રાજકોટ થી આવ્યા બાદ કલા સીધી જ મોના ના ખોળા માં ફસડાઈ પડી હતી. તેણીએ બધી વાત વિગતવાર મોના ને કહી .મોના એ તેને આશ્વાસન આપ્યું, અને ધીરજ રાખવા કહ્યું. રાજકોટ થી આવ્યા બાદ કલા માં આમૂલ પરિવર્તન આવી ગયું હતું. તેણી આખો દિવસ પોતાના રૂમ માં પુરાઈ ને રહેતી હતી. તે સતત ગુમસૂમ રહેતી હતી તેના ખાવા પીવાનું પણ ઠેકાણું ન હતું. રોજ નવાં- નવાં કપડાં પહેરવાં , અને સજવુ-ધજવુ પણ તેણીએ મૂકી દીધું હતું. તે હવે ભાગ્યે જ બહાર ફરવા જતી. તેનો ચહેરો ફીકો પડી ગયો હતો. મોના અને ડી.એસ.થી કલાની યા હાલત જોઈ જતી ન હતી. પરંતુ આવા સંજોગોમાં તેઓ આશ્વાસન આપવા સિવાય બીજું કંઈ કરી શકે તેમ ન હતાં .
કલા રૂમમાં એકલી પુરાઈને જેમ- જેમ ચુડાસમા ની યાદ ને ભૂલવાની કોશિશ કરતી. તેમ -તેમ તે યાદો, બમણા વેગથી ઘસી આવતી હતી . તે વિચારતી તેણીએ ચુડાસમા ને સાચા દિલથી પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું. પોતે તેને સાચો પ્રેમ કર્યો હતો. અને મનોમન પોતાના પતિ માન્ય હતા. એ જ ચુડાસમાએ પોતાની સાથે શું માત્ર 'છળ' જ કર્યું છે ? પોતાના રૂપ અને યુવાનીનો શું માત્ર ઉપભોગ જ કર્યો છે ? 'હું તારા વગર એક પળ પણ ન જીવી શકું કલા !' એવું કહેનાર ચુડાસમા અત્યારે પોતાની સાથે વાત કરતાં પણ ડરતા હતા. અને પોતાને ભૂલી જવા આજીજી કરતા હતા . ચુડાસમા અને પોતે પતિ પત્નીની જેમ રહેતાં હતાં ત્યારે તેમને તેમની ખાનદાની યાદ ના આવી ? ને ખાનદાની તો તેને કહેવાય, કે જે' કોઈથી વિશ્વાસઘાત ન કરે. કલાને એ પણ યાદ આવ્યું કે જ્યારે તેણીએ તેમની સમક્ષ લગ્નની વાત કરી ,ત્યારે તેમણે 'એટલી જલ્દી શું છે કલા ? કહીને એ વાતને ટાળી હતી . પરંતુ લગ્ન કરવાનું વચન નહોતું આપ્યું .
કલા જેમ- જેમ આગળ વિચારતી ગઈ તેમ- તેમ તેની શંકા મજબૂત થતી ગઈ. તેણી ને લાગ્યું કે ઊંચા અને નીચા ખાનદાનુ તો એકમાત્ર બહાનું જ હતું . અને સાચો પ્રેમ ખાનદાન જોઈને નથી થતો .પરંતુ શરૂઆતથી જ ચુડાસમા ના 'દિલ' માં દગો હતો.' માટે જ તેમણે બે વર્ષ સુધી પોતા ની સાથે રંગ- રેલીયા મનાવી ને, ફૂલ ઉપરથી ભમરો જેમ રસ ચૂસીને ઉડી જાય છે.તેમ, પોતાનો ઉપભોગ કરીને છટકી જવા માગતા હતા. અને જો ચુડાસમાએ ઇરાદા પૂર્વક પોતાની સાથે દગો કર્યો હશે તો ? તો --' તેણીએ પોતાનો નિચલો હોઠ દાંત વચ્ચે લઈને દબાવ્યો.
છેલ્લાં બે વર્ષ ચુડાસમા સાથે મોજ- મસ્તી કરવામાં ક્યારે વીતી ગયાં તેની કલાની ખબર પણ પડી ન હતી. આ બે વર્ષમાં ડી.એસ.અને મોનાએ ધંધાને પૂરેપૂરો સંભાળી લીધો હતો. એ લોકો ખૂબ કમાયા હતાં .સંપત્તિની તેમને હવે કોઈ કમી ન હતી. કલા મોના અને ડીએસ જિંદગીભર બેઠાં - બેઠાં ખાય તોય ખૂટે તેમ ન હતી . ડીસા ઉપરાંત મંડાર મુકામે એક ભવ્ય બંગલો પણ તેમણે બનાવ્યો હતો અને કલાના કહેવાથી માઉન્ટ આબુ ના 'નખીલેક'કિનારે લાખો રૂપિયાનો મોંઘો પ્લોટ ખરીદી તેના ઉપર રાજમહેલ જેવા ભવ્ય બંગલા નું બાંધકામ પણ તેમને ચાલુ કરી દીધું હતું.
મોના અને કલા એ શરૂઆતમાં દેશી દારૂ વેચવાનો ધંધો પેટ નો ખાડો પુરવા માટે ચાલુ કર્યો હતો . સમય સાથે કદમ મિલાવીને દેશી માંથી ઇંગ્લીશ વેચવા લાગ્યાં હતાં.. તેમાં સારી આવક થવાથી તેમની જીવનશૈલી બદલાઈ ગઈ હતી હવે તેમની ગણના શહેરના શ્રીમંતોમાં થતી હતી .અને એ પ્રમાણે તે રહેતાં પણ હતાં .આ બે વર્ષમાં તેમણે અઢળક સંપત્તિ અને પૈસા મેળવી લીધા હતા કલાવતીને મનમાં હતું કે અઢળક સંપતિ હોય તો દુનિયાની કોઈ પણ વસ્તુ મેળવી શકાય છે. ખરીદી શકાય છે. પરંતુ ચુડાસમા ની અચાનક બદલી થતાં તેણીને ભાન થયું હતું કે' સત્તા આગળ સંપત્તિ અને સમજણ બધું જ નકામું છે .
પોતાની 18 વર્ષની જિંદગીમાં કલા પહેલીવાર સાવ એકલી પડી હતી. અને આ એકલતા માણસને કાં ભાંગી નાખે છે. અથવા તો ડબલ તાકાતથી આગળ વધવાની શક્તિ આપે છે. તેણી માંડ- માંડ ચુડાસમા ને ભૂલી શકી હતી. કહોને કે ભૂલવાની હજુ તો કોશિશ કરતી હતી. અને તેણી હવે ધંધા માં થોડું -ઘણું ધ્યાન આપવા લાગી હતી. ત્યાં તો 27 મી તારીખે ડી.એસ.પી ઓફિસથી મેસેજ આવ્યો હતો કે' આ ત્રણ દિવસમાં માલનો જેટલો સ્ટોક હોય તે ખાલી કરી નાંખો !' પહેલી તારીખથી લાઈન બંધ કરવાનો ઉપર ગાંધીનગર થી ઓર્ડર છે .
આ સમાચાર મળતાં જ ડી.એસ. એક ફાર્મ હાઉસ ઉપર જઈને ખાનગીમાં ડી.એસ.પી. ધગલ સાહેબને રૂબરૂ મળ્યો હતો. જોઈએ તો હપ્તો વધારીને પણ પોતાની લાઈ ન ચાલુ રાખવાની વિનંતી કરી હતી. ધગલ સાહેબે તેને કહ્યું હતું. કે' પૈસો તો અમને પણ વ્હાલો લાગે છે. પરંતુ ગાંધીનગર ગૃહ વિભાગમાંથી સ્પષ્ટ સૂચના છે. કે' પહેલી તારીખથી તાત્કાલિક અસરથી જેટલી પણ લાઈનો છે તે બંધ કરવામાં આવે . ને ઉપરથી સૂચના ન મળે ત્યાં સુધી અમે કોઈ પણ પરમિશન આપી શકીએ તેમ નથી .
ને ફાર્મહાઉસ ઉપરથી ચા -પાણી કરીને વિદાય થતી વખતે ધગલ સાહેબે, ડી.એસ.ને એક ચાવી આપી હતી . કે ગૃહ વિભાગમાંથી પરમિશન ની સૂચના સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક માત્ર વી. કે. બારોટ સાહેબ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ અપાવી શકે તેમ નથી .
ડી.એસ.એ ઘેર આવીને મોનાને અને કલાને આ બધી વાત કરી. કલા ધંધામાં માંડ ધ્યાન પરોવવા લાગી હતી. ત્યાં આ નવું વિઘ્ન આવ્યું હતું. અને પહેલી તારીખથી લાઈન બંધ કરવી પડી હતી. ધંધા વગર ત્રણેય હવે સાવ નવરાં જ બેઠાં હતાં. એમને એમ 10 દિવસ પસાર થઈ ગયા .
નવરી પડેલી કલા ને અચાનક પોતે બે માસ પહેલાં જોયેલો એ પ્રસંગ યાદ આવ્યો.' ઈંગ્લીશ સ્પીકિંગ કોર્સ'ના શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયતના એક કાર્યક્રમમાં પોતે પ્રથમ હરોળમાં બેઠી હતી. અચાનક મહેમાનોનું આગમન થયું હતું. ને બધો જ કોલાહલ શાંત થઈ ગયો હતો પોતે જેને સૌથી શક્તિશાળી વ્યક્તિ માનતી હતી. તે' ચુડાસમા એ ડી.એસ.પી. સામે જઈને સાવધાનીની મુદ્રામાં ઊભા રહીને તેમને સેલ્યુટ મારી હતી. પરંતુ એજ ડી.એસ.પી. સાહેબે બારોટ સાહેબ આવ્યા ત્યારે, તેમની સામે જઈને તેમને સલામ ભરી હતી. 'સત્તા'નો આ પ્રભાવ તેણીએ પોતાની નજરે જોયો હતો .
એ જ બારોટ સાહેબ ની શક્તિ ની વાત ડી.એસ.એ ફરી કહી હતી. કલા એ એ વખતે પણ નોંધ્યું હતું કે પચાસ ની આસપાસ ની ઉંમર ના લાગતા બારોટ સાહેબ ના ચહેરા ઉપર, તે વખતે પણ અજબ પ્રકારનું તેજ હતું .અને તેમના ચહેરા નો પ્રભાવ તપાસ સ્પષ્ટ દેખાઈ આવતો હતો.તેણી ને એ પણ યાદ હતું કે, તે એક - દોઢ કલાકના કાર્યક્રમ દરમિયાન બારોટ સાહેબે પોતાની આંખો ઉપર કાળાં ગોગલ્સ સતત પહેરી રાખ્યાં હતાં . તેથી તેમની આંખોમાં કયો ભાવ છે તે કળવું મુશ્કેલ હતું .
અચાનક તેના મગજમાં ઝબકારો થયો. લાઇન ચાલુ કરાવવી હોય તો સતાના સ્ત્રોત એવા બારોટ સાહેબને મળવું ખૂબ જ જરૂરી હતું . પરંતુ એ એટલા મોટા માણસ હતા કે કોઈપણ એમની નજીકની વ્યક્તિના સંપર્ક વગર એમને મળવું અશક્ય હતું .કેટલાક વિચારના અંતે તેણીને ટી.કે .શેઠ યાદ આવ્યા . જેમને તે ઓળખતી હતી . અને બારોટ સાહેબના તેઓ ખાસ માણસ હતા. તે ટી.કે. શેઠ દ્વારા બારોટ સાહેબ ને મળવું તેવું કલા એ મનમાં નક્કી કર્યું
કલાવતી હતી મહત્વકાંક્ષી છોકરી હતી . તેની એક મહત્વકાંક્ષા પૂરી થાય , એટલે ઓટોમેટીક તેના માં બીજી મહત્વકાંક્ષા જાગી ઉઠતી. તે ઉપરાંત તે ખૂબ જ જિદ્દી ધમંડી, અને પોતાના જ મનનું ધાર્યું કરનાર સ્ત્રી હતી.બચ પણ થીજ તેને બીજા લોકો ઉપર પોતાનો પ્રભાવ પાડવાની ટેવ હતી. બીજી સ્ત્રીઓથી પોતાની જાતને તે હંમેશા ચડિ યાતી માનતી હતી. પોતાનું સૌંદર્ય ,સંપતિ , અને ફિગરનું પ્રદર્શન કરવામાં તે ગૌરવ માનતી . તેની એક મહત્વકાંક્ષા એ પણ હતી, કે' દુનિયાની કોઈપણ સ્ત્રી પાસે ન હોય તે બધું જ મારી પાસે હોય .
કલાવતી મનોમન કોઈ કામ પાડવાનું મનમાં નક્કી કરે પછી પૂરી તાકાતથી તન, મન, અને ધન લગાવી તેમાં મચી પડતી ચાહે તે કામ પાર પાડવા માટે ગમે એટલી મહેનત કરવી પડે ગમે એટલો ભોગ આપવો પડે , કે ચાહે ગમે તે કરવું પડે, પરંતુ તે ધારેલું કામ પાર પાડીને જ ઝંપતી.
બધી જ નિરાશા ખંખેરીને ને, નવી જિંદગીની શરૂઆત કરતી હોય તેમ સજી- ધજી ને તૈયાર થઈને કલા એક દિવ સ ટી.કે. શેઠની ઓફિસે પહોંચી ગઈ.' મેં આઈ કમ ઈન સર ?' કહીને રજા લઈને તે ઓફિસમાં દાખલ થઈ .
ટી.કે .શેઠ અત્યારે ઓફિસમાં એકલા જ બેઠા હતા.તેમણે તેને આવકારી .ટી. કે. શેઠ કલા ને વ્યક્તિગત ઓળખતા હતા. એના, મોના અને ડી.એસ. ના સબંધ, અને તેમના ધંધા ની પણ તેમને જાણકારી હતી. કેટલીક ઔપચારિક વાતો કર્યા પછી તેમણે કલાને પૂછ્યું.' કેમ કલા, આમ અચાનક આવવાનું થયું ?'
કલા એ કહ્યું.'સર વાત એમ છે કે , એક ખાસ કામ માટે મારે બારોટ સાહેબને મળવું છે. આપ ગમે તેમ કરીને મને બારોટ સાહેબથી મુલાકાત કરાવી આપો !'
'કેમ એવું તે શું અગત્યનું કામ છે ?' ટી.કે. શેઠે પુછ્યું કલા એ તેમના 'ધંધા'ની અને ઉપરથી ગાંધીનગરના આદેશ ને લીધે તેમની લાઈન બંધ હોવાની વાત કરી .અને એ પણ જણાવ્યું કે એ લાઈન બારોટ સાહેબ ગૃહ વિભાગમાં વાત કરે તો જ ચાલુ થાય એમ છે .
ટી.કે. શેઠ કેટલોક સમય મનમાં કંઈક વિચારતા રહ્યા . ને પછી બોલ્યા.' સારું, બારોટ સાહેબને પૂછીને તને સમા ચાર મોકલાવીશ !'. ' પ્લીઝ સાહેબ, જેમ બને તેમ જલ્દી સમાચાર જણાવજો .અને આપ થોડું ભાર દઈને કહેશો તો તેઓ ના નહીં પાડે !'કલાએ વિનંતી કરી.
તે પછી પોતાનો મોબાઈલ નંબર ટી.કે.શેઠ ને આપ્યો. ને બારોટ સાહેબથી વાત કરી આ નંબર ઉપર પોતાને જાણ કરવા વિનંતી કરી .અને તેમની રજા લઈને ત્યાંથી રવાના થઈ. ટી.કે. શેઠ તેણીને ઉડતા પતંગિયા ની જેમ જતી જોઈ નિહાળી રહ્યા .
ટી .કે. શેઠ બારોટ સાહેબના ખાસ વિશ્વાસુ અને અંગત માણસ હતા .તેઓ બારોટ સાહેબની શક્તિઓ અને પહોં ચને જાણતા હતા. તેમ જ તેમની કમજોરીઓ, અને ઘણાં બધાં અંગત રહસ્યો ને પણ જાણતા હતા. તેમના પેટમાં બારોટ સાહેબના જીવનનાં કેટલાંય ખાનગી રહસ્યો અને આદતોની જાણકારી ધરબાયેલી પડી હતી . પરંતુ એ વિષયનો એક પણ હરફ ક્યાંય ક્યારેય પણ તેઓ ઉચ્ચાર તા નહીં. ને તેમના પેટમાં ધરબાયેલી કોઈ પણ વાત આજ દિવસ સુધી કોઈ બહાર કઢાવી શક્યું ન હતું .અને એટલે જ તો કેટલાક લોકો ટી.કે .શેઠ ને બારોટ સાહેબના રહસ્ય મંત્રી'તરીકે પણ ઓળખતા હતા .
કલા વિદાય થયા બાદ, ટી. કે શેઠે બારોટ સાહેબને ફોન લગાવ્યો. અને બધી જ વાત વિગતવાર કહી . બારોટ સાહેબના સ્મૃતિ પટ પર ફંકશનના દિવથી જ કલાની સ્મૃતિ સચવાયેલી તો હતી જ. તેમને પોતાની ડાયરીમાં જોઈને મુલાકાતની તારીખ, મળવાનું સ્થળ ,અને સમય કહ્યો જે ટી.કે .શેઠે નોંધી લીધો .અને કલાના 'મોબાઈલ'નંબર ઉપર તેણીને તરત જ તેની જાણ કરી .
લગભગ પુરા બે મહિના પછી આજે કલા ના ચહેરા ઉપર મોના અને ડી.એસ.એ આજે નવી ચમક અને ખુશી જોઈ હતી. તેણી આજે સજી- ધજીને પુરી રીતે તૈયાર થઈ હતી તેણીએ મોના અને ડી.એસ.ને વિશ્વાસ આપ્યો હતો કે તમે ચિંતા ના કરો. પોતે આજે બારોટ સાહેબને મળવા 'રૂબરૂ' જઈ રહી છે. અને તેમને મળીને થોડા જ દિવસોમાં લાઈન ચાલુ કરવાની પરમિશન તેમની પાસે અપાવીને જ રહેશે. કલા ના આ સમજદારી ભર્યા નિર્ણયથી મોના અને ડી. એસ. બંને ખુશ થયાં હતાં .
સવારના નવે 'ક વાગે ટી.કે. શેઠ પોતાની કારમાં કલા ને લઈને બારોટ સાહેબને મળવા પાલનપુર થી 12 કિલોમીટર દૂર આવેલા તેમના 'ફાર્મ હાઉસ' ઉપર પહોંચ્યા. અહીં 50 વીઘા નું બારોટ સાહેબ નું વિશાળ ફાર્મ હતું. ફાર્મ ની મધ્ય માં જ વિશાળ બંગલા જેવું મકાન બાંધેલું હતું. ગાડી નો અવાજ સાંભળીને બારોટ સાહેબને ખ્યાલ આવી ગયો,કે નક્કી ટી. કે. શેઠ પેલી છોકરીને લઈને મળવા આવ્યા હશે કારણ કે ,અગાઉથી પરવારગી લીધા વિના, અને તેમણે આપેલા સમય વિના, ગમે તે સમયે તેમને કોઈ મળી શકતું નહીં .
ટી. કે. શેઠે ગાડી પાર્કિંગમાં પાર્ક કરી. ગાડી માં થી ઉતરી ને તેમણે અને કલા એ લોનમાં પ્રવેશ કર્યો . બારોટ સાહેબ અત્યારે બંગલા આગળના વિશાન ગાર્ડન માં હાથમાં પાણી ની નળી લઈ ફુવારાથી ફૂલ છોડને પાણી પાઇ રહ્યા હતા. તેમણે અત્યારે પાની સુધી પહોંચતી, લાંબી કચ્છી લુગી પહેરી હતી.અને તે ઉપર કોણી સમી બાંય ની નિટેક્ષ ની ગંજી પહેરી હતી. અને પગમાં સેન્ડલ પહેર્યા હતાં . ફૂલ છોડને પાણી પાતાં - પાતાં તેઓ વિશાળ ગાર્ડનના જાત જાતના છોડ,ને ને તે ઉપર ખીલેલાં ભાત ભાતના રંગબેરંગી ફૂલો ને, અને તે ફૂલો ઉપર ઉડાઉડ કરતાં રંગબેરંગી પતંગિ યા ને જોવામાં મશગુલ હતા . તેમણે લોન તરફ નજર કરી ટી.કે .શેઠ ની સાથે એક ગુલાબી પતંગિયું આ તરફ ઊડીને આવતું હોય તેવું તેમને લાગ્યું.
તેમને આવતાં જોઈને પાણીની નળી 'માળી' ને આપતાં બારોટ સાહેબે ત્રણ ચાર ખુરશીઓ અને એક ટીપોઈ અહીં ગાર્ડનમાં જ મૂકી જવાનો નોકરને હુકમ કર્યો. આ બંગલા માં ફક્ત ચાર જ માણસો નોકર તરીકે હતા .ચોકીદાર, માળી, રસોઈયો અને એક ચાકર.આ ચારે જણ સમજદાર વિશ્વાસુ અને વફાદાર હતા. જે અહીંની બધી જ રીત-રસ મ સારી રીતે જાણતા હતા . હુકમ મળ્યા વગર અહીંના કોઈ પણ રૂમ કે ઓફિસ માં પ્રવેશ ન કરવો તે અહીંનો વણ લખ્યો નિયમ હતો .
આમ તો પાલનપુર શહેરને અડીને જ, બારોટ સાહેબનો ચાર એકર માં ફેલાયેલો 'રાજમહેલ' જેવો ભવ્ય બંગલો આવેલો હતો. કુટુંબ સાથે તો તેઓ ત્યાં જ રહેતા હતા. ત્યાં ઘણા નોકર- ચાકર પણ હતા. ને મહેમાન અને મુલાકા તી ઓ માટેની બધી જ સગવડ ત્યાં હતી. પરંતુ બારોટ સાહેબ ને કોઈ ખાસ અંગત કામ હોય, અંગત માણસોને મળવાનું હોય, કે ગુપ્ત ચર્ચા કરવાની હોય, કે ગુપ્ત આયો જન કરવાનું હોય, કે કોઈ સિક્રેટ મીટીંગ હોય એવા સમયે અમુક સમયે જ તેઓ અહીં આવતા.ને તેથી તેમની અંગત પસંદગીના ચાર ખાસ માણસોને અહીં ઓછી મહેનતે પણ વધુ પગારવાળી નોકરી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું .
ફાર્મા હાઉસની આજુબાજુ ની ખેતી ની બીજી જમીનમાં ખેતી કરવા માટે અલગ ભાગિયા હતા. જેમને રહેવા માટે ખેતરના બીજા ખૂણે મકાનો બનાવી આપેલ હતાં . તેમાં તે રહેતા હતા. પરંતુ આ બંગલાના કમ્પાઉન્ડ માં રજા સિવાય પ્રવેશવાની તેમને પણ બંધી હતી .
'નમસ્કાર બારોટ સાહેબ !' પાસે પહોંચીને ટી.કે. શેઠ બારોટ સાહેબ થી હાથ મિલાવીને બોલ્યા .અને પોતે ઉંમર માં મોટા હોવા છતાં, તેમના ચરણ સ્પર્શ કરવા શહેજ ઝૂક્યા. ' પધારો શેઠ, પધારો !' અરે હોય કાંઈ ? કહેતાં બારોટ સાહેબે ઝૂકેલા ટી.કે. શેઠને બાવડાં થી પકડી ને ઊભા કર્યા. અને તેમને ભેટી પડીને તેમની પીઠ થપ - થપાવી .
'નમસ્તે સર !' કહીને કલા એ પ્રથમ બે હાથ જોડીને પ્રણામ કર્યા .ને પછી બારોટ સાહેબ ના ચરણ સ્પર્શ કરવા તે ઝૂકી .
'રહેવા દે બેબી !' કહેતાં ઝૂકેલી કલા ની બંને બાંહો પકડીને તેણીને તેમણે ઊભી કરી. કલા ની સુવાળી બાંહો નો સ્પર્શ થયો ન થયો, ને તેમણે હાથ છોડી દીધા .
નોકર ગાર્ડનમાં ખુરશીઓ મૂકી ગયો. વચ્ચે એક મજાની ટિપોઈ પણ મૂકી. ત્રણેય ટિપોઈ ની આજુબાજુ ગોળાકાર બેઠાં . કોઈ ખાસ 'મિશન' પાર પાડવું હોય ત્યારે કલા પોતાની ખાસ ફેવરિટ ગુલાબી કલરની સાડી નો ડ્રેસ પહેરી ને અલગ ઢબ થી ખાસ સજીને તૈયાર થઈને જતી. તેણી એ ત્યારે ધેરા ગુલાબી રંગના ચણીયા ઉપર, ગુલાબી રંગનું જ શોર્ટકટ બાંય વાળુ બોડીને તસો-તસ ચોંટેલું બ્લાઉઝ પહેર્યું હતું. ને તે ઉપર ગુલાબી કલરની સાડી દક્ષિણી ઢબે એવી સ્ટાઇલથી પહેરી હતી કે, તે 'તેની નાભિથી બ્લાઉઝ વચ્ચેની બોડી ખુલ્લી દેખાઈ આવતી હતી. સાડી નો બાકી નો વધેલો લાંબો છેડો, ડાબા ખભા ઉપર ગોઠવીને પીઠ પાછળ લબડાવી દીધો હતો .
કલાના માથાના લાંબા, કાળા, રેશમી વાળ, વ્યવસ્થિત સમારેલા અને ખુલ્લા હતા. જે અડધા પીઠ પાછળ લહે રાતા હતા. તેણીએ બંને કાનો ની બુટ્ટો માં ફેશનેબલ એરિંગ પહેર્યા હતાં .પરંતુ જમણો કાન અને એરિંગ લહેરાતા વાળમાં ઢંકાઈ ગયાં હતાં .જ્યારે ડાબા કાનની બુટ માં ઝુલતુ એરિંગ તેના ખભા ને સ્પર્શી રમત રમી રહ્યું હતું . કપાળમાં મધ્યમાં નાની લંબગોળ લાલ બિંદી લગાવી હતી. ગુલાબી હોઠ ઉપર લાલ લિપસ્ટિક ચમકતી હતી. જ્યારે આંખો અને તેનાં પોપચાં ઉપર ઘેરા કથ્થઈ રંગ નો મેક-અપ કરીને આંખો ને નાગીન જેવી અણીયાળી બનાવી હતી. તેનો ચહેરો ચમચી રહ્યો હતો. કલા ના ડાબા ખબે ગંગટોક થી ખરીદેલું નાનું છતાં મોંધુ પર્સ ઝૂલી રહ્યું હતું.
જેમાં સૌંદર્ય પ્રસાધન ની કેટલીક ચીજો ચીજો હતી. જ્યારે પગમાં તેણીએ લીબર્ટી નાં મોંધા સેન્ડલ પહેર્યા હતાં તેણીએ જમણા હાથે ગોલ્ડ કલરની એક જાડી ફેશનેબલ બંગડી પહેરી હતી .જ્યારે ડાબા હાથે મોંઘી લેડીઝ ઘડિયાળ પહેરી હતી .
બારોટ સાહેબ કેટલોય સમય કલા ના ચહેરાને એકીટશે જોતા રહ્યા. તેણી અત્યારે પોતાની નાજુક આંગળીઓ વડે પોતાની નાભી સુધી લહેરાતા ,પોતાના માથાના વાળ ને રમાડી રહી હતી. ' આ છે કલા...! મેં આપને ફોન પર વાત કરી હતી તે !'ખુરશીમાં બેઠા પછી પાણી પી રહ્યા બાદ, કેટલોક સમય મૌન રહીને ટી.કે. શેઠે કલાની ઓળ ખાણ આપી. ' નમસ્તે સર !' કહીને કલા એ ખુરશીમાં બેઠાં- બેઠાં ફરી નમસ્તે કર્યા .
'નમસ્તે !' બારોટ સાહેબે પણ સામે બે હાથ જોડી ને વિવેક કર્યો .
બારોટ સાહેબ કલા ની સામે જોઈ મનોમન વિચારી રહ્યા તે દિવસે ફંક્શનમાં ઇનામ લેતી વખતે આ છોકરી બાલિકા લાગતી હતી. જ્યારે આજે સાડી ના ડ્રેસ માં તે પૂર્ણ સ્ત્રી લાગતી હતી. ત્યારબાદ ટી.કે .શેઠે તેમના ઇંગ્લિશ સ્પીકીગ ક્લાસીસ માં કલા ફર્સ્ટ આવીને આપના જ હસ્તે શિલ્ડ અને પ્રમાણપત્ર મેળવી ગઈ છે તે યાદ અપાવી. સાથે જ તેની મા મોના અને ડી.એસ. ના ધંધા વિશે વિસ્તૃત માહિતી આપી .અને ગાંધીનગરના આદેશ ને લીધે, છેલ્લા ઘણા સમયથી તેમનો 'બિઝનેસ' બંધ છે . તે વાત પણ જણાવી. ને એ બાબતમાં આપને મળીને કલા આપની સાથે મુલાકાત કરાવી આપવા માટે, છેલ્લા કેટલાક દિવસ થી પોતાની પાછળ પડી હતી, તે બધી વાત વિગતે કહી.
બારોટ સાહેબ આ બધી વાત જાણતા હોવા છતાં જાણે કે ,પહેલી વખત આ વાત સાંભળતા હોય તેમ, તેમણે તે બધી જ વાત ધ્યાનથી સાંભળી .અને પછી ધીમે થી બોલ્યા . 'પરંતુ એમાં હું શું કરી શકું બેબી ?'
કલા જવાબ આપવા સાથે નિશાન પાર પાડવા સજ્જ થઈ તેણીએ બારોટ સાહેબની આંખોમાં જોયું. જેમણે અત્યારે ગોગલ્સ પહેર્યા ન હતાં . તેમની આંખોમાં આંખ પરોવી નેં ક્ષણેક તેમાં જોઈ રહી .ને પછી નીચે નજર ઝુકાવી દીધી. અને પોતાની બંને હાથની આંગળીઓને એકબીજામાં પરોવી નેં રમાડવા લાગી . ને બીજી જ પળે તેણીએ નજર ઉઠાવીને ફરીથી બારોટ સાહેબ ની આંખો માં જોયું.કેટલોક સમય સ્થિર નજરે તેમાં જોઈ રહી. અને પછી ધીમા સાદે બોલી .'સર, મેં બધી જ તપાસ કરી છે. આ કામ માત્ર આપ જ કરી શકો એમ છો !'
'તને કોણે કહ્યું ,કે આ કામ માત્ર હું જ કરી શકું એમ છું ?' બારોટ સાહેબ સામે ટીપોઈ પર પડેલી કાળી જાડી 555 ચિરુટ હાથમાં લઇ લાઇટર વડે સળગાવતાં બોલ્યા. 'કહે કોણ , મેં મારી સગી આંખે જોયું છે !' કહીને કલા એ ફંકશન ના દિવસે ડી.એસ.પી. સાહેબ પણ તેમને ભરતા હતા તે પ્રસંગનો ઉલ્લેખ કર્યો.
બારોટ સાહેબ મનોમન ખુશ થયા. પોતે તે ફંકશન નહોતા ભૂલી શક્યા તેમ કલા પણ તે નહોતી ભૂલી શકી. તેમણે ચિરૂટ ની ધુમ્રસેરો હવામાં છોડી . અને ઝીણી આંખ કરીને કલા ની આંખમાં જોયું. કલા પણ બારોટ સાહેબની આંખ માં સ્થિર નજરે જોઈ રહી હતી .અને પછી તેણી સહેજ પાંપણ પટ-પટાવીને બોલી.' સર, આતો ફક્ત ગાંધીનગરનું જ કામ છે. આપ ચાહો તો દિલ્હી નું કામ પણ એક જ ફોન થી થઈ કરાવી શકો છો !'
બારોટ સાહેબે સ્માઈલ કર્યું. છોકરી ધાર્યા કરતાં ઘણી વધારે હોશિયાર અને સ્માર્ટ હતી .
'એ તો જાણે સમજ્યા, પરંતુ પૈસાની તમારે હવે કોઈ કમી નથી. તો પછી આ બે નંબર ધંધો હવે છોડી કેમ નથી દેતાં ?' બારોટ સાહેબે સીધો જ પ્રશ્ન કર્યો .
બારોટ સાહેબનો આ પ્રશ્ન સાંભળી કલા વિચારમાં પડી ગઈ .કેટલોક સમય મૌન રહ્યા પછી તે બોલી .'એમાં એવું છે ને સર , કે છેલ્લા પાંચ વર્ષથી અમે આજે લાઈન માં છીએ. એટલે હવે કોઈ નવો ધંધો ફાવે તેમ નથી ..!'
'તારા જેવી યંગ અને ટેલેન્ટેડ યુવતીઓ એ તો, રાજ કારણ માં ઝંપલાવવું જોઈએ !' કહીને બારોટ સાહેબ કલા ની આંખોમાં જોઈ રહ્યા .
' હી...હી....હી...!' કરીને કલા મુક્તપણે મોટેથી હસી પડી. તેના ગાલોમાં ખંજન પડ્યાં . તેણીએ ગરદનને મરોડ દાર વળાંક આપીને માથાને જોરથી ઝટકો આપ્યો. તેની છાતી ઉપર લહેરાતા વાળ પીઠ પાછળ ધકેલાઈ ગયા. ને પછી હસવાનું રોકી ને તે બોલી . 'હું અને રાજકારણ ?બાપ રે બાપ, મને એમાં કંઈ સમજ ન પડે. મને તો ફક્ત આ એક કામ કરી આપો તો બસ . આપનો ઉપકાર જિંદગીભર નહીં ભૂલું !'
'એ કામ તો આ ટી.કે. શેઠ ને સાથે લઈને આવી છો એટલે કર્યા વગર કંઈ છૂટકો છે ?' બારોટ સાહેબે કહ્યુ નેં ક્ષણેક રહીને આગળ બોલ્યા. 'ખરેખર ગંભીરતાથી કહું છું કલા. તારા જેવી હોશિયાર છોકરી રાજકારણો આવે તો ઘણા બધા આગળ વધવાના ચાન્સ છે. ને પક્ષે પણ હવે યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની પોલીસી નક્કી કરી છે..!' ' એ તો સાચું સર, પરંતુ રાજકારણ ની આંટી - ધૂટીમા મને કંઈ સમજ ન પડે...!' કહેતાં કલા ખુરશીમાં ટટ્ટાર થઈને ,ટીપોઈ ઉપર પડેલો ગ્લાસ સરખો કરવાના બહાને સહેજ આગળ ઝૂકી .આગળ ઝૂકવાથી તેના ડાબા ખભા ઉપરનો સાડીનો છેડો નીચે સરકી ગયો તસોતસ પહેરેલા બ્લાઉઝ ના સૌથી ઉપલા બટન ઉપર બારોટ સાહેબની નજર ચોટી ગઈ. જે બટન ફીટ બોડી ને લીધે ખુલી ગયું હતું. યા ખુલ્લું રાખવામાં આવ્યું હતું. ત્યાંથી કલા નું યૌવન ડોકિયાં કરી રહ્યું હતું . કલા ઈરાદા પૂર્વક કેટલી ક્ષણો એમજ ઝૂકેલી રહી .બારોટ સાહેબની 'સમાધિ' માં તે ખલેલ પાડવા ન્હોતી માંગતી. નજરથી જ કેટલોક સમય સુધી 'ઉરરસ' પીધા પછી બારોટ સાહેબે નજર ત્યાંથી હટાવી. ને ચહેરા ઉપર લાવી ને સ્થિર કરી અને બોલ્યા.' એ બધી સમજણ અને ગોઠવણ માટે તો હું બેઠો છું ને . તેની તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી . ને બાકીનો સહકાર અને માર્ગદર્શન આપણા આ ટી.કે. શેઠ તને આપશે !'. 'હા કલા. 'વાઘ' જેવા સાહેબ બેઠા હોય, પછી આપણે શી ચિંતા કરવાની હોય?'આપણે તો એ બતાવે એ જ રસ્તે ચાલ્યા જવાનું. બાકીનું બધું તો તે સંભાળી લેશે. બોલ છે તારી તૈયારી ?' કહી ને
ટી. કે .શેઠે પણ કલા ને પ્રોત્સાહન આપ્યું .
કલા મનોમન વિચારી રહી, બારોટ સાહેબ ને પ્રભાવિત કરીને , તેમને સમર્પિત થઈને , તેમને વશમાં કરીને ,તેમના દ્વારા સત્તાનો પ્રભાવ જમાવવા તે માગતી હતી .તેને બદલે અહીં તો પોતાને જ સતા આપવાની ઓફર બારોટ સાહેબ દ્વારા થઈ રહી હતી. તેનું મન ઉછળ કૂદ કરવા લાગ્યું.પરંતુ તેણીએ પોતાની જાત ઉપર કાબુ રાખ્યો. ને બોલી .' સારું સર ,એ બાબતે મારી મા અને ડી.એસ. સાહેબને પૂછીને આપને કાલે જરૂર જવાબ આપીશ !'
નોકર ટીપાઈ ઉપર ચા મૂકી ગયો. બીજી કેટલીક વાતો કરતાં કરતાં ત્રણેયે ચા ને ન્યાય આપ્યો. ત્યારબાદ બારોટ સાહેબે મોબાઈલ હાથમાં લીધો. અને એક નંબર જોડ્યો .
' હલ્લો , કોણ, હોમ સેક્રેટરી પાંડિયન ?'
' યસ !'. ' વી. કે .બારોટ વાત કરું છું !'
'યશ સર !' સામેના અવાજમાં વિવેક આવી ગયો. ' ' બનાસકાંઠા એસ.પી.ને સૂચના આપી દો કે' પહેલાં ચાલતું હતું તેમજ, બધુ નોર્મલ ચાલવા દો . કાયદો વ્યવસ્થા વિશે કે લાઈન અંગે મારી કોઈ ફરિયાદ નથી ! ' ' યસ સર. ઓ કે સર !' પાંડિયન અદબ થી બોલ્યા. ' ' એટલું કહીને બારોટ સાહેબે ફોન કટ કરી નાંખ્યો.
'થેન્ક્યુ સર, થેંક્યુ વેરી મચ !' કહેતાં કલા હર્ષ માં ખુરશી માંથી લગભગ ઊભી થઈ ગઈ . ક્લાસિસ કર્યા બાદ શક્ય હોય ત્યાં સુધી તેણી ઈંગ્લીશ વાક્યોનો ઉપયોગ વધુ કરતી હતી. તે વિચારી રહી બારોટ સાહેબ કેટલા મહાન માણસ હતા. આટલા ટૂંકા પરિચયમાં તેમણે તેમનું કેટલું મોટું કામ કરી આપ્યું હતું. તેમના ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો હતો
ત્યારબાદ ગાર્ડનમાંથી ઉઠીને એ ત્રણેય બારોટ સાહેબની ઓફિસમાં આવ્યાં .ઓફિસમાં એક રિવોલવિગ ચેર ઉપરાં ત સોફા અને ગાડીવાળી ખુરશીઓ પણ ગોઠવેલી હતી. ઓફિસ અંદર થી મોંઘી કલાત્મક વસ્તુઓથી સજાવેલી હતી. બારોટ સાહેબ રિવોલવિગ ચેર માં બેઠા. જ્યારે કલા અને ટી.કે. શેઠ સામેની ગાડીવાળી ખુરશીમાં બેઠાં . કલા ઓફિસથી સજાવટ જોઈ રહી હતી. એ જ વખતે ટી. કે. શેઠના મોબાઇલની રીંગ વાગી. ટી.કે .શેઠ સ્ક્રીન ઉપર નો નંબર જોઈ વાત કરવા ઓફિસની બહાર આવ્યા .
મોબાઈલ ઉપર વાત કરતાં કરતાં તેઓ ગાર્ડનમાં ટહેલવા લાગ્યા . ઓફિસમાં એકલાં પડેલાં બારોટ સાહેબ અને કલા એ રાજકારણની કેટલીક વાતો કરી. તેમના અંગત જીવનની કેટલીક સિક્રેટ વાત કરી. બંને એ સહમતી થી અંગત પળો માણી .બારોટ સાહેબે કલા ને પોતે સત્તા ના ઉચ્ચ સ્થાને પહોંચાડશે એવું પ્રોમિસ આપ્યું. સામે કલા એ પણ બારોટ સાહેબ પોતાને ગમે તે સમયે, અને ગમે તે સ્થળે , મળવા બોલાવશે તો પોતે હાજર થઈ જશે. એવી તૈયારી બતાવી અને પ્રોમિસ પણ આપ્યું. બંન્ને એ એક બીજા ના પર્સનલ નંબરની આપલે કરી. ને નિયમિત એક બીજાના કોન્ટેકમાં રહેવાની વાત થઈ .ને લગભગ અડધો કલાક બાદ બંને ઓફિસની બહાર આવ્યાં .
ટી.કે .શેઠ ઉપર આવેલો ફોન એટલો લાંબો હતો કે તેઓ હજુ પણ ગાર્ડનમાં ટહેલતા હતા, અને ફોન ઉપર વાત કરી રહ્યા હતા. બારોટ સાહેબનો ચહેરો ખુશખુશાલ હતો. જ્યારે કલા ના ચહેરા ઉપર વિજયનું સુમિત હતું.
લગભગ 11:00 વાગે ટી.કે.શેઠ અને કલા ફાર્મ હાઉસ થી ઘેર આવવા રવાના થયાં .રસ્તામાં ટી.કે. શેઠે બારોટ સાહેબની શક્તિઓ, પહોંચ અને ઉદારતાની કેટલીક વાતો કરી .