Miss Kalavati - 8 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 8

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 8

લગભગ છ મહિના પછી 'કલા' હવે પૂરી ફ્રી થઈ હતી. તે આજે ખુશ ખુશાલ હતી. કારણ કે તેણી કલાસીસમાં ફર્સ્ટ નંબર લાવી હોવાથી, તેની ખુશીમાં પોતાનો 'દિગગી આજે તેને કોઈ 'સરપ્રાઈઝ' આપવાનો હતો . શું સરપ્રાઈઝ આપવાનો છે, તે 'હજુ તેણીને બતાવ્યું ન હતું .તેને ફક્ત એટલું જ કહ્યું હતું, કે' મનપસંદ ત્રણ- ચાર જોડી કપડાં અને મુસાફરીનો સામાન પેક કરીને સવારે આઠ વાગે તૈયાર થઈને રહેજે.  5- 6 દિવસ બહાર ગામ જવાનું છે. પરંતુ ક્યાં જવાનું છે તે એણે બતાવ્યું ન હતું .
સવા આઠ વાગે ચુડાસમા પોતાની ગાડીના બદલે ભાડા 
ની 'કવોલીસ'ગાડી લઈને તેને લેવા ઠેક 'કલા'ના ઘેર આવ્યા .ડ્રાઈવરે સામાનની 'બેઞ'ગાડી ની ડેકી માં ગોઠવી. કલા વચ્ચેની સીટમાં બેઠી. જ્યારે ચુડાસમા આગળની સીટમાં ગોઠવાયા . ડ્રાઇવરે ગાડીને પાલનપુર તરફ મારી મૂકી. અડધા કલાકમાં પાલનપુર એરોમા સર્કલ પહોંચીને ગાડીને ડ્રાઇવરે મહેસાણા બાજુ લીધી.  ને અઢી કલાકમાં તો વાયા મહેસાણા થઈને 'કવોલીસ' અમદાવાદ એરપોર્ટ પર પહોંચી.  ને 'સરદાર વલ્લભભાઈ પટેલ' એરપોર્ટના ટર્મિનલ નંબર એક પર આવીને ઊભી રહી. ડ્રાઇવરે સામા ન ની બેગો, અને નાની સૂટકેસ વગેરે સામાન નીચે ઉતાર્યો. ને તે ગાડી લઈને ત્યાંથી રવાના થયો.
હવે જ 'કલા'ને ખબર પડી કે તેનો 'દિગગી' આજે તેણીને વિમાન માં મુસાફરી કરવા લઈ જવાનું છે. તેણી ના માટે ખરેખર આ એક 'સર-પ્રાઈઝ' જ હતી. કારણ કે તેણીએ કાશ્મીર ,મસૂરી વગેરે જગ્યાએ ફરી આવી હતી . પરંતુ પ્લેનમાં આ તેની પ્રથમ મુસાફરી હતી. તેથી તે ખૂબ જ ખુશ અને રોમાંચિત હતી. ફ્લાઇટ ઉપડવાના દોઢ કલાક પહેલા તેઓ એરપોર્ટ પહોંચી ગયાં હતાં. કલાએ નાની પર્સ ખભે લટકાવી દીધી. જ્યારે ચુડાસમાએ નાની સુટકેશ હાથ માં લીધી. અને મોટી બેગો ને એરપોર્ટની લીસી ગાદી ઉપર સરકાવતા બંને એરપોર્ટમાં પ્રવેશ્યાં.
ચાલીસેક મિનિટ જેટલો સમય તેમને'ટિકિટ કન્ફર્મ બોર્ડિંગ પાસ અને ઈમરિગરેશન માં ગયો. જેમાં તેમને કોઈ મુશ્કેલી ન પડી. કારણ કે તેમની ટિકિટો એડવાન્સમાં જ બુકિંગ કરાવેલ હતી. અને તેમને ડોમેસ્ટિક ફ્લાઈટમાં જવાનું હતું તેમને અહીંથી બે 'બોર્ડિંગ પાસ' આપવામાં આવ્યા હતા. એક બોડીગ પાસ હતો અમદાવાદ થી મુંબઈનો અને બી જો 'બોડિંગ પાસ 'હતો મુંબઈથી 'બાલ ડોગરા'નો બોર્ડિંગ પાસ ઉપર ફ્લાઇટ નંબર અને સીટ નંબર છાપેલા હતા. હવે જ ચુડાસમાએ કલા'ને કહ્યુ કે તેઓ ભારતના પશ્ચિમ છેડે થી છેક પૂર્વ ના છેડે જઈ રહ્યા છે.  પિકનિક મનાવવા માટે તેઓ ' દાર્જીલિંગ અને 'સિક્કિમ' જઈ રહ્યા છે. હાથમાં એક નાની સુટકેશ અને પર્સ સિવાય બધો સામાન તેમણે લગેજમાં મૂકી દીધો. જે તેમને બાલડોગરા એરપોર્ટ ઉપર મળવાનો હતો. કારણ કે બંને ફ્લાઈટ એક જ કંપની 'ઇન્ડિગો'ની હતી .
ચુડાસમા અને 'કલા' વિમાનમાં પ્રવેશ્યાં .દરવાજે જ તેમને 18 થી 21 વર્ષની હોય તેવી ત્રણ- ચાર એર હોસ્ટેલ છોકરીઓએ સ્મિત આપીને નમ્રતાપૂર્વક ' વેલકમ સર ! 'વેલકમ મેડમ !'કહીને મીઠો આવકાર આપ્યો.  તેમણે સફેદ યુનિફોર્મ પહેરેલ હતો . ને તે યુનિફોર્મ એટલો ટૂંકો હતો કે તેમની અડધી જાધો પણ દેખાતી હતી. તે છોકરી ઓએ ચહેરા અને આંખો ઉપર મેકઅપ કરેલ હતો.  ને હોઠ ઉપર લાલ લિપસ્ટિક લગાવેલ હતી. તેનાથી તે હતી તેનાથી પણ વધુ સ્વરૂપ વાન લાગતી હતી. કલાને તેમને જોઈને મનમાં થોડી ઈર્ષા થઈ .જ્યારે ચુડાસમા ને મન આ બધું નોર્મલ હતું .
સદનશીબે પ્લેનમાં ચુડાસમા અને કલા ની સીટ બારી પાસે જ આવી હતી. થોડી જ વારમાં ફ્લાઈટ 'ટેક-ઓવર' થઈ ને વિમાન આકાશમાં ઉડવા લાગ્યું .ને 50 એક મિનિટમાં તો તેઓ અમદાવાદ થી બોમ્બે પહોંચી ગયાં .ત્યાં છત્રપતિ શિવાજી અંતરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર ઉતરીને તેમણે ફ્લાઇટ ચેન્જ કરી .અને ત્યાંથી 'બાલ ડોગરા'  જતી ફ્લાઈટમાં બંને બેઠાં .બપોર નું જમવાનું તેમણે વિમાનમાં જ લીધું. ને લગભગ બે કલાકની મુસાફરી કરીને તેઓ 'બાલ ડોગરા' એરપોર્ટ ઉપર ઉતર્યા .
બાલદોગરા એરપોર્ટ આમ તો લશ્કર માટેનું સ્પેશિયલ એર પોર્ટ છે .પરંતુ સ્થિતિ સામાન્ય હોય ત્યારે અહીં પેસેન્જર વિમાનોને પણ ચડવા ઉતરવાની મંજૂરી આપવામાં આવે છે. તેમણે ઉતરીને જોયું તો અહીં એરપોર્ટની અંદર જ એક ભાગમાં લશ્કરી વિમાનો ,લશ્કરી હેલિકોપ્ટર અને લશ્ કરી ટેંકો, તૈયારીની મુદ્રામાં જ ઊભાં હતાં .લગેજ માંથી પોતાનો સામાન મેળવીને બંને એરપોર્ટ બહાર આવ્યાં . તેમણે જોયું તું અહીં ટવેરા, કવાલીસ કે અલટીકા જેવી મોટી ગાડીઓનો જ ટેક્સી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો .એક ટવેરા ગાડી ભાડે કરીને બંને 'બાલ ડોગરા થી દાર્જીલિંગ જવા રવાના થયાં .
દાર્જિલિંગ સપાટીથી સમુદ્ર સપાટીથી 6700 ફૂટ ઊંચાઈ ઉપર આવેલું એક ખૂબસૂરત હિલ સ્ટેશન છે. સાંજ ના સાડા ચાર વાગે તેઓ 'બાલ ડોગરા'  થી ' દાર્જિલિંગ '  જવા રવાના થયાં .તેમણે સાંભળ્યું હતું કે પશ્ચિમ બંગાળ એટલે ગિચ વસ્તી ,ગરીબી, બેકારી વગેરે લોકોનો પ્રદેશ  પરંતુ રસ્તામાં તેમને એવું કંઈ ન દેખાતુ ન હતું. સીલીગુડી થી આગળ જતાં રસ્તો ચડાણ વાળો ચાલુ થયો હતો .
સડકની બંને બાજુ અહીં હરિયાળી જ હરિયાળી દેખાતી હતી. ચારે બાજુ ચા ના વિશાળ બગીચા લહેરાઈ રહ્યા હતા .વાતાવરણ  ખુશનુમા અને ઠંડું હતું. આગળ જતાં રસ્તો ચડાણ વાળો અને વળાંક વાળો હોવાથી દાર્જીલિંગ નું 95 km નું અંતર કાપતાં ટેક્સીને લગભગ ત્રણ કલાક નો સમય લાગ્યો. દાર્જિલિંગ પહોંચીને સારી હોટલમાં રૂમ બુક કરીને તેઓ તેમાં રોકાઈ ગયાં .અને કલાક જેટલો રેસ્ટ કરીને વહેલાં-વહેલાં જમીને બંને સુઈ ગયાં.કારણ કે બીજા દિવસે સવારે વહેલા પાંચ વાગે તેમને જાગવાનું હતું.
    બીજા દિવસે તેઓ સવારે 5:00 વાગે વહેલાં જાગીને, તૈયાર થઈને ટેક્સી લઈને 'ટાઈગર હિલ' પહોંચી ગયાં . અંધારું હતું છતાં આંહીં વાહનોની ભીડ હતી.  તેમના પહેલાં પણ અન્ય પર્યટકો  હિમાલય પર્વતમાળાની ચોટ 'કાંચન જંગા' ઉપર સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી ઉપર પડે, તે નજારો જોવા અહીં પહોંચી ગયાં હતાં.. આખરે અડધા કલાકની પ્રતિક્ષા બાદ તેમની આતુરતા નો અંત આવ્યો. પૂર્વ માં સૂર્યોદય થયો .ને તેનાં પ્રથમ કિરણો' કાંચનજંગા ' પર્વત ઉપર પડ્યાં .ને પર્વતની ઉપરની ચોંટી સોનેરી રંગથી ઝળહળી ઉઠી. જાણે કે પર્વતની આખી ટોચ ને સોને થી મઢી લીધી હોય તેવું લાગતું હતું આ દ્રશ્ય ખરેખર અદભુત હતું. બધા જ પર્યટકો ખુશીથી ઝૂમી ઉઠ્યાં . અડધા કલાક સુધી આ નજારો માણ્યા બાદ ,કલા અને ચુડાસમા નીચે આવ્યાં .હજુ તેમને ઘણા પોઇન્ટ ફરવાનું બાકી હતું .
ત્યાંથી બંને ટેક્ષીમાં બેસીને' ગુરખા વોર મેમોરિયલ સ્મારક જોવા ગયાં .તે જોઈને ત્યાંથી બંને 'પીસ ભગોડા બુદ્ધ મંદિર 'જોવા ગયાં .અહીં ભગવાન બુદ્ધનાં જુદાં જુદાં ચાર સ્વરૂપ રજૂ કરવામાં આવ્યાં છે. તેનાં શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ને બંને દાર્જીલિંગ ની પ્રખ્યાત 'દાર્જીલિંગ હિમાલયન ' ટ્રોઈ ટ્રેન ની મુસાફરી કરવા માટે ગયાં .
આશરે 100 વર્ષ પહેલાં અંગ્રેજોએ ચાલુ કરેલી 'નેરોગેજ ટ્રેન આજે પણ ચાલુ છે .5- 6 ડબ્બાની સ્ટીમ એન્જિન થી ચાલતી આ ટ્રેન પહાડીઓ અને ઢોળાવો માં ધીમે- ધીમે ચાલે છે. જે ધુમ રેલવે સ્ટેશન સુધી જાય છે. આઠ કિલો મીટર જવા અને આઠ કિલોમીટર આવવા માટેનું અંતર કાપતાં તે લગભગ એક કલાક જેટલો સમય લે છે. ટ્રેનમાં બેઠાં બેઠાં ચા ના સુંદર બગીચા, તેમાં કામ કરતી સ્ત્રીઓ અને બીજું કુદરતી સૌંદર્ય ભરપૂર માણી શકાય છે .
ટ્રોય ટ્રેનની મુસાફરી કર્યા બાદ કલા અને ચુડાસમાએ સારી હોટલમાં ભોજન કર્યું. અને ત્યાંથી બંને રોપ-વેના પોઇન્ટ ઉપર ગયાં . દાર્જિલિંગ આવનાર પર્યટકો માટે, આ એક અતિ સુંદર પોઇન્ટ છે. રનચિવેલી 'રોપ-વે'ની લંબાઈ અઢી કિલોમીટર જતાં અને અઢી કિલોમીટર આવતાં છે. ટિકિટ લઈ ને બંને 'રોપ-વે' માં બેઠાં. ટ્રોલી હવામાં ચાલી એટલે કલા ને પ્રથમ તો ડર લાગ્યો .પરંતુ ચુડાસમા એ તેણીને હિંમત આપી એટલે થોડી જ વાતમાં તેનો ડર દૂર થઈ ગયો 
રોપ -વે ઉપર સરકતી ટ્રોલી માંથી નીચે  દેખાતો નજારો ખરેખર અદભુત હતો. તેઓ નાના વિમાન માં બેસી ને પુરા દાર્જીલિંગ ઉપર થી પસાર થતાં હોય તેવો અનુભવ થતો હતો. તેમની ટ્રોલી ઘડીમાં વાદળોમાં તો ઘડીકમાં વાદળોની બહાર તરતી હોય તેવું લાગતું હતું .ઠંડી સારા પ્રમાણમાં હતી એટલે કલા અને ચુડાસમા ક્યારેક એક બીજાને ચીપકી જતાં હતાં .નીચે મુક્ત વહેતાં ઝરણાં,વિશાળ ચાના બગીચા અને હરિયાળી જ હરિયાળી દેખાતી હતી .
રોપ-વે ની મજા માણ્યા બાદ ટેક્સી લઈને બંને તેમની હોટ લે આવ્યાં .તેમના રૂમમાંથી સામાન ટેક્સીમાં મૂકીને રૂમ ચેક આઉટ કરીને સિક્કિમ જવાના રસ્તે ' કલીગ પોઞ' જવા બંને રવાના થયાં .કારણ કે ચુડાસમાએ કલિંગ પોઞ માં 'માય ફાયર રિસોર્ટ'માં અગાઉથી જ 'લક્ઝુરીયસ રૂમ' બુકિંગ કરાવેલ હતો. એટલે રાત થતાં પહેલાં તેમને ત્યાં પહોંચવું જરૂરી હતું. રસ્તો પહાડી, ચઢાવ-ઉતાર,  અને વળાંક વાળો હોવાથી લગભગ બે કલાકની મુસાફરી બાદ તેઓ 'કલિંગ પોગ ના 'માય ફાયર ' રિસોર્ટમાં પહોંચ્યાં અંધારું થઈ ગયું હતું એટલે ચા- પાણી કરીને થોડીવાર પછી જમવાનું પણ ત્યાંજ પતાવ્યું. રિસોર્ટમાં બધી જ સોઈ સગવડ હતી.  મસાજ કરાવવા માટે અહીં સુંદર નેપાળી છોકરીઓ પણ હાજર હતી. દિવસ ભરનો  થાક ઉતારવા માટે બંને એ તેમની પાસે મસાજ કરાવી . અને પછી આરામથી સુઈ ગયાં .
સવારે વહેલાં ઉઠીને, દૈનિક ક્રિયા પતાવી નાહી -ધોઈ ને ફ્રેશ થઈ ને કપડાં બદલીને તેમના 'ડીલક્ષ રૂમ'માંથી બંને બહાર આવ્યાં . પહાડીઓ કોતરીને લગભગ ચાર એકર જેટલી વિશાળ જમીન ઉપર 'માય ફાયર' રિસોર્ટ નું  નિર્માણ કરવામાં આવ્યું છે. બે માળ ના રિસોર્ટ ની અંદર કેટલાય જુદા- જુદા વિભાગો અને જુદા -જુદા કક્ષ છે. રિસોર્ટ ની દક્ષિણ દિશામાં વનરાજી થી છવાયેલો પહાડ ઉપર ઝળુંબી રહ્યો છે.  તો ઉત્તર દિશામાં નીચે નજર ન પહોંચે એટલી ઊંડી ખીણ છે .ને તે ખીણની અંદર તળિયે ક્યાંક છૂટાં - છવાયાં ,રંગબેરંગી મકાનો નજરે પડે છે. તો ખીણમાં ક્યાંક નાનાં ઝરણાં પણ વહેતાં હતાં .
   રિસોર્ટ માંથી પૂર્વ દિશામાં નજર કરીએ તો નીચે આખું 'કલિંગ પોગ'શહેર દેખાય છે. જ્યારે પશ્ચિમ બાજુ નીચે ગાડીઓ ને પાર્ક કરવાનું પાર્કિંગ છે.તો પાર્કિંગ થી થોડે દૂર  પહાડીઓમાં કોતરેલ પાકી સડક દેખાતી હતી. રિસોર્ટ ના ખુલ્લા, ઝળૂબતા ગાર્ડનમાં બ્રેક-ફાસ્ટ કરતાં કરતાં ચારે બાજુનો નજારો જોવાનું દ્રશ્ય ખરેખર અદભુત હતું 
   ચુડાસમા એ ઘણી ફાઇસટાર હોટલ અને ઘણા રિસોર્ટ જોયા હતા. પરંતુ 'માય ફાયર' રિસોર્ટ ની રોનક કંઈક અલ ગ જ હતી. અહીંનો દરેક રસ્તો ફૂલોની વેલીઓથી લદાયે  લો હતો. ઠેર- ઠેર અલગ- અલગ ફુવારા હતા. અને જુદા જુદા વિભાગના દરેક રૂમ ઉપર અલગ- અલગ નકશી કામ અને કોતરણીથી મઢવામાં આવ્યા હતા.  દિવાલ ઉપર ઘણી બધી જગ્યાએ બુદ્ધના કલાત્મક ચિત્રો પણ દોરવામાં આવ્યાં હતાં .
ચા -નાસ્તો પતાવીને રિસોર્ટની સુંદરતા જોતાં- જોતાં બંને ઉપરના માળે આવ્યાં .ઉપરના માળે વિશાળ સ્વિમિંગ પૂલ હતો.  ને તેનું પાણી નિર્મળ ચોખ્ખું અને પારદર્શક હતું. અહીં થી નીચે આજુ-બાજુ સ્વર્ગ દેખાતું હોય તેવું આલ્હા દક વાતાવરણ હતું .અને આ વાતાવરણમાં કલા રોમાંચિત અને ઉત્તેજિત થઈ ગઈ. તેણી એ એક પછી એક વસ્ત્રો ઉતારીને સ્વિમિંગ પૂલ પાસેની ખુરશી ઉપર મૂક્યાં .તેણીએ એકમાત્ર બીકની પહેરી રાખી .ને પછી તેણીએ જલપરીની જેમ સ્વિમિંગ પૂલ માં છલાંગ લગાવી .ને માછલીની જેમ પાણીમાં તરવા લાગી .અને જલ ક્રિડા કરવા લાગી . તરતાં તરતાં તેણીએ ચુડાસમા ને પોતાની સાથે સ્વીમીંગ પુલ માં આવવા આમંત્ર્યા.અને જુદી-જુદી અદાઓ કરીને ઉશ્કેર્યા  
ચુડાસમા તેના આમંત્રણ ને ઠુકરાવી ન શક્યા .એક પછી એક બધાં જ કપડાં કાઢીને તેમણે પણ ખુરશી ઉપર મૂક્યાં અને માત્ર અન્ડરવિયર સાથે સ્વિમિંગ પુલમાં કૂદી પડ્યા. લગભગ અડધો કલાક સુધી બંને એ સ્વિમિંગ પુલમાં ધીઞા- મસ્તી અને પકડા- પકડી કરી. ચુડાસમા એ 'જલ પરી' જેવી લાગતી 'કલા' ના ઓટોમેટીક કેમેરામાં જુદી- જુદી સ્ટાઇલ ના કેટલાક શોર્ટ્સ લીધા.  તો કલાઈ પણ ચુડાસમા ના 'અન્ડરવિયર' સાથે 'જલ ક્રીડા 'કરતાં જુદા -જુદા શોર્ટસ લીધા. તો કેમેરો ઓટોમેટીક હોવાથી બીકની અને 'અંડરવિયર' માં એકબીજાને ચીપકી ને આલિંગનમાં હોય તેવા પણ કેટલાક શોર્ટ્સ લીધા .
સ્વિમિંગ પૂલ ની મજા માણી ને બંને બહાર નીકળ્યાં.શરીર નેં ટુવાલ થી લૂછી કોરું કર્યું .અને એ જ વસ્ત્રો માં સ્વિમિંગ પૂલ પાસે જ સામ-સામે આરામ ખુરશી  ઢાળીને બંને બેઠાં અને આ અલૌકિક વાતાવરણમાં 'કલા'એક પ્રસ્તાવ મૂક્યો
' દિગગી ડાર્લિંગ .એક વાત કહું ?'
'બોલ ને. એમાં પૂછવાનું શું હોય ?'
' હવે હું 18 વર્ષની થઈ ગઈ છું !'
' તારાં નખરાં જોઈને તો તું હજુ 16 વર્ષની 'બેબી ' જ લાગે છે !' દિગ્ગી' એ મજાક કરી .
' તમારી નજરમાં તો હું સદાય 'બેબી' જ લાગીશ. પરંતુ મોજ- મસ્તી માં આપણને બે વર્ષ પસાર ક્યારે થઈ ગયાં તેનો ખ્યાલ છે ?'              ' એટલે ? તું કહેવા શું માગે છે કલા ? જે હોય તે ખુલ્લું કહે એટલે ખબર પડે !  ચુડાસમાએ કલા ની આંખોમાં જોઈ ને કહ્યું .
'તમે તો જાણો છો કે આજ દિવસ સુધી મારા તન, મન ઉપર, બીજા કોઈ પુરુષનો મેં  પડછાયો પણ નથી પડવા દીધો...!'  કલા બોલી .
' એમાં તે ,નવું શું કીધું ?' ચુડાસમા બોલ્યા. 
' મેં મારું સર્વેશ્વ ' ફક્ત તમને જ સમર્પિત કર્યું છે . અને હવે - !'.        ' શું હવે, કેમ અટકી ગઈ ?'
' હું તમારી જોડે લગ્ન કરવા માંગુ છું !' કહીને કલા ચુડાસમા ની આંખોમાં જોઈ રહી.
  ' ઓહ,એમ વાત છે ?' કહી ચુડાસમા હસ્યા અને આગળ કહ્યું. તો શું આપણે બંને પતિ- પત્નીની જેમ નથી રહેતાં ?'             ' રહેવું, અને હોવું . એ'માં ફર્ક છે. કહોને ' દિગ્ઞી' તમે મને તમારી પત્ની તરીકે સ્વીકારશો ને ?'  કહીને કલા ભાવવિભોર થઈ ગઈ .
ચુડાસમાએ જોયું તો કલા ની આંખોમાં નિર્દોષતા અને ગહેરાઈ હતી.        ' તારી એ ઈચ્છા પણ જલ્દી પૂરી કરીશું બસ !' કહીને ચુડાસમા એ તેણીને સધિયારો અને વિશ્વાસ આપ્યો .તેમણે કલા ને હાથ પકડીને ઉભી કરી. હોઠો ઉપર દીર્ઘ એક ચુંબન ચોડ્યું .અને કપડા પહેરી ને બંને પોતાના રૂમ ઉપર આવ્યાં .
બપોરનું જમવાનું છે તેમણે ' માય ફાયર' રિસોર્ટ ના ખુલ્લા ડાઇનિંગ ટેબલ ઉપર જ પતાવ્યું .ને ત્યાંથી ટેક્સી માં બેસી ને સિક્કીમ માં 'ગંગટોક' આવવા રવાના થયાં .'કલિંગપોગ થી ગંગટોક નું 55 કિલોમીટરનું અંતર કાપતાં તેમને- બે કલાક જેટલો લાંબો સમય લાગ્યો .   ગંગટોક એ સમુદ્ર સપાટીથી 6000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું પહાડી ઉપર વસેલું સુંદર શહેર છે. જે સિક્કિમની 'રાજધાની' પણ છે પહાડી રસ્તાની મુસાફરી ભલે ટૂંકા અંતર ની હોય, પરંતુ એમાં થાક વધુ લાગે છે. ગંગટોકના પ્રખ્યાત એમ.જી માર્ગ પાસે જ આવેલી એક સુંદર હોટલમાં તેમણે રૂમ બુક કર્યો.
   હોટલના રૂમમાં સામાન મૂકીને ,થોડીવાર ફ્રેશ થઈને બંને અહીંના એમ.જી રોડ ઉપર આવેલ પ્રખ્યાત માર્કેટ માં ખરીદી કરવા નીકળી પડ્યાં.અહીં દરેક પ્રકારની વસ્તુ સારી અને સસ્તી મળે છે. લગભગ એક કલાક માર્કેટમાં ફરી ઘણી -બધી ખરીદી કરી, તેઓ તેમની હોટલ પરત ફર્યા અને સાંજનું ખાણું હોટલમાં જ પતાવીને બંને સૂઈ ગયાં .
સવારે વહેલાં ઊઠીને નાઈ -ધોઈને ફ્રેશ થઈને બંને ટેક્ષીમાં બેસીને' ફરવા નીકળી પડ્યાં .સૌપ્રથમ તેઓ નજીકમાં જ આવે 'બંનની કક્ષ વોટરપોલ' જોવા ગયાં .અહીં પહાડી માંથી ઝરણાં નો પડતો ' ધોધ' અને એ ધોધ નાં વહેતાં નાનાં ઝરણા માંથી અલગ- અલગ જગ્યાએ બનાવેલ જુદા -જુદા પોઇન્ટ ખરેખર જોવાલાયક છે .
ત્યાંથી બંને સિધેશ્વર ધામ મંદિર જોવા ગયાં . જે -બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક ગણાય છે. ત્યાં 108 ફૂટ ઊંચી શિવજીની ભવ્ય પ્રતિમા છે. બંને એ શ્રદ્ધાપૂર્વક તેનાં દર્શન કર્યાં .ત્યારબાદ પ્રખ્યાત બૌદ્ધ મંદિર ' રોમટેક મોનટરી'
જોવા ગયાં.તે તિબેટીઅન'લોકોએ બનાવેલું છે .
આ મંદિર પહાડીઓ ઉપર ખૂબ જ ઊંચાઈ ઉપર આવેલું છે .તે ચાર માળ ની ઊંચાઈનું વિશાળ અને ભગ્ય મંદિર છે આ મંદિર ની દિવાલો ઉપર ભગવાન બુદ્ધના જીવનની ઝાંખી થાય છે. મંદિરની ચારે બાજુ પ્રદક્ષિણા કરતાં કરતાં પીપ જેવા મોટા ડ્રમ હાથથી ગુમાવીને ઇચ્છિત મનોકામના પણ માગવામાં આવે છે . કલા અને ચુડાસમા એ પણ મંદિર ની પ્રદક્ષિણા કરી ને ઈચ્છિત વરદાન પણ માઞયુ. ત્યારબાદ હોટલ આવીને બંને એ જમવાનું પતાવ્યું.ને જમી ને પછી બને ગંગટોક 'રોપ-વે' માં બેસવા ગયાં .'રોપ-વે' માં બેસવાનો એક માણસની ટિકિટ નો દર 170 રૂપિયા હ તો. ટિકિટ લઈને બંને 'રોપ-વે'માં બેઠાં.રોપ-વે માંથી નીચેનું દ્રશ્ય જોવાનો નજારો કંઈક ઓર જ હતો. નીચે પહાડીઓ ને કોતરીને તે ઉપર બનાવેલાં રંગબેરંગી મકાન સુંદર લાગ તાં હતાં . રોપ -વે માં પસાર થતાં પુરું ગંગટોક શહેર નીચે સ્પષ્ટ દેખાતું હતું. વિશાળ એમ.જી .માર્ગ અને ત્યાંની ભવ્ય બજાર પણ નજરે પડતી હતી. રોપ-વે ની ટ્રોલી ધડી માં વાદળો ની અંદર, તો ધઙી માં હરીયાળી પહાડીઓ ઉપર થી પસાર થતી હતી . રોપ- વે ની મુસાફરી નો લ્હાવો.  લઈ ને બંને પાછાં હોટલ ઉપર પરત આવી ગયાં 
સિક્કિમ માં હજુ તો તેમને નાથુલા પાસ, ચંગુલેક , મીરાં પોઇન્ટ , વગેરે ઘણાં જોવા લાયક સ્થળો જોવાની ઈચ્છા હતી. પરંતુ આજે રાત્રે 10:00 વાગે બાલ ડઞરા થી તેમની ફ્લાઇટ ઉપડતી હતી .જેની ટિકિટ અગાઉથી જ બુકિંગ કરાવેલ હતી. તેથી તેમણે ન છૂટકે ગંગટોક થી પરત આવ વા રવાના થવું પડ્યું.  બંને સામાન લઈને ટેક્સીમાં બેસીને ગંગટોક થી બાલ ડોગરા આવવા રવાના થયાં . ગંગટોક થી બાલ ડોગરા નું અંતર 123 કિલોમીટરનું છે . પરંતુ રસ્તો પહાડી, ચડ- ઉતર વાળો અને વળાંક વાળો હોવાથી તે અંતર કાપતાં તેમને લગભગ પાંચ કલાક જેટલો સમય લાગ્યો.  8:30 વાગે બાલ ડોગરા પહોંચી ને 10=00 વાગે ઉપડતી બાલડોગરા - મુંબઈ ફ્લાઇટમાં બંને બેસી ગયાં. મુંબઈ પહોંચીને તેઓ એકાદ કલાક એરપોર્ટ ઉપર જ રોકા ણા , અને ત્યારબાદ અમદાવાદ આપતી ફ્લાઈટમાં બેસી ગયાં. એકાદ કલાકની મુસાફરી બાદ બંને અમદાવાદ એર પોર્ટ ઉતર્યો. ને ત્યાંથી ટેક્સી ભાડે કરીને સવારના 9:00 વાગે તો બંને ડીસા પહોંચી ગયાં .
ઇંગ્લીશ સ્પીકિંગ કોર્સમાં કલા ફર્સ્ટ નંબર લાવી.તેની ખુશી માં તેના દિગ્ગી'એ કલા ને સરસ સરપ્રાઈઝ આપી હતી. પૂર્વ ભારતનાં સુંદર હિલ સ્ટેશન અને સુંદર પહાડી પ્રદેશનો તેને નજારો દેખાડ્યો હતો . સાથે તેણીને બે વખત પ્લેનમાં જતાં અને બે વખત પ્લેનમાં આવતાં ની મુસાફરી પણ કરા વી હતી . ટૂર માંથી આવ્યા બાદ કલા બહુ જ ખુશ ખુશાલ રહેતી હતી. કારણ કે ચુડાસમાએ તેની સાથે લગ્ન કરવાનો તેણી ને વિશ્વાસ આપ્યો હતો .
        *.           *.               *
    શીલ્ડ અને પ્રમાણપત્ર વિતરણ નો એ કાર્યક્રમ પૂરો થયા બાદ, ચુડાસમાને 'કલા' ને મોટરસાયકલ ઉપર પાછળ બેસાડી ને  લઈ જતી જોઈ જતાં બારોટ સાહેબને મનમાં લાગ્યું હતું .કે' તે એ છોકરીનો કોઈ સંબંધી હશે. ભાઈ, કાકા કે કોઈ નજીકના સગા પણ હોઈ શકે. અને દુઃખ સાથે વિચાર્યું હતું કે કદાચ તેનો ભાવિ 'મંગેતર' પણ હોઈ શકે. પરંતુ ખાનગી તપાસ કરતાં જાણવા મળ્યું હતું. કે, એ' તેમાંનો કાંઈ જ ન હતો. પરંતુ વર્દી પહેરેલ એ અધિકારી ડીસામાં પી.આઈ. તરીકે નોકરી કરતો હતો. અને મોટર સાયકલ પાછળ બેઠેલી એ છોકરી તેની પ્રેમિકા હતી. અને બંને આમ જ ડીસા માં ખુલ્લેઆમ રોમાન્સ કરતાં હતાં. એક બહારથી આવેલો સરકારી નોકર, આવી ખૂબસૂરત છોકરી સાથે,આમ ખુલ્લેઆમ રોમાન્સ કરે, સભ્ય સમાજ માં જાહેરમાં આવું વર્તન કરે .તે કેટલું યોગ્ય હતું ? સમાજ માં તેની કેટલીક ખરાબ અસર થાય ? આવું તો હરગીઝ ચલાવી નજ લેવાય .એવો બારોટ સાહેબે મનમાં નિર્ણય કર્યો હતો .
આમ તો કલા અને ચુડાસમા અવારનવાર ઘણી વખત બંને એકલા બહાર ફરવા જતાં હતાં .પરંતુ આ વખતે લોકોમાં ખાનગીમાં તેમની જાત- જાતની વાતો થતી હતી કોઈ કહેતું હતું કે આ વખતે બંને બહાર ગયાં ત્યારે કોઈ મંદિરમાં ફુલ હાર કરીને, લગ્ન કરીને જ આવ્યા છે. તો કોઈ કહેતું હતું કે બંને 'લીવ-ઈન' માં સાથે રહેવાના કાયદેસરના કરાર કરી લીધા છે. તો કોઈ વળી કહેતું હતું કે એ બધી વાતો ખોટી છે. અને ટૂંક સમયમાં જ બંને જાહેરમાં ધમાકેદાર રીતે લગ્ન કરવાનાં છે .
દાર્જિલિંગ ટૂર માંથી પરત આવ્યા બાદ 'કલા' એ મૂકેલા પ્રસ્તાવ વિશે ચુડાસમાએ ગંભીરતાથી વિચાર કર્યો હતો. પોતે પરિણીત છે .ઘેર સુંદર પત્ની છે. અને તેના થકી એક સુંદર પુત્ર પણ છે. એ વાત સાચી, પરંતુ 'જાગીરદાર' સમાજ માં એક પત્ની હોય ,અને તેના ઉપર બીજી પત્ની કરવી. એ કંઈ 'મહેણુ' ન હતું . કાયદો ભલે એને માન્યતા આપતો ન હતો . પરંતુ કોઈ પુરુષ અને સ્ત્રી એકબીજાના દિલમાં વસી જાય, અને બંને રાજી ખુશીથી લગ્ન કરવા તૈયાર હોય ,તો પોતાના સમાજમાં તે સ્વીકૃત હતું.  ને આવી કેટલીયે  બે પત્નીઓ, સગી બે બહેનો ની જેમ સંપીને રહેતી હતી .
કલા અને પોતે એકબીજાને પસંદ કરતાં હતાં. તે બંને ની લગ્ન કરવાની તૈયારી પણ હતી. ને તેમાં કલા ની મા અને ડી.એસ.ની પણ સંમતી હતી. પરંતુ તેમાં સૌથી મોટો પ્રશ્ન હોય તો, તે હતો 'કલા'ના 'ખાનદાન'નો .તેનું 'ખાનદાન' જાણવા માટે તેણે ખાનગી'માં સીધી અને આડકતરી ખૂબ તપાસ કરી હતી. પરંતુ તેનું 'ખાનદાન ' કર્યું છે. અને તેનું 'ગોત્ર' કયું છે. તેની' કાસ્ટ ' કઈ છે. તેની કોઈ જાણકારી તેમને આજ દિવસ સુધી મળી ન હતી.
ચુડાસમા સારી રીતે જાણતા હતા. કે' તેમનું કુટુંબ અને તેમનો 'સમાજ 'તેમના બીજા લગ્ન ને તો જ સ્વિકારે.જો સામે લગ્ન કરનાર કન્યા તેમના જાગીદાર સમાજની જ હોય . તેથી ચુડાસમા દીર્ધા માં હતા .આવી પરિસ્થિતિમાં પણ ચુડાસમા અને 'કલા'ના સંબંધોમાં કોઈ ઓટ આવી ન હતી. અને તેમનું મળવાનું અને સાથે ફરવાનું ચાલુ જ હતું.

  ટૂર માંથી પરત આવ્યા બાદ, દસ દિવસ પછી અચાનક ચુડાસમા ને ગ્રહ ખાતા  તરફથી ખાતાકીય ઓર્ડર મળ્યો હતો. જેમાં તેમની બઢતી સાથે બદલી કરવામાં આવી હતી તેમને પી.આઇ.માંથી ડી.વાય.એસ.પી .તરીકે બઢતી આપવામાં આવી હતી .ને તેમની બદલી ડીસા થી તેમના વતન 'રાજકોટ'માં કરવામાં આવી હતી અને તેમને તાત્કાલિક અસરથી  છૂટા થઈ .24 કલાકમાં બદલી ના સ્થળે હાજર થઈ, નવો ચાર્જ સંભાળી લઈ ,તેનો રિપોર્ટ ગૃહ ખાતામાં રજુ કરવો. તેવી ખાસ તાકીદ કરવામાં આવી હતી .તેથી એ જ દિવસે ડીસા પી.આઈ.તરીકે નો ચાર્જ છોડી, ચુડાસમા એ બીજા દિવસે રાજકોટ પહોંચી ને ડી.વાય.એસ.પી . તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો .
    ડીસા માં હડકંપ મચી ગયો હતો. લોકો માં અને ખાસ કરીને 'પોલીસ બેડા' માં જાત -જાતની વાતો થતી હતી. કોઈક કહેતું હતું કે, 'કલા'ના અને ચુડાસમાના સંબંધોની જાણ ,રાજકોટ ચુડાસમા નાં ઘરવાળાને થઈ ગઈ છે. તેનું કુટુંબ, ખૂબ જ શ્રીમંત અને રાજકારણમાં પહોંચેલું છે. તેમણે ગ્રહ ખાતા સુધી લાગવગ લગાડીને , ચુડાસમાની બદલી રાજકોટ કરાવી દીધી છે. તો ક્યાંક ખાનગીમાં એવી પણ ચર્ચા થતી હતી કે ચુડાસમા અને 'કલા'ના ખુલ્લેઆમ પ્રણય ને લીધે.  તેમના ઉપર બનાસકાંઠા ના રાજકારણ ની તેમને નજર લાગી ગઈ છે . તેથી તેમની બદલી થઈ છે .
એ જે હોય તે , પરંતુ ચુડાસમા ની  ડીસા થી રાજકોટ બદલી થઈ હતી .અને તેઓ રાતોરાત ડીસા છોડી રાજકોટ પહોંચી ગયા હતા તે વાત સો ટકા સાચી હતી .
   કલા ને આની જાણ ચુડાસમા ઠેક રાજકોટ પહોંચી ગયા ત્યારે થઈ હતી .તે બેબાકળી થઈ ગઈ હતી.તેના મારવામાં એ આવતું જ નહોતું કે ચુડાસમા પોતાને જાણ કર્યા વગર ડીસા છોડીને રાજકોટ પહોંચી જાય.તેનુ કારણ જાણવા તેણીએ એક- બે વખત ચુડાસમા ને મોબાઈલ ઉપર ફોન કર્યો હતો. જે,નો રીપ્લાય આવ્યો હતો . સતત ત્રીજા દિવ સે તેણીએ ફોન કર્યો ત્યારે માંડ ઉપડ્યો હતો.પરંતુ 'પછી' વાત કરું છું!' કહીને ચુડાસમા એ ફોન કાપી નાખ્યો હતો. કલા ની બેચેની હવે વધી ગઈ હતી .તેને સમજણ પડતી ન્હોતી ,કે પોતાનો ' દિગ્ગી' ફોન ઉપર પોતાની સાથે પૂરી વાત પણ કેમ નથી કરતો ?'
કલા ને એજ સમજ પડતી ન હતી કે એક રાતમાં અચાનક એવું તે શું બની ગયું કે ચુડાસમા પોતાને અને ડીસા ને છોડી ને રાજકોટ કેમ ચાલ્યા ગયા.  ઘણી તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમની સાથે રાજકોટ ખાતે બદલી થઈ છે . પરંતુ કલા ના દિલ ને ભારોભાર વિશ્વાસ હતો. કે પોતાનો ' દિગ્ગી' પોતાને મળવા એક દિવસ તો સામે થી ચાલીને ડીસા જરૂર આવશે. ત્યારે તે બધી જ વાત પોતાને વિગતવાર જણાવશે. અને પછી બધી જ ગોઠવણ કરીને પોતાને પણ કદાચ રાજકોટ પણ લઈ જાય.  એકલી પડે ત્યારે તેણી ચુડાસમા ની યાદોમાં ખોવાઈ જતી.  તેમણે 'માય ફાયર રિસોર્ટ ' ના સ્વિમિંગ પૂલ માં પાડેલા, બીકની અને અંડરવિયર સાથેના જુદા -જુદા પોઝ ના ખૂબસૂરત ફોટા જોઈ તેણી સમય પસાર કરતી. અને પોતાના 'મન'ને મનાવતી.
પરંતુ 'કલા'ના મનની એ આશા ઠગારી નીવડી હતી. દસ દિવસ થઈ ગયા છતાં, ન તો ચુડાસમા તેને મળવા આવ્યા હતા. કે નતો સામેથી તેમનો ફોન આવ્યો હતો.  કલા ની ધીરજ હવે ખૂટી ગઈ . તે હવે દરરોજ ચુડાસમા ને ફોન કરવા લાગી . લગભગ 15 દિવસના સતત પ્રયત્નો પછી એક દિવસ ચુડાસમા નો ફોન ઉપાડ્યો હતો. ફોનમાં પોતે ચુડાસમા ને રાજકોટ મળવા માટે આવે છે એવી વાત કરી હતી. સામે ચુડાસમા નો અવાજ ગભરાયેલો હતો તેમણે 'કલા' ને આજીજી કરી - ' પ્લીઝ કલા, તું મને મળવા અહીં ના આવીશ. મારી પરિસ્થિતિ તું સમજ !  સમય મળશે ત્યારે હું તને સામેથી મળવા આવીશ બસ..!' ચુડાસમા ના સ્વરમાં આજીજી અને લાચારી હતી .
    કલા ના દિલને ચુડાસમા ના આ શબ્દો સાંભળીને મોટી ઠેસ લાગી હતી.ભલ-ભલ