સતત કાનમાં માં ગુંજતી રહેતી
આ ભયાવહ સાયરનો....
દવાખાનામાં દાખલ થવા લાગી
રહેલી લાંબી કતારો....
દવાઓ મેળવવા મથી રહેલા
આ માણસની કતારો....
પ્રાણવાયુ માટે ઝઝૂમી માટે
આ માણસોની કતારો....
આખરે શ્વાસની રમતમાં
હારી જતા માણસો ....
વાદળી કફનમાં બંધાઈ જતા
આ માણસોની આ કતાર ...
સ્વજનોનું મુખ પણ ન જોવા
પામતા આ માણસો...
સતત એ જ વસવસાને કારણે
આકંદ કરતા આ માણસો....
સ્મશાન સુધી જવાની રાહ જોતા
આ મૃતદેહો...
સ્મશાનમાં પહોંચ્યા પછી અગ્નિદાહ
માટે તરસતા આ મૃતદેહો...
અમુક મૃતદેહ તો એટલા બદનસીબ
સ્મશાન સુધી પહોંચવાની રાહ જોતા
લાવારીશ લાશ માફક પડ્યા...
હ્દય પીગાળી દેતા દ્રશ્યોની
લાગતી આ કતારો...
કોણ જવાબદાર કોણ જવાબદાર
સતત કાનમાં ગુંજતી રહેતી
આ ભયાવહ સાયરનો...
આ ભયાવહ સાયરનો ....... Neha