ઘર ના ચારેય ખૂણા માં , ગુંજતુ ગીત હું.
પંખી ના કલરવ માં સંભળાતું
સંગીત હું.
પચીકા, સંતા કુકડી થઈ લાઇ ને,
થપ્પા માં આવતો આનંદ હું.
મમ્મી એ જોયેલાં સ્વપ્નોને નો આધાર હું.
હું જ મારા પપ્પા ની પતંગ ,
મને મનગમતા આકાશ માં ઉડતા સંભાળતી એ
દોર એટલે મારા પપ્પા, હું દીકરી
હું જ મારા પપ્પા નો અરીસો.
જેમાં નિહાળીએ એક મેક ના આસું ને આંનદ એ
અવિરત પ્રેમ એટલે બાપ-દિકરી નો સંબંધ.
-Nidhi Mehta✍️❤️