The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સતત કાનમાં માં ગુંજતી રહેતી આ ભયાવહ સાયરનો.... દવાખાનામાં દાખલ થવા લાગી રહેલી લાંબી કતારો.... દવાઓ મેળવવા મથી રહેલા આ માણસની કતારો.... પ્રાણવાયુ માટે ઝઝૂમી માટે આ માણસોની કતારો.... આખરે શ્વાસની રમતમાં હારી જતા માણસો .... વાદળી કફનમાં બંધાઈ જતા આ માણસોની આ કતાર ... સ્વજનોનું મુખ પણ ન જોવા પામતા આ માણસો... સતત એ જ વસવસાને કારણે આકંદ કરતા આ માણસો.... સ્મશાન સુધી જવાની રાહ જોતા આ મૃતદેહો... સ્મશાનમાં પહોંચ્યા પછી અગ્નિદાહ માટે તરસતા આ મૃતદેહો... અમુક મૃતદેહ તો એટલા બદનસીબ સ્મશાન સુધી પહોંચવાની રાહ જોતા લાવારીશ લાશ માફક પડ્યા... હ્દય પીગાળી દેતા દ્રશ્યોની લાગતી આ કતારો... કોણ જવાબદાર કોણ જવાબદાર સતત કાનમાં ગુંજતી રહેતી આ ભયાવહ સાયરનો... આ ભયાવહ સાયરનો ....... Neha
દહેજના દાનવ સામે હારીને, ઓઢી લે છે મૌતની ચાદર એક દીકરી અહીં હસતા મુખે કહેવાતી ૨૧મી સદીમાં, ચાલો ઉજવીએ મહિલા દિવસ. થાય બળાત્કાર દીકરીનો, મળે પસંદગી અહીં આરોપીને, પીડિતા સાથે લગ્ન કરવાની, ન્યાયને નામે. ચાલો ઉજવીએ મહિલા દિવસ." Neha " IPSમહિલા પોલીસ અધિકારીની, થાય છે છેડતી તેના ઉપરી અધિકારી દ્વારા, ઉઠાવે જો અવાજ તેનો, રોકવામાં આવે છે તેને . ચાલો ઉજવીએ મહિલા દિવસ. ગંદી નજરનો સામનો કરવો, ભીડમાં અસહજ સ્પર્શ અનુભવવો, સાવ સામાન્ય વાત છે અહીં, ચાલો ઉજવીએ મહિલા દિવસ. રિવાજોની નામે બેડી તેના પગમાં, સંબંધોને જોડવાની, જવાબદારી ફક્ત તેની, ચાલો ઉજવીએ મહિલા દિવસ. વર્ષના દિવસો તો છે ૩૬૫, પણ એક દિવસ જ મળે તેને, માન-સન્માન ભર્યા અભિવાદનો તે પણ સાવ દંભી અને બોદ્દા ચાલો ઉજવીએ મહિલા દિવસ... Neha ચાલો ઉજવીએ મહિલા દિવસ... Neha
તું મૃગજળનો દરિયો હું તેમાં સવાર કાગળની નાવ.. ના તારું કોઈ અસ્તિત્વ છતાં તેનો શોધુ હું કિનારો... નેહા -Neha
મે પણ પહેરી લીધા નકાબ હવે સારા હોવાના જેમ તે સંબંધોના નામે કડવા શબ્દોના પ્રહાર કરી આપ્યા મને ઊંડા ઘા જે ન ભરાય કદી પણ બસ રાહ જોઉ છુ હું સમયની જ્યારે તને પણ એ જ ઘા આપુ પૂરી તાકાતથી Neha મધ જેવા બની વિષેલા ખંજર મારુ તારી જ પીઠમાં અને તને પણ આપુ એ જ વ્યથા જે મે ભોગવી... -Neha
આશાના મિનારા પર તો આખી જિંદગી નીકળી જાય છે 'નેહા' બાકી દિમાગ તો જાણતું જ હોય છે મિનારો કેટલો મજબૂત છે -Neha
તારા નામથી લખું ગઝલ એમ વિચારું છું શબ્દોમાં તને કેમનો કંડારુ એ વિચારુ છુ તારા પ્રેમનું મારા માથે ચઢેલું વળગણ લખુ કે તે આપેલ દર્દનો દરિયો તેમાં આલેખુ!!!! તારા નામથી લખું ગઝલ એમ વિચારું છું પણ શબ્દોમાં તને કેમનો કંડારુ એ વિચારુ... ન આપી શક્યો તુ મને મારી ગમતી પળ બસ ભેગી કરી તે તને જ ગમતી પળ આ પીડાને શબ્દોરૂપે ગઝલમાં કેમની કંડારુ..Neha તારા નામથી લખું ગઝલ એમ વિચારું છું શબ્દોમાં તેને કેમનો કંડારુ એ વિચારુ છુ -Neha
આ ચિઠ્ઠી તને પોંહચી શકતી હોત માઁ તો કેટલું સારુ હતું માઁ તારુ ન હોવું મને કેટલી પીડા આપે છે કેવી રીતે કહુ?? તું ગઈ અને જાણે ખુશીઓ નો ખજાનો ગયો. તારા ગયા પછી આંખોમાંથી આંસુ નથી વહેતા પણ હ્રદયના એક ખૂણામાં કંઈક અજીબ પીડા થાય છે જેને ના તો વ્યક્ત કરી શકાય છે કેના સહન . તને તો ખબર જ હતી ને માઁ બધા જ સંબંધોથી મન ઊઠેલુ હતું . મારા માટે એ જાણે નામ માત્રના હતા પણ તુ તો મારુ તુ મારુ હ્રદય હતી માંઁ. ઘવાયેલી લાગણીઓનો મલમ હતી તું. મનને હળવુ કરવાનુ સરનામું હતી તું. બધા સંબંધોથી હારી ગઈ હતી ત્યારે સુખદ વિસામો હતી તું. મારો આત્મવિશ્વાસ ડગી જતો ત્યારે ફરી આત્મવિશ્વાસ આપનાર હતી તું.મારી દરેક વાતને સાંભળનાર હતી તુ. મારી દરેક પીડાની દવા હતી તું.ફક્ત દુખની વાતો જ નહીં નાની ખુશીઓ વહેચવનુ સરનામું હતી તું. તારો ખોળો મને બધું જ ભુલી મીઠી નીંદર આપતો માંઁ. તારો હૂંફથી ભર્યો સ્પર્શ કરી કહેતી હું છું ને જે મને બધું જ ભૂલાવી દેતો માઁ અને હિંમત આપતો માઁ. એ સ્પર્શ, લાગણીઓ, વિશ્વાસ, હિંમત ક્યાથી લાવીશ તારા સાથે બધું જ જતું રહ્યું માઁ બધું જ રહી ગયા મારી પાસે ફક્ત સ્વાર્થી સંબંધો.જે મને કમજોર બનાવે છે. આ સ્વાર્થી સંબંધોની વચ્ચે એકલી મુકી કેમ જતી રહી માઁ... Neha
એક પ્રશ્ન મનમાં ઊઠ્યો જવાબ ખબર હોય તો મને પણ કહેજો... ખરી પડવાની વેદના કોને વધુ થતી હશે ?? પર્ણથી છુટ્ટી પડતી વેલને?? કે પર્ણને...! આકાશથી વિખૂટા પડતા તારાને? કે આકાશને??.... Neha
મા તારા ગયા પછી લાગણીની નદી ઓચિંતા જ સુકાઈ ગઈ ઉપવન જેવું ઘર જાણે વેરાન બની ગયું કલ્લોલ કરતાં ઘરમાં સુનકાર વ્યાપી ગયો એક મજબૂત સહારો મારો છીનવાઈ ગયો જાણે પુર્ણ થઈને પણ મને અધૂરપ લાગે છે માં ન તું વિસરાય છે ન તારી યાદો વિસરાય છે હ્દયના કોઈ એક ખૂણે અસહ્ય દર્દ વર્તાય છે પણ એ અનુભવવા તારી ખોટ બવ વર્તાય છે. Neha
ક્યાં છોડે છે પીછો આ વીતી ગયેલો સમય ક્યારેક વેદના બની આંખથી ટપકે છે તો ક્યારેક મૌન બનીને મનને ડંખ્યા કરે છે.. Neha
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser