"સિંગલ મધર"
( ભાગ -૧૩)
કિરણ એની મમ્મી સાથે વાતચીત કરતો હતો...
એટલામાં કિરણના મોબાઈલની રીંગ વાગી.
જોયું તો એની ફ્રેન્ડ મીનુંનો કોલ હતો.
કિરણ બબડ્યો..
હવે શું છે? એણે મને દગો કર્યો અને હવે કોલ કર્યા કરે છે. શું કામ હશે? કામ વગર ફોન કરે જ નહીં.
છતાં કિરણે ફોન ઉપાડ્યો..
મીનું..
કિરણ..કોલ કટ કરતો નહીં. પહેલાં મને સાંભળ.
કિરણ..
સારું..બોલ.. મને સમય નથી. ઘરમાં અગત્યની વાત ચાલે છે.
મીનું..
સોરી.. કસમયે ફોન કરું છું..પણ તેં મારો કોલ કટ કરી દીધો હતો એટલે ફરીથી કોલ કર્યો છે. અગત્યની વાત એટલે તારા મેરેજની વાત ચાલે છે?
કિરણ..
એ મારે તને કહેવાની જરૂર નથી. તેં એ હક્ક ગુમાવી દીધો છે.
મીનું..
સોરી..પણ એમાં મારો વાંક નથી. હજુ પણ હું તને પ્રેમ કરું છું. મારી વાત પૂરેપૂરી સાંભળીને જ તારા મેરેજ બાબતે વિચારજે. ફરીથી હું તારી સાથે આવવા માંગુ છું. આજે પણ તને પ્રેમ કરું છું.
કિરણ...
હવે પ્રેમ ફ્રેમ બંધ કર. ખોટા નાટક કરે છે. તારા મેરેજ થઈ ગયા છે. સગાઈ કરી હતી એ મને કહ્યું હતું. પૈસાદાર છોકરો ફસાવ્યો છે.
મીનું..
સોરી.. કિરણ.. તું માને છે એવું નથી. મેં એને ફસાવ્યો નહોતો પણ એણે મને ફસાવી દીધી હતી. આજે પણ હું તને પ્રેમ કરું છું.
કિરણ..
મારે તારી કોઈ વાત સાંભળવી નથી. તારા સ્ટેટ્સ જોયા હતા..દસ દિવસ બાકી.. પાંચ દિવસ બાકી.. એટલે મેરેજ કરી લીધા જ હશે.
મીનું..
એ તને ગેરસમજ થઈ છે. હા.. સ્ટેટ્સ પર મૂક્યા હતા. મેરેજ પણ નક્કી હતા પણ મારા મેરેજ થયાં નહિ. હું ફસાઈ ગઈ હતી.
કિરણ..
હવે નવી વાતો અને ફરીથી મારી સાથે પ્રેમનું નાટક.. મેં તને આવી ધારી નહોતી. હવે મારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. તારી કોઈ વાતથી અંજાઈ જાઉં એવો નથી.
મીનું..
એટલે તે. કોઈ છોકરી પસંદ કરી લીધી એમ કહે ને. પણ મેં લગ્ન કર્યા નથી. મને એણે દગો કર્યો હતો. લગ્નના બે દિવસ પહેલા એણે મને નશીલો પદાર્થ ખવડાવીને મારી જીંદગી બરબાદ કરી નાખી.
કિરણ..
તને તો પૈસાદાર છોકરો જોઈતો હતો. પ્રેમ કરે એવો નહીં.
મીનું..
કેટલી વખત સોરી બોલું. આટલી વારમાં ભગવાન પણ રાજી થઈ જાય. હા.. હું એ પૈસાદાર હતો એટલે લગ્ન કરવા તૈયાર થઈ હતી પણ મને પ્રેમનું મહત્વ સમજાયું નહીં. પછી ખબર પડી કે એ રૂપનો દિવાનો હતો. લગ્ન ના આગલા દિવસે ખબર પડી કે એણે લગ્ન કરેલા હતા. અને એક વર્ષનું બાળક પણ છે.
સગાઈ તૂટી ગઈ. લગ્ન બંધ રહ્યા. હજુ પણ હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. મારે પ્રેમ જોઈએ. પૈસા કરતાં પ્રેમનું મહત્વ હોય છે એ મને હવે સમજાયું.
કિરણ..
જો મીનું કદાચ હું તારી બધી વાત માની લઉં. કદાચ તારા પર દયા ખાઈને મેરેજ કરવા તૈયાર થઈ જાઉં પણ મારી શરતો છે. એમાં એક મુખ્ય શરત છે.
મીનું..
તું કહે એ બધી શરતો મંજૂર છે. પણ તું મારી સાથે લગ્ન કરી લે.
કિરણ..
જો હું એક બાળક દત્તક લેવા માંગુ છું. મારી સાથે વિવાહ કરવા હોય તો તારે એ બાળકની માતા બનવું પડશે. હા કે ના એમ જલ્દી કહે. મારી પાસે સમય નથી. ઘરમાં મમ્મી અને બહેન સાથે અગત્યની મિટિંગ ચાલે છે.
મીનું..
પણ પહેલા મારી વાત તો સાંભળ. હું તારી વાત માનું તો તું મારી સાથે મેરેજ કરીશ?
કિરણ..
એ હું એકલો નક્કી ના કરી શકું. સમય અને સંજોગો બદલાઈ ગયા છે. મેં તને કહ્યું એનો જવાબ આપ. મારી ઈચ્છા એક નાનું બાળક દત્તક લેવાની છે.
મીનું..
પણ હજુ આપણા મેરેજ થયા નથી.
કિરણ..
મેં ક્યાં કહ્યું કે તારી સાથે મેરેજ કરવા માંગુ છું! આ મારા મનની ઈચ્છા કહી. મને એક નાની બેબી ગમી છે એને દત્તક લેવાનો છું. જો તું મારી સાથે મેરેજ કરવા માંગતી હોય તો મારા બાળકને માતાનો પ્રેમ આપવો પડશે. જો આ કબૂલ હોય તો હું વિચારું.
મીનું..
પણ હજુ લગન કર્યા નથી ને આ જવાબદારી મારા માથા પર. આપણે જીંદગીમાં થોડા વર્ષો આનંદ માણીએ પછી તું કહીશ ત્યારે બાળક દત્તક લઈશું.
કિરણ..
તારી સાથે વાત કરવામાં મજા નહીં આવે. તું હજુ મોજશોખની વાત કરે છે. જીવન પ્રત્યે સિરિયસ નથી. તો પછી તું મારી સાથે રહી શકીશ નહીં.
મીનું પણ સમજી ગઈ હતી કે વાત બગડી જશે.
એટલે બોલી..
સારું સારું..પણ આ વિશે વાત ફોન પર ના કરી શકાય. એમ કરીએ આપણે આવતીકાલે સાંજે હોટલ સાવનમાં મળીએ. તું આવીશ ને!
કિરણને વાત વધુ ચલાવવામાં રસ ઓછો હતો.
એટલે બોલ્યો..
પણ મારી શરત પર વિચાર કરીને જ મને સાંજે કોલ કરજે. હમણાં મારે ઘણું કામ છે. એક સામાજિક કામ માટે ચર્ચા વિચારણા ચાલી રહી છે.
મીનું..
ઓકે બાય.. પણ તું ભૂલતો નહિ.
કિરણે કોલ કટ કર્યો.
કિરણની બહેન વ્યોમા બોલી..
ભાઈ એ શું કહેતી હતી?
કિરણ..
બસ એની એ વાત. એણે સગાઈ ફોક કરી. એનો એ મંગેતર પરણિત હતો. એણે દગો કર્યો હતો.
વ્યોમા..
ભાઈ એ મીનું એ પણ તમને દગો કર્યો હતો. હવે એની સાથે વાત કરતા નહીં.
કિરણ..
એ એવી હોય એટલે આપણે એવા થવાય નહીં. મમ્મીને પૂછી જો. એની વાત પણ સાંભળવી જોઈએ. આવતીકાલે સાંજે મને મળવા માંગે છે.
વ્યોમા..
પણ ભાઈ તેં દત્તક બેબી લેવાની વાત કેમ કરી? ખાલી જ કરી હતી?
કિરણ હસીને બોલ્યો..
ના..ના.. મને લાગે છે કે મારે હવે ગંભીર બનવું પડશે.
આટલું બોલીને એણે બેબી એકતા સાથે સવારે જે બન્યું એ કહ્યું.
વ્યોમા..
પણ ભાઈ એ બેબી એકતાની મમ્મીની ઈચ્છા છે બેબીને દત્તક આપવાની? બેબી એકતાની મમ્મી શું કરે છે અને શું નામ છે?
કિરણ..
તારે જાણીને શું કામ છે. મેં ખાલી કહ્યું હતું. બેબી એકતાની મમ્મી ટીચર છે. એનું નામ ઝંખના મેડમ છે.
વ્યોમા આ સાંભળીને ચમકી ગઈ.
બોલી..
ઓહ.. ઝંખનાની બેબી!
----
માતાનો પ્રેમ છે અમૂલ્ય, શક્તિનો સ્ત્રોત છે,
એકલા રસ્તે ચાલતી નારી,પરંતુ નિરાશાથી દૂર છે.
સિંગલ મધરનો પ્રવાસ, કઠિન પણ ગૌરવપૂર્ણ છે,
સિંગલ મધરની શક્તિ, સંઘર્ષ, યાદ કરવા જેવો છે.
( વધુ હવે પછીના ભાગમાં)
- કૌશિક દવે