થોડા જ દિવસો પછી, એટલે કે પહેલી તારીખ થી 'માસી'નો એ પ્રખ્યાત અડ્ડો ચાલુ થઈ ગયો હતો.પરંતુ તેનું સ્થળ, સ્વરુપ અને નામ બદલાઇ ગયાં હતાં. અડ્ડા નેં બદલે તેનું નામ હવે ડી.એસ.કંપની તરીકે ઓળખાતું હતું અને તેનું સ્થળ માર્કેટ સામે ત્રણ રસ્તા ના બદલે હવે બનાસ નદી પાર આખોલ ચાર રસ્તા પાસે લઈ જવામાં આવ્યું હતું. પોતાની 'કલા' ગ્રાહકો નેં છૂટક દારૂ પીરસે, ચેનચાળા કરે,લલચાવે, અને કોઈ ગ્રાહક નશા માં આવી તેની સાથે અડપલાં કરે, તે ચુડાસમા નેં હવે મંજૂર ન હતું.
તેથી છૂટક વેચાણ આ લોકોએ બિલકુલ બંધ કર્યું હતું.
આખોલ ચાર રસ્તા પાસે,ભડથ જવાના રસ્તા પાસે પાંચ એંકર જમીન અને તેમાં આવેલાં ચાર મકાનો આ લોકો એ ઉંચુ ભાડું આપીને રોકી લીધાં હતાં.
અહીં થી ઇંગ્લીશ દારૂ ની પેટીઓ ની લાઇન ચાલુ કરવામાં આવી હતી મોટા મકાનનો ઉપયોગ આ લોકો માલ ભરવા માટે ના ગોડાઉન તરીકે કરતાં હતાં એક મકાનનો ઉપયોગ ઓફિસ માટે કરતાં હતાં એક મકાનનો ઉપયોગ ડી.એસ મોના અને કલા રહેવા માટે કરતાં હતાં જ્યારે એક મકાન નોકરી- ચાકર ને રહેવા માટે ફાળવવામાં આવ્યું હતું .
અહીં રાજસ્થાનના મંડાર બોર્ડરથી દરરોજ એક- બે ટ્રક ભરીને પેટીઓ ગોડાઉનમાં પહોંચાડવામાં આવતી . આંહીં થી બનાસકાંઠા કે ગુજરાતનો કોઈપણ બુટલેગર કંપનીની ઓફિસમાં ઓર્ડર નોંધાવી ને જોઈએ એટલો અને જોવે તેવો મનપસંદ માલ ઘેર બેઠા મંગાવી શકતો હતો .માલ નિર્ધારિત સ્થળ સુધી પહોંચે ત્યાં સુધીની સંપૂર્ણ જવાબ દારી ડી.એસ. કંપનીની રહેતી હતી.પરંતુ બુટલેગરે ઓછા માં ઓછી 51 પેટી કે તેથી વધુ માલનો ઓર્ડર આપવાનો રહેતો હતો.
ભાડે રાખેલી એ જમીનમાં આ લોકોએ જાણે કે રીતસરની રજીસ્ટર્ડ કંપની જ ખોલી હતી. 20- 25 જુદા જુદા પ્રકાર ની ગાડીઓ ,કંપનીની જવાબદારી થી ઊંચું ભાડું આપીને રોકી લેવામાં આવી હતી જે 24 કલાક અહીં હાજર રહેતી હતી .અને ઓર્ડર પ્રમાણે નો માલ પહોંચાડવા જતી હતી. ક્યારેક તો આ લોકો ઓર્ડર પ્રમાણે નો માલ કચ્છ કે ઠેક કાઠીયાવાડ સુધી પણ પહોંચાડતા. પરંતુ તેનો ભાવ ઊંચો લેતા હતા .
નોંધાવેલ ઓર્ડર પ્રમાણે નો માલ ગુટલેગર ના ઘર સુધી નિયત સમયે પહોંચી જતો હતો. અને તે માટે ડી.એસ બનાસકાંઠા પોલીસને 20 લાખ રૂપિયા નો માસિક હપ્તો ચૂકવતો હતો. જેમાં દશ લાખ રૂપિયા તો ફક્ત ડી.એસ.પી ઓફિસે જ પહોંચતા હતા. જેનો વહીવટ એલ.સી.બી પી.આઈ.નો એક વિશ્વાસુ હેડ કોન્સ્ટેબલ કરતો હતો. બનાસકાંઠાના દરેક પોલીસ સ્ટેશનમાં દરેક અધિકારીની સિન્યુરીટી પ્રમાણે, દર મહિને એક થી પાંચ તારીખ વચ્ચે હપ્તો નિયમિત પહોંચી જતો હતો. તે ઉપરાંત સ્ટેટના અને અન્ય ખાતાં .સેલ ,સકોડ ,કે વિજલેનસ નેં પણ નિયમિત હપ્તો પહોંચી જતો હતો . કોઈપણ બુટલેગર ની આંહીં ઓળખાણ થઈ જાય, અને એની ક્રેડિટ બંધાઈ જાય પછી તો ,તે' ફોન દ્વારા ઓર્ડર નોંધાવે, તો પણ માલ નિયમિત પહોંચી જતો હતો. જેનું પેમેન્ટ ડ્રાઈવર સાથે મોકલવામાં આવતું, અથવા તો આંગડિયા મારફત પહોંચાડવામાં આવતું હતું .
ગોડાઉન હંમેશાં .હોલ, હાફ, અને ક્વાર્ટર ની પેટીઓ થી ભરેલું રહેતું હતું. જેમાં મેડ ઈન રાજસ્થાન,નો બેગ પેપર, એરિસ્ટોકોટ, ઓફિસર ચોઈસ, ડિપ્લોમેન્ટ, જેવા ચાલુ માલની પેટીઓ રહેતી. તો બુલેટ, કિંગફેસર, હેવર્ડ 2000 હેવર્ડ 5000, એલિફન્ટ , બડવાઈઝર જેવી બીયર ની પેટી ઓ પણ રહેતી હતી. તે ઉપરાંત એ.સી. પ્રીમિયમ, ગ્રીન લેબલ, મેકડોનાલ્ડ નંબર-૧, રોયલ સ્ટેગ. જેવી મીડીયમ રેન્જ ની પેટીઓ પણ રહેતી હતી. અને વધારામાં સિગ્નેચર, બ્લેન્ડર પ્રાઈડ,એટીગુટી . જેવી હાઈ રેન્જ ની પેટીઓ પણ રહેતી હતી. અને તેનાથી પણ આગળ વધીને, બ્લેક ડોગ, હન્ડ્રેડ પેપર્સ ,પીટર સ્કોચ,વેઈટ- 69 ,જેવી વી.આઈ.પી હાઈ રેન્જની પેટીઓ પણ રહેતી હતી.
આમ જુદી- જુદી બ્રાન્ડ ની પેટીઓ થી ગોડાઉન હંમેશાં ભરેલું રહેતું. અને તેમથી ઓર્ડર પ્રમાણે નો માલ ઞાડી ઓમા ભરીને તેઓ જુદાં જુદાં શહેરોમાં પહોંચાડતા હતા .
કંપનીમાં જુદાં- જુદાં કામોની વહેંચણી પણ આ લોકોએ જાતે જ કરી લીધી હતી. ડી.એસ અને મોના ફોન દ્વારા રાજસ્થાન થી માલ ગોડાઉનમાં મંગાવવો ,ફોન ઉપર, કે રૂબરૂમાં આવેલ ઓર્ડરની ઓફિસમાંથી રસીદ બનાવવી, આવેલા નાણાં જમા લેવાં ,બધા જ ઉપર દેખ-રેખ રાખવી વગેરે કામ સંભાળતાં હતાં . જ્યારે 'કલા પોલીસ ખાતામાં તેના વહીવટદારોને 'હપ્તો 'આપવો, હવાલા દ્વારા આવેલ નાણાં આંગડિયા પેઢીઓ માંથી અહીં લાવવાં .ને જરૂર પડે તો ક્યારેય ઉઘરાણી એ પણ જવું. વગેરે કામ સંભાળતી હતી .
વશરામ અને રમેશ આ કંપનીમાં જ નોકરી માં ગોઠવાઈ ગયા હતા. તેમનો પગાર પણ હવે વધારી દેવામાં આવ્યો હતો. બંને વિશ્વાસુ હોવાથી તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના હાથ નીચે બીજા ચાર- પાંચ માણસો પગારદાર તરીકે રોકવામાં આવ્યા હતા. રાજસ્થાનમાંથી આવેલ ટ્રકમાંથી કઈ -કઈ બ્રાન્ડની કેટલી પેટીઓ ગોડાઉનમાં ઉતરી છે. તેની અલગ- અલગ થપ્પી ઓ મારવી, તેની ગણતરી કરવાની, તેનું લિસ્ટ બનાવવાનું ને' તે લિસ્ટ ઓફિસમાં આપવાનું. તે ઉપરાંત ઓફિસમાંથી નોંધાઈ ને આવેલ બીલ પ્રમાણેનો માલ, જે તે ગાડી માં ભરાવવો ,અને જે- તે પાર્ટી ને ગાડી રવાના કરવાની જેવી મહત્વની જવાબદારી તેઓ સંભાળતા હતા .
ઓર્ડર પ્રમાણે નો માલ ગાડી માં ભરીને ગાડીઓ રવાના કરવાનો ટાઈમ પણ કંપનીનો નિશ્ચિત હતો. પેટીઓ ભરેલી ગાડી સાંજે 7:00 વાગે રવાના થતી ,અને રાતના 9:00 વાગ્યા સુધી તો નિશ્ચિત જગ્યાએ પહોંચી જતી. એ જ પ્રમાણે સવારે 4:00 વાગે કંપની માંથી ગાડી ભરેલી રવાના થતી. જે છ વાગ્યા આસપાસ નિશ્ચિત જગ્યા પહોંચી જ તી .આ સમય દરમિયાન પોલીસ તંત્ર લગભગ આરામમાં રહેતું. અપવાદરૂપ ક્યાંક પોલીસ ગાડી ને રોકે તો ડ્રાઇવરને નિશ્ચિત 'કોડ' આપવામાં આવતો. જે કહેવાથી ગાડી'ને જવા દેવામાં આવતી હતી.
આમ અંબાજી થી આડેસર સુધી સમગ્ર બનાસકાંઠા જિલ્લા માં ખુલ્લેઆમ, જ્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં અંડરગ્રાઉન્ડ વ્યવસ્થિત નેટવર્ક ગોઠવાઈ ગયું હતું .ડી એસ. કંપની ની એક ટ્રક દરરોજ અમદાવાદ પહોંચતી હતી જેનું 'કટીંગ' અડાલજ પાસેના ઉજ્જડ વગડામાં થતું હતું અને તેનું નેટવર્ક અને વહીવટ ડી.એસ.નો ખાસ માણસ હિંમતસિંહ સંભાળતો હતો .
સમયની બળીહારી તો જુઓ. જેની આંગળી પકડીને 'મોના' ધંધો શીખી હતી. તે' બાબુ સિંગનો પુત્ર કાળુ સિંગ આ લોકો પાસેથી માલ વેચાતો લઈને, ડીસા માં અડ્ડો ચલાવી ને છૂટક વેચાણ કરતો હતો. તે ઉપરાંત ડી.એસ.ના કેટલાક નિયમિત ગ્રાહકો હતા. જ્યાં દરરોજ કે આંતરે દિવસે એક જીપ ભરીને માલ નિયમિત પહોંચતો હતો. જેમાં પાલનપુરમાં દાઢી, ઊંઝામાં મુરલી, પાટણમાં ડી. પ્રજાપતિ, મહેસાણામાં કાળુ, ભીલડી માં બાપજી શિહોરી માં મોહન સિંગ, થરામાં કનુભા ,રાધનપુરમાં ચંદ્રકાંત, હારીજ માં ધવલસિંહ, ભાભરમાં અમરસિંહ ,વાવ માં દુદાભાઈ, થરાદમાં તેજાભાઈ ,ગાગોદરમાં જીવણ ભરવાડ વગેરે તેમના નિયમિત ગ્રાહક હતા . લાઈનની મોટાભાગની જવાબદારી હવે ડી.એસ. અને મોનાએ અને તેમણે રોકેલા માણસોએ સંભાળી લીધી હતી . તેથી 'કલા' લગભગ હવે ફ્રી જેવી હતી. તેથી ત્રણ -ચાર માસના ગાળામાં કલા અને ચુડાસમા ની નિકટતા હવે ઘણી વધી ગઈ હતી. તેઓ પહેલાં ખાનગીમાં મળતાં હતાં .પરંતુ હવે તો તેઓ ખુલ્લે આમ ગમે ત્યાં મળતાં હતાં .કલા હવે અવનવાં ફેશનેબલ વસ્ત્રો પહેરીને સજી-ધજીને ચુડાસમા ને મળવા, ગમે ત્યાં પહોંચી જતી . મોહવશ ગણો કે આદતવશ, પરંતુ ગમે તેવું અગત્યનું કામ હોય તોય, તે' પડતું મૂકીને ચુડાસમા ને કલા માટે સમય આપવો જ પડતો. ક્યારેક તો તે છેક પોલીસ સ્ટેશનમાં પણ પહોંચી જતી. અને કોઈની પણ રજા લીધા વિના ડાયરેક ચુડાસમા ની ઓફિસમાં ઘૂસી જતી. ત્યાં જેટલો સમય ચુડાસમા સાથે વાતો કરવી હોય એટલો સમય વાતો કરી, ને તે 'માલિકણ' હોય તેમ બિન્દાસ રીતે ત્યાંથી રવાના થતી .
તેણી ના આ વર્તનથી પોલીસ બેડામાં ચણભણાટ ચાલુ થયો હતો. પરંતુ જાહેરમાં તેમની સામે બોલવાની કોઈ ની હિંમત ન હતી. અને હવે તો સમગ્ર ડીસા માં ઠેર-ઠેર તેમની વાતો થવા લાગી હતી .પરંતુ કલા અને ચુડાસમા ને તેની કોઈ પરવા ન હતી. જ્યારે મોના અને ડી એસ ના તો તેમના આ સંબંધ માં પહેલેથી જ આશીર્વાદ હતા .
હવે તેમનો દર પૂનમે પ્રથમ અંબાજી અને ત્યાંથી માઉન્ટ આબુ જવાનો કાર્યક્રમ ફિક્સ રહેતો હતો.દેવી- દેવતા પ્રત્યેની 'કલા' ની આસ્થા સીમિત હતી .પરંતુ ચુડાસમા અંબાજી માતા ને ખુબ જ શ્રદ્ધા'થી માનતા હતા. માતાજી ઉપર તેમને અતૂટ શ્રદ્ધા હતી .તેથી દર પૂનમે સવારે 7:00 વાગે બંને ચુડાસમા ની ગાડીમાં ડીસા થી નીકળી પાલનપુર થઈને અંબાજી જતાં .ત્યાં શ્રદ્ધાપૂર્વક માતાજીનાં દર્શન કરતાં .ત્યાં થોડો સમય રોકાઈને વાયા છાપરી બોર્ડર રસ્તે થઈને આબુરોડ જતાં.અને ત્યાંથી માઉન્ટ આબુ જતાં.
ત્યાં 'નખી લેક'માં થોડો સમય નૌકાવિહાર કરીને, આનંદ કરીને તેના કિનારે આવેલ પ્રખ્યાત હોટલ 'રોયલ પેલેસ'ના એ 'સ્પેશિયલ રૂમ' માં બંને નાઈટ રોકાતા .
ત્યાંથી બીજા દિવસે વહેલાં સવારે છ કે સાત વાગે એવો ડીસા આવવા રવાના થતાં .આ તેમનો દર પુનમનો ફિક્સ કાર્યક્રમ હતો. ચાહે ગમે તેવું કામ હોય તો પણ આ તેમનો કાર્યક્રમ અચૂક રહેતો. તેથી જ તો, 'રોયલ પેલેસ' હોટલ વાળા આ સ્પેશિયલ રૂમ દર પુનમે ચુડાસમા અને કલા માટે રિઝર્વ' રાખતા હતા. અને બીજા કોઈને ભાડે આપતા નહીં ચુડાસમા અને કલાના રોમાન્સ ની વાતો હવે ડીસા જ નહીં સમગ્ર બનાસકાંઠામાં થવા લાગી હતી તેથી બંને લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો
કલા અને ચુડાસમા એક-બીજામાં ઓત-પ્રોત થઈ ગયાં હોવા છતાં ચુડાસમા પોતાની ફરજ ફરતે પૂરા સભાન હતા તે પોતાની ડ્યુટી પૂરી નિષ્ઠા અને ઈમાનદારીથી કરતા હતા તે કોઈ પણ પ્રકાર નો હપ્તો તે લાંચ લેતા નહીં. ગમે તેવા માથાભારે ગુનેગાર સામે તે કેશ કરીને તેને જેલમાં ધકેલી દેતા . અસામાજિક તત્વો તેનાથી ધ્રુજતાં હતાં .ડીસા ના ક્રાઈમ રેટ માં ઘટાડો થયો હતો જેમાં એક માત્ર અપવાદરૂપ નદી પાર ચાર રસ્તા પાસે ચાલતી ડી.એસ.કંપની ની લાઈન હતી. ને આ કારણે કેટલાક અધિકારીઓ ખાનગીમાં તેમના થી નારાજ પણ હતા .
ગુજરાતી અને હિન્દી કલા ને કડકડાટ વાંચતાં - લખતાં અને બોલતાં આવડતું હતું. જ્યારે અંગ્રેજી પ્રમાણસર આવડતું હતું. જ્યારે ઈંગ્લીશ દારૂ ની પેટીઓ ઉપર તો બધાં જ સ્ટીકર કે માર્કા,અંગ્રેજીમાં છાપેલા હોતા .તેથી ક્યારેક બ્રાન્ડ ઓળખવામાં કલા ને થોડી મુશ્કેલી પડતી. તેણીએ આ વાત ચુડાસમા ને કરી. પોતાની પ્રિયતમા કોઈ પણ ક્ષેત્રમાં પાછળ ન હોવો જોઈએ. એવી ગણતરી સાથે ચુડાસમાએ કલાને ડીસા માં ચાલતા એક વર્ષના' ઈંગ્લીશ સ્પીકિંગ કોર્સ'માં દાખલ કરી દીધી. કોર્સના સંચાલકો અંગ્રેજી, કડકડાટ લખતાં , વાંચતાં અને બોલતાં શીખવા ની ગેરંટી આપતા હતા .
લાઈનમાં ધૂમ કમાણી થવાથી ભાડે રાખેલી એ જમીન અને મકાનો ઊંચી કિંમત આપીને ડી.એસ.કંપની એ વેચાણ લઈ લીધાં અને તેમાં બે- ત્રણ નવાં , આઘુનિક મકાનો પણ બનાવ્યાં હતાં .આમ હવે ત્યાં ગોડાઉન, ઓફિસ, સ્ટાફ ક્વાર્ટર અને તેમનું રહેઠાણ બધું અલગ અલગ જગ્યાએ હતું. અને ડી.એસ કંપની હવે ભાડા ની જગ્યાને બદલે, પોતાની ની માલિકીની જગ્યામાં ચાલતી હતી.
ચાર રસ્તા પોતાના ઘેરથી દૂર બજારમાં ચાલતા' ઇંગલિશ સ્પીકિંગ કોર્સ 'માં ભણવા માટે આવવા -જવા માટે 'કલા' એ એક નવું રાજદૂત મોટરસાયકલ પણ ખરીદયુ હતું તેણી દરરોજ અલગ- અલગ નવાં ફેશનેબલ વસ્ત્રો પહેરીને સજી -ધજીને તૈયાર થઈને, બુલેટ લઈને કલાસમાં ભણવા આવતી . કોઈ છોકરી જાતે જ બુલેટ ચલાવીને ડીસા ની બજારમાં ધમધમાટ બિન્દાસ ગુમતી હોય, તેવી ડીસા માં આ પ્રથમ ઘટના હતી. લોકો તેને જોતા જ રહી જતા. જેમાં પણ તેણી જ્યારે વાદળી કલર નું પેન્ટ અને ઉપર વાઈટ ટી-શર્ટ અને કમ્મર પટ્ટે ડી.એસ.ની લાયસન્સ વાળી રિવોલ્વર લટકાવીને નીકળતી, ત્યારે તો લોકો આંખો ફાડી - ફાડીને જોઈ રહેતા .તેણીના બુલેટ નો ફટ-ફટ અવાજ સાંભળી કેટલાય યુવાનોના દિલની ધડકનો ધક-ધક વધી જતી . પરંતુ તેણીને છેડવાની કોઈ કોશિશ ન કરતા. કારણ કે તેઓ જાણતા હતા કે તે જ ચુડાસવાની 'અનામત' છે ઇંગ્લિશ કોર્સ ચાલુ કરવાથી 'કલા' એ પોલીસ સ્ટેશન આવવાનું હવે લગભગ બંધ કરી નાખ્યું હતું. બહાર પણ તેમને મળવાનો બહુ ઓછો ટાઈમ મળતો હતો. અંબાજી થઈને માઉન્ટ આબુ જવાનો તેમનો કાર્યક્રમ તો નિયમિત ચાલુ જ હતો. ક્લાસ ચાલુ થયા ને છ માસ થઈ ગયા હતા. રવિવાર સિવાય સતત ક્લાસ ચાલુ રહેતા હોવાથી સંચાલકોએ કલાસમાં દસ દિવસનું વેકેશન પાડ્યું હતું .
આ વેકેશનનો લાભ ઉઠાવવાનું કલા અને ચુડાસમા નક્કી કર્યું .કાશ્મીર એ ભારતનું સ્વર્ગ ગણાય છે. તે કાશ્મીરના પ્રવાસે જવાનો તેમણે કાર્યક્રમ બનાવ્યો. બે મોટી બેગોમાં પિકનિક માટે નો જરૂરી સામાન પેક કરીને, એક કવોલીસ ગાડીમાં બંને ડીસા થી પાલનપુર આવ્યાં .ત્યાં રેલવે સ્ટેશન થી રાજધાની એક્સપ્રેસમાં બેસીને તેમને દિલ્હી જવાનું હતું . જેની ફસ્ટ ક્લાસ ની ટિકિટ તો તેમણે એડવાન્સમાં જ બુકિંગ કરાવી લીધી હતી.
બરાબર રાત્રે 8:00 વાગે પાલનપુર રેલવે સ્ટેશન પર રાજ ધાની, ટ્રેન આવી .બંને ઝડપથી બેગો લઈ ને પોતાના કોચ માં ચડી ગયાં . કારણકે ટ્રેન અહીં ફક્ત ચાર મિનિટ જ રોકાતી હતી. તેમનો કોચ બધી જ સગવડ વાળો હતો. અંદર સુવાની પથારીની પણ સગવડ હતી.તે ઉપરાંત પંખા અને એ.સી.ની પણ સગવડ હતી. તેમને સવારે 6:00 વાગે તો રાજધાની 'એક્સપ્રેસે' છેક દિલ્હી પહોંચાડી દીધાં
અહીં રેલવે સ્ટેશન ઉતરીને બંને એક કલાક પછી ઉપડતી દિલ્હી ઉધમપુર જમ્મુ -તાવી એક્સપ્રેસ ટ્રેનમાં બેસી ગયાં ટ્રેનમાં જવા -આવવાની બધી જ ટિકટો તેમણે એડવાન્સ બુકિંગ કરાવેલ હોવાથી ટિકિટ લેવાની તેમને ઝંઝટ ન હતી ઉધમપુર ઉતરીને બંને ઉધમપુર થી બનિહાલ જતી સ્લીપર કોચ એ.સી.લક્ઝરી બસમાં બેસી ગયાં .મુસાફરી દરમિયા ન સડકની બંને બાજુનું દ્રશ્ય સુંદર હતું. હરી- ભરી પહાડી ઓ અને હરિયાળાં મેદાનો આંખને ઠારે તેવાં હતાં .
બનીહાલ પહોંચી ને તેઓ શ્રીનગર જતી ટ્રેનમાં બેઠાં . બનીહાલ થી દર અડધા કલાકે શ્રીનગર જવા ટ્રેન ઉપડે છે ટ્રેનની મુસાફરીમાં કાશ્મીરના આજુબાજુના સૌંદર્ય ને માળવા નો લ્હાવો કંઈક ઓર જ હતો .રાત્રિના લગભગ 8:00 વાગે તેઓ શ્રીનગર પહોંચ્યાં .
અહીં એક -એક થી ચડિયાતી હોટલો ઉપલબ્ધ હતી પરંતુ અહીં તેમણે 'હાઉસબોટ' માં રાત રોકાવાનું પસંદ કર્યું. હાઉસબોટ એટલે કે પાણીમાં 'તરતું ઘર' શ્રીનગર ના પ્રખ્યાત સરોવર'ડલઝીલ' માં અલગ -અલગ જગ્યાએ કેટલીએ 'હાઉસબોટ' લાંગરેલી હોય છે. જેનું ભાડું 'હાઉસબોટ'નું લોકેશન અને તેમાં રહેલી સગવડો પ્રમાણે હોય છે .અહીં એક રાતનું ભાડું 1,000 થી લઈને ચારથી પાંચ હજાર રૂપિયા સુધી હોય છે. ચુડાસમા અને કલા એ શિકારા માં બેસીને 'ડલઝીલ'ની વચ્ચે આવેલી વિશાળ અને સુંદર 'હાઉસબોટ' પસંદ કરી. જેની એક રાતનું ભાડું 5000 રૂપિયા હતું . તેઓ બંને તેમાં રાત રોકાયાં .
'ડલઝીલ' માં હાઉસબોટમાં રાત રોકાવું એ' જિંદગીનો ખરેખર એક લ્હાવો છે . ચારે બાજુ શાંત નિર્મળ ચોખ્ખું પાણી, અને તે ઉપર તરતું ઘર .આજુબાજુ લહેરાતી ઠંડી હવા ,ચંદ્રપ્રકાશમાં ચમકતું પાણી, ને હવાના હળવા ઝોકા થી ઉડતા રૂપેરી તરંગો. આવું દ્રશ્ય જોવાનું ખૂબ ઓછા લોકોને ખુશ- નસીબ હોય છે .બંને ખૂબ થાક્યા હતાં તેથી તરત જમીને તન અને મન નો થાક ઉતારીને બંને સૂઈ ગયાં
સવારે ઉઠ્યા ત્યારે સૂર્યનું પહેલું કિરણ પૃથ્વી ઉપર પડતું હતું કહો ને કે અહીં તો પાણી ઉપર જ પડતું હતું . ઠંડી શીતળ હવા લહેરાઈ રહી હતી. સૂર્યના કિરણોના પ્રકાશથી આખું સરોવર સોનેરી રંગથી રંગાઈ ગયું હોય તેવું દ્રશ્ય હતું. દૈનિક ક્રિયા પતાવી નાહી -ધોઈ ફ્રેશ થઈ બંને કપડાં બદલી તૈયાર થયાં .વાતાવરણમાં ઠંડક હતી. બંને એ જીન્સના પેન્ટ, ઉપર ગરમ સ્વેટર, માથા ઉપર ગરમ ટોપી પહેરી લીધી અને આંખો ઉપર ગોગલ્સ પણ પહેરી લીધાં .
'ડલઝીલ' એટલે કે 'ડાલ સરોવર' એ સમુદ્ર સપાટીથી 1590 મીટર ની ઊંચાઈએ આવેલું ખૂબ જ મોટું વિશાળ અને સુંદર સરોવર છે. તેમાં લગભગ 1000 ઝરણા મળે છે. તે ભારત જ નહીં દુનિયાના સુંદર સરોવર માનું એક છે બીજી વાત પણ બંને એ આ 'હાઉંસબોટ' માં રોકાવાનું હોવાથી બેગોને હાઉસબોટ'માં જ મૂકીને તેઓ શિકારામાં બેસીને બંને કિનારે આવ્યાં . ત્યાંથી ટેક્સી કરીને બંને સૌ પ્રથમ શ્રીનગરનો પ્રખ્યાત 'મોગલ ગાર્ડન' જોવા ગયાં આ ગાર્ડન મોગલકાળ માં મોગલો એ બનાવ્યો હોવાથી તેને મોગલ ગાર્ડન કહે છે. મોગલ ગાર્ડન ખરેખર અદભુત અને વિશાળ હતો. કુદરતે પોતાની બધી જ ખૂબ- સૂરતી અહીં રેડી હોય એવું લાગતું હતું. ક્યાંય ન જોયાં હોય તેવાં લાખો રંગબેરંગી ફૂલો અહીં ખીલી ઉઠ્યાં હતાં .ને એ' ફૂલોની સુગંધ હવામાં પ્રસરી રહી હતી. ફૂલો ઉપર ઉડતાં રંગબેરંગી પતંગિયાં ને પકડવા કલા પ્રયત્ન કરતી હતી અને તેમાં તે નિષ્ફળ જતી ત્યારે ચુડાસમા હસતા હતા લગભગ દોઢ કલાક તેમાં વિતાવીને ત્યાંથી તે બંને 'શાલીમાર બાગ' જોવા ગયાં .
શાલીમાર બાગ માં ખૂબ જ ઠંડક હતી. અહીં ધીમી -ધીમી બરફ વરસાદ થઈ રહી હતી. શાલીમાર બાગમાં બંને લગ ભગ એક કલાક જેટલો સમય ટહેલતાં રહ્યાં અને બરફ વર્ષા નો આનંદ માણતાં રહ્યાં. બપોરના 12:30 વાગ્યા હોવાથી બંને ત્યાંની પ્રખ્યાત હોટલમાં જમવા ગયાં .અહીં 'વેજ 'અને 'નોનવેજ 'બંને પ્રકારનું ભોજન મળતું હતું. પરંતુ અહીંનું નોનવેજ બહુ પ્રખ્યાત અને સ્વાદિષ્ટ હોવાથી આ બંને નોનવેજ જમતાં હોવાથી તેમણે નોનવેજ જમવા નું પસંદ કર્યું. ત્યારબાદ બંને ભાડે રોકેલી ટેક્ષી માં બેસીને 'ટયુલીપ ગાર્ડન' જોવા ગયાં . 73 એકર જમીન માં ફેલાયેલો 'ટયુલીપ ગાર્ડન' ખરેખર અદભુત છે. અહીં 70 પ્રકારના ફૂલ ઝાડ છે. તેમાં પણ 'વેલી ઓફ ફ્લાવર 'નો નજારો તો ખરેખર અદભુત હતો. જાણે કે કોઈ ફૂલોની નગરીમાં ભૂલા પડ્યા હોય તેવું લાગતું હતું. 'ટયુલીપ ગાર્ડન' માં દોઢેક કલાક જેટલો સમય વિતાવીને તેઓ શ્રીનગર થી ૧૨ કિલોમીટર દૂર ,ઊંચાઈ ઉપર આવેલ 'પરી મહેલ' જોવા ગયાં .
'પરી મહેલ ' એ ઊંચાઈ ઉપર આવેલી જૂના કિલ્લા જેવી ભવ્ય ઈમારત છે. અહીંથી નીચે ફૂલોની ચાલે ઓઢીને સૂતેલું શ્રીનગર શહેર અદભુત દેખાતું હતું. તો 'ડાલ સરોવર ' માં લાગરેલી હાઉસ બોટો ,અહીં થી પાણીમાં રંગબેરંગી ઇટો તરતી હોય તેવડી દેખાતી હતી. ને તેમાં અવરજવર કરતા શિકારા પાણીમાં કાગળની નાની હોડી ઓ તરતી હોય તેવા દેખાતા હતા તો અહીંથી બીજી બાજુ વિદ્યાચલ પર્વતની હારમાળા પણ દેખાતી હતી. લગભગ એક કલાક ત્યાં વિતાવી ને બંને ટેક્સીમાં બેસીને પાછાં શ્રીનગર આવવા રવાના થયાં .
સુરજ ડૂબવાને હજુ બે કલાકની વાર હતી. તેથી એક 'શિકારા'માં બેસીને બંને 'ડલ ઝીલ'માં જુદા જુદા પોઇન્ટ જોવા નીકળી પડ્યાં.શિકારા બોટ નાની હોય છે પરંતુ સુંદર રીતે સજાવેલી હોય છે .અને તેને હલેસાં દ્વારા ચલાવવામાં આવે છે. શિકારામાં મુલાયમ બેઠક ઉપર લાંબા પગ કરીને પાસે -પાસે બેસીને પાણીમાં મુસાફરી કરવાનો આનંદ ઔર જ હતો . 'ડલઝીલ'માં અલગ- અલગ બાર જેટલા જોવા લાયક પોઇન્ટ છે .પરંતુ સાંજ ઢળી ગઈ હોવાથી,છ પોઈન્ટ જોઈને કલા અને ચુડાસમા તેમની હાઉસબોટ માં પાછાં આવ્યાં .ત્યાં મનગમતું ભોજન જમીને, હાઉસબોટના એ ભવ્ય સુશોભિત રૂમમાં આજની રાત ને બંને એ રંગીન અને યાદગાર બનાવી દીધી .
બીજા દિવસે તેઓ તૈયાર થઈને બેગોમાં સામાન પેક કરીને શિકારમાં બેસીને કિનારે આવ્યાં . અહીંથી તેમણે ગુલમર્ગ જવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. ગુલમર્ગ એ સમુદ્ર સપાટી થી 2730 મીટર ઊંચાઈ પર આવેલું કાશ્મીરનું મહત્વનું 'હિલ સ્ટેશન' છે. અહીં ઘણી -બધી ફિલ્મોનું શૂટિંગ થાય છે .તે શ્રીનગર થી 50 કિલોમીટર દૂર, ઊંચાઈ પર આવેલું છે .અહીંથી સૌપ્રથમ ટેક્સી કરીને તેઓ તંગ મર્ગ પહોંચ્યાં. અહીંથી રસ્તો બર્ફીલો ચાલુ થયો હતો, તેથી તેમને ટેક્સી બદલવી પડી .અને ચેન વાળી ગાડીમાં બેસવું પડ્યું .'તંગ મર્ગ 'થી ' ગુલમર્ગ 'નું અંતર 12 કિલોમીટર છે શ્રીનગરથી ગુલમર્ગ વચ્ચેનું 50 કિલોમીટરનું અંતર કાપતાં તેમને અઢી કલાક લાગ્યા હતા .
ગુલમર્ગ પહોંચીને સૌપ્રથમ તેમણે ત્યાંની પ્રખ્યાત હોટલ 'ધ. ખૈબર 'માં રૂમ બુક કરી લીધો. અડધો કલાક રૂમ માં રોકાઈને, ફ્રેશ થઈને કપડાં બદલીને બંને બહાર ફરવા જવા તૈયાર થયાં .આજે બંને એ ડબલ જોડી ગરમ વસ્ત્રો પહે ર્યા હતાં .પગ મને હાથે પણ ગરમ મોજાં પહેર્યાં હતાં. માથા ઉપર ગરમ ટોપી પહેરી ને પગમાં રેકઝીન નાં ખીલા વાળાં બુટ પણ પહેર્યા હતા. કારણકે આજનો પૂરો દિવસ તેમને બરફમાં અને સખત ઠંડીમાં ગાળવાનો હતો .બંને તૈયાર થઈને સૌપ્રથમ 'ગોંડેલા પોઇન્ટ' આવ્યાં . આંહીં થી કાશ્મીર ના સફેદ સૌન્દર્ય નો નજારો ખરેખર અદભુત હતો. ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં, નજર પહોંચે ત્યાં સુધી બરફ જ બરફ છવાયેલો હતો. સખત ઠંડીમાં પણ અહીં હજારો સહેલાણીઓ ઉમટ્યાં હતાં . તેઓ બરફના મેદાન ઉપર જુદી- જુદી રમતોનો આનંદ માણી રહ્યાં હતાં અહીંના શાંત અને ઠંડા વાતાવરણમાં શરીરની બધી જ શ્રુતી ઓ જાણે કે શમી જતી હતી. ચુડાસમા અને કલા એ અહીં સૌ પ્રથમ સ્લો બાઇક સવારી નો આનંદ માણ્યો. આ સવારીમાં તેઓ ૧૨ કિલોમીટરનું અંતર ધૂમી ને જુદા- જુદા, ચાર પોઈન્ટ જોઈને પરત આવ્યાં.ખરેખર આ સવારીની મજા કંઈક ઓર જ હતી. ત્યારબાદ બંને એ બરફ ઉપર સરકવા માટે સ્લેજિંગ પણ કર્યું. સ્લેજિંગ કરતાં -કરતાં બંને એક- બે વખત બરફમાં પડી પણ ગયાં . છતાં પણ તેમને મજા આવી ગઈ .
તે પછી બંને એ ઠંડીથી રાહત મેળવવા ગરમા- ગરમ કાશ મીરી 'કાવો' પીધો. અને ત્યાંથી બંને રોપવે ની સફર કરવા માટે ટિકિટ લેવા કાઉન્ટર ઉપર ગયાં .ટિકિટ કાઉન્ટર ઉપર ખાસી લાંબી લાઈન હતી . છતાં વ્યવસ્થા સારી હોવાથી તેમને થોડી જ વાર માં ટિકિટો મળી ગઈ .
રોપ-વે માં ગોંડેલા પોઇન્ટ થી કામરોડી સુધી ની ત્રણ કિલોમીટર સુધીની મુસાફરીમાં ,પૂરું કાશ્મીરી જાણે કે નીચે આવી ગયું હતું. નીચે ચારે બાજુ નજર પહોંચે ત્યાં સુધી બરફનો સમુદ્ર જાણે કે હિંડોળા લઈ રહ્યો હતો. દેવદાર ના વૃક્ષો એ પણ સફેદ ચાદર ઓઢી લીધી હતી. રોપ-વે ની ડોલી માંથી બંને કામરોડી ઉતર્યા . અહીં ઠંડા પવને તેમનું સ્વાગત કર્યું .
ગુલમર્ગ થી 'કામ ડોરી, 2000 ફૂટની ઊંચાઈ ઉપર આવેલું છે. અહીં પણ બરફના વિશાળ સપાટ મેદાન ઉપર કેટલાંય પ્રવાસીઓ ધૂમી રહ્યાં હતાં .અહીં વિશાળ ગોલ્ફ નું મેદાન પણ છે .એના ઉપર પણ અત્યારે બરફ છવાયેલો હતો. અહીં પર્વત ઉપર એક 'શિવ મંદિર' પણ છે જ્યાં 'જય જય શિવ શંકર' ફિલ્મનું શૂટિંગ પણ થયું છે. બંને બરફના મેદાન પર ખૂબ રમ્યાં , એક -બીજા ઉપર બરફના ગોળા ફેંકી ને મજા પણ માણી . ત્યાં તો થોડી જ વારમાં બરફ વર્ષા ચાલુ થઈ ગઈ. બરફ વર્ષા માણવાનો રોમાંચ કાંઈક ઓર હતો . લગભગ અડધો કલાક બંને એ બરફ વર્ષા નો આનંદ માણ્યો . હજુ તો તેમને ફ્રેશ -ટુ પર જવાની ઈચ્છા હતી. પરંતુ હવામાન ખરાબ હોવાથી, ત્યાં જવું હવે શક્ય ન હતું . તેથી રોપ-વે માં બેસીને બંને ગોંડેલા પોઈન્ટ પાછાં આવવા રવાના થયાં .
ગોડેલા પોઈન્ટ ઉતરીને ટેક્સી કરીને ગુલમર્ગ માં તેમણે રૂમ બુક કરાવેલી હતી તે હોટલ 'ધ ખૈબર 'માં આવ્યાં .બહાર સખત ઠંડી હતી. પરંતુ હોટલની અંદરનું વાતાવરણ હુંફાળું હતું . તે સાંજે ડિનર લઈને બંને સૂઈ ગયાં .કારણકે વહેલી સવારે તેમને શ્રીનગર જવા રવાના થવાનું હતું .
વહેલી સવારે બંને જાગીને નાહી- ધોઈને ફ્રેશ થઈને, વ્હીલ માં ચેન લગાવેલ ગાડીમાં ત્યાંથી રવાના થયાં . તંગ મર્ગ પહોંચીને તેમણે ગાડી ચેન્જ કરી. ને બીજી ગાડીમાં બેસીને શ્રીનગર આવ્યાં . અહીં થી વાયા દિલ્હી થઈને અમદાવાદ ની ફ્લાઈટ હતી. કલા ને તો વિમાનમાં બેસવાની ઘણી ઈચ્છા હતી . પરંતુ ચુડાસમા ને આ મુસાફરી માં કાશ્મીરના સૌંદર્યને મન ભરીને માણવું હતું. તેથી તેમણે શ્રીનગર - અમદાવાદ એ.સી સ્લીપર કોચ volvo બસ ની ટિકિટો એડવાન્સ બુકિંગ કરાવેલ હતી. તેથી શ્રીનગર થી અમદા વાદ આવવા તેઓ એ બસમાં બેઠાં .લગભગ અડધો દિવ સ, બસ કાશ્મીરની બર્ફીલી અને હરિયાળી પહાડીઓમાં ચાલતી રહી. કલા અને ચુડાસમા બસની પારદર્શક બારી માંથી એ કુદરતી સૌંદર્યને નિહાળતા રહ્યાં .અને રાત્રે 8:00 વાગે બસ દિલ્હી પહોંચી. ત્યાં અડધો એક કલાક રેસ્ટ કરી ને ,જમવાનું પતાવીને બસ અમદાવાદ આવવા રવાના થઈ. અને આખી રાત મુસાફરી કરીને ,બીજા દિવસે સવારે 10: 00 વાગે તે બસ અમદાવાદ પહોંચી .અમદાવાદ ઉતરી ને તેમણે એક 'કવોલીસ'ગાડી ભાડે કરી . ને તેમાં બેસીને બંને બપોરે 1:00 વાગે તો ડીસા પહોંચી ગયાં .
છ દિવસના કાશ્મીરના પ્રવાસ બાદ ચુડાસમા પાછા પોતા ની ડ્યુટી ઉપર લાગી ગયા . જ્યારે 'કોચિંગ ક્લાસ' ચાલુ થવાથી 'કલા' પોતાના અભ્યાસમાં ગળાડૂબ થઈ ગઈ. હવે બંને ને તેમના 'પૂનમ 'ના ફિક્સ કાર્યક્રમ સિવાય ભાગ્યે જ મળવાનો સમય મળતો હતો .
ઇંગ્લીશ સ્પીકિંગ કોર્સનું એક વર્ષ પૂરું થયું હતું. તેમાં અભ્યાસ કરતાં સ્ટુડન્ટ નો ટેસ્ટ અને પરીક્ષા પણ લેવાઈ ગઈ હતી.અને તેમાં એક થી પાંચ ક્રમ મેળવનાર વિદ્યાર્થી ઓને મેડલ અને પરમાણપત્ર એનાયત કરવાનો એક કાર્યક્રમ બનાસકાંઠા જિલ્લાના રાજકારણના કર્તાહર્તા એવા વી.કે. બારોટ સાહેબ ના અધ્યક્ષ સ્થાને ડીસા માં ગોઠવામાં આવ્યો હતો. કારણ કે 'ઇંગલિશ સ્પીકિંગ કોર્સ' ચલાવતા સંસ્થાના સંચાલન ટી.કે. શેઠ હતા. જે પહોંચેલા રાજકારણી હતા .અને વી.કે. બારોટ સાહેબના અંગત માણસ હતા .તેથી તેમની લાગણી અને માગણી ને ધ્યાને રાખીને ને બારોટ સાહેબે આ કાર્યક્રમમાં અ