મયુરી અને રણજિત ને એ ત્રણ વિભાગોવાળા લાંબા ધરમાં પ્રવેશતાં જોઈને એક યુવાન ચૂપચાપ ઘરમાંથી બહાર નીકળીને બહાર તરફ સરકી ગયો.' કોણ હતું એ ?રણજિતે પૂછ્યું . 'એ તો મારો ભાઈ છે!' મયુરીએ સહજતાથી જવાબ આપ્યો.
' તારો ભાઈ છે ? તો પછી ઘરની બહાર કેમ નીકળી ગયો ?' રણજીતને આશ્ચર્ય થયું. ' આપણને બંનેને અંદર આવતા જોઈને !'. 'શા માટે એમ ?' આપણને બેયને એકાંત આપવા માટે .' 'તે પાછો ક્યારે આવશે ?' 'તમે અહીંથી રવાના થશો પછી જ !
'ને જો હું અહીં આખી રાત રોકાઈ જાઉં તો ?' કહીને રણજીત હસ્યો . ' તો એ આખી રાત બહાર ચોગાનમાં જ ઊંઘી જશે .' મયુરી બોલી .
ત્રણ ખંડ વાળા લાંબા મકાનના વચલા ખંડમાં બંને પ્રવેશ્યાં તેમાં ફાનસ નો પ્રકાશ રીલાઈ રહ્યો હતો . કારણ કે થરાદ શહેરમાં લાઈટ આવી હતી ,પરંતુ અહીં સુધી હજુ આવી ન હતી . રૂમ વચ્ચે જ પલંગ ઢાળેલ હતો અને તેના ઉપર રજાઈ પણ પાથરી હતી . 'આની ઉપર બેસો !' કહીને મયુરી પાણીનો લોટો ભરી આવી . રણજીતે મોથી અધર લોટો રાખીને પાણી પીધું . મયુરી પલંગ ઉપર તેની પાસે આવીને બેઠી. ' ક્યાં રહો છો ?'. 'મહેસાણા !'
' શું ધંધો કરો છો ?' 'ડ્રાઇવિંગનો !'
'થરાદ કેટલા દિવસે આવવાનું થાય ?'
'થાય 15 દિવસ, મહિનો કે ક્યારેય બે મહિના પણ થઈ જાય . જ્યારે ટ્રકનો ફેરો મળે ત્યારે .'
'પરણેલા છો ?' કહીને મયુરી હસી . 'તમને શું લાગે છે? કહીને સામે રણજીત પણ હસ્યો . 'મને તો નથી લાગતું કે, તમે' પરણેલા હો !' કહીને મયુરી નજીક સરકી અને આગળ બોલી.' ત્રણેય રૂમ ખાલી છે .ક્યાં ગમશે ?'
'તમે કહો ત્યાં, આપણને બધેય ફાવશે !' રણજીતે અહીં જોયું તો મયુરી કહેતી હતી તેમ ખરેખર અહીં કોઈ પણ પ્રકારનો ડર ન હતો . 'તો પછી અહીં જ રહીએ, નકામી પથારી બદલવાની મહેનત કરવી.' કહેતાં મયુરીએ રણજીતને પોતાના તરફ ખેંચ્યો .અને તેની છાતી ઉપર પોતાનો સુવાળો હાથ પ્રસરાવયો .મયુરી કામ કળામાં પારંગત હતી .આ તેનો વ્યવસાય હતો .અને સામે મનને ગમવા લાગેલો પુરુષ હતો .મયુરીએ પોતાની છત્રીસે કળા વાપરીને રણજિત ને ખુશ કરી દીધો.દોઢસો રૂપિયામાં સોદો નક્કી થયો હતો. પરંતુ ખુશ થઈને રણજીતે બીજા 50 રૂપિયા બક્ષિસના રૂપમાં મયુરીને વધારાના પણ આપ્યા. 'થરાદ બાજુ આવો ત્યારે, અહીં જરૂર આવજો !' મયુરી બોલી .અને આગળ કહ્યું .'અને હા,આ રસ્તામાં આવતાં -જતા કોઈ કોઈ રોકે, તો બે ધડક મારું નામ દઈ દેવાનુ કહેવાનું કે 'મયુરી'ના ત્યાં જાઉં છું .' એકાદ કલાક ત્યાં રોકાઈને રણજીત રવાના થયો .મયુર તેને ટ્રક સુધી મૂકવા આવી .અને બોલી ' હોય' દિવસ હોય કે રાત હોય, ગમે ત્યારે પણ અહીં કોઈ જાતની ચિંતા નથી. ટ્રક આ જ જગ્યાએ મૂકીને સીધા જ મારા ઘેર આવી જવાનું.મયુરીએ ફરી આમંત્રણ આપ્યું. રણજીતે પણ તેણીને હવે 'ચોક્કસ આવીશ' કહીને ફરીથી આવવાનો વિશ્વાસ આપ્યો .અને ટ્રક લઈને આવ્યો હતો એ જ કાચા રસ્તે રવાના થયો. હવે તેને કોઈ ચિંતા ન હતી, કારણ કે અહીં આવવા -જવા માટે તેને 'મયુરી'ના નામનું લાયસન્સ મળી ગયું હતું. તે ટ્રક લઈને થરાદ -ડીસા હાઈવે ઉપર આવ્યો. અને ટ્રકને ડીસા તરફ મારી મૂકી .
રણજીત મહેસાણા પાસેના સુણસર ગામનો વતની હતો. તેની ઉંમર 30 એક વર્ષ આસપાસ હતી ,છતાં તે હજુ અપરણિત હતો .તે મહેસાણા ની પ્રખ્યાત 'પટેલ ટ્રાન્સપોર્ટ કંપનીમાં છેલ્લા દસ વર્ષથી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો .તેના કુટુંબમાં તેનાથી મોટા બીજા ત્રણ ભાઈ હતા .ને એ ચારે ભાઈઓના ભાગની ગામમાં 15 વીઘા સંયુક્ત જમીન પણ હતી . પરંતુ રણજીત બાળપણથી જ રખડું સ્વભાવ નો હતો .અને 15 વર્ષની ઉંમરે જ તે ઘર છોડીને ભાગી ગયો હતો .પાંચ વર્ષ સુધી અલગ -અલગ ડ્રાઇવરો સાથે જુદી- જુદી ટ્રકોમાં કલીનરી કર્યા બાદ ,20 વર્ષની ઉંમરે તે આ કંપનીમાં 'ડ્રાઇવર'તરીકે જોડાયો હતો પાંચસો રૂપિયાના પગારથી નોકરીએ ચડ્યા બાદ, ચડતાં- ચડતાં તેનો પગાર અત્યારે, માસિક 3000 રૂપિયા સુધી પહોંચ્યો હતો .રણજીત સતત બહાર જ ભટકતો રહેતો હોવાથી અને ડ્રાઇવર એટલે 36 મી કોમ, એના માં બધાં જ અપલક્ષણો હોય જ ,એવી લોકોમાં માન્યતા હોવાથી સમાજમાં તેને કોઈ છોકરી આપવા તૈયાર ન હતું. રણજીત સતત બહાર ફરતો રહેતો હોવાથી, તેના ભાગે આવતી જમીન ,ઘેર રહેતા મોટા ચારે ભાઈઓએ સરખા -ભાગે વહેંચી લીધી હતી .અને જમીન રેકોર્ડ ઉપર તેમના નામે પણ કરાવી નાખી હતી. રણજીત નું નામ તેમણે વારસાઈમાં પણ દાખલ કર્યું ન હતું .અને હવે પાછળથી રણજીત ને જમીનમાં ભાગ ન આપવો પડે, તે માટે તેના લગ્ન ક્યાંય થાય, તે વાતમાં મોટા ભાઈઓને હવે ખાસ રસ પણ ન હતો. પટેલ ટ્રાન્સપોર્ટ કંપનીની બીજી ઓફિસ અમદાવાદ હતી.ને આ કંપની પાસે 40 જેટલી ટ્રકો અને 70 થી 80 જેટલા ડ્રાઈવર હતા. અને એટલા જ 'ક્લીનર' પણ હતા. જે પ્રમાણે વર્ધી મળે ,એ પ્રમાણે આ લોકોને માલ ભરવા, કે ખાલી કરવા તેમને અલગ- અલગ જગ્યાએ, કચ્છ ,કાઠીયાવાડ, સુરત, મુંબઈ ,દિલ્હી કે તેનાથી પણ દૂર જવું પડતું હતું .
લગભગ એક માસના સમય પછી રણજીતની ટ્રકને થરાદ -વાવનો ફેરો ભાગમાં આવ્યો હતો. અમદાવાદથી માલ ભરીને થરાદ -વાવની રણજીતે જોયેલી પેઢી એ માલ ખાલી કરવાનો હતો . પરંતુ આ વખતે તે એકલો ન હતો તેનો ક્લીનર જગદીશ ટ્રકમાં તેની સાથે હતો .જેની ઉંમર આશરે 20 એક વર્ષ આસપાસ હતી .વાવ- થરાદ નો ફેરો મળતાં જ રણજીત ના ચહેરા ઉપર ખુશી છવાઈ ગઈ. પરંતુ જગદીશ ને તેના રાઝની કાંઈ ખબર ન હતી. સવારે 8:00 વાગે ટ્રકમાં માલ ભરીને બંને અમદાવાદથી નીકળી ગયા .વાયા મહેસાણા , સિદ્ધપુર ,પાલનપુર થઈને 12:00 વાગે તો તેઓ ડીસા પહોંચી ગયા .ત્યાં એક હાઈવે ઉપરની હોટલમાં જમ્યા 20 -25 મિનિટ આરામ કર્યો. ને ટ્રકને લઈને થરાદ તરફ રવાના થયા .અઢી કલાક નો રસ્તો બે કલાકમાં કાપીને રણજિતે ટ્રકને થરાદની જાણીતી પેઢીએ માલ ખાલી કરવા લગાડી . સદનસીબે મજુરો ત્યાં હાજર જ હતા. ત્યાં અડધો માલ ખાલી કરીને, અડધો માલ ખાલી કરવા બંને 'વાવ 'આવ્યા . ત્યાં બજારમાં પેઢી એ પૂરો માલ ખાલી કરી નાખ્યો. ને ટ્રક ને રણજીતે વાવ ચાર રસ્તા પાસે આવેલા પ્રખ્યાત દુદાજી ના 'અડ્ડા ' સામે લાવીને ઉભી રાખી . રણજીત અને જગદીશ ટ્રક માંથી ઉતરી ને 'અડ્ડા ' માં આવ્યા . દુદાજી આજે હાજર જ હતા .બંને એ પાસે પડેલા માટલામાંથી પાણી પીધું. પોતે મહિનો પહેલાં આવ્યો ત્યારે તમે હાજર ન હતા. તેવી એક -બે આડી -અવળી વાતો કરી ,અને રણજીત બોલ્યો 'એક 'વાહણ' મહુડા નું ચોખ્ખું શીહામાં ભરી આપો .
કામ કરતો બીજો યુવાન સંતાન પાછળ જઈને ,એક બોટલમાં મહુડા નો દારૂ ભરી લાવ્યો. ને બોટલ રણજીતને આપી .રણજીત ખિસ્સામાંથી પાકીટ કાઢતાં બોલ્યો. 'કેટલા પૈસા આપુ ?'. 'દશ રુપીયા પુરા .'દુદાજીને બદલે પેલો યુવાન બોલ્યો. 'તમે પણ હવે દુદાજી દિવસે -દિવસે ભાવ ચડાવતા જાઓ છો હો.'
રણજીતે પૈસા આપતાં કહ્યું . 'અમને પણ ઘણુંય નથી ગમતું, પણ શું કરીએ ? એક બાજુ માલ નો ભાવ વધતો જાય છે .અને બીજી બાજુ પોલીસ હપ્તા વધારતી જાય છે ' દુદાજી ૧૦ ની નોટ ખિસ્સામાં મુકતાં બોલ્યા. રણજીત અને જગદીશ ટ્રક પાસે આવ્યા .અને ટ્રકમાં બેસીને ટ્રક ચાલુ કરીને થરાદ તરફ આવવા રવાના થયા. 'જગગુ અહીં થીજ ચાલુ કરી લયીએ,હજુ તો આપણે વચમાં બંનેને એક ઠેકાણે કલાકેક રોકાવાનું છે .'રણજીત ટ્રક ચલાવતાં બોલ્યો. ' કેમ વચ્ચે ? કંઈ ખાસ કામ છે ?' જગદીશ કેબિન ના ખાનામાંથી ગ્લાસ કાઢતાં બોલ્યો . 'હા ખાસ કામ છે . એ તને પછી કહીશ .' કહીને રણજીતે એ વાતને વાળી દીધી. જગદીશે બોટલ નું ઢાંકણું ખોલ્યું .તેમાંથી એક ઘૂંટ દારૂ ગ્લાસમાં લીધો, ને પછી અધ્ધર ગ્લાસ રાખીને મોં માં થોડું ચાખ્યું ને પછી કરંટ લાગ્યો હોય તેમ, આંખો બંધ કરીને મોં મચકોડયુ અને બોલ્યો .'બહુ કડક છે, હો !'
'ભલે ભાવ ઉંચા લ્યે, પણ દુદાજીના માલમાં કેવા પણું ના હોય.' રણજિતે સાક્ષી ભણી . જગદીશે અડધો ગ્લાસ ભરીને રણજીત ને આપ્યો. જે રણજીતે ટ્રક ચલાવતાં- ચલાવતાં બે -ત્રણ ઘૂંટડા ભરીને પી લીધો.
' જઞઞુ , બીડી સળગાવી આપ .આજે તો તું જિંદગીમાં ક્યારેય નહીં ગયો હોય ,એવી સરસ જગ્યાએ તને લઈ જાઉ .'રણજીત ટ્રક ચલાવતાં -ચલાવતાં બોલ્યો.
જગદીશ ને તે લાડમાં જગ્ગુ કહીને બોલાવતો હતો.
' એક પેગ લઈ લો કાકા, પછી સળગાવી આપું .જગદીશ પણ રણજીત તેનાથી મોટો હોવાથી તેને 'કાકા 'કહીને સંબોધતો હતો. તેણે અડધો ગ્લાસ ભરીને રણજીતને આપ્યો. ત્યારબાદ અડધો ગ્લાસ ભરીને પોતે પીધો .આમ વારાફરતી પેગ લેતા- લેતા બંને ટ્રકમાં આગળ વધી રહ્યા હતા. થરાદ ચાર રસ્તા થી ચાર- પાંચ કિલોમીટર આગળ જતાં -જતાં તો તેમને શીહો ખાલી કરીને નાખ્યો, ને બોટલ બહાર ફેંકી દીધી . 'હવે ખરી મજા આવશે.. જગુ આજે તો તને સ્વર્ગની પરીઓના ગામમાં લઈ જાઉ !' રણજીત રંગમાં આવી જઈ ને બોલ્યો. કેટલાક પુરુષોનું માન છે ,કે 'શરાબ પીને સ્ત્રી પાસે જવાથી વધુ આનંદ આવે છે . કરણાસરના પાટિયે પહોંચીને રણજીતે ટ્રકને હાઇવે ઉપરથી ડાબી બાજુ કાચા રસ્તે લીધી . 'રસ્તો ભૂલ્યા કે કેમ કાકા ..? અહીં ક્યાં ?' જગદીશે પૂછ્યું.
' તું તારે બેઠા -બેઠા જોયા કરને ..ઠેકાણે જઈને જ ઉભી રાખીશ બસ .' રણજીતે કહ્યું . જગદીશ ને મનમાં વહેમ પડ્યો, ક્યાંક 'કાકો' નશામાં રસ્તો તો નથી ભૂલી ગયો ને ?તેથી તે બીતાં- બીતાં બોલ્યો.' કાકા ક્યાંક નશો તો વધારે નથી ચડી ગયો નેં ? ચોખ્ખું મહુડાનું હતું હો ..!'
'જગ્ગુ, તને તો ખબર છે, કે' હું એકલો ચોખ્ખો મહુડાનો એક શીહો પી જાઉં તોય મને કંઈ નથી થતું. જ્યારે આમાં તો આપણે બંનેએ ભાગ પાડ્યો છે .' વાતોમાં ને વાતોમાં ટ્રક ચોર વાળો રસ્તો પૂરો કરીને ખરાબાની પડતર જમીનમાં આવી ગઈ હતી .અહીં ખરાબા માં વાહનોનો ચિલો ચોખ્ખો પડી રહ્યો હતો. રસ્તાની બંને બાજુ શેણ ,જાળ ગાંડા બાવળ વગેરે વૃક્ષ અસ્તવ્યસ્ત ઉભાં હતાં જેમાં આશરે 1 km ચાલ્યા બાદ ગામ આવ્યું .રણજીતે ટ્રકને ગામ વચ્ચેના મોટા ચોરામાં લઈ જઈને ,મયુરીના ઘર સામે જ ઉભી રાખી. ને ઘડિયાળમાં નજર કરી. દિવસના પાંચ વાગ્યા હતા. ટ્રકનો અવાજ સાંભળીને કેટલાંક લોકો ઘરની બહાર નીકળી આવ્યાં . જેમાં મોટાભાગની યુવાન છોકરીઓ અને સ્ત્રીઓ હતી. તો થોડી સંખ્યામાં પુરુષો પણ હતા .રણજીત અને જગદીશ ટ્રકમાંથી નીચે ઉતર્યા. તેમને જોઈને મયુરી ઘરમાંથી બહાર દોડી આવી. તે બંનેને મયુરી ના ઘર તરફ જતા જોઈને બાકીનાં લોકો પોતપોતાના ઘર તરફ પાછાં ફર્યાં . મયુરી પાસે આવીને બંનેને મહેમાનની જેમ પોતાના ઘરમાં લઈ ગઈ.
ગુજરાત રાજ્યમાં આજે પણ 'વેશ્યાવૃત્તિ'નો ધંધો ખુલ્લેઆમ ચાલતો હોય તેવું એકમાત્ર ગામ છે. જે બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકામાં થરાદ થી પૂર્વ દિશામાં 11 કિલોમીટર દૂર આવેલું છે .તે ગામનું નામ છે 'વાડીયા' આશરે 80 થી 100 ઘરની વસ્તી ધરાવતા આ ગામમાં સરાણિયા કોમના લોકો રહે છે .મૂળ તો આ લોકો રાજસ્થાનના વતની હતા. અને પહેલાના સમયમાં આ લોકો તલવાર, ચપ્પુ, છરી, ભાલા વગેરે હથીયારો ને ધાર કાઢવાનો અને તેને સજાવવાનો ધંધો કરતા હતા. પરંતુ સમય બદલાતા તે બધાં હથિયારોનો વપરાશ બંધ થઈ ગયો .અને આ લોકોનો ધંધો પડી ભાગ્યો. પેટનો ખાડો તો દરેકને પૂરવોજ પડે છે . રોજી-રોટી ની શોધમાં આ લોકો ડંગા લઈને અંહી-તંહી ભટકતા હતા . ફરતા- ફરતા તેઓ આ વિસ્તારમાં આવ્યા .અહીં આ જગ્યાએ તેમણે ખુલ્લી અને પડતર વિશાળ જમીન જોઈ .જેનું કોઈ રણી-ધણી કે પૂછનાર કોઈ ન હતું .અને આ લોકો અહીં જ સ્થાયી થઈ ગયા .આજુબાજુના ગામોમાં જઈને મજૂરી કરવી અને સખત મજૂરી દ્વારા પરસેવો પાડીને ખાવાનું આ લોકોને ગમતું ન હતું . આમેય આ કોમની સ્ત્રીઓ, ભૂતકાળમાં લશ્કરના સૈનિકોને ખુશ કરવાનો ધંધો તો કરતી જ હતી. તેથી તેમણે એ વ્યવસાય અહીં પણ અપનાવી લીધો. સ્ત્રી પ્રધાન વાડીયામાં આજે પણ મુખ્ય ચલણ સ્ત્રીઓનું જ ચાલે છે. તેમણેજ નક્કી કરેલા રીત- રિવાજ અને કાયદા- કાનૂન આંહીં પાળવામાં આવે છે . આ કોમની સ્ત્રીઓ રૂપાળી ,ગોરી, તંદુરસ્ત અને કામક્રીડા ની જાણકાર હોય છે અહીં આ વ્યવસ્થા ચાલુ કરવામાં શરૂઆતમાં આ લોકોને ઘણી -બધી મુશ્કેલી પડી. આજુબાજુના ગામના લોકોનો વિરોધનો સામનો કરવો પડ્યો. ગ્રાહકો શોધવામાં પણ ખૂબ મુશ્કેલી પડતી હતી .અને ગ્રાહકો અહીં આવતાં પણ ડરતા હતા. પરંતુ જેમ -જેમ ગામ પ્રખ્યાત થતું ગયું તેમ -તેમ ઓટોમેટિક ગ્રાહકો આ બાજુ ખેંચાઈ આવ્યા લાગ્યા. છતાં પણ ક્યારેક ઘણા સમય સુધી ગ્રાહક ન આવે ,ત્યારે અહીંની સ્ત્રીઓ રંગબેરંગી નવા આકર્ષિત કપડાં પહેરી, હોઠો ઉપર લાલી લગાવી , સજીધજીને ને તૈયાર થઈને આજુ-બાજુ નાં શહેર , જેવાં કે થરાદ, સાંચોર કે ડીસાની બજારોમાં ગ્રાહક શોધવા લટાર મારતી નજરે પડે છે.
આ લોકોએ તેમના ગામનો વસવાટ અને ધરોની રચના પણ તેમના ધંધા ને અનુકૂળ આવે તેમ કરી છે .ગામ વચ્ચે મોટો ચોરો છે .ને દરેક ઘરનો મુખ્ય દરવાજો તે ચોરામાં જ પડે છે. જેથી કોઈપણ ગ્રાહક વાહન લઈને આવે તો તેનું વાહન તે ઘરના દરવાજે પાર્ક કરી શકે. દરેક ધર ઓસરી નેં બાદ કરતાં પણ બે -કે ત્રણ ખંડ જેટલાં લાંબાં છે .ને દરેક ઘરની પછવાડ, પાછળ ખરાબાની ખુલી જમીનમાં પડે છે. અહીં આવનાર ગ્રાહક ક્યાંનો છે ? કઈ ઉંમરનો છે ? કઈ જ્ઞાતિનો છે ? કે કયો ધર્મ પાળે છે .તે કાંઈ જોવામાં નથી આવતું .ફક્ત તેને ગ્રાહક તરીકે જોવામાં આવે છે .
અહીં 16 વર્ષથી લઈને ચાલીસ વર્ષ સુધીની છોકરી, યુવતી કે સ્ત્રી ,ગમે તેટલા નાની કે મોટી ઉંમરના, રૂપાળા કે કદરૂપા પુરુષને ,કલાક માટે કે આખી રાત માટે પણ મળી રહે છે. પરંતુ તેના ભાવ અલગ -અલગ હોય છે .જેમ છોકરી ની ઉંમર નાની ,તેમ તેના ભાવ વધુ હોય છે . એનો અર્થ એ નથી ,કે બધી છોકરીઓ પોતાની મરજીથી અને રાજી- ખુશીથી આ ધંધો કરે છે .પરંતુ સામાજિક પરંપરા ના નામે બાળપણથી જ ,આ છોકરીઓના કુમળા માનસમાં એવું ઠસાવી દેવામાં આવે છે. કે 'આજ તેમનો બાપ -દાદા નો વંશ - પરંપરાગત ધંધો છે . આમ મજબૂરીથી પણ પોતાની અને પોતાના કુટુંબના સભ્યોના પેટની ભૂખ ને સંતોષવા ગમે તેવા, નિમકક્ષાના ગ્રાહકના જીસ્મની ભૂખને પણ પરાણે તેમને સંતોષવી પડે છે .અહીં કોઈ પણ પ્રકારની મર્યાદા નથી ,કે કોઈપણ પ્રકારની સૂગ નથી .સગી માતા કે પિતા ,પોતાની પુત્રી માટે ગ્રાહક શોધી લાવે છે .સગો ભાઈ પોતાની બહેન માટે ગ્રાહક શોધી લાવે છે .અને તેમના જ ઘેર, તેમને એકાંત ની સગવડ પણ કરી આપે છે .અહીં પુત્રનો જન્મ થાય ,તો કોઈ ખાસ નોંધ નથી લેતું . પરંતું ધેર પુત્રી જન્મે તો મીઠાઈ વહેંચવામાં આવે છે.તેથી જ કુદરતની મહેર હોય તેમ ,અહીં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા વધુ છે .અહીં એક બીજો પણ રિવાજ છે .લગ્ન કરેલી કોઈ પણ છોકરી કે વહુ આ 'ધંધો 'નથી કરતી .લગ્ન કરવાની ઉંમર કાયદેસર 18 વર્ષની છે .પરંતુ અહીં 18 વર્ષે સુધી લગભગ કોઈ છોકરી 'કુમારીકા' રહેતી જ નથી. ભાગ્યે જ કોઈક નાં નસીબ હોય તે છોકરી 14 થી 15 વર્ષની ઉંમરમાં જ બાળ લગ્ન કરીને આ દલદલમાંથી બહાર નીકળવામાં સફળ થાય છે .આ વ્યવસાયના કારણે અહીં કુવારી છોકરીને કેટલાંય બાળકોની માતા બનવુ તે સામાન્ય વાત છે . તેથી બાળકની પાછળ પિતાનું નામ જ ન હોય તેવાં અહીં કેટલાંય બાળકો જન્મે છે . નેં તે બાળકોની પાછળ ,પિતાની જગ્યાએ વાલી તરીકે માતા નું નામ અહીં લખવામાં આવે છે.આમ વાડિયા માં વાલી તરીકે માતાનું નામ લખાતું હોય તેવા બાળકોની સંખ્યા વધુ છે .આનો અર્થ એ નથી કે આ ધંધો કાયદેસર છે.બધુંય ગેરકાયદેસર જ છે . ને આ ધંધામાં રૂકાવટ ન આવે તે માટે આ લોકો, નજીકના પોલીસ સ્ટાફને હપ્તો પણ આપે છે. અને કોઈ રંગીન મિજાજનો અધિકારી આવે તો તેને ચાર્જ લીધા વિના ફ્રીમાં ખુશ પણ કરવો પડે છે. અહીં નિયમિત આવનાર કોઈ માલેતુદાર ગ્રાહક, પોતાને મનગમતી કોઈ છોકરીને રખાત તરીકે પણ રાખે છે. રખાત તરીકે રહેલી એ છોકરી પછી બીજા પુરુષ સાથે ધંધો નથી કરતી . રખાત રાખેલ એ વ્યક્તિ ગમે ત્યારે ત્યાં આવી શકે છે. અને તે છોકરી સાથે પત્ની જેવો વ્યવહાર કરી શકે છે .પરંતુ શરત એટલી હોય છે કે' તે છોકરીના કુટુંબના ભરણપોષણ માટે નક્કી કરેલી એ રકમ દર મહિને એડવાન્સ આ છોકરીને આપવાની રહે છે . જે મહીને રકમ ન ચુકવે તે મહિને કરાર આપોઆપ પૂરો થાય છે. કોઈ એક ગ્રાહક એક જ છોકરી પાસે ઘણા લાંબા સમય સુધી વારંવાર આવે, ત્યારે તેનાં ઘરવાળા થોડા સતર્ક થઈ જાય છે. કારણ કે સતત સહવાસથી ,તે બંને વચ્ચે ક્યારેક પ્રેમ પાંગરે છે . અને પ્રેમમાં પડેલાં આવાં પ્રેમી -પંખીડા મોકો મળતાં જ બધાંને સુતાં મૂકીને ભાગી પણ જાય છે. એવી રીતે અહીંથી ભાગી ગયેલી છોકરીને શોધવા માટે આ લોકો બહુ મહેનત નથી કરતાં .આવી રીતે અહીંથી કોઈની સાથે પ્રેમ માં પડીને ભાગેલી , ક્યાંક દોલતની લાલચમાં આવીને ભાગેલી ,તો ક્યાંક ધંધાથી કંટાળીને ભાગેલી, રૂપાળી ,હોશિયાર અને નસીબદાર છોકરીઓ ,ગુજરાતના શહેર કે ગામડાઓમાં જઈને સ્થાઈ થઈ છે. અને ત્યાં આજે પણ કોઈ શેઠાણી, પટલાણી, કે ઠકરાળી તરીકેનું જીવન જીવી રહી છે. ખાટલાની પથારી ઉપર બેસીને પાણી પીતાં -પીતાં રણજીતે મયુરીને જગદીશની ઓળખાણ આપી .'આ મારો કલીનર છે,' જગુ . છેલ્લા ત્રણ વર્ષથી મારી સાથે રહે છે .'
'એમ ? ક્લીનર તો બહુ રૂપાળો રાખો છો ને !'
' નેં છે પણ મારી જેમ જ રંગીન મિજાજનો ,તને ગમશે ? કહીને રણજીત હસ્યો . 'હું એકલી જ બેય વચ્ચે ચાલીશ ? કે પછી બીજી છોકરી બોલાવું !' કહીને મયુરી પણ સામે હસી. 'એક ભાણામાં બે પુરુષે સાથે ન ખવાય , બીજી બોલાવ !'રણજીતે કહ્યું . મયુરી રૂમની બહાર આવી .બાજુના મકાનની દિવાલ ઉપરથી ઝીણા સાથે તીણી બૂમ પાડી . 'સગી...ઈ... એ ...સગી ....!
કી ....કર...વે ...! અઠે...આય...તો ...! સંગે...ભૂરીનેય..
.. બરકી....લાય... તો ...!' 10-15 મિનિટમાં તૈયાર થયેલી બે છોકરીઓ ત્યાં આવી .તેમણે પણ મયુરી જેવાં જ ભભકાદાર વસ્ત્રો પહેર્યા હતાં .પેલી છોકરીઓએ આ બંનેને પ્રથમ નજરે જોયા. પછી મયુરી પાસે જઈને તેમાંની એક બોલી . 'કી ...કામ ...વે...?'
મયુરી પે'લા બંને તરફ ઈશારો કરતાં બોલી. ' થોરો.નાઉડો
આયો.વે.' બીજી છોકરી પહેલા બંને તરફ ધારી -ધારી ને જોતાં બોલી. કિયો.. એરો.. કે વેરો ?' ' થોરો મન વે એ.. થારો !' કહીને મયુરી તે પછી જગદીશ ને તે બે માંથી એક છોકરી પસંદ કરવા ક્હ્યું .બંને છોકરીઓ માં એકની ઉંમર 17 વર્ષની હતી .જ્યારે બીજી ની ઉંમર 19 વર્ષ આસપાસ હતી .જગદીશે જે 17 વર્ષની સ્વરુપવાન છોકરી હતી તે પસંદ કરી. પે'લી બીજી છોકરી જગદીશ તરફ મોં ચકોડીને ચેનચાળા કરીને ચાલતી થઈ .ભાવ-તાલ નક્કી થયા એ પછી, પસંદ કરેલ છોકરી બાજુના ઘરમાં જ જગદીશ ને લઈને અદ્રશ્ય થઈ ગઈ . બંને ત્યાં દોઢ -એક કલાક રોકાયા. ને આશરે 7:00 વાગે ત્યાં થી આવવા રવાના થયા.રણજીત અને જગદીશ ટ્રક પાસે આવ્યા
પે'લી જગદીશ સાથેની છોકરી તો ક્યાંય નજરે ન ચડી. પરંતુ 'મયુરી 'તે બંનેને છેક ટ્રક સુધી વળાવવા આવી. તેણીએ બંનેને ફરી આવવાનું 'નિમંત્રણ 'આપ્યું અને હાથ ઊંચો કરીને તેમને વિદાય આપી. ટ્રક ચલાવીને તેઓ થરાદ -ડીસા હાઈવે ઉપર આવ્યા. અને રસ્તો પાકો આવ્યો હોવાથી ,ટ્રકને ઝડપી ગતિએ ડીસા બાજુ હંકારી મૂકી . 'કેવું હતું જગ્ગુ ?' રણજીતે ટ્રક ચલાવતાં - ચલાવતાં પુછ્યું . 'અરે શું વાત કરું કાકા.' મુંબઈ સુરત ,અને સતારા ,બધેય આપણે ગયા છીએ. પરંતુ આજના જેવી 'મજા' તો ક્યારેય નથી આવી.' જગદીશ બીડી સળગાવી એક સટ (ઘૂંટ ) મારી રણજીતને આપતાં બોલ્યો . 'હવે તો તે માન્યું ને, કે' ખરેખર અહીં પરીઓ વસે છે .' રણજીત બોલ્યો . 'માન્યું જ નહીં, જોઈ પણ ખરી !' જગદીશે કહ્યું . અને ક્ષણિક રહીને આગળ પૂછ્યું . 'હે કાકા, એ તો કહો, કે' આ સૂકા -ભટ્ટ વિસ્તારમાં, જંગલમાં મંગલ, જેવી આ જગ્યા તમે શોધી કેવી રીતે ?' અને રણજીતે ટ્રક ચલાવતાં -ચલાવતાં પોતાના આગલા 'ફેરા' ની બધી જ કહાની કહી સંભળાવી 15 દિવસ, મહિને, કે બે મહિને, રણજીતની ટ્રક ને વાવ- થરાદ નો ફેરો અચૂક મળી રહેતો .આ ફેરો હોય ત્યારે માલ ખાલી કરીને રણજીત અને જગદીશ 'વાડીયા' 'અચૂક આવતા. જગદીશ દર વખતે અલગ- અલગ છોકરી પસંદ કરતો . જ્યારે રણજીત 'મયુરી' માં ન જાણે ,એવું તે શું જોઈ ગયો હતો, કે' તે ફક્ત તેની પાસે જ હતો . એનો અર્થ એ ન્હોતો , કે 'મયુરી 'ને માત્ર 'રણજીત' સિવાય બીજો કોઈ ગ્રાહક ન હતો. રણજીત પંદર દિવસે, કે મહિને આવે ત્યારે ,ખુશ થઈને બસોને બદલે 250 રૂપિયા ક્યારેક આપતો . પરંતુ એમાં ત્રણ જણ નું મહિનો ભરણ-પોષણ શક્ય ન હતું . અને મહિને 3000 રૂપિયા ખર્ચીને, મયુરીને પોતાના માટે અનામત (રખાત )તરીકે રાખવાની રણજીતની આર્થિક સ્થિતિ ન હતી .તેથી મયુરી ને તેના કુટુંબના નિર્વાહ માટે પણ બીજા ગ્રાહકો પાસે ફરજિયાત જવું પડતું . એ ગ્રાહકો ક્યારેક પોતાનો ભાઈ શોધી લાવતો, તો ક્યારેક પોતાના નામથી ખેંચાઈ ને આવતા. તો ક્યારેક મયુરી ને જાતે જ શોધવા ,થરાદ કે આજુબાજુનાં ગામોમાં જવું પડતું . એકાદ વર્ષના ગાળામાં જ, મયુરીએ એક સુંદર બાળકીને જન્મ આપ્યો .પુત્રીના જન્મની ખુશીમાં મીઠાઈ વહેંચવામાં આવી .મયુરી ની પુત્રીનો 'વાન' એકદમ 'ગોરો' હતો. બીજી સ્ત્રીઓએ એનું નામ 'ભુરી' અથવા 'ગોરી' રાખવા સૂચવ્યું .પરંતુ મયુરી એ તેને કોઈની નજર ન લાગી જાય તે માટે તેનું નામ' કાળી 'પાડ્યું . કેટલાક લોકોની માન્યતા છે, કે' સ્ત્રીને બાળકના જન્મ પછી તેનું નૂર હણાઈ જાય છે .પરંતુ મયુરીએ સુવાવડમાં ન જાણે એવું તે, શું ખાધું હતું કે' પુત્રીના જન્મ પછી એનું રૂપ ઓર ખીલી ઉઠ્યું હતું. ત્રણ મહિનાની 'પરેજી' પાળીને મયુરી પાછી હતી એ જ 'ધંધા' માં જોતરાઈ ગઈ .મહિને, બે મહિને વાવ -થરાદ નો ફેરો મળે ત્યારે રણજીત અને જગદીશ 'વાડીયા' 'અચૂક આવતા. હવે તેઓ અહીંના પરિચિત હતા. તેથી તેમને હવે આંહીં ઘર જેવું લાગતું હતું. કલાક- બે કલાક ને ક્યારેક તો રાત પણ અહીં જ રોકાઈ જતા .અને જમતા પણ અહીં જ.અને પછી તેમનું કામ પતાવી ને તેઓ ચાલ્યા જતા.આમને આમ ત્રણ વર્ષ પસાર થઈ ગયાં . સતત સહવાસથી મયુરી અને રણજીત એકબીજા તરફ આકર્ષાયા હતાં . ધીમે -ધીમે બંને ને એક-બીજાથી પ્રેમ થઈ ગયો. અને અંતે બંનેએ ભાગીને ખાનગીમાં લગ્ન કરવાનું નક્કી કર્યું .પરંતુ પ્રશ્ન એ હતો કે લગ્ન કરીને ભાગી ને જાવું ક્યાં ? તેના વતનમાં તો રણજીતના ભાગે આવતી જમીન ,અને ઘરબાર મોટા ત્રણેય ભાઈઓએ સરખા ભાગે વહેંચી લીધાં હતાં .અને લગ્ન કરીને લાવેલ કન્યા કયા 'કૂળ'ની છે,કયા ગામની, અને કઈ જ્ઞાતિ ની છે .તેની એનાં ધરવાળા પૂછપરછ કરે, અને તેના પુરાવા માંગે. જ્યારે રણજીત તે બધી વાતોનો તેમને સંતોષ થાય, તેવો કોઈ જવાબ આપી શકે તેમ ન હતો .ને આવા સંજોગોમાં તેમનું કુટુંબ પોતાને અને પોતાની પત્નીને સ્વીકારવા તૈયાર ન જ થાય .રણજીત ને આ બધી જ બાબતોનો પૂરો ખ્યાલ હતો . તેથી તેણે અગાઉથી જ બધી ગોઠવણ કરી રાખી હતી . છાંટા -પાણીની આદતને લીધે તેણે ગુજરાતના મોટાભાગના અડ્ડા જોયા હતા .અને ઘણા ખરા 'બુટલેગરો'ને તે ઓળખતો હતો. ડીસા નીકળે ત્યારે તે 'બાબુસીગ'ના અડ્ડે દારૂ પીવા અચૂક જતો .તેથી બાબુસિંગ સાથે પણ તેને સારી 'ઓળખાણ 'હતી. બાબુસિંગ ડીસા નો માથાભારે 'બુટલેગર 'હતો .ડીસામાં તેના નામની 'ફે'ફાટતી હતી. ભલ-ભલા સાહેબો તેને સલામ ભરતા હતા .એક દિવસ રણજીત બાબુસિંહને મળ્યો. તેણે પોતાની હકીકત અને મુશ્કેલીની વાત કરી,અને પોતાને મદદરૂપ થવા કહ્યું . 'એમાં શું ગભરાય છે ? આ ડીસામાં લાખો એંકર જમીન ફાજલ પડી છે . તને જ્યાં ગમે ત્યાં જઈને ,જોઈએ એટલી જમીન ઉપર કબજો જમાવી લે . અને અંદર મકાન બનાવી ને તેમાં રહેવા લાગી જા. હું બેઠો છું ત્યાં સુધી કોઈની મજાલ છે ,કે 'તારું નામ પણ લે !' બાબુસિંગે રણજીત ને સધિયારો અને હિંમત આપ્યાં .અને રણજીતે ડીસા ચાર રસ્તા પાસે ,'આખોલ' પાટિયા નજીક ખુલ્લી, બે- એકર પડતર જમીન રોકી, તેમાં છાપરું પણ બાંધી નાખ્યું. એક દિવસ પૂર્વ નિર્ધારિત ગોઠવણ મુજબ ,પોતાની બે વર્ષની બાળકી 'કાળી' ને લઈને 'મયુરી' થરાદ આવી .ને નિર્ધારિત સ્થળે થી 'રણજીત'ની ટ્રેકમાં બેસીને ,રણજીત સાથે છુમંતર થઈ ગઈ .સાંજે મયૂરી નાં ઘરવાળાને આની ખબર પડી .પરંતુ એ લોકોએ તેને શોધવાની કોશિશ ન કરી. અને રણજીત પણ તે દિવસથી ટ્રક લઈને ગામમાં આવતો બંધ થઈ ગયો. તેથી તેના ઘરવાળાને પૂરી ખાત્રી થઈ ગઈ ,કે નક્કી મયુરી રણજીત સાથે જ ભાગી ગઈ છે.