વીંઝી કરે સૂરજ ઝગઝગતો હેમલવર્ણો
વન અરણ્ય સુસવાટે ગાતા ગીત નવા ગણગણે
કાંઈ નહીં બસ અમથા ઉડીએ આકાશે આપણે.

ગણગણાટ થી લય પ્રગટે જે, ઝુમી ઉઠે વનરાઈ
ભાન ભૂલી ને તરુવર તેની કરી ઉઠે વાહવાહી
નાચગાનમાં મસ્ત બને ત્યાં સકલ ભુવન સંગાથે.
કાંઈ નહીં બસ અમથા ઉડીએ આકાશે આપણે.

--મનોજ શુક્લ.
(૧-૭-૨૦૨૨)

Read More

વાદ 'ને વિવાદની વીંધી કળી,
લો પરોવી ફૂલની સીધી લળી.

વાત જો સમ સાધતી આગળ વધી
આપસી સંબંધની વીંટી મળી.

હોય મળતાં ખાંચ ખડબાઓ છતાં
સાંપડે રેલાને કો' લીસી ઘડી.

લાગતા જોખમ બધા વિખરાય 'ને
સાહસો આગળ બધી ભીતી દળી

સાવ લીસી 'ને લપટણી ભીંત પર
લો મને પણ આગવી ખીંટી જડી.

--મનોજ શુક્લ.
(૨૬-૧-૨૦૨૧)

Read More

:: પશ્ચાતાપ ;;
પ્રદીપ ના બાપુજી નરશીભાઈ ખુબ સારા મિકેનીક. ગમે તે દેશી વિદેશી બનાવટનું ટાઈપરાઈટર મશીન તેમના હાથનો સ્પર્શ થતાં હળવુ ફુલ પાણી ના રેલા જેમ ચાલવા માંડે. ખુબ મહેનત અને કરકસરથી કેટલા વર્ષોની બચત ને ખર્ચી ટાઈપ ક્લાસ શરૂ કર્યો.

પ્રદીપ અને તેનો ભાઈ રાજેશ સ્કૂલ કોલેજ માં જતા થયા સાથે સાથે ટાઈપ ક્લાસે સવાર સાંજ બેસતા થયા અને નરશીભાઈ તેમના ગ્રાહકોના ટાઈપ રાઉટર, કેલ્ક્યુલેટર, લીથો મશીન વિ. ના રીપેરીંગની કામગીરીમાં જ ધ્યાન દેતા. તેમણે પોતાના બંને દિકરાઓને ટાઈપ ક્લાસ માં આવતા વિદ્યાર્થીઓ પ્રત્યે જવાબદારી પુર્વક વર્તવા અને તેમના હિત અને સુરક્ષા ચિંતા કરવી જોઈએ તેવું શીખવ્યું હતું.

પિતાએ આપેલ શીખ પ્રમાણે બન્ને ભાઈઓ ક્લાસ ચલાવતા. ટાઈપ ક્લાસ ખૂબ સારા વાણીયા વેપારી વર્ગના લત્તામાં અને ઉજળિયાત વર્ગના સંતાનો ટાઈપિંગ શીખવા આવતા.

બપોર પછીના ૪-૦૦ વાગ્યાના બેચમાં આવતી પૂર્ણિમા ખરેખર નામ મુજબ જ રૂપ રૂપના અંબાર જેવા વાને નાક નકશી અને સૌષ્ટવે ખૂબ જ નમણી સોડશી વયની ખુલતી કળી જેવી યોવના હતી. તેના પર નજર પડતાં સૌ કોઈ મંત્રમુગ્ધ બની તેને જોયા જ કરતાં.

પ્રદીપ અને રાજેશ પણ ૪-૦૦ થી ૪-૪૫ નો બેચ પૂર્ણ થાય તે પહેલાં ક્લાસ પર પહોંચી જ જાય. બન્ને એકબીજા થી નજર ચૂકાવીને પૂર્ણિમા ના ઉજાસમાં આંખની ઠંડક પામવા, તેનું ટાઈપિંગ ચકાસવા અને શક્ય બે વાત કરવા મથતા રહેતા. બેચના આગળ પાછળ ના સમયમાં રસ્તામાં ભેટ કરી લેવાના પ્રયત્નો કરતા. આ બધામાં ક્યારેક અડચણ પડતા મોટા ભાઈ નાનાને ટોકે અને એક તરફ કરી દે.

ધીમે ધીમે બન્ને ભાઈઓમાં ચણભણ વધવા લાગી. શૈક્ષણિક વર્ષ પુરું થતાં પહેલાં રાજેશ પૂર્ણિમા ને તેના વાલીઓની જાણ બહાર જ આબુ ફરવા લઈ ગયો. ખુબ શોધ ખોળ, શાળા કોલેજ બન્ને ના મિત્ર વર્તુળમાં કર્યાં પછી બન્ને ની ભાળ મળી. સમાજમાં પોતાની આબરૂ બચાવવા પૂર્ણિમા ના પિતાએ કાયદેસરના કોઈ પગલાં લેવાનું માંડી વાળ્યું અને અમુક સમય ગુપચુપ વિતાવ્યા પછી પૂર્ણિમાનો સ્નાતક સુધીનો અભ્યાસ પણ પૂરો થાય તે પહેલાં તેનું તેમની જ્ઞાતિનો જ મુરતિયો શોધી લગ્ન કરાવી પોતાના કુટુંબ ની આબરૂ જાળવી રાખી.

નરશીભાઈ એ લોહીપાણી એક કરી ઉભી કરેલ ટાઈપ ક્લાસ ની શાખ ધોવાઈ ગઈ. સંસ્કારી ઉજળિયાત વર્ગના લોકો પોતાના સંતાનોને આ ક્લાસ માં મોકલતા બંધ થઈ ગયા. ના છૂટકે ટાઈપ ક્લાસ બંધ કરવાનો સમય આવ્યો. પ્રદીપ નો સ્નાતક સુધીનો અભ્યાસ પૂરો થયો હોય તે ક્લાર્કની નોકરીમાં લાગી ગયો અને રાજેશનો અભ્યાસ પૂરો થયો નહીં અને કારખાનામાં મજૂરી કામે લાગ્યો. આવા ઘટનાક્રમોનો નરશીભાઈ ને જબરો આઘાત લાગ્યો, તેઓ પહેલા પક્ષધાતનો શિકાર બન્યા અને બાદમાં હ્રદય રોગના હુમલામાં એકાદ વર્ષના ટૂંકા ગાળામાં મરણને શરણ થયા. પ્રદીપ અને રાજેશ બન્નેને પશ્ચાતાપની આગમાં દાઝતા ભૂતકાળને તેમાં હોમી વર્તમાન અને ભવિષ્ય ની પગદંડી કાંટાળી ન બને તેની ચીવટ રાખતા શીખવાના પ્રયત્ન માં લાગી ગયા.

Read More

#પોસ્ટમેન

આજે વર્લ્ડ પોસ્ટ ડે / વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડે છે, જેની શરૂઆત ૧૮૭૪ માં સ્વીત્ઝર્લેન્ડ ની રાજધાની માં યુનિવર્સલ પોસ્ટલ યુનીયન ના વાર્ષિક દિવસની ઉજવણીનાં ભાગ રૂપે થયેલ અને તેની ૧૯૬૯ માં ટોકિયો ખાતે યોજાયેલ યુ.પી.યુ. કોંગ્રેસ માં વૈશ્વિક રીતે જાહેરાત થયેલ.

હમણાં મારા એક સ્નેહી જને ટેલીફોન પર ખબર અંતર પુછ્યા પછી કહ્યું તમારું પોસ્ટલ એડ્રેસ મને મેસેજ કરશો. આને તેમની લાગણી મુજબ મેં એડ્રેસ મોકલ્યું એટલે તેમણે મને પોસ્ટ કાર્ડ લખી મારી તબિયતની પૃચ્છા તથા સંપૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્તિ ની શુભેચ્છાઓ પાઠવી.

ઘણાં વર્ષો પછી કોઈનું લખેલું પોસ્ટ કાર્ડ આવ્યું તેથી ખુબ જ આનંદ ની લાગણી થઇ.

મારા પિતાજી મને ટપાલ - પત્ર લખવાની આદત પડે તે માટે મને પોસ્ટ કાર્ડ લખતા, હું જ્યારે નવો નવો નોકરી એ લાગેલો તે વખતમાં અને હું દર અઠવાડિયે ઘેર પણ જતો છતાં તેઓ લખતા અને મને જવાબ લખવા આગ્રહ કરતા.

Read More

#તમારું

અર્પણ, સમર્પણ 'ને તર્પણ કરી દેતો
જાણ્યા વગર અર્થ, ભાવે વિહરતો,
હો પોતીકું કૈ ના પથારો કરે, ગાઈ
ગાણું કહે, બસ પ્રભૂની કૃપા છે.

--મનોજ શુક્લ.
(૨૪-૯-૨૦૨૦)

Read More

#વિશ્વાસ

વાતમાં વિશ્વાસનું રોપણ ગમે,
પ્રેમનું સ્હેજે થતું પગરણ ગમે.

ખેલને ખેલી જ લેવાની પળે,
પ્રેમના નવ અંકુરે ચણભણ ગમે.

હું લખું ને તું ભુંસે તેવી ઘડી,
ઊર્મીઓનું આપસી વડગણ ગમે.

ભાવથી જાણે મને કોઈ - ગમે,
બર્ફ થઈ થીજી જવાનું પણ ગમે.

-મનોજ શુક્લ-

Read More

#આરામ

હાશકારો :

હસમુખભાઈ આમ તો હસતા હસાવતા રહીને જ નોકરી કરે. નામ જેવા ગુણ પ્રાપ્ત કર્યા એટલા ભાગ્યશાળી છો એવું ઘણા સહકર્મીઓ કહેતા.
વૃત્તિ પ્રવૃત્તિ દરમ્યાન ઘણા લોકોની હોય છે કે આ બધી ઝંઝટોથી હવે તો થાક લાગે છે, નિવૃત્તિ મળે તો હાશકારો અનુભવાય તેવો જ ભાવ આ હસમુખભાઈ ના મન પર પણ હાવી થઈ જતો.
ટાણું આવ્યે હસમુખભાઈ પણ નિવૃત્ત થયા. ઘર, કુટુંબ - પારિવારિક જવાબદારીઓમાંથી તો નહીં જ. સંતાનો કામકાજ કરતાં તો થયા હતા પણ સંતોષકારક સ્થિતિ નહીં અને હસમુખભાઈની નિવૃત્તિ થી આવકમાં કસ ‌વર્તાવા લાગી. વ્યાજના દર પણ ઘટતાં જ જતાં હતાં. નાણાની સાથે માણસનું મોલ પણ ઘટતું જતું'તું.
નિવૃત્તિનાં છ-એક માસમાં જ હસમુખભાઈને એક વાર જોયેલા, ઓળખવા મુશ્કેલ પડે તેવા થઈ ગયેલા અને પછીના બે-ત્રણ મહિનામાં જ સ્મરણાંજલિ માં ફોટો જોઈને થયું હસમુખભાઈ નિવૃત્તિ ને જીરવી ના શક્યાં કે હવે જ સાચો નિવૃત્તિ નો હાશકારો અનુભવ્યો.

--મનોજ શુક્લ.
(૫-૯-૨૦૨૦)

Read More

#ઝઘડો

કૂળ, મૂળ શું ઝઘડાનું છે ધૂળ !!!
તું તા થી આગળ ચાલીને
ટપ્પ ટાપલી,
માર ધાડ
થી
માર કાટ લગ
પ્હોંચી જાતી
વાત
વચાળે
સાચું ખોટું,
નર્યું નઠારું, નરસું
સઘળું
કરમ કરામતહીણું
નરદમ નસ્તર જેવું
ખૂંચે
ખૂંચે
ખૂંચે ...
ખચ્ચ ખચાક દેતું
કાઢી લેતું
આંતર
અઢળક અવાવરું
સહુ ભેદ
હતાં
કૈ સહ્ય, અસહ્ય અનર્ગળ
ગળતા
રુપ રંગના વાઘા
રેખે
વિવિધા મ્હોર્યા
મીઠા સંબંધોના નમણા વારી
નાલી ના
ગંધાતા
નર્યા
ગોબર કીચડ
રક્ત સાથ રેલાતા
રસ્તા
ક્યાંય લઈ ના જાય
કશા યે
અર્પણ કે તર્પણ લગ,
તું તા થી આગળ ચાલીને કેટ કેટલા ઢગ લગ.

--મનોજ શુક્લ.
(૧૭-૮-૨૦૨૦)

Read More