Parampara ke Pragati? - 16 in Gujarati Motivational Stories by Dhamak books and stories PDF | પરંપરા કે પ્રગતિ? - 16

The Author
Featured Books
Categories
Share

પરંપરા કે પ્રગતિ? - 16

આગળના ભાગમાં આપણે જોયું જેન્સી અને પ્રિયા રાતના ફોન ઉપર મેસેજ માં વાતો કરતા હતા 

ત્યાર પછી જેન્સી નિંદર ન આવતી હોવાથી પોતાની ડાયરી ખોલી અને એમાં થોડુંક લખે છે અને પછી સુઈ જાય છે.

બીજે દિવસે સવારે જેન્સી વહેલી ઉઠી જાય છે અને નીતા ને ઉઠાડે છે જેનસીની નીતા ને કહે છે ચાલ 

તારો ચા અને નાસ્તો તૈયાર છે ઊભી થા બ્રશ કર

પછી તને કોલેજમાં જવાનું મોડું થશે ઊભી થઈ જા. 

નીતા ની આંખો ખુલતી નથી તે બંધ આંખે જ કહે છે

અરે જેન્સી તું દરરોજ કેટલી વહેલી ઉઠી જાય છે .

મને કોઈ ઉઠાડવા વાળુ ન હોય તો હું તો ઉઠું જ નહીં 

જેન્સી બ્લેન્કેટ ખેચતા કહે છે ઊભી થઈ અને બ્રશ 

કર જા વાતો પછી કરજે.

મને હોસ્પિટલ માટે મોડું થાય છે. 

મારે તારી સાથે વાત  કરવી છે ‌

નીતા ઊભી થઈ અને બ્રશ કરે છે અને ફ્રેશ થયા પછી બંને જણાના નાસ્તો કરવા બેસે છે. 

જેન્સી કહે છે નીતા તુ મારી એક હેલ્પ કરીશ.

નીતા કહે છે અરે ડાર્લિંગ હું તારા માટે જાન પણ દઈ 

દઈશ તું બોલ તો ખરી શું કરવાનું છે. 

જેન્સી કહે છે તારું નાટક ઉઠતા જ ચાલુ થઈ 

જાય છે ને....

નીતા હશે છે અને ચા કેવા લાગે છે.

જેસી કરે છે  જો મારી વાત સાંભળ 

મારી બેન પ્રિયા ને વિન્ટર કલેક્શન માટે પ્રેઝન્ટેશન આપવાનું છે તો તારી હેલ્પ જોતી હતી. 

પ્લીઝ થોડી હેલ્પ કરીદે ને  હું તને એનો નંબર સેન્ડ

કરું છું તુ એની સાથે વાત કરી લેજે....પ્લીઝ.....

નીતા કહે છે તને તો ખબર છે ને તારી બેન બહુ 

સ્વાર્થી અને મીન છે એનામાં એટલો બધો ઈગો 

ભરેલો છે .

કે હું તેની સાથે વાત નહીં કરી શકું  .

તે જ્યારે પણ તારી સાથે વાત કરતી હોય છે 

ત્યારે તોછડા થી જ વાત કરતી હોય છે એટલે મને 

એની સાથે વાત કરવાનુ ન કહેતી.

જેન્સી નીતા ના મોઢામાં બ્રેડ બટર નો પીસ નાખતા કહે છે પ્લીઝ ...પ્લીઝ ....‌હા પાડી દે મારું કામ થઈ જશે 

મારે બીજા કેટલાક કામ છે અને તને તો આ ફેશન ડિઝાઈનિંગ માં રસ પણ છે પ્લીઝ ...‌ નીતુ પ્લીઝ...

નીતા જેન્સી નો માસુમ ચહેરો જોઈ અને ના નથી પાડી શકતી. કહે છે ઠીક છે હું બધું મટીરીયલ ભેગું કરીશ અને તને ફોનમાં સેન્ડ કરી દઈશ તું એને સેન્ડ કરી દેજે.

એ સિવાય બીજો કોઈ ક્વેશ્ચન હોય તો તેને કે જે પૂછી લે હું તેનો જવાબ  આપી દઈશ ઠીક છે. 

જેન્સી કહે છે ઠીક છે થેન્ક્યુ નીતા તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ચાલ હવે મને હોસ્પિટલ જવું છે તુ પણ કોલેજ માટે નીકળી જજે મને મોડું થઈ રહ્યું છે બાય.

નીતા પણ  કરે છે બાય ડાર્લિંગ.. રાત્રે મળશુ .

જેન્સી હોસ્પિટલે પહોંચે છે તો ડોક્ટર સાહેબ જાન ના રૂમમાં જ હાજર હોય છે. 

જેન્સી કહે છે ગુડ મોર્નિંગ ડોક્ટર‌ 

તો ડોક્ટર સાહેબ તો જવાબ આપે છે ગુડ મોર્નિંગ 

પછી તે જેન્સી ને કહે છે આજે આ મિસ્ટર જાન છે તેમના આ લિસ્ટ પ્રમાણે બધા રિપોર્ટ કરાવી લેવાના છે 

અમુક ફાસ્ટિંગ પહેલા છે અમુક ફાસ્ટિંગ પછી છે 

જો કંઈ ઇમ્પ્રુવમેન્ટ હશે તો આપણે તેમની દવા માં 

ફેરફાર કરશુ ઠીક છે તો હું બીજા પેશન્ટને જોવા જઈ રહ્યો છું તમે આ બધું કરી અને તેના રિપોર્ટ સાંજના મારા ટેબલ પર મૂકી દેજો હું પછી જોઈ લઈશ.

મારે આજે એક ઓપરેશન પણ છે તારે મને તે

ઓપરેશનમાં આશિષ કરવાનું છે 10 વાગે ઓપરેશન 

કરવાનું છે તો તું તે પહેલા આવી જજે  તે પેશન્ટ વિશે થોડુંક જાણવું જરૂરી છે એટલે ઓપરેશનમાં કોઈ પ્રોબ્લેમ ના થાય. 

જેન્સી કહે છે ઠીક છે ડોક્ટર હું બીજા બધા પેશન્ટને જોઈ અને દસ વાગ્યા પહેલા ત્યાં હાજર થઈ જઈશ. 

આ બાજુ નેતા હોસ્ટેલમાંથી તૈયાર થયા અને બહાર નીકળે છે ત્યાં તેને ગેટ પર પહેલી લેડી ઇન્સ્પેક્ટર મળી જાય છે.

લેડી ઇન્સ્પેક્ટર ને જોતા જ નીતા તેની પાસે જાય છે 

અને પૂછે છે પોલીસ મેડમ તમે અહીં શું કરો છો? 

લેડી પોલીસ તેનું કોલર પકડી અને કહે છે હું તને પકડવા આવી છું અરેસ્ટ કરવા. 

નીતા લેડી પોલીસના મજાકથી ડરી જાય છે અને કહે છે પણ મેં શું કર્યું છે હું તો આજકાલ કંઈ કરતી જ નથી તોય મને કેમ પકડવા આવ્યા છો. 

ચલ ચલ હવે તારું મોઢું બંધ રાખ હું તને પૂછું સવાલ તેનો જવાબ આપ લેડીઝ પોલીસ કહે છે. 

નીતા કહે છે બોલો....

લેડી પોલીસ કહે છે હોસ્પિટલમાં કોઈ એક્સિડન્ટ કેસ આવેલો છે તો મારે તેના વિશે થોડી જાણકારી જોઈતી હતી

હતી .

તો નીતા કહે છે સામે હોસ્પિટલ છે જાઓ અને પૂછી લ્યો. 

લેડી પોલીસ પોતાના હાથમાં રાખેલો ડંડીકો નીતાના ખભા ઉપર રાખે છે અને કહે છે ફરીથી બોલ. 

નીતા કહે છે પણ મને કેમ તમે હેરાન કરો છો? મારે કોલેજે મોડું થાય છે કોઈને બી મોકલો ને પૂછાવી લ્યો ને 

તમે પણ જઈને પૂછી શકો છો તમે ઇન્સ્પેક્ટર છો તમને કોઈની બીક છે? 

લેડીઝ પોલીસ કહે છે બહુ બોલવાની જરૂર નથી 

મારે ખાલી થોડી ઇન્ફર્મેશન જોઈએ છે. 

તારે મને થોડીક ઇન્ફોર્મેશન લઈ અને આપવાની છે 

મારો નંબર તારી પાસે છે અને એકસીડન્ટ જેનું થયું હતું 

તેનું નામ મિસ્ટર જાન છે બસ તેના વિશે થોડી માહિતી કાઢવાની છે બોલ કરીશ. 

નીતા મિસ્ટર જાનું નામ સાંભળતા ચોકી જાય છે 

પણ પોતાને રતજ સંભાળતા

નીતા કહે છે ઠીક છે મેડમ તમારા માટે તો કઈ પણ ...

હું તેના વિશે જેટલી પણ ઇન્ફોર્મેશન નીકળશે તે બધી ઇન્ફોર્મેશન કાઢી અને તમને કાલે કહું. 

લેડી પોલીસ કહે છે કાલે નહી આજ સાંજ સુધી બધી ઇન્ફોર્મેશન કાઢી અને મને મેસેજ કર સમજાઈ ગયું ...

મેં તને કોઈ રિક્વેસ્ટ નથી કરી ઓર્ડર કર્યો છે એટલે સાંજ સુધીમાં આ કામ થઈ જવું જોઈએ બરોબર. 

નીતા કહે છે ઠીક છે મેડમ તમારું કામ પહેલા કરી દઈશ 

હવે હું જાવ મને કોલેજ જવા માટે મોડું થાય છે.

અને જો પછી ફાસ્ટ બાઈક ચલાવીશ તો તમે જ મને 

પકડશો અને કહેશો કેમ ફાસ્ટ બાઈક ચલાવસ. 

લેડીઝ પોલીસ કહે છે બહુ બોલવાની જરૂર નથી ચલ નીકળ 

અહીંથી અને સાંજે મારું કામ થઈ જવું જોઈએ.

લેડીઝ પોલીસ તેને જવા દે છે અને પોતે પણ જતી રહે છે.

આ તરફ મીસ તારા ને હોસ્પિટલના ગાર્ડ નો ફોન આવે છે તે કહે છે આજે ગેટ પર એક પોલીસ આવી હતી અને મિસ્ટર જાન વિશે પૂછપરછ કરી રહી હતી. 

મિસ તારા કહે છે ઠીક છે તુ તે પોલીસ પર નજર રાખજે અને કંઈ પણ બીજી ઇન્ફોર્મેશન હોય તે મને કહેજે હું અત્યારે બીઝી છું હું તારી સાથે પછી વાત કરું છું એમ કહી અને ફોન કાપી નાખે છે. 

ધનરાજ શેઠ તૈયાર થઈ અને હોસ્પિટલ તરફ નીકળી ગયા હોય છે . તે જાનને ગમે તેમ કરી અને બે દિવસમાં ઇન્ડિયા લઈ જવા માંગતા હતા .

હવે આગળ શું થાશે તે જોશું 17 માં ભાગમાં