Quotes by Mir in Bitesapp read free

Mir

Mir Matrubharti Verified

@apexadesai.532823
(50)

જીવનભર
તું હોય મારી સાથે
બીજું ન માંગુ

આપું વચન
હું તો રહીશ સાથે
તારું તું જાણે

પ્રેમ છે મારો
તારાથી અકબંધ
એ તું જાણીલે

એક અપેક્ષા
તારી સંગાથે રહું
બસ તું આવ

ન દેખાય એ
સમીર તું બનીજા
પણ તું આવ

Read More

ચાલ હું આપું તને એક નિશાની
પ્રેમ મારો હું કાગળ પર લખવાની
મારા નસીબની બધી ખુશી તારી
મને આપી દે તારી આંખોનું પાણી
જીવનભર નો સાથ નથી માગતી
મને જોઈએ ફક્ત એક ક્ષણ તારી
ન હોય એ ક્ષણમાં ફિકર દુનિયાની
ઈચ્છા છે તને મન ભરીને જોવાની.
- Mir

Read More

તારી ને મારી એક અધૂરી કહાની
ન તેં કંઈ પૂછ્યું ન કહેવાયું મારાથી
જન્મારો વિત્યો રાહ જોવામાં તારી
હવે તો અંતિમ સમયમાં છે આ જીંદગી
યાદો છે તારી પણ નથી કોઈ નિશાની
આંખોમાં પણ હવે તો ઝાંખપ આવી
તારા આવવાની કોઈ ભાળ ન આવી
એક તારી નિશાની માટે હું તરસી રહી
વરસતા વરસાદે પણ જાણે હું કોરી રહી
લાગે સળગતી ચિતા પર આંખો ખુલી રહી.
- Mir

Read More

મૌન દરિયો
ધરબાયો દિલમાં
મોજાં ન આવે
હોઠ સિવાયા
દિલમાં અકબંધ
તારી યાદો છે
શું કહું તને
સુનામી યાદોકેરી
હૈયું રડાવે
નથી અવાતું
તારી પાસે, ને દૂર
નથી થવાતું
અપેક્ષા તૂટી
સમીરના ઝોકાથી
મઝધારમાં
પ્રેમના કેવા
દરિયામાં ડૂબી જ્યાં
કિનારો નથી
-Mir

Read More

કોઈ કહે આનામાં ખૂબ એટિટ્યુડ છે
બીજાને કંઈ ગણકારે નહીં
પણ એમને ક્યાં ખબર છે
બીજાની ઉપેક્ષાઓ જ એનું કારણ છે
#Attitude

Read More

એક કપ ચા
તારી સાથે પીવી છે
હવે તો આવ

ચાની ચુસકી
તું અને હું ભરીએ
હવે તો આવ

બીજી અપેક્ષા
કોઈ નથી, તું આવ
સમીર બની

અદ્રશ્ય હોય
તું પણ, અહેસાસ
તારો જ થાય

-Mir

Read More

તને પામ્યા વગર ફરી જુદાઈ મળી
લાગે છે જાણે હું જીવતી બળી.
હતો એક સથવારો તારા સંદેશનો
પણ એઆઈ ના જમાનામાં ખોવાયો.
કેમ કરીને પહોંચું હું તારા સુધી
સમાજના બંધનોએ મને છે રોકી
જીવવા માટે જરુરી હતી તારી બે ક્ષણ
રુબરુ મુલાકાત તો કદી માગી ન હતી.
તૂટી ગયેલી અપેક્ષાઓને જોડું છું
વિખરાય ન જાય તોફાની સમીરથી
એક જ પ્રાર્થના કરું ભગવાનને
મારી અર્થિ પર તારા હાથે ફૂલ ચઢે
હું ન લાંઘી શકી સમાજના રિવાજોને
તું આવે સમાજથી થઈને પરે.

-Mir

Read More

મૂકી દીધું'તુ
એ યાદોનું પડીકું
મળી ગયું છે
ખોલવું નો'તુ
છતાં ખૂલી રહ્યું છે
એમાં ફક્ત તું
નથી માનતું
આ દિલ કોઈ કાળે
કે તને ભૂલું
તું નો'તો મારો
પણ હું તો તારી જ
થઈને રહી
શું આ પ્રેમ છે?
તો ન કરશો કોઈ
છે એમાં યાદો
બીજું ના કંઈ
એકલતાનો ભારો
લઈને ચાલો

-Mir

Read More

મોકલું છું હું સંદેશ તને
ક્યારેક તો મળશે તને
સમય કાઢીને વાંચજે
શબ્દેશબ્દ સમજજે
વિરહમાં તારા શું વીતે
લખીશ નહીં કદી હું તને
સુખની વાતો લખીશ તને
મારી અંદર સમાવીશ દુઃખને
લખીશ કે રાહ ન જોઈશ
હું પણ ન રાહ જોઈશ કદી
પણ,
તારા જવાબની રાહ રહેશે મને.

-Mir

Read More

"ખાલીપો" શું છે ?
બધું જ હોવા છતાં
એક તું નથી

કહેવું ઘણું
લાખ પોતાના અહીં
બસ તું નથી

મહેફીલ છે
માહોલ છે ખુશીનો
પણ તું નથી

આથી વધારે
વ્યાખ્યા આ ખાલીપાની
બીજી શું હોય

-Mir

Read More