The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
માઇક્રોફિકશન વક્રોક્તિ (Irony)... મોટો દીકરો સ્કૂલનું હોમવર્ક કરવાનું છોડીને આખો દિવસ મોબાઈલમાં જ રમ્યા કરતો હોવાની ફરિયાદ કરતી માતાએ તેના રડી રહેલા દોઢ વર્ષના નાના દીકરાને છાનો રાખવા માટે હાથમાં મોબાઈલ પકડાવી દીધો. -હિના પટેલ #microfiction #gujarati #heenuwrites
સમજી લે... આ જીવન તો છે એક રણભૂમિ એ તું સમજી લે, વીર અભિમન્યુની જેમ જ લડવાનું છે સમજી લે. ચુનૌતીઓના ચક્રવ્યૂહને ભેદવાનો છે સમજી લે, મુસીબતો મિટાવી આગળ વધવાનું છે સમજી લે. દુઃખ-નિરાશા-યાતના તો ઘેરી જ વળશે સમજી લે, પીછેહઠ કરવી તો જરાય નહીં પોસાય સમજી લે અર્જુન તારું યુદ્ધ લડવા નહીં આવે એ સમજી લે, બધા પોતાના મોરચે લડવા વિવશ છે સમજી લે. - હીના પટેલ
एक वादा खुद से कर बस एक वादा, ना कभी छोड़ेगा कुछ आधा. लगा कर तू अपना पूरा जोर, बढ़ जा तू बस आगे की ओर. नहीं है अब तेरी कोई भी हद, जान जा के तू तो है बस बेहद. ना समज खुद को तू असमर्थ, बस मान ले के तू है सब समर्थ. चुनौती दे ही दे अब संघर्ष को, अब तेरा ही इंतजार है मंज़िल को. -हीना पटेल
एक शख्स... जज्बात कभी जाहिर नहीं होने दिए मैंने अपने न जाने कैसे वो शख्स ने महसूस कर लिया आंखों से कभी एक बूंद आंसू नहीं गिराए हमने न जाने कैसे वो शख्स ने आंखों मे नमी देख ली बयां नहीं कर पाए कभी हाल-ए-दिल का दर्द न जाने कैसे वो शख्स ने दर्द-ए-दिल को जान लिया अक्सर अकेले ही चलती आई हूं जिंदगी की राह मे न जाने कब वो शख्स ने साथ चलना शुरू कर दिया हम तो बस यूँ ही बेमकसद उम्र गुजारते चले जा रहे थे न जाने कब वो शख्स मकसद देकर जीना सीखा गया दुनिया की भीड़ मे अक्सर अकेला पाया है खुद को न जाने कब वो एक शख्स मेरी पूरी दुनिया बन गया जिंदगी को दूसरो के हिसाब से जीती चली जा रही थी मैं न जाने कब वो शख्स ने बेफिक्री से जीना सीखा दिया -हीना पटेल
શબ્દોને મેં જોયા છે તલવારથી પણ વધુ ધારદાર કાંટાથી વધુ અણીયારા પથ્થરથી વધુ કઠોર વાગતા શબ્દોને મેં જોયા છે મરચાથી પણ વધુ તીખા મધથી પણ વધુ મીઠાં ઝેરથી પણ વધુ કડવા લાગતા શબ્દો મેં જોયા છે કાળજાના કટકા કરતા હૈયાને વીંધી નાખત હૃદયની આરપાર થઇ જતા શબ્દો મેં જોયા છે ધારે તો સર્જન ન ધારે તો વિનાશ અને... ઘણીવાર નિઃશબ્દ થઇ જતા શબ્દોને મેં જોયા છે -હીના પટેલ
બસ આટલું હોય ઢળતો સૂરજ હોય મિત્રોની મહેફિલ જામી હોય ચાની ચૂસકી લેવાતી હોય નાશ્તાની મિજબાની હોય જૂની યાદો વાગોળાતી હોય હાસ્ય રેલાતું હોય દરિયા કિનારાની શાંતિ હોય મનગમતો સાથ હોય ઠંડી લહેરો હોય પવનોના સુસવાટા હોય હાથમાં હાથ હોય હૂંફાળો સ્પર્શ હોય અંધારી રાત હોય અગાસીનું એકાંત હોય ટાઢો વાયરો હોય ટમટમતા તારલાઓ હોય ચાંદની રાત હોય અને... પોતાની જાત સાથે વાતો હોય -હીના પટેલ
...ને હું રહી ગયો કુદરતે જીવવા માટે જન્મ આપ્યો ને હું રોવામાં જ રહી ગયો બાળપણ મન ભરીને રમવા માટે આપ્યું ને હું રિસાવામાં રહી ગયો જવાની પ્રેમ કરવા માટે આપી ને હું નફરત કરવામાં રહી ગયો જીંદગીની પળો માણવા માટે મળીને હું ગણતરી કરતો રહી ગયો લાગણીઓને નેવે મૂકીને હું ખાલી સંબંધો નિભાવતો રહી ગયો જોતજોતામાં જીવન ર્ખચાઇ ગયુ ને હું હાથ ઘસતો રહી ગયો મળેલુ જીવન જીવવાને બદલે હું ફકત શ્વાસ લેતો રહી ગયો ઘડપણમાં જીવનની છેલ્લી ઘડી આવી ગઇને હું જોતો રહી ગયો -હીના પટેલ
આમ કેમ? મંજિલ મેળવવાની આટલી જીદ કેમ, સફરનો લહાવો ના લેવાય? આકાશને આંબવાની ઇચ્છા કેમ, જમીન પર રહી ના જીવાય? સપનાઓ જોવાની આદત કેમ, વાસ્તવિકતા સાથે આખો ચાર ના કરાય? ભવસાગર તરી જવાની ઉતાવળ કેમ, મોજા સાથે મોજ ના થાય? -હીના પટેલ
જિંદગીની સફરમાં યાદોએ લાંબી મજલ ખેડી છે બે પળ વિસામો લેવા બેઠો ત્યાં આંખો સજળ મળી છે -હીના પટેલ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser