Quotes by Tr.Anita Patel in Bitesapp read free

Tr.Anita Patel

Tr.Anita Patel

@anitapatel8620
(86)

સ્વતંત્રતા જલ્દીથી મળતી નથી,
પણ બીજા પર આધાર રાખવાથી જલ્દીથી છીનવાઈ જરૂર જાય છે.
-@nugami

મારે જીવવું છે,
જીરવું નથી.
મારે જીતવું છે,
હારવું નથી.
લટકેલા મોં કરતાં,
હરખાયેલા મોં એક લહેરખી લાવી દે,
મારે હસવું છે,
રડવું નથી.
શતરંજ મને આવડતી નથી,
છૂપાછૂપી આ જીવન રમ્યા કરે,
મારે પકડાપકડી રમવી છે,
મારે પકડાવું નથી.
મારે જીવવું છે,
ઝુરવું નથી.
-@nugami

Read More

આટલી ધીમી તો હું ક્યારેય હતી જ નહિ,
ઉતાવળ તો મારા પગે બાંધેલી,
હાથની હેલી તો,ક્યારેય માપી જ નહિ.
તોફાની ભરતી આવતી જયારે જીવનમાં,
સુખની ઓટ તો ક્યારેય જોઈ જ નહિ.
સળગ્યુ ભીતર કઈંક એવું અજુગતું,
બાહ્ય ટાઢક તો ક્યારેય અડકી જ નહિ.
આટલી ધીમી તો હું ક્યારેય હતી જ નહિ.
-@nugami

Read More

તું થકવી નાખે,
છતાંય થાકુ એમાની હું નથી.
તું નીચવી નાખે,
છતાંય હારનું એક ટીપુંય નીતારું એમાની હું નથી.
લાખ આંટાફેરા માર તું દુઃખના ખભે બેસીને,
તને લાડ લડાવું એમાની હું નથી.
આખુ પાનું તું ચીતરી દે દુઃખના ચિત્રામણાંથી,
પણ ખૂણેથી ફાટી જાઉં એમાની હું નથી.
ડર કોને કહેવાય એ વર્ષોથી ભૂલી ગઈ છું,
ઉતારચડાવનાં વાવાઝોડાથી ડરી જાઉં, એમાની હું નથી.
જીવન, તારા નખરા ઘણાં છે.
એ બધાને ઘોળીને પી જાઉં....
એમાંની હું છું.
-@nugami

Read More

કોઈપણ સ્ત્રીને ઘરની કંઈ વસ્તુ કંઈ જગ્યાએ છે, એ પૂછશો તો જવાબ આપી દેશે.
મીઠાની જગ્યા, મરચાં ની જગ્યા,
ગોળની જગ્યા......
પણ જો તેની પોતાની જગ્યા ઘરમાં ક્યાં છે,
એ પૂછશો તો ચૂપ થઈ જશે.
સ્ત્રી એક વૈતરું કરવાનું સાધન નથી.
સ્ત્રી એક સ્ત્રી છે, જેમ એક પુરુષ એક પુરુષ હોય છે.
કામ કરીને કામ પર પુરુષ નથી પહોંચતો.
પણ એક સ્ત્રીને પહોંચવું પડે છે. અને કહેવાવાળા કહે છે એમાં નવાઈ શી?
-@nugami

Read More

પાઠનો નહિ પણ,
જીવન જીવવાનો અભ્યાસ કરાવનાર, શિક્ષક કહેવાય,
સોંપેલ સમયમાં બાળક માટે કામ કરનાર,
શિક્ષક કહેવાય,
બીજાનાં બાળકોને પોતાના બાળક કરતાં વધારે મહત્વ આપી એમનું હિત વિચારનાર,
શિક્ષક કહેવાય,
નીડરતાથી બાળક જેની પાસે આવીને નિખાલસ વર્તન કરી જાય એને,
શિક્ષક કહેવાય,
આંખ બતાવવી ના પડે જે બાળકને, પણ જેના આંખના ઈશારાને બાળક સમજી જાય એ,
શિક્ષક કહેવાય,
બીજું કોઈ મૂલ્ય કરે કે ના કરે,
પણ પોતાની થાળીમાં આવતો કોળિયો જે બાળકોના નામનો આવે છે, એ સમજી જાય એ,
શિક્ષક કહેવાય.
-@nugami.

Read More

તું પાસે નહિ પણ સાથે હોય,
તું મનમાં નહિ પણ હૃદયમાં હોય,
તું જીવનમાં નહિ પણ જીવમાં હોય,
ત્યારે મારું જીવન બારે ખાંગા હોય.
-@nugami

Read More

સાથે રહેવું અને સાથે જીવવું
બંનેમાં ઘણો ફરક છે ,
છતાંય આ હૃદયને તારો સાથ મળ્યાનો હરખ છે.
-@nugami💙

આ આતમને પારખી શકે એમ કોણ છે?
ખુદને જીવી શકે એમ કોણ છે?
નાહકના ભપકા અહીં,
આ સાદગીથી સળગી શકે એમ કોણ છે?
-@nugami

તું ગમે એટલો દૂર રહેવામાં હોશિયાર હોય,
હું પણ તારા સ્મરણોમાં આવવાની ક્ષમતા ધરાવું છું.
ક્ષણ નથી આજીવન રહેવાની, એતો ક્ષણમાં જ ક્ષીણ પામી જશે,
આંખો બંધ કરે જરા જો તું,
ક્ષણિક તને ભેટવાનો આભાસ કરાવું છું.
-@nugami

-Tr.Anita Patel

Read More