Quotes by Nidhi Mehta in Bitesapp read free

Nidhi Mehta

Nidhi Mehta

@mehtanidhi.136480
(14)

શરદ પૂર્ણિમાની આ રાતે, ગરબાની સાથે
આ નવરાત્રી મારી ઝીંદગીની પહેલી beat🧿❤️ બની..
હૈયાની હામ સાથે ગણગણતી ધૂન બની...🥰
આ શ્રેષ્ઠ, 2024 ની નવરાત્રી થઇ છે પૂર્ણ આજે ,ને
માં જગદંબા ના આશિષ સાથે.🙏
હવે રાહ છે 2025ની નવરાત્રીની, નવા રૂપ સાથે..
ફરીથી ગરબાની તાલ પર જીવનના રંગ છલકાવા માટે
મીઠા સ્મરણોમાં ઢોળાતી, ખુશીઓ ના સંગાથ ની વાટે,
ત્યાં સુધી... મનમાં આ નવરાત્ર ના નજરણા ભરીને😇
ગરબા ની જેમ જલહળીયે ને, ને
સ્નેહી ઓ ના જીવતર ને પણ
ઉજાળીયે .✨✨
જયમાં અંબે 🙏જય જગદંબે 💐

-NIDHI BADHEKA 🖊️💓

Read More

ચાલ ને , હિંમત તો કર દરિયા પાર જઈએ
કિનારો નહી તો, બસ મઝધાર જઈએ.

મુંજાવતી લાગણીઓ નો ડૂમો છે મન માં
ખાલી કરવા ચાલ ને , બેફિકર બહાર જઈએ.

ક્યાંક તો મળશે, મનગમતી રાહ
આંખ બંધ કરીને સપના પાછળ સવાર થઈએ.

ડર શેનો છોડશે પીછો , આ અજાણી સફર પર
માત આપવા , ધારાહાર જઈએ.

મન ના મેળ બાંધ્યાં છે જ્યાં, હસ્તાક્ષર કરતા જઈએ
છૂટે નહીં સાથ જીવન ભર એ કરાર કરતા જઈએ.

મંઝિલ મળે કે ના મળે, રસ્તા નો આનંદ લેતા થઇએ
દુનિયાદારી ની ઝંઝટ હડસેલી બેફીકર જઈએ.

-Nidhi Mehta✍️❤️

Read More

મેઘ ની આ ગર્જના ને કર્ણ ભેદ રણકાર
સાથે વાયુ નો પણ સુર માં સહકાર
વીજ એ રચ્યો છે આભ માં નવો જ શણગાર,
માટી એ પણ કર્યો છે ફોરમ નો પ્રસરાવ
વરસવા આતુર આ વાદળી,
કોઈ એ પૂછ્યું આ શેના છે એંધાણ,
આભે હરખાઇ ને કહ્યું
આતો વિરહ નો થયો છે છુટકાર
મેઘ ને ધરતી નો આજે રચાયો છે મિલાપ.

-Nidhi Mehta✍️❤️

Read More

વ્યથા અંતર માં રાખી ને , વદન થી મલકાય છે.
સપનાં નો ત્યાગ, છતાં આંસુ ક્યાં છલકાય છે.
રડવા નું મન થાય , પણ રડે તો પુરુષ થોડી કહેવાય છે.
થાક લાગે,પણ જવાબદારી ના પોટલાં નીચે થોડી મુકાઈ છે.
હદય નો ઉભરો ઠાલવે તો , પુરુષ થોડી કેવાય છે
શબ્દો ને લાગણી ના વંટોળ , મૌન માં વીંટળાય છે.
સરિતા વહે જો લાગણી ની, તો પુરુષ થોડી કેવાય છે.
સૌને ખુશ રાખવામાં , પોતને વિસરાય છે.
પણ આ તો એનું કામ છે , તેને ત્યાગ થોડી કેવાય છે.
પુરુષ થવું સહેલું નથી , એ વાત સૌને સમજાય છે.
પણ સહનશીલતા ની મૂર્તિ માત્ર સ્ત્રી ને જ કેમ કેવાય છે ?

-Nidhi Mehta❤️✍️

Read More

છોડી ને અંધકાર નો છેડો જેમ ,
રજની સવારે ઉષામાં ભળે
કેટલું સુંદર નજરાણું એ બને
જ્યારે હર સવારે સામે તું મળે.

સગપણ કાયમ ના સંગાથ માં ભળે,ને
હંમેશા બને એવું કે મારા બધા જ રસ્તા માં તું મળે.
ઈચ્છા થાય જો કવિતા લખવાની તો ,
એના શબ્દે શબ્દ માં તું મળે.

નિધિ ના સ્મિત ને જો સુગંધ શિવમ ની મળે
તો જ " નિવમ" માં ચંદન ની મહેક ભળે.

-Nidhi Mehta❤️✍️

Read More

સ્વયમ પર નિર્ભર , હું ખુદ થી જ પરિચિત છું.
લાખો સમુદ્ર ને નદી ઓની હારમાળા માં,
ખુદ થી ખુદ ને અનુભવતી દ્વિપ છું
લાખો રજડતાં છીપ માં, સાંપડે જે મોતી,
એ અલૌકિક છીપ છું.
પવન, પાણી, અગ્નિ, ધરા ને આકાશ
આ પંચ તત્ત્વ ના મેળ થી પણ અધિક છું.
એમ શોધ્યે કોઈ ને ક્યાંય નહિ જડું ,
હું મારા જ અંતર મન માં આજીવન કેદ છું.
કમાણી છે થોડાક અજવાળા ની પણ,
પ્રગટાવવાની અનેક દીપ છું.

- Nidhi Mehta❤️🖋️

Read More

ઘર ના ચારેય ખૂણા માં , ગુંજતુ ગીત હું.
પંખી ના કલરવ માં સંભળાતું
સંગીત હું.
પચીકા, સંતા કુકડી થઈ લાઇ ને,
થપ્પા માં આવતો આનંદ હું.
મમ્મી એ જોયેલાં સ્વપ્નોને નો આધાર હું.
હું જ મારા પપ્પા ની પતંગ ,
મને મનગમતા આકાશ માં ઉડતા સંભાળતી એ
દોર એટલે મારા પપ્પા, હું દીકરી
હું જ મારા પપ્પા નો અરીસો.
જેમાં નિહાળીએ એક મેક ના આસું ને આંનદ એ
અવિરત પ્રેમ એટલે બાપ-દિકરી નો સંબંધ.

-Nidhi Mehta✍️❤️

Read More

આંખ છે થોડી નમ , પણ શબ્દો માં વજન રાખજે .

વીતેલી ક્ષણ છે જોરદાર , સ્મરણો એ અકબંધ રાખજે

ઓળખે છે તું પોતાને , બસ એટલો મન પર વિશ્વાસ રાખજે .

શરમ ને મન માં ,પણ  વાત માં થોડો મરમ રાખજે .

ભૂલવા શુ કામ પ્રણય સ્વપ્ન , એ અહીં જ છે નો ભરમ રાખજે.

- Nidhi Mehta🖋️❤️

Read More

હતો હાથ પર , છતાં વેંત માંથી છટકી ગયો
એક પલકારા માં જ રેત ની જેમ સરકી ગયો .

આજે આવશે કાલે આવશે ની રાહ માં હું
આવ્યો એ તુફાન બની ત્યાં હું પર્ણ ની જેમ થરકી ગયો.

વહેતો રહ્યો એ ઝરણા ની માફક અવિરત
જન્મ થી શરૂ થઈ ને મોત પર એ અટકી ગયો .

સમય છું હું સાહેબ હરખ નો હોઉ ક ગમ નો ,
સર્વેપરી હું , યાદ રાખજો ચુક્યા જો મને તો ધીમે થી હું સરકી ગયો .

બસ વાત વાત માં એટલું કહી ખડખડાટ એ મલકી ગયો.
હતો એ હાથ પર છતાં વેંત માંથી છટકી ગયો.....

-Nidhi Mehta🖋️❤️

Read More