વ્યથા અંતર માં રાખી ને , વદન થી મલકાય છે.
સપનાં નો ત્યાગ, છતાં આંસુ ક્યાં છલકાય છે.
રડવા નું મન થાય , પણ રડે તો પુરુષ થોડી કહેવાય છે.
થાક લાગે,પણ જવાબદારી ના પોટલાં નીચે થોડી મુકાઈ છે.
હદય નો ઉભરો ઠાલવે તો , પુરુષ થોડી કેવાય છે
શબ્દો ને લાગણી ના વંટોળ , મૌન માં વીંટળાય છે.
સરિતા વહે જો લાગણી ની, તો પુરુષ થોડી કેવાય છે.
સૌને ખુશ રાખવામાં , પોતને વિસરાય છે.
પણ આ તો એનું કામ છે , તેને ત્યાગ થોડી કેવાય છે.
પુરુષ થવું સહેલું નથી , એ વાત સૌને સમજાય છે.
પણ સહનશીલતા ની મૂર્તિ માત્ર સ્ત્રી ને જ કેમ કેવાય છે ?
-Nidhi Mehta❤️✍️