"સિંગલ મધર"
( ભાગ -૧૭)
કિરણની બહેન વ્યોમા ઝંખના મેડમના ભાઈને પ્રેમ કરે છે.
પોતાના ભાઈને કહે છે તેઓ ઝંખના મેડમ અને મનન સાથે મુલાકાત બેઠક કરો તો સારું.
કિરણ..
એટલે તું શું કહેવા માંગે છે?
વ્યોમાએ સ્મિત કર્યું.
બોલી..
ભાઈ તમે એકતાને દત્તક લેવા માંગો છો. ક્યૂટ બેબી છે. તો એ માટે હું પ્રયાસ કરીશ પણ તમે મનન અને ઝંખના ને મારા માટે રાજી કરો. એણે કરો તમે આ રવિવારે જ એમની સાથે મુલાકાત કરો. તમે ઝંખના મેડમને ફોન કરો અને હું મનનને ફોન કરું. ઝંખના મેડમ એકલા છે. મનન ઈચ્છે છે કે ઝંખના દીદી ફરીથી પોતાનો ઘરસંસાર માંડે. એટલે તો એકતાને પોતાની સાથે રાખવા માંગે છે.
કિરણ..
તું શું કહેવા માંગે છે એ થોડું થોડું સમજું છું. પણ તું ખરેખર શું કહેવા અને કરવા માંગે છે એ કહે.
વ્યોમા..
ઝંખના મેડમ એમની એકતા માટે ચિંતિત રહે છે એના કારણે એમના જોબમાં ભૂલો કરી રહ્યા છે. એ તમને ખબર જ છે. તમે એમની સાથે હાઈસ્કૂલમાં રૂબરૂ મુલાકાત કરી છે.એમને ભૂલોમાંથી મુક્ત કરવા તેમજ જોબ પણ સલામત રહે તેમજ એકતાની સલામતી રહે એવો એક આઈડિયા મારી પાસે છે.
કિરણ..
ઓહો.. એટલે તું એટલી પીઢ બની છે કે સલાહ આપવા માંગે છે. હશે ઘણી વખત નાના ભાઈ બહેનની વાત સાંભળીને માનવામાં શું જાય છે. આઈ ક્યૂ કેટલો છે એ ખબર પડે. પણ મને મનન સાથે મુલાકાત કરાવ અથવા હમણાં જ એની સાથે વાત કરાવ.
વ્યોમા..
વાત પણ કરાવીશ તેમજ મુલાકાત પણ. તમે એકતાના પિતાને મળ્યા છો. એ માણસ કેટલો સ્વાર્થી અને નીચ છે એ પણ જોયું તેમજ તમે જ એકતાને એના પિતાથી બચાવી હતી. એટલે મારું માનવું છે કે એકતાના પિતા તમારાથી ડરશે.
કિરણ..
એટલે એમ કહેવા માંગે છે કે એકતાના કેર પિતા બનું. હું ઈચ્છું છું. એક નિર્દોષ બેબીનું જીવન એ બે વચ્ચે પિસાઈ જશે. મોટી બનશે તો એના મગજ પર કેવો ડર રહેશે તેમજ ખોટી અસરો પડશે. પણ એક પ્રેમાળ માતા પોતાના બાળકને બીજા અજાણ્યા વ્યક્તિને સોંપે નહીં. ઝંખના મેડમ એકતાને દિલથી પ્રેમ કરે છે. જેમ આપણી માતા આપણે બંનેને પ્રેમ કરે છે.
વ્યોમા..
હું કહું એમ કરશો તો ઝંખના મેડમ માની જશે. તમે પહેલાં ઝંખના મેડમને ફોન કરો. એ વખતે હું મનનને ફોન કરીશ.
કિરણ..
સારું તારી વાત માનું છું. પણ આગળ શું થશે એ મને ખબર નથી. પણ પણ...
વ્યોમા..
પણ..પણ.. શું ભાઈ?
કિરણ હસી પડ્યો.
પણ..પણ.. ઝંખના મેમને ફોન કરીને શું કહું? ક્યાં મળવું? આપણા ઘરે કે પછી એમના ઘરે.
વ્યોમા..
તમે પણ શું.. ભાઈ.. આવું વિચારો છો એટલે જ કોઈ છોકરી જલ્દી તમને પસંદ કરતી નથી. દર વખતે આપણા ઘરે કે એમના ઘરે... એમાં છુટથી વાતચીત પણ ના થાય.
કિરણ..
એટલે તું એટલી બધી અનુભવી બની છે!મનન સાથે ક્યાં ક્યાં જાય છે એની દરરોજ માહિતી મને આપવી પડશે.પણ મારી પાસે ઝંખના મેડમનો ફોન નંબર નથી. ચાલો હું મેઘના મેડમ કે આચાર્ય પાસેથી ફોન નંબર મેળવું.
વ્યોમા..
ના..ના.. ભાઈ જોજો એમ કરતાં.અત્યારથી લોકો જુદી જુદી વાતો કરશે તો ઝંખના મેડમ બદનામ થશે. હાઈસ્કૂલમાં વાત ફેલાઈ જતા વાર નહીં લાગે. ચાલો હું જ મનનને ફોન કરીને ઝંખના મેડમનો નંબર મેળવું.
વ્યોમા મનનને ફોન કરવા જતી હોય છે એ વખતે જ કિરણના ફોનની રીંગ વાગે છે.
કિરણે અજાણ્યો નંબર જોયો એટલે રીંગ વાગવા દીધી કે તરત જ ફોન કરનારનું નામ દેખાયું.
જોયું તો ઝંખના મેડમ લખેલું હતું.
કિરણને મનમાં થયું કે મારો નંબર ઝંખના મેડમ પાસે કેવી રીતે આવ્યો હશે? એમને મારું શું કામ હશે? એમણે માફી માંગી લીધી છે. હવે ફરીથી માફી માંગીને મને શરમમાં મૂકશે.
કિરણે આવેલો કોલ ઉપાડ્યો.
હા..એ ઝંખનાનો ફોન હતો.
--------
ઝંખના મેડમે કિરણને ફોન કેમ કર્યો એ માટે આપણે ઝંખના મેડમની વાત ઉપર આવીએ.
ઝંખના મેડમ સિંગલ મધર તરીકે પોતાની દીકરી એકતાને ઉછેરતી હોય છે. પણ એના એક્સ પતિદેવના ત્રાસના લીધે એને એકતાની સલામતી દેખાતી નથી.
પોતાની મમ્મીને થોડા દિવસ માટે પોતાના ઘરે આવવા માટે સમજાવે છે.
ઝંખનાની મમ્મી પણ ઝંખનાના ભાઈ મનન વિશે વાત કરવા માંગતી હોય છે.
સંધ્યા ટાણે ઝંખનાની મમ્મી અને પપ્પા થોડાં સામાન સાથે ઝંખનાના ઘરે આવે છે. ઝંખનાની મમ્મી ઝંખના સાથે ખાનગીમાં મનનની વાતો કરે છે. મનન કોઈ એક છોકરી વ્યોમાને પ્રેમ કરે છે. બંને એ પોતાના બાયોડેટા શાદી ડોટ કોમ પર મૂક્યા છે પણ વાત આગળ વધતી નથી. વ્યોમાને એક ભાઈ છે જે હજુ સુધી અપરણિત છે તેમજ એની મમ્મી તારી જેમ સિંગલ મધર છે. એમણે વ્યોમા અને એના ભાઈને નાનપણથી મોટા કર્યા હતા. તારા માટે વ્યોમાની મમ્મી એક આદર્શ ગણાય. એમના પરથી તારે શીખવું પડશે.
ઝંખના એ પૂરેપૂરી વાતો સાંભળીને નક્કી કર્યું કે ભાઈ મનનને પોતાના ઘરે બોલાવે અને એની મરજી પૂછી જુવે.
થોડીવારમાં મનન બહેન ઝંખનાના ઘરે આવે છે. મનન પોતાની વાતો ઝંખનાને કહે છે. તેમજ વ્યોમાને પ્રેમ કરે છે.વ્યોમાના ભાઈનું નામ કિરણ છે.ને સરકારી નોકરી કરે છે તેમજ અનમેરિડ છે.
આ સાંભળીને ઝંખનાને હાઈસ્કૂલમાં આવેલો કિરણ યાદ આવે છે જેની મમ્મી પણ સિંગલ મધર છે.
વાતો પરથી ખ્યાલ આવી જાય છે કે હાઈસ્કૂલમાં આવેલો કિરણ જ વ્યોમાનો ભાઈ છે. ઝંખના મનન પાસેથી વ્યોમા અને કિરણનો ફોન નંબર લે છે.
મનન ઝંખના સાથે વાતચીત કરીને પોતાના ઘરે જાય છે. ઝંખના રોકાઈ જવા માટે કહે છે પણ બહાનું કાઢીને મનન જતો રહે છે.
------------
મનન ના ગયા પછી ઝંખના વિચાર કરવા લાગે છે.
એને યાદ આવે છે કે કિરણે પણ શાદી ડોટ કોમ પર બાયોડેટા મૂક્યો છે.
ઝંખના કિરણનો બાયોડેટા જુવે છે.
વારંવાર એનો ફોટો જોયા કરે છે.
મનમાં છોકરો સારો છે. ને સમજુ છે.
ઓહ..પણ હું કેમ એનો બાયોડેટા જોઉં છું! શું હું એના તરફ આકર્ષિત થઇ છું?
ના..ના.. હું ડાયવોર્સી છું ને એક બેબીની માતા છું. કિરણ અનમેરિડ છે. મારાથી આવું વિચારાય જ નહીં.
મારા નસીબમાં કોઈ ડાયવોર્સી જ હશે જે મારી બેબીને સાચવી શકે.
ઓહ..જેનો બાયોડેટા જોવાનો છે એ જોવાનો રહી ગયો છે.
નામ વ્યોમા..
સર્ચ કરતાં વ્યોમાનો બાયોડેટા મળી ગયો.
વ્યોમા.. સુંદર દેખાય છે. બિલકુલ એના ભાઈ જેવી દેખાય છે.
ભાઈની પસંદગી સારી છે. કિરણ જેવી સમજું હશે જ.
પણ મારી એકતાની જવાબદારી મારા ભાઈ પર નાંખવી નથી. હું એકતાની મમ્મી છું એટલે જવાબદારી મારી છે. મનનની આવનારી વાઈફ પર બોજો પડવો જોઇએ નહીં.
આખરે ઝંખના નક્કી કરે છે કે મનન અને વ્યોમા માટે કિરણને વાત કરું. એ યુવાન સમજું છે. વાતને ગંભીરતાથી વિચાર કરીને નિર્ણય લેશે. મારે બંને બાજુનો વિચાર કરવાનો છે.
ઝંખના એ કિરણને કોલ કર્યો.
ઝંખના ના મુખ પર એક સ્મિત આવી ગયું.
કિરણ કોલ ઉપાડ..
ઝંખના મનમાં બોલી..
બહુ વખત પછી એક આનંદની લાગણી થઇ રહી છે.
( ઝંખના કિરણ સાથે કેવા પ્રકારની વાત કરશે? વ્યોમા અને મનન માટે કિરણ તૈયાર થશે? વ્યોમાનો જવાબ શું હશે?)
- કૌશિક દવે