"સિંગલ મધર"
( ભાગ -૧૫)
હાઈસ્કૂલના આચાર્યનો ફોન આવ્યા પછી કિરણના ઘરમાં ચર્ચા થાય છે.
વ્યોમા કહે છે કે શાદી ડોટ કોમ પર એક છોકરો પસંદ કર્યો છે અને રિક્વેસ્ટ મોકલી છે પણ જ્યાં સુધી એનો મેસેજ ના આવે ત્યાં સુધી એનો બાયોડેટા નહીં બતાવું.
કિરણ..
તું ખરી છે. અમે તારી વાતો કરીએ છીએ. તારા માટે સારો છોકરો જોઈએ છીએ.પણ તારા મનની વાત કહેતી નથી.પણ તું મગનું નામ મરી પાડતી નથી. જો મેં આ મીનું વિશે કહ્યું હતું કે નહીં. ને પેલી ટીચર સિંગલ મધર અને એની બેબી વિશે પણ.એની બેબી એકતા ક્યૂટ છે. મને એમ થાય છે કે એવી બેબી આપણા ઘરમાં હોય તો!
વ્યોમા..
એટલે તમે ઝંખના દીદીની વાત કરો છો? બહુ ક્યૂટ લાગે છે.
કિરણ..
એટલે તું ઝંખનાને ઓળખે છે. એટલે જ ઝંખના દીદી બોલી. તેં બેબી એકતાને જોઈ છે?શું તું ઝંખનાના ભાઈને મળી છે? તારી વાત ઉપરથી લાગે છે કે તું એમના કુટુંબને ઓળખે છે.
વ્યોમા..
ના..ના.. ભાઈ..આ તો ભૂલથી ઝંખના દીદી બોલી હતી. ઝંખના ક્યૂટ છે એવું કહ્યું હતું.
કિરણ..
સાચું બોલ. તને કોઈ લડશે નહીં. શું તું મનન ને ઓળખે છે? ઝંખનાને જોઈ છે?
વ્યોમા ભૂલથી બોલી..
હા..મનન ને ઓળખું છું.
કિરણે સ્મિત કર્યું.
તને ગમે છે? ઝંખના મેડમનો ભાઈ છે. ઝંખના સુંદર છે એટલે એનો ભાઈ પણ સુંદર હશે.
વ્યોમા..
હા.. મને ખબર છે. અમે એકબીજાને જાણીએ છીએ.
કિરણ..
તો પસંદ પણ કરતા હશો. રિક્વેસ્ટ મનન ને મોકલી હતી?
વ્યોમા..
હા.. મને મનન પસંદ છે.
કિરણ..
તો પછી પહેલા જ કહેવું જોઈએ. તારે શાદી ડોટ કોમ પર બાયોડેટા મૂકવાની જરૂર નહોતી. ખોટા રૂપિયા બગાડે છે. હું તારો ભાઈ છું.તારા માટે હું ઝંખનાને વાત કરું છું. પણ મારી પાસે એનો નંબર નથી. હું જ આચાર્ય પાસેથી લઉં છું.
વ્યોમા..
ના..ના.. ભાઈ એવું ના કરતા. ઝંખના દીદી જાણતા નથી. એ ગુસ્સે થશે. એ બહુ ટેન્શનમાં રહે છે.એમને એમની એકતાની ચિંતા કાયમ રહેતી હોય છે. વધુ ટેન્શન આપવા માંગતી નથી. મને લાગે છે કે મનન ને પણ એમનું ટેન્શન છે. એના એક્સ જીજાજી ઝંખના દીદીને પરેશાન કરતા હોય છે.
કિરણ..
હા.. એ મને ખબર છે. મેં એ એરિયાના ઈન્સ્પેકટર સાથે વાત કરી છે. એ એને સીધો કરી દેશે. આપણે તારી વાત કરીએ. આવતી કાલે જ ઝંખના મેડમ સાથે વાતચીત કરીને પછી આપણે મળીએ. જોઉં તો ખરો તારો મનન કેવો છે?
વ્યોમા..
પણ ભાઈ.. એમાં તકલીફ છે. મનન એમની દીદીને બહુ માન આપે છે અને પ્રેમ કરે છે. એ એમની દીદી બીજી વખત મેરેજ કરે એવું ઈચ્છે છે પણ બેબી એકતા ના લીધે ઝંખના દીદી બીજી વખત મેરેજ કરવા માંગતા નથી.
કિરણ..
હા.. મને એ ખબર છે. પણ કોઈ તો મળશે જ જે એની બેબીને સ્વીકારી લે. જમાનો બદલાઈ ગયો છે. વિચારો પણ બદલાઈ ગયા છે.
વ્યોમા..
મને લાગતું નથી એવી રીતે મનન ને પણ લાગતું નથી એટલે મનન બેબીને પોતાની પાસે રાખવા માંગે છે.
કિરણ..
તો સારું જ છે ને.
વ્યોમા..
પણ ભાઈ, મનને મારી પાસે એક શરત મૂકી છે.
કિરણ..
શું શરત છે?
વ્યોમા...
મનને કહ્યું કે જો હું એકતાને સાથે રાખવા માંગતી હોય તો જ મારી સાથે મેરેજ કરીશ. એકતાની મમ્મી બનીને.
કિરણના મુખ પર સ્મિત આવી ગયું.
એ વખતે કિરણના મોબાઈલની રીંગ વાગી.
કિરણે જોયું તો અજાણ્યો નંબર હતો..
તરત જ એ અજાણ્યા નંબરનું નામ દેખાયું..
મેઘના મેડમ..
ઓહ.. મેઘના મેડમે કેમ ફોન કર્યો હશે? મનમાં વિચારતા કિરણે કોલ ઉપાડ્યો.
હેલ્લો.. હું કિરણ..આપ કોણ બોલો છો?
હેલ્લો.. હું મેઘના મેડમ.તમે હાઈસ્કૂલમાં ઝંખના મેડમને મળવા આવ્યા હતા. ખોટો ઈમેલ કર્યો હોવાના કારણે. આપે ઘણું સારું કામ કર્યું હતું. મને ઓળખી?
કિરણ ઓળખી ગયો હતો.
કિરણ..
હા..હા.. મને યાદ છે. પછી તમે ક્લાસ લેવા જતા રહ્યા હતા. ને તમે કહ્યું હતું કે મારી મમ્મીને ઓળખો છો. મારી મમ્મી એ સિંગલ મધર તરીકે અમને ઉછેર્યા હતા એ પણ તમે જાણો છો. તમે કહ્યું હતું કે તમે અમારી નાતના છો. બોલો મારે લાયક કોઈ કામકાજ હોય તો.
મેઘના મેડમ...
કામ તો તમારું જ છે પણ આંટી ઘરમાં છે?
કિરણ...
હા..હા.. છે બોલો..તમારે એમની સાથે વાત કરવી છે?
મેઘના મેડમ..
વાત રમા આંટી સાથે કરવી છે પણ પછી મને થયું કે પહેલા તમારી સાથે વાતચીત કરું.
કિરણ...
બોલો..
મેઘના મેડમ..
તમારા ગયા પછી આચાર્યે મને બોલાવી હતી અને તમારી જે વાતચીત ઝંખના મેડમ સાથે થઈ હતી એ બાબતે પૂછ્યું હતું. પછી એ તમારા વખાણ કરતા હતા. કહેતા હતા કે આ જમાનામાં આવો યુવાન મળે નહીં. છતાં એ યુવાન અનમેરિડ છે એ બાબતે એમને નવાઈ લાગી હતી. પછી મારી પાસેથી તમારો મોબાઈલ નંબર લીધો હતો.
કિરણ..
હા એ ખબર પડી હતી. એમનો ફોન આવ્યો હતો.
મેઘના મેડમ..
ઓહ.. એટલે હું તમને ફોન કરું એ પહેલાં જ એમણે તમને ફોન કરી દીધો હતો! એમણે શું કહ્યું હતું? જોજો હોં એમની વાતોમાં આવી જતા. કોને વાતમાં ફસાઈ દેવા એ એમની કળા છે. એમને તમે સારા યુવાન લાગ્યા છે.
કિરણને થયું કે આ મેઘના મેડમને બધી વાત કરાય નહીં.
કિરણ..
બસ એમણે ખાલી જ ફોન કર્યો હતો. અને ફરીથી માફી માંગી હતી અને પૂછ્યું હતું કે હું ઝંખના મેડમને કેટલા વખતથી ઓળખું છું. તો મેં કહ્યું કે હાઈસ્કૂલમાં આવ્યો હતો એ વખતે જ પહેલી મુલાકાત થઈ હતી. હું ફક્ત ભૂલથી મને મળેલા ઈમેલ બાબતે ધ્યાન દોરવા આવ્યો હતો.
મેઘના મેડમ..
ઓહ..તો સારું થયું. એ એમની બહેનની ડોટર માટે ફાંફાં મારે છે. એને કંઈ આવડતું નથી. રાંધતા પણ આવડતું નથી અને બહુ મોર્ડન છે. મને એમ કે એ બાબતે તમારી સાથે વાતચીત કરી હશે.
કિરણ...
ઓહ... સારું થયું તમે મને વાત કરી. હું તમારી વાત ધ્યાનમાં રાખીશ. પણ આ ઝંખના મેડમ આવી ભૂલ કેમ કરી હશે? તમને કંઈ ખબર છે?
મેઘના મેડમ..
હું અને ઝંખના મેડમ ખાસ સખીઓ છીએ. અમે એકબીજાને પોતાની વાતો શેર કરીએ છીએ. ઝંખના મેડમે ડાયવોર્સ લીધા છે. એમનો હસબન્ડ બહુ ત્રાસ આઇ આપતો હતો. એટલે સિંગલ મધર તરીકે એકતાને ઉછેરી રહી છે. બિચારી બહુ દુઃખી છે. મેં એને બીજા મેરેજ કરવા માટે કહ્યું હતું પણ એણે ના પાડી હતી.
કિરણ..
સારું થયું તમે ઝંખના મેડમ બાબતે કહ્યું એ બદલ આભાર.
મેઘના મેડમ..
હા..પણ મારે તમારું અંગત કામ છે. સામાજિક છે એટલે તમારી સાથે વાતચીત કરીને આંટી સાથે વાત કરીશ.
કિરણ..
સારું બોલો..
મેઘના મેડમ..
તમે એક સજ્જન યુવાન છો તેમજ આપણી નાતના છો એટલે તમને વાત કરું છું. મારી એક યંગ બહેન છે એ લગભગ તમારી ઉંમરની જ હશે કદાચ બે કે ચાર વર્ષ નાની હશે. મેં તમને જોયા અને સાંભળ્યા પછી મને થયું કે મારી બહેન કાવ્યા માટે તમે યોગ્ય છો એટલે એ બાબતે વાતચીત કરવા માંગુ છું. જો તમે એ બાબતે તૈયાર હોય તો તમારી મધર સાથે વાતચીત કરું અને પછી આપણે આવતા રવિવારે વધુ વાતચીત માટે મળીએ.
( વધુ હવે પછીના ભાગમાં)
- કૌશિક દવે