આપણી સ્વપ્નની અલગ દુનિયા બનાવીશું;
આપણા સાથને સાબિતી આપતી દુનિયા બનાવીશું.
મૌનને પણ માણી ખુદ સાથે પ્રેમ કરાવે;
તેવા એકબીજાથી ખુદને પ્રેમ કરાવતી દુનિયા બનાવીશું.
ઘા માત્ર પ્રેમનાં ન બદનામ થાય;
પણ એ ઘાનો મલમ ઘણો વખણાય તેવી દુનિયા બનાવીશું.
ખૂલે એક તાળું પ્રીતનું 'ને નામ આપણું જ સંભળાય;
તેવી આપણી કસમોની દુનિયા બનાવીશું.
શિખરો ચઢાય જ્યારે પ્રિતના;
એક ઘ્વજ આપણા નામનો અવશ્ય હોય એવી દુનિયા બનાવીશું.
કોઈ સાદ દે પ્રેમને, તો પર્યાયમાં આપણને મેળવે;
તેવી અનોખી દાસ્તાન ભરી દુનિયા બનાવીશું.
શિલાલેખમાં કોતરાયેલું આપણુ નામ પેઢીઓ વાંચે;
તેવી પ્રેમને છલોછલ ભરી દેતી દુનિયા બનાવીશું.
ગોતે જ્યારે કોઈ પ્રેમ તો આપણને જ પામે;
તેવી તારી, મારી 'ને ફક્ત આપણી જ દુનિયા બનાવીશું.
-PARL MEHTA