The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મહેફિલ જલસાના જલવામા ખપત આજ આપની, સુવાસ પ્રસરાઇ સંબંધની , મહેફિલ સજી ગઈ પ્રેમની, અંગત આ ઓરતાને સજાવો ફિલસૂફીથી, દડદડ દદડતા આંસુય ચિત્કાર પૂરે સ્નેહની... માધવના મનખાની ચર્ચા ન કરો, જેણે પ્રિતના પકવાને પાક્કુ જમાડ્યા, વાધાના વહેમમા ન જીવ મસ્તાની, મહોબ્બતની મોરલીને વગાડી તો જો, જરા? "વૈશાલી"
'સપનાની અટારીએથી' નયનની પેઢીમાં સગપણ કૈં પ્રિતના છલકાયા, પાથરણાં પ્રિતના મારા હૈયે સ્મિત બની રેલાયા, મદમસ્ત એ પ્રાંગણમાં અમે પ્રેમવૃક્ષ થૈ મ્હોર્યા, આવોને પ્રિતમ, રસપાન કરો નયનને કોરા કેમ મેલ્યા? "વૈશાલી" -Vaishali Bhoi
'સપનાની અટારીએથી' ફૂટી કૂંપળો પ્રણયની આપના આગમનમાં, વધામણી આપો ઇશને કરાવ્યું મિલન પ્રેમની મહેફિલનું,પ્રથમ મુલાકાતમાં, ટળવળી રહ્યો'તો આ સ્નેહ આપના વિરહમાં, જાણે મુક્તિનો મારગ મોકળો થ્યો આપના સંગાથમાં... "વૈશાલી" -Vaishali Bhoi
'સપનાની અટારીએથી' પુષ્પ પ્રણયના પાંગર્યા'તા હૈયે, સ્પંદનના સથવારે મહેંક્યા'તા હોઠે, સ્વર્ગની અભિલાષા પરિપૂર્ણ થૈ આજે, પ્રેમની પરોઢથી નવપલ્લવિત છું આજે..."વૈશાલી" -Vaishali Bhoi
'સપનાની અટારીએથી' પ્રણયની પરિપક્વતા દિલમાં પ્રગટી છે આજ, શુભ મુહૂર્તના અન્ય બધાય તેની આગળ પાણી ભરે છે... "વૈશાલી" -Vaishali Bhoi
"પ્રેમનું પતંગિયું" પડછાયાના આસ્વાદમાં માણસાઇ વિસરાઇ ગઇ, પમરાટની પ્રસિદ્ધિમાં પાંખડી પણ વેચાઇ ગઇ, અવસર છે આજ અનરાધાર વરસી જવાનો, પણ શું કરું!પ્રેમના પ્રવાહમાં મારી નાવડી જ તણાઇ ગઇ, ટકોરા પડે છે બંધ બારણે નવાઇના આજ, પાગલપણું ક્યાંકથી રખડીને આવ્યું લાગે છે, ચંચળ આ આંખો સંતાડે છે ઝળઝળિયાં, આપના આગમનની પ્રતીક્ષામાં એનેય ગાલે કદાચ વિસામો લેવો છે... "વૈશાલી"
ચાંદા ને તારલાની મહેફિલ મંડાઈ ગઇ, જો, ને! કાળીછમ રાત કામણમાં પલટાઈ ગઇ, શમણાંએ શોધ્યો તો મારગ વિશ્વાસમાં, તમે પધારશો ને ખીલશે પુષ્પો તમારા સત્કારમાં..."વૈશાલી" -Vaishali Bhoi
'સપનાની અટારીએથી' આંખોની અદાલતમાં ઊભો ન રાખ મને આમ, દિલનો નિર્ણય નહિં આવે તો ધડકન અટકી જશે આજ... "વૈશાલી" -Vaishali Bhoi
'સપનાની અટારીએથી' આભાર તારા લોચનનો જેણે જન્મ લીધો, સ્વર્ગની મુસાફરીમાં પડી જાત ફેરો એના અવતર્યા વિના... "વૈશાલી" -Vaishali Bhoi
'સપનાની અટારીએથી' હૃદયના ચારે ખંડમાં આજ ધમાલ મચી ગઇ, આપના આગમનથી નશાની રાત જમી ગઇ... "વૈશાલી" -Vaishali Bhoi
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser