#કેન્સર
ભાગ 18 મધ્યમવર્ગની મરણચીસ અને ઘરની હરાજી
કોર્ટની એ નોટિસ જીતના હાથમાં શું આવી, જાણે તેના હૃદય પર કોઈએ ગરમ કોલસો મૂકી દીધો હોય. જે પિતાજીએ ૩૦ વર્ષ સુધી સરકારી નોકરીમાં પરસેવો પાડીને, એક-એક રૂપિયો બચાવીને આ 'શાંતિ નિવાસ' બનાવ્યું હતું, આજે એ જ ઘરના ઉંબરે કાયદાના બુટનો અવાજ સંભળાતો હતો.
પિતાજીનું કૂણું હૃદય અને કઠોર સત્ય
પિતાજી સોફા પર બેઠા-બેઠા એ નોટિસ વાંચી રહ્યા હતા. તેમની ધ્રૂજતી આંગળીઓ જ્યારે "જપ્તી" શબ્દ પર અટકી, ત્યારે તેમની આંખોમાંથી વહેતું આંસુ સીધું એ કાગળ પર પડ્યું. "જીત બેટા... મેં તો વિચાર્યું હતું કે આ ઘરમાં તારી મમ્મી અને હું શાંતિથી પ્રાણ છોડીશું. પણ શું હવે આ ઉંમરે આપણે ફૂટપાથ પર જવું પડશે?"
જીત પાસે કોઈ શબ્દો નહોતા. તેણે પિયરના ભાભીના પિયરિયાઓની મદદ લેવાની સખત મનાઈ કરી દીધી હતી. તેને લાગતું હતું કે હવે જો વધુ મદદ લેશે તો એ દેવું તેને આત્મહત્યા કરવા મજબૂર કરી દેશે. પણ આ સ્વાભિમાનની કિંમત આખું પરિવાર ચૂકવી રહ્યું હતું.
દીપકની લાચારીનો ચરમસીમા
દીપક જેણે પોતાની ફેક્ટરી વેચી દીધી હતી, તે હવે શહેરના એક ખૂણે નાની એવી ફેબ્રિકેશન શોપમાં 'હેલ્પર' તરીકે નોકરી કરવા જતો હતો. જે માણસ ક્યારેક શેઠ બનીને ગાડીમાં ફરતો, તે આજે સાયકલ પર તેલ અને ગ્રીસથી ખરડાયેલા કપડાં પહેરીને ઘરે આવતો.
એક સાંજે દીપક ઘરે આવ્યો ત્યારે તેના હાથમાં પાટો બાંધેલો હતો. કામ કરતી વખતે લોખંડનો ગરમ ટુકડો તેના હાથ પર પડ્યો હતો. જીવિકાએ જ્યારે તેનો પાટો ખોલ્યો ત્યારે તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી.
"દીપક... મારા લીધે તારી આ હાલત થઈ? તેં તારી આખી કરિયર મારા શ્વાસ માટે હોમી દીધી?"
દીપકે હસીને કહ્યું, "ભાભી, હાથ તો રુઝાઈ જશે, પણ જો તમને કંઈ થઈ ગયું હોત તો આ બનેવી ક્યારેય પોતાને માફ ના કરી શકત. પણ હા, આજે મશીન પર કામ કરતા કરતા જૂની ફેક્ટરી બહુ યાદ આવી..." દીપકનું આ વાક્ય અધૂરું રહી ગયું અને આખું ઘર સ્મશાન જેવી શાંતિમાં ડૂબી ગયું.
ભયાનક રાત: દેવાદારોનો આતંક
રાત્રે ૧૧ વાગ્યે અચાનક દરવાજો જોરજોરથી ખખડ્યો. જીતે દરવાજો ખોલ્યો તો સામે ત્રણ કદાવર માણસો ઉભા હતા. આ એ જ વ્યાજખોરો હતા જેમની પાસેથી જીતે ઈમ્યુનોથેરાપીના ઈન્જેક્શન માટે તાત્કાલિક ૫ લાખ લીધા હતા.
"જો ભાઈ, અમને તારી પત્નીના કેન્સર સાથે કોઈ લેવાદેવા નથી. કાલે સવારે ૧૦ વાગ્યા સુધીમાં વ્યાજ સાથે ૭ લાખ જોઈએ, નહીંતર આ ઘરના કબ્જા માટે કોર્ટની જરૂર નહીં પડે, અમે જ ખાલી કરાવી દઈશું." વ્યાજખોરની એ ગર્જનાથી આખું ઘર ફફડી ઉઠ્યું. વીણા બીકની મારી મમ્મીને વળગી ગઈ.
જીવિકાએ પલંગમાં બેઠા બેઠા આ દ્રશ્ય જોયું. તેને અહેસાસ થયો કે તેની જિંદગી હવે તેના પરિવાર માટે 'ઝેર' બની ગઈ છે. જે પત્ની માટે જીતે ૨૫ લાખનું દેવું કર્યું હતું, એ જ પત્ની હવે પોતાને 'બોજ' સમજી રહી હતી.
જીવિકાનો આકરો નિર્ણય
જીવિકાએ રાત્રે ચોરીછૂપીથી કબાટ ખોલ્યો. તેમાં તેની જૂની ડાયરી અને થોડી દવાઓ પડી હતી. તેણે ડાયરીમાં લખ્યું:
"જીત, તમે મને મોતના મુખમાંથી ખેંચી લાવ્યા, પણ આ જિંદગી હવે મને ડંખી રહી છે. મારા લીધે પિતાજી બેઘર થાય, દીપક મજૂરી કરે અને તમે વ્યાજખોરોના ગાળિયામાં ફસાઓ એ મને મંજૂર નથી. ૩૮ લાખનો હિસાબ તો તમે કરી નાખ્યો, પણ આ ૪૨ લાખના બોજ નીચે દબાયેલા તમારા ચહેરા હું જોઈ શકતી નથી. કદાચ હું ના હોત તો આ પરિવાર આજે હસતો હોત."
બીજે દિવસે સવારે જીત જાગ્યો ત્યારે જીવિકા પલંગ પર નહોતી. બાથરૂમનો દરવાજો અંદરથી બંધ
હતો. જીતે બૂમ પાડી, "જીવિકા! વીણાની મમ્મી!" પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. દીપકે દોડીને દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો પણ ના તૂટ્યો પછી
બાથરૂમનો દરવાજો જ્યારે દીપકે (જીતના બનેવી) જોરદાર ધક્કા સાથે તોડ્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને સમય જાણે થંભી ગયો. જીવિકા ઠંડી ફરસ પર પડી હતી. તેના એક હાથમાં ઊંઘની ગોળીઓનું ખાલી પત્તું હતું અને બીજા હાથમાં જીતની પેલી 'હિસાબની ડાયરી' દબાયેલી હતી.
"જીવિકા! વીણાની મમ્મી!" જીતની ચીસ આખી સોસાયટીમાં ગુંજી ઉઠી. તેણે જીવિકાને ખોળામાં લીધી, પણ તેનું શરીર શિથિલ હતું. તેના હોઠ વાદળી પડી ગયા હતા.
એક આખરી પત્ર: મોતનો મર્મ
જીવિકાના હાથમાંથી ડાયરી છૂટીને નીચે પડી. એમાં એક ચિઠ્ઠી હતી, જે તેણે રાત્રે ધ્રૂજતા હાથે લખી હતી:
"જીત, તમે મને મોતના મુખમાંથી ખેંચી લાવ્યા, પણ આ દેવાના રાક્ષસે મને જીવતી ગળી લીધી છે. મારા એકના શ્વાસ પાછળ પિતાજીનું ઘર જતું હોય, દીપકભાઈ (બનેવી) ની આખી કરીઅર હોમાઈ જતી હોય અને તમે વ્યાજખોરોના ગાળિયામાં ફસાતા હોવ... એ જિંદગી મને મંજૂર નથી. ૩૮ લાખમાં તમે મારું શરીર બચાવ્યું, પણ આ ૪૨ લાખના બોજે મારો આત્મા મારી નાખ્યો છે. મને માફ કરજો... હું આ પરિવાર પર હવે વધુ બોજ નથી બની શકતી." ઘરના દરેક સદસ્યો ચૂપ બેસુદ હતા ના સમજાયું હોય ન દેખાતું હોય તેમ પાગલ
હોસ્પિટલનો એ જ મનહૂસ કોરિડોર
એમ્બ્યુલન્સની સાયરન વાગી રહી હતી. જીત, દીપક અને આશા જીવિકાને લઈને એ જ હોસ્પિટલ દોડ્યા જ્યાં દોઢ વર્ષથી તેમનું ઘર ચાલતું હતું. ડૉ. જીવન શાહ દોડી આવ્યા. જીવિકાને 'ઈમરજન્સી વેન્ટિલેટર' પર લેવામાં આવી.
૪૦ મિનિટ પછી ડૉક્ટર બહાર આવ્યા. તેમના ચહેરા પર આજે હાર હતી. "જીતભાઈ... કેન્સર સામે તો આપણે જીતી ગયા હતા, પણ જીવિકાબેન અંદરથી હારી ગયા હતા. વધુ પડતી ઊંઘની ગોળીઓએ તેમના નબળા શરીર પર સીધી અસર કરી છે. She is no more..."
સર્વસ્વની રાખ અને ખાલી હાથ
જીત પથ્થર બની ગયો. તેને યાદ આવ્યું કે હજી ગઈકાલે જ તે ૪૨ લાખનો ગર્વ કરતો હતો. આજે તેની પાસે જીવિકા નહોતી, પણ તેની પાછળ મૂકી ગયેલું ૨૫ લાખનું દેવું અને પિતાજીના ઘરની જપ્તીની નોટિસ હતી.
દીપક (બનેવી) દીવાલને માથું ટેકવીને રડી રહ્યો હતો. જે ભાભી માટે તેણે પોતાની ફૂલતી-ફાલતી ફેક્ટરી વેચી દીધી, એ ભાભી આજે તેને 'થેન્ક્યુ' કહેવા પણ ના રોકાઈ. પિતાજી હોસ્પિટલના બાંકડે બેસીને શૂન્યમનસ્ક થઈ ગયા હતા મૂડી પણ ગઈ, ઘર પણ ગયું અને ઘરની લક્ષ્મી પણ ગઈ.
અંતિમ સંસ્કારનો કરુણ આંકડો
સ્મશાનમાં જ્યારે જીવિકાનો દેહ અગ્નિને સમર્પિત થઈ રહ્યો હતો, ત્યારે જીતની નજર દૂર ઉભેલી નાની વીણા પર પડી. વીણાને હજી ખબર નહોતી કે તેની મમ્મી હવે ક્યારેય 'મોલમાં' ફરવા નહીં આવે.
જીતે પોતાની ડાયરીમાં છેલ્લી લીટી લખી:
"કેન્સર સામેની જંગ જીત્યા: ૪૨ લાખ ખર્ચ્યા.
જિંદગી સામેની જંગ હાર્યા: સર્વસ્વ ગુમાવ્યું.
બાકી બચેલો હિસાબ: શૂન્ય."
સંપૂર્ણ
#MansiDesaiShastri #CancerStory #EmotionalThriller #MiddleClassStruggle #FamilyPain