Quotes by માનસી પટેલ માહી in Bitesapp read free

માનસી પટેલ માહી

માનસી પટેલ માહી

@mahipatel5377


આ કુદરત ને હગ કરવું છે મારે
બાથમાં આ જગ હરવું છે મારે
રાગ દ્વેષ દુરબુદ્ધિ સામે ડોળા કાઢી
સુખ શાંતીનું ઓઢણ ઢાંકવું છે મારે
છોને ઈર્ષા કરે લુચ્ચી અદેખાઈ મારે શું
મારે તો માનવજાતને વ્હાલ કરવું છે
આ ઝરણાં પર્વત દરિયા જંગલમાં
જાત ભૂલી મારે હવે વિસરવું છે
ધર્મનામે લોહીની લથપથ નદીઓમાં
ઇન્સાન થઈ મારે નીતરવુ છે
એ ઊંચી ઊંચી ઇમારતોની પાસેના ઝૂંપડે
વસતા માંદા ભૂખ્યા બાળકને રમાડવું છે
"મેડમ ઓર્ડર" કહેતા છોટુનો જીમેંદારીનો
થેલો મારે ચોરી લઈ દફતર એને દેવું છે
ગટરે ગંધાતા નવજાત ફૂલને બહાર કાઢી
બે ક્ષણની વાસનાના ફળને છોડાવવું છે
અબળા થઈ ડામ સહતી અકારણ લાચારને
રણચંડી કાળકાનું ત્રિશુલ હાથમાં ધરવું છે..
બારોબાર ભરાતા અનાજના ગોડાઉન વચ્ચે
દિ'આથમે માયુસ ચૂલાને બે પાલી અન્ન દેવું છે
ઇન્સાન ઇન્સાનનો હાથ ઝાલે જો આજ
મારેય ખુદા તને માનવ થવા ટીપ દેવી છે
દારૂડિયાના હાથે હણાઈ દહેજે તાણતી
કોડભરીને ઉગારવા રસ્તો બનવું છે
"પરિવાર રાહ જુવે છે" રેકોર્ડ કરી ચિપ
દરેક વાહનમાં સતત વગાડવી છે.
"પપ્પા..સાંજે ઢીંગલી લાવશો ને?"
મજબુર બાપને જિન થઈ રમકડું દેવું છે
"તારી રાહ છે દીકરા" ઘરડી માના કાગળમાં
ઢાલ બખ્તર કવચ વીરજવાનનું થવું છે
કુદરત મારે તનેય હગ કરવું છે
બદલામાં ઇન્સાન સાચા થવું છે
મારે તનેય હગ કરવું છે

માનસી પટેલ"માહી"

Read More

રડાવતી કકળાવતી અકળાવતી ક્ષણોમાં મને સાચવી
ઉથલપાથલ મચી હંફાવતા અવરોધે તેજ મને ઉગારી
તનેજ ઝંખું હું કેટકેટલું આપે છે તું પણ હું ક્યાં તૃપ્ત?
મારે તો તું જ જોઈએ છે આજ કાલ અને એકેક ક્ષણે
ચાલ એ જિંદગી આજ તને જ પ્રપોઝ કરી લઉં...
એય જિંદગી "કાયમ આમજ મને સાચવી શકીશ?
ફરી ફરી આ અવતાર ને માની મમતા આપી શકીશ?
હિંમત ને સત્યને કાયમ મારી પડખે રાખી શકીશ?
ના બદલું જો હું જેવી છું એવી અપનાવી શકીશ?
તું છે તો હું પૂર્ણ છું તારા વિના જો સાવ શૂન્ય છું
આ શૂન્યના નીતનવા સર્જન તું કરી શકીશ જિંદગી?
તને જીવતા અપનાવતા નથી લાગતો મને કદી બોજ
વ્હાલી જિંદગી જવાબ આપજે મેં કર્યું તને પ્રપોઝ..

happy propose day...

માનસી પટેલ "માહી"

Read More

હકદાર

શરાબના નશામાં ચકચૂર પોતે અડધી રાત્રે પત્નીને જાણે હેવાન થઈ વાસનાની ભૂખ મિટાવી તૃપ્ત થઈ પડ્યો રહેતો ને બિચારી પત્ની મધમધતા સુગંધી લાલ ગુલાબનો ગુલદસ્તો જોઈ રડતી વલોવાતી એટલું જ કહી શકતી..."મારી પથારીની નહિ કબર ની હકદાર છે તારી પાંખડીઓ"
બીજી સવારે એના લટકતા દેહને નીચે ઉતારી એ પુષ્પ અર્પણ કરવા ગયો ત્યાંજ પવનની લહેરખી આવી અને ખુશ્બુ લઈ ગઈ.


માનસી પટેલ"માહી"

Read More

શીર્ષક : બાળમજૂરી


સિગારેટ બનાવતી ફેક્ટરીમાંથી અગિયાર બાળમજૂરોને છુટા કરાયા .

             શાબાશ.. બાળ મજૂરી ને એમાં પણ વ્યસન.! કામે રાખનારને આકરી સજા થવી જોઈએ...................
            બબડતી મિષા બહાર નીકળતા પોતાને ત્યાં કામ કરતી બાર વર્ષની ચકુને કહેતી ગઈ,, "સાંભળ હું કામથી બહાર હોઇશ. આજ ઘરે તારા સાહેબના દોસ્તોની પાર્ટી છે. લોન સાફ કરી  તૈયાર થઈ જજે. લંચ બાદ પેગ સર્વ કરવા તારે જ જવાનું છે.

માનસી પટેલ"માહી"

Read More

દોસ્તીને નામ..

વસંત કેરા વાયરાને કદી પાનખર સ્પર્શે ના,
શ્વાસ છોને છૂટે બસ સાથ તારો છૂટે ના..

નિસ્વાર્થ સબંધ જોડ્યો લાગણીના તાંતણે
વહેવું પ્રેમપ્રવાહમાં નાવ કદી આ ડૂબે ના..

સોનેરી સવારથી લઈ રઢિયાળી રાત તું મારી
ચમકતા આ ચાંદલિયાને ગ્રહણ કોઈ નડે ના..

સાંપડે નિરાશા કદીક તો હિંમત થઈ ઉગારે
જિંદગી જો મુજ આંખથી અશ્રુ કદી સરે ના..

લાડ પ્યાર સ્નેહ સોગાતનો મધમધતો બાગ આ
કરું પ્રાથના ઈશ્વર તુજને જોજે કદી મુરજાય ના..

માનસી પટેલ "માહી"

Read More

કહ્યા વિના જ સદાય એકમેકને સમજી લઈએ,
મૌનનો એવો મીઠો સાદ હોય આપણી વચ્ચે..

સાથ હોય એકમેક ત્યારે દુઃખ ન આવે યાદ
હુંફનો એવો પ્રતિસાદ હોય આપણી વચ્ચે..

માનસી પટેલ "માહી"

Read More

આ કેન્ડલ આંદોલનના નકામા દેખાડા છોડી માનવ
માં સીતા સામે રાવણ જેવું શીલ રાખી બતાવો..

કરો તેવું ભરો કહી જીવતા એ પાપીને જલાવો
જલે કોઈ નિર્ભયા દામિની એ પહેલાં અટકાવો..

દેખાય છે હવસખોર એકેક શારીરિક યાતનામાં
માનસિક છેડનારાનેય પકડી સજા આકરી અપાવો..

પ્રેમ નામે ઈજ્જત લાગણીનો થાય છે બળાત્કાર
નિર્દોષ જિંદગીને પિંખતા એ હેવાનને કોઈ થોભાવો..

આજ કોઈની દીકરી તો વારો કાલ તારી કુંવરીનો
કર્મની ન્યારી ગતિ  કેવી એને છેલ્લીવાર સમજાવો..

માનસી પટેલ "માહી"

Read More

હૃદયે લાલ ચાંદલો...


                    સાતમા માસે જ નિધીને ખ્યાલ આવી ગયો હતો કે એના આવનારા બાળકને હદયે કાણું છે. ડોકટરની ના છતાં ઈશ્વરીય ઈચ્છા માની બાળકને જન્મ આપ્યો. વારંવારની સર્જરી ને મક્કમ માતૃત્વ આગળ નવ વર્ષના પવનનું ઓપરેશન સફળ થયું. માસૂમ બાળકે પૂછ્યું.." મમ્મી.. શુ થયું હતું મને ?

            "કાંઈ નહીં બેટા. ડોક્ટર અંકલની મદદથી ભગવાન આજ લાલ ચાંદલો સાવ ભૂંસી ગયા.હવે કાંઈ નહિ થાય."

માનસી પટેલ "માહી"

Read More

મારા સ્વજન એવા દિવ્યેશ ઉપલેટી ની રચના.. ઉત્સવ નામે એક નરી વાસ્તવિકતા

ધરમનો મરમ સમજાવી ગયુ બાપ્પા.
લ્યો વધું એક વર્ષ આવી ગયુ બાપ્પા.

વક્રતુંડ મહાકાય તો વિસરાય ગયુ છે,
વાક્કા વાક્કા ધુમ મચાવી ગયુ બાપ્પા ?

રિદ્ધિ સિદ્ધિનાં વ્હાલા છતાં મજબુર !
તમને'ય કોઈ લલચાવી ગયુ બાપ્પા ?

ગરીબ હજુ ભૂખ્યો ને તમને લાડવા,
આમાં કોણ કોને નચાવી ગયુ બાપ્પા ?

બીજુ તો બધું ઠીક છે એ તો કહો,
દારૂડિયાઓ વચ્ચે ફાવી ગયુ બાપ્પા ?

Read More

"મને આંખોમાં રહેવા દે....", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More