Miss Kalavati - 10 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 10

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 10

રાજકારણમાં આગળ વધવા માટે 'કલાવતી'ને મોના અને ડી.એસ. તરફથી પૂરી સ્વતંત્રતા આપવામાં આવી હતી. તે ગમે ત્યાં જાય, ગમે તેની જોડે હરે -ફરે, તેની સામે તેમને કોઈ વાંધો ન હતો. તેમને ખાતરી હતી કે કલાવતી હવે પોતાના નિર્ણય લેવા જાતે જ સક્ષમ છે. ચુડાસમાથી જુદા પડવાની બધી જ નિરાશા ખંખેરીને  તેણીએ હવે પૂરેપૂરું 'રાજકારણ'માં ધ્યાન પરોવ્યું હતું. પક્ષ ની દરેક મીટીંગ હોય, કે કાર્યક્રમ હોય તેમાં તે અચૂક જતી. દરેક કાર્યક્રમમાં તેનો પહેરવેશ અલગ- અલગ રહેતો. જેની પસંદગી તેણી કાર્યક્રમનો વ્યાપ અને વિષય જોઈને કરતી. નાની મીટીંગો માં તે પંજાબી ડ્રેસ પહેરીને જતી. તો ક્યાંક પટિયાલા અને કુર્તા પહેરીને પણ જતી. પરંતુ જો કોઈ મોટો કાર્યક્રમ હોય કે સભા હોય ત્યારે તે પોતાની ખાસ પસંદગીની સાડી નો ડ્રેસ પહેરીને જ જતી . હોદ્દા ની રૂએ હવે તેને સ્ટેજ ઉપર અચૂક સ્થાન મળતું. અને પ્રવચન કરવાનો પણ મોકો મળતો હતો.
  કલાવતી યુવાન હતી .સ્વરૂપવા હતી ,આખા બોલી હતી, અને બિન્દાસ હતી. તે ઉપરાંત તે દરેક મિટિંગમાં અલગ- અલગ વસ્ત્રો પહેરીને, સજી-ધજી ને આવતી. એટલે નેતા ઓ અને કાર્યકર્તાઓનું તે આકર્ષણનું કેન્દ્ર બની રહેતી.    કેટલાય નેતાઓ અને કાર્યકર્તાઓ કળાવતી નો પરિચય કેળવવાની ઈચ્છા રાખતા. તો કેટલાક કામના નેતાઓ અને કાર્યકર્તાઓ પાસે કલાવતી સામેથી પરિચય કેળવી લેતી.   '   કલાવતીની સક્રિયતા અને મહેનતથી હવે સ્ત્રીઓ પણ સારી એવી સંખ્યામાં પક્ષની મિટિંગમાં આવવા લાગી હતી અને રાજકારણમાં 'રસ' લેવા લાગી હતી. તેની આ સક્રિય તા જોઈ કેટલીક સિનિયર સ્ત્રી -આગેવાનો અને કાર્યકર્તા ઓ ખાનગીમાં તેણીની ઈર્ષા કરતી.  પરંતુ કલાવતી એવું કંઈ પણ ગણકાર્યા વિના પક્ષે સોંપેલ જવાબદારી નિષ્ઠાથી નિભાવે જતી હતી. કલાવતી પક્ષની દરેક મિટિંગમાં જતી. જ્યારે બારોટ સાહેબ કોઈ અગત્યની મીટીંગ હોય તેમાં જ હાજર રહેતા. જાહેરમાં બારોટ સાહેબ 'કલાવતી' સામે નજર સુધ્ધાં ન કરતા , કે એક પણ શબ્દની વાતચીત ન કરતા. પરંતુ દરરોજ અથવા બીજા કે ત્રીજા દિવસે બંને વચ્ચે પર્સનલ નંબર ઉપર વાર્તાલાપ અચૂક થતો. અને એ ફોન કલાવતી એ બારોટ સાહેબ સામેથી પોતાના નંબર ઉપરથી 'મિસ કોલ' કરે ત્યારે જ કરવાનો રહેતો .
   પોતાના ફોન ની 'રીંગટોન' માં કલાવતી એ એવી ગોઠ વણ કરી હતી કે, બારોટ સાહેબના એ ' પર્સનલ ' નંબર ઉપરથી ફોન આવે તો અલગ પ્રકારની રીંગટોન વાઞતી .એ રીંગટોન નો અવાજ સાંભળે ત્યારે 'કલા' ને ચારે કોઠે દીવા પ્રગટતા. ગમે તેવા અગત્યના કામમાં હોય તોય તે પડતું મૂકી ને , ફોન લઈને એકાંત માં જઈને વાતો કરવામાં મશગૂલ થઈ જતી .
  ફોન ઉપર બંને ક્યારેક ગુરુ- શિષ્ય જેવી વાતો કરતાં .તો ક્યારેક પ્રેમી- પ્રેમીકા જેવી પણ વાતો કરતાં .રાજકારણના ઘણા બધા પાઠ બારોટ સાહેબ કલાવતી ને ફોન ઉપર જ ભણાવતા. તેમણે શિખામણ આપી હતી કે રાજકારણમાં તમારે સફળ થવું હોય તો, તમારી વાણી, વર્તન અને સ્વભાવ ઉપર સંપૂર્ણ કાબુ હોવો જોઈએ . જે ક્ષણે તમે સફળતા તરફ એક ડગલું આગળ વધશો, તે જ ક્ષણથી બધા વિરીધીયો તમારી પાછળ પડી જશે .
  તમે ક્યાં જાઓ છો કોને મળો છો. શું કરો છો .શું ખાઓ -પીઓ છો. કેવાં કપડાં પહેરો છો. અને કોની-  કોની સાથે કેવું વર્તન કરો છો. તે બધા ની તમારા ઉપર ખાનગી લોકો બારીક નજર રાખે છે.  માટે ખાનગીમાં આપણી 'પર્સનલ લાઇફ 'આપણે ગમે તે રીતે જીવીએ. પરંતુ જાહેરમાં તેનો કોઈને અણસાર સુધ્ધાં ન આવવો જોઈએ. એટલે ક્યારે પણ લાગણીમાં આવી  જઈ જાહેરમાં ક્યાંય એવું વર્તન ન કરી બેસીએ. કે લોકોને કોઈ વાત કરવાનો મુદ્દો મળી જાય. કલાવતી બારોટ સાહેબની એક -એક વાતને ગંભીરતાથી સાંભળી હતી. અને મનમાં ઘૂંટી લેતી હતી.
    બારોટ સાહેબે કલાવતી ને એ મંત્ર પણ આપ્યો હતો કે 'રાજકારણમાં તમારે સફળ થવું હોય, આગળ વધુ હોય, કાયમી ટકી રહેવું હોય, અને ટોચ સુધી પહોંચવું હોય તો. સૌ પ્રથમ તમારો 'પાયો'  મજબૂત હોવો જોઈએ.  અને લોકશાહીમાં પાયો એટલે પ્રજા . પ્રજા નો પ્રેમ, પ્રજા નો વિશ્વાસ. અને પ્રજાનું સમર્થન .
    આ બધું પ્રાપ્ત કરવા માટે કલાવતી જિલ્લાના મહિલા મોરચાના પ્રમુખના ' હોદ્દા 'ની  રૂએ,બનાસકાંઠા ના દરેક તાલુકા અને શહેર નો તે પ્રવાસ કરતી હતી. ત્યાંના આગેવા નો અને કાર્યકર્તાઓને મળતી. ત્યાંની સ્રી કાર્યકર્તાઓને મળતી.  તેમની સાથે મળી પરિચય કેળવતી, તેમની સાથે બેસી દરેક તાલુકાના અને શહેરના મહિલા મોરચાની રચના કરતી.  મહિલાઓને સક્રિય કરતી,  અને રાજકારણમાં આગળ આવવા તેમને પ્રોત્સાહિત કરતી. તેની આ કામગી રીથી, છ માસ માં તો 'મહિલા મોરચો' સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ધમધમતો થઈ ગયો હતો .
બારોટ સાહેબ કાલાવતી ને રાજકારણમાં આગળ લાવવા માટે જે પ્લેટફોર્મ શોધતા હતા. તેની 'તક' સામેથી આવી હતી.  બનાસકાંઠા જિલ્લા પંચાયત, અને તેમાં સમાવિષ્ટ તાલુકા પંચાયતની ચૂંટણીની જાહેરાત થઈ હતી. જેમાં ડીસા તાલુકા પંચાયતની ચૂંટણી પણ હતી.  કલાવતી ની જિલ્લા માં મહિલા મોરચા ના પ્રમુખ ની નિમણૂક વખતે કાર્યકર્તાઓમાં થોડો -ઘણો ચણભણાટ થયો હતો. જે કલાવતીની કાર્યપદ્ધતિ થી અને મિલનસાર સ્વભાવથી શાંત પડી ગયો હતો. આ ચૂંટણીમાં ડીસા તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે 'કલાવતી'ને બેસાડવા માટે બારોટ સાહેબે મનોમન ' સોગઠાં ' ગોઠવવાં ચાલુ કર્યાં .
      બારોટ સાહેબ સારી રીતે જાણતા હતા કે, કોઈપણ વ્યક્તિને પક્ષમાં 'પદ' કે 'હોદો' અપાવવો.સહકારી ક્ષેત્રમાં કોઈને 'ડિરેક્ટર' કે 'ચેરમેન' તરીકે નિમણુક કરાવવી. કોઈની 'બઢતી' કે 'બદલી' કરાવવી ,એ એમના 'ડાબા' હાથનો ખેલ હતો.  એક જ ફોન, કે ભલામણ થી તે બધું કામ થઈ જતું. પરંતુ લોકશાહી વ્યવસ્થામાં. ગ્રામ પંચાયત તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, અને સંસદ સભ્ય , આ ચૂંટણી લડીને જીતવી ખૂબ જ મુશ્કેલ હતી .
   કારણ કે બંધારણ પ્રમાણે 18 વર્ષથી મોટા દરેક નાગરિક ને ,જેનું નામ મતદાર યાદીમાં હોય ,તેને 'મત' આપવાનો અધિકાર હતો.  અને હમણાંથી જ્ઞાતિવાદ- કોમવાદ અને સગાવાદ ના રાજકારણે  ચૂંટણીમાં પ્રવેશ કર્યો હતો. તેથી જે- તે વિસ્તારમાં, જ્ઞાતિ સમિકરણો પ્રમાણે, તેમની જ જ્ઞાતિ ના ઉમેદવારો ચૂંટાઈ આવતા હતા. આવી પરિસ્થિતિ માં તાલુકા પંચાયતની પ્રમુખની વાત તો પછી આવે . પરંતુ તેની 'સીટ'  ઉપર તાલુકા પંચાયતના 'ડેલિકેટ' તરીકે પણ 'કલાવતી 'ને જીતાડવી ખૂબ જ મુશ્કેલ હતી.
     તાજેતરમાં જ જ નવી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ આવ્યો ત્યારે બારોટ સાહેબે તેમના માણસો દ્વારા કલાવતી નું નામ આખોલ ગામની મતદાર યાદીમાં દાખલ કરાવી દીધું હતું . જોકે તે વખતે તેના એલ.સી. પ્રમાણે તેને હજુ 18 વર્ષ માં ઉંમર માં 15 દિવસ હજુ ધટતા હતા.  છતાં પણ 18 વર્ષની ઉપર 15 દિવસની ઉંમર બતાવી તેનું નામ મત દાર, યાદી માં દાખલ કરાવી દીધું હતું .
    આખોલ ગામ તાલુકા પંચાયતની 'ભડથ સીટમાં આવતું હતું. અને ખાનગીમાં જાણવા મળ્યું હતું કે આ સીટ ઉપર થી વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે બહાદુર સિંહ ની ટિકિટ ફાઇનલ હતી. એટલું જ નહીં પરંતુ તાલુકા પંચાયતમાં વિરોધ પક્ષને જો બહુમતી મળે તો ,' પ્રમુખપદ 'નો તે  મુખ્ય દાવેદાર હતો. અને ભડથ તાલુકા પંચાયત સીટ માં આવતાં પાંચ ગામો માં 75% વસ્તી તો તેમની જ્ઞાતિ ના લોકોની હતી. અને આ કોમવાદી વાતાવરણમાં કલાવતી ને તે બેઠક ઉપર તેની સામે જીતાડવી શક્ય ન હતી. પોતાના માણસો દ્વારા બારોટ સાહેબે ખાનગીમાં બહાદુરસિંહ વિશે તપાસ કરી હતી. અને તેને મળીને નાણી પણ જોયું હતું. પરંતુ બહાદુરસિંહ પોતે જ એટલો આર્થિક સધ્ધર હતો કે સામેના બે ઉમેદવારોને ખરીદવાની તેં આર્થિક શક્તિ ધરાવ તો હતો .
   ચૂંટણીનું જાહેરનામું પડી ગયું ઉમેદવારોએ ફોર્મ ભરવાનું ચાલુ કર્યું હતું. ધારણા પ્રમાણે બહાદુરસિંહે'ભડથ' સીટ ઉપર થી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. ટિકિટ માગનાર ઉમેદવારો પોતાને ટિકિટ આપવા માટે ભલામણ કરતા હતા લોબીંગ કરતા હતા . અને ક્યાંક દબાણ પણ કરતા હતા.   '  ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ હતો .દરેક સીટ પર બે- કે- ત્રણ કે ,તેથી વધુ ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં. ફોર્મ સ્વીકારવાનો છેલ્લો સમય ત્રણ વાગ્યા સુધીનો હતો. ડીસા તાલુકા પંચાયતની સામઢી સીટ ઉપરથી વિરોધ પક્ષના ઉમેદવાર તરીકે મગનસિંહે બે વાગ્યે પોતાનું ઉમેદ વારી ફોર્મ ભર્યું હતું . અને લગભગ અઢી વાગે 'કલાવતી' એ પોતાના ટેકે દારો સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ તે બેઠક ઉપરથી ભર્યું હતું .અહીં અગાઉથી જ કલાવતી ના પક્ષના એક ઉમેદવારે પોતાનું ફોર્મ ભરેલું જ હતું .
   સામઢી તાલુકા પંચાયત સીટ ઉપર મગનસિંહની જ્ઞાતિના મતદારો ની સંખ્યા ૬૦ ટકા થી વધુ હતી. છતાં પણ કલાવ તી' એ પોતાનો વિસ્તાર છોડી, છેક અહીં આવી ઉમેદવારી નોંધાવી તેનાથી ઘણાને આશ્ચર્ય થયું હતું. ત્રણ વાગે જે તે પક્ષો એ પોતાના ઉમેદવારોને ફાળવેલા 'મેન્ડેડ' પણ ઓફિસ માં રજૂ કરી દીધા હતા .અને બીજા દિવસે ફોર્મ ની ચકાસણી હતી .
      ફોર્મ ચકાસણી વખતે કેટલાક ઉમેદવારો હાજર હતા. જ્યારે કેટલાકે પોતે કમ્પલેટ ફોર્મ ભર્યું છે, એટલે તેમાં રદ થવાનો કોઈ સવાલ જ નથી . તેવા આત્મવિશ્વાસ વાળા ગેરહાજર પણ હતા .અને સૌના આશ્ચર્ય વચ્ચે અગાઉ ઘણી બધી ચૂંટણીઓ લડી ચૂકેલા, સામઢી સીટના ઉમેદ વાર મગનસિંહ નું ફોર્મ ચકાસણીમાં રદ થયું હતું. અને ફોર્મ ભરવામાં એટલી મોટી ક્ષતિ રહી ગઈ હતી, કે ' કોઈપણ અધિકારી તે ફોર્મ માન્ય રાખી શકે તેમ ન હતા.  બારોટ સાહેબની 'રાજનીતિ' આમાં કામ કરી ગઈ હતી.કલાવતી ના પક્ષના બીજા ઉમેદવારનું ફોર્મ એ ને 'મેન્ટેડ' ન મળવાને કારણે ઓટોમેટિક રીતે રદ્ થયું હતું .
   આમ ડીસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ,ચૂંટણી પહેલાં જ, 'સામઢી' તાલુકા પંચાયતની બેઠક ઉપરથી કુમારી કલાવતી બહેન રણજીતભાઈ સોલંકી બિનહરીફ ચૂંટાયેલાં જાહેર થયાં હતાં. કેન્દ્રમાં અને રાજ્યમાં બારોટ સાહેબની પાર્ટીની સરકાર હતી. રાજ્યમાં ઘણી બધી જિલ્લા પંચાય ત અને તાલુકા પંચાયત પણ તેમના પક્ષના હસ્તક જ હતી. કોઈપણ પક્ષ સત્તા ઉપર હોય તે લોકોની બધી જ અપેક્ષા ઓ ક્યારેય પણ સંતોષી શકતો નથી.  તેથી લોકો હંમેશાં તેનાથી વિરુદ્ધમાં જ મતદાન કરતા હોય છે .
     આ ચૂંટણીમાં પણ એવું જ થયું હતું. સતાધારી પક્ષે બધી બેઠકો જીતવા અને બહુમતી મેળવવા ખૂબ જ મહેન ત કરી હતી. પ્રચાર કર્યો હતો અને ખર્ચો પણ કર્યો હતો. કલાવતી પહેલેથી જ' બિનહરીફ ' થયેલી હોવાથી તેણી એ પણ પોતાના પક્ષના ઉમેદવારોને જીતાડવા ખૂબ મહેનત કરી હતી. અને પ્રચાર કર્યો હતો.  છતાં પણ ડીસા તાલુકા પંચાયતની કુલ 21 બેઠકો માંથી 12 બેઠકો ઉપર  વિરોધ પક્ષના ઉમેદવારો વિજેતા થયા હતા . જ્યારે  9 બેઠકો  સત્તાધારી પક્ષને મળી હતી .
      ડીસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં વિરોધ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી.  એટલે તાલુકા પંચાયત વિરોધ પક્ષની થવાનું લગભગ નક્કી જ હતું . અને પ્રમુખ તરીકે બહાદુર સિંહ નું નામ પણ નક્કી જ હતું. એ જ પ્રમાણે ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ નાં નામો પણ નક્કી કરી નાખવામાં આવ્યાં હતાં. માત્ર પ્રમુખની ચૂંટણીનું જાહેરનામું બહાર પડે ,તેની જ રાહ જોવાતી હતી .
   લોકોએ ભલે ડીસા તાલુકા પંચાયતની ચૂંટણીમાં તેમના પક્ષને બહુમતી આપી ન હતી. પરંતુ બારોટ સાહેબે 'કલાવ તી' ને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવાની ઉમ્મીદ હજુ છોડી ન હતી. કારણકે વહીવટી તંત્ર તેમના કહેવામાં હતું. અને બધા જ અધિકારીઓ તેમનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતા.        આવી પરિસ્થિતિમાં વિરોધ પક્ષના લોકો કંઈ જાણે, કે કંઈ સમજે એ પહેલાં એક રાત્રે કલાવતીના પક્ષના નવ અને વિરોધ પક્ષના ચાર મળી કુલ 13 સભ્યો લક્ઝરી ગાડીઓમાં ક્યાંક સહેલગાહે ઉપડી ગયા હતા. તેમની સાથે એક -બે જણ મોનેટરીંગ અને હેન્ડલિંગ કરવા વાળા પણ હતા .અને પાંચ - છ જણા તેમનો પડ્યો બોલ ઝીલનારા અને તેમની સેવાચાકરી કરનારા પણ હતા. તેઓ ક્યાં ગયા છે તેની કોઈને પણ ખબર ન હતી .
તેઓના ગયા પછી બીજા દિવસે સવારે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યુ હતું . સમગ્ર ડીસા તાલુકામાં ખળભળાટ મચી ગયો હતો. વિરોધ પક્ષને લોકોએ સ્પષ્ટ બહુમતી આપી હોવા છતાં, તેમાંથી ચાર સભ્યો સત્તાધારી પક્ષના સભ્યો સાથે મળી તેમની સાથે સહેલગાહે ઉપડી ગયા હોય, તેવી ડીસા તાલુકામાં આ પ્રથમ ઘટના હતી.
    વિરોધ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓ માં ભાગી ગયેલા તેમના પક્ષના સભ્યો સામે ભયંકર રોષ ફાટી નીકળ્યો હતો. તેમને શોધવા માટે તેઓ આકાશ- પાતાળ એક કરતા હતા. પરંતુ ક્યાંય એમનો પતો મળતો ન હતો. પક્ષ સાથે ગદ્દારી કરી ભાગી ગયેલા, એ સભ્યો ક્યાંક હાથ માં જાય આવી જાય તો, તેમને 'મેથીપાક ચખાડવાની પણ પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓની તૈયારી હતી. વિરોધ પક્ષના માણસોએ ખૂબ જ શોધ-ખોળ કરવા છતાં ભાગી ગયેલા સભ્યોનો કોઈ પતો ન મળવાથી તેમણે ભાગી ગયે લા સભ્યના પુત્ર દ્વારા ,'પોતાના પિતાનું સત્તાધારી પક્ષના માણસો 'અપહરણ ' કરીને ક્યાંક ભગાડી ગયા છે. અને તેમની જાન ને ખતરો છે .' એવી પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી . અને તેમને ગમે ત્યાંથી શોધી ને મુક્ત કરાવ વામાં આવે .' એવી રજૂઆત પણ કરી હતી .
     પોલીસ તપાસ એમની રીતે ધીમી ગતિએ ચાલુ હતી. કારણ કે પોલીસને પણ ખબર હતી કે આ તો બધી 'રાજ કારણ'ની રમત છે . ચૂંટણી પતે એટલે બધું જ મટી જવા નું છે . ફરિયાદ કરવા છતાં ભાઞેલા સભ્યોના કોઈ સગડ મળતા ન હતા . તેથી વિરોધ પક્ષના માણસો દ્વારા નવી વ્યુહરચના ઘડવામાં આવી હતી.  તેમને ખબર હતી કે ભાગેલા સભ્યો ચૂંટણીના દિવસે મતદાન કરવા તો તાલુકા પંચાયત કચેરીએ જ આવવાના છે. ને એ આવે એ વખતે કચેરીના દરવાજા બહાર જ એકી સાથે સો- દોઢસો માણ સો એ ' હલ્લો 'કરી અને એમના સભ્યોને પરત પોતાનામાં ભેળવી દેવા ,અથવા તો તોફાન કરાવી ચૂંટણી હાલ પૂરતી મુલતવી રખાવવી એવું ખાનગીમાં આયોજન કર્યું હતું .
   પરિસ્થિતિ જોતાં તાલુકા પંચાયત કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આજે ચૂંટણી હતી મતદાનનો સમય નજીક આવતો ગયો તેમ- તેમ લોકોનાં ટોળે-ટોળાં તાલુકા પંચાયત કચેરી બહાર ઉમટી પડ્યાં હતાં લોકોમાં ઉશ્કેરાટ અને ઉતેજના હતી.   મતદાનના સમય ને અડધો કલાકની વાર હતી.  બરાબર એ જ સમયે એક લક્ઝરી બસ આવીને પોલીસ પ્રોટેક્શન સાથે તે તાલુકા પંચાયતના ગેટની અંદર દાખલ થઈ. ને છેક કચેરીનાં પગથિયા પાસે જઈને ઉભી રહી. તેમાંથી એક પછી એક સહેલગાહે ગયેલા સભ્યો ઉતર્યા. બહાર ઉભેલા લોકોના ટોળાએ ચિચિયારીઓ પાડી અને એ તરફ ઘસારો કરવાની કોશિશ કરી. પરંતુ પોલીસે ડંડા વાળી કરી તેમને દૂર ધકેલી દીધા . ને સભ્યોએ એ લોકો તરફ જોયું ન જોયું કર્યું અને તાલુકા પંચાયત કચેરીમાં ઘૂસી ગયા .
   તેમણે સભાખંડમાં જઈને જોયું તો વિરોધ પક્ષના બાકી રહેલા આઠ સભ્યો તેમના પહેલાં જ ત્યાં પહોંચી ગયા હતા. અને એક જગ્યાએ તેમને ફાળવેલ ખુરશીઓ ઉપર બેઠા હતા. સભા ની અંદર જતા જ મથુરજી એ ચાર સભ્યો ની સહી વાળો એક લેટર 'સભાપતિ'ને આપ્યો. જેમાં તેમણે ચાર સભ્યોનું 'ડીસા તાલુકા વિકાસ મંચ' નામ નું જૂથ ને માન્યતા આપીને અલગ બેઠક ફાળવવા માંગણી કરી. સભાપતિએ નિયમ અનુસાર તે જૂથને માન્યતા આપી અને તેમને અલગ બેઠક વ્યવસ્થા ફાળવી .
  ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયા ચાલુ થઈ. અહીં આંગળી ઊંચી કરીને ખુલ્લું મતદાન કરવાનું હતું .   પ્રમુખ તરીકે કુમારી કલાવતી બહેન રણજીતભાઈ સોલંકી ની તરફેણમાં 13 મત પડ્યા જ્યારે વિરોધમાં 8 મત પડ્યા .જ્યારે ઉપપ્રમુખ તરીકે મથુરજી પુંજાજીને 13 મત મળ્યા જ્યારે વિરોધમાં  8 મત પડ્યા.  આમ ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કુમારી કલાવતીબેન જ્યારે ઉપપ્રમુખ તરીકે મથુરજી ને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યાં .
  પરિણામ જાહેર થતાં જ બહાર ઉભેલી જનમેદની એ તેમના નામનો જયઘોષ કર્યો. અને ચિચિયારીઓ પાડી. પરિણામ સાંભળતા જ વિરોધ પક્ષના માણસો ટોળામાંથી ધીરે ધીરે ક્યાં ગાયબ થઈ ગયા તેની કોઈને ખબર પણ ન પડી. સભ્યો ઓફિસ થી બહાર આવતાં જ પ્રમુખ અને ઉપપ્રમુખ ને હાજર આગેવાનો અને કાર્યકર્તાઓ એ ફૂલહા ર , પહેરાવીને અને  અબીલ- ગુલાલ ઉડાડી'ને તેમનું ભવ્ય સ્વાગત કર્યું . જનમેદની એ ફરીથી  બંનેના નામની જય બોલાવી ને પ્રચંડ જયઘોષ કર્યો . કેટલાક ઉત્સાહી કાર્યક ર્તા ઓ એ બંન્નેને ખંભે ઉંચકી લીધાં. ને બેન્ડ વાજા સાથે નાચતાં - ગાતાં લગભગ એક કિલોમીટર સુધી ડીસા ની બજારમાં તેમનું વિજય સરઘસ નીકળ્યું . અને ત્યારબાદ એ લોકો વિખેરાયા હતાઃ 
     આ ચૂંટણીમાં વિરોધ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી છતાં તાલુકા પંચાયત શાસક પક્ષે કબજે કરી હતી .જેથી પક્ષમાં કલાવતી નું વજન અને માન બંને વધી ગયાં હતાં પરંતુ ટી.કે .શેઠ જેવા અમુક લોકોને બાદ કરતાં કોઈને પણ ખ્યાલ ન હતો કે, આની પાછળ પડદા પાછળ ના અસલી 'હીરો' તો બારોટ સાહેબ જ હતા. તેમણે રાજકીય શતરં જ, બિછાવીને ને ,અને રમી ને પોતાનું ધાર્યું નિશાન પાર પાડ્યું હતું.
     સૌપ્રથમ તેમણે ચૂંટણીનું ફોર્મ ભરતાં પહેલાં , સામઢી સીટ ના વિરોધ પક્ષના ઉમેદવાર મગનસિંહને પોતાના એક વિશ્વાસુ માણસ દ્વારા ખાનગીમાં રૂપિયા 50,000 રોકડા એડવાન્સ આપી દીધા હતા. અને ફોર્મ ભરતાં ઈરાદાપૂર્વક મોટી 'ક્ષતિ'રખાવી હતી જેથી ફોર્મ આપોઆપ રદ થાય અને કલાવતી બિનહરીફ ચૂંટાઈ જાય. અને એમ જ થયું હતું . તે પછી ' કલાવતી ' નેં પ્રમુખ બનાવવા માટે વિરોધ પક્ષમાંથી ચૂંટાયેલા પસંદગી કરેલા ત્રણ સભ્યોને ટાર્ગેટ કરીને દરેકને એક -એક લાખ રૂપિયા આપી તેમના તરફી લાવવામાં પણ તેઓ સફળ રહ્યા હતા .
તાલુકા પંચાયતમાં બહુમતી માટે તેમને ફક્ત ત્રણ સભ્યોની જ જરૂર હતી. પરંતુ પક્ષ છોડી આવનાર સભ્યો ભવિષ્ય માં પક્ષાંતર ધારા નો ભોગ બની , ગેરલાયક ન ઠરે તે માટે તેમણે ચાર સભ્યોને લાગવાનું નક્કી કર્યું હતું. પરંતુ ચોથો સભ્ય કોઈ પૈસા થી તૂટે એમ ન હતો.  તેથી ના છુટકે તેને ઉપપ્રમુખ નું 'પદ' આપી લાવવો પડ્યો હતો. ચૂંટાયેલા બાર સભ્યોમાંથી ચાર સભ્યો ૧/૪ સભ્યો એ , પોતાનું અલગ જૂથ બનાવ્યું હતું.એટલે એમને હવે પક્ષાંતર ધારો લાગુ પડે તેમ ન હતો.  આ રાજકીય શતરંજ માં બારોટ સાહેબ એડવાન્સ હતા .
        બીજા દિવસે કલાવતીએ પક્ષ ના તાલુકાના વરિષ્ઠ આગેવાની હાજરીમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ સંભાળી લીધો. મીઠાઈ વહેંચી ખુશી મનાવવામાં આવી ચાર્જ સંભાળ્યા બાદ 15 દિવસ સુધી કલાવતી ઓફિસે ન આવી તેથી લોકોને સ્ટાફના માણસો જાત જાતનો તર્ક કરવા લાગ્યા 
   બારોટ સાહેબે તેણીને મંત્ર આપ્યો હતો કે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન' અને તેણીએ તે મંત્ર મન માં વણી દીધો હતો. અને તેની તૈયારી માટે આ 15 દિવસમાં પંચાય ત ધારોને સંપૂર્ણ અભ્યાસ કરી , તેની જોગવાઈઓ, તેના હક્ક ,તેની ફરજો, તેના નિયમો બધું જ જાણી લીધું હતું. અને સમજી લીધું હતું .અને લગભગ 20 દિવસ પછી કલાવતી પ્રથમ વખત તાલુકા પંચાયત કચેરીએ પોતાની પ્રમુખની ઓફિસમાં આવી .અને બધી જ શાખાના મુખ્ય અધિકારીઓને પોતાની ઓફિસમાં બોલાવ્યા.
      ટી.ડી.ઓ . સહિત બધા જ અધિકારીઓનો પરિચય કેળવ્યા પછી તેણીએ દરેકને સૂચના આપી . હવે પછી દર મહિને એક વખત ફરજિયાત તાલુકા પંચાયતના કર્મચારી ઓની સમીક્ષા બેઠક ભરવામાં આવશે. જેમાં દરેક કામની સમીક્ષા કરવામાં આવશે . આ મિટિંગમાં દરેક શાખાના મુખ્ય અધિકારી એ બધી જ માહિતી સાથે ફરજિયાત હાજર રહેવાનું રહેશે.' કોઈ પણ પ્રકારના કામના બદલામાં પોતે એક પણ રૂપિયો લેવાની નથી .' તેવી જાહેરાત પણ તેણીએ કરી. સાથે અધિકારીઓ ને એ પણ તાકીદ તરીકે કરી કે કચેરીમાં આવતા કોઈ પણ અરજદારને ખોટા ધક્કા ખવડાવ્યા સિવાય તાત્કાલિક તેમનું કામ કરી આપવું વગેરે સૂચના ઓ આપી તેણે મીટીંગ પૂરી કરી .
   કલાવતી ની આ કાર્ય પદ્ધતિથી તાલુકા પંચાયતના ઘણા અધિકારીઓ અંદરખાને તેનાથી નારાજ હતા. પરંતુ તેનો પ્રભાવ જ એવો પડી ગયો હતો કે, તેની સામે બોલવાની કોઈ ની હિંમત ન હતી. તેની અઠવાડિયામાં નક્કી કરેલા બે દિવસ સોમવાર અને બુધવારે આખો દિવસ ફરજિયાત પોતાની તાલુકા પંચાયતની ઓફિસમાં હાજર રહેતી. તેની પાસે કોઈ અરજદાર પોતાનો પ્રશ્ન લઈ ને આવે તો , તે જે તે વિભાગના અધિકારીને બોલાવીને તાત્કાલિક તેનો નિકાલ કરતી. તેની આ કામ કરવાની પદ્ધતિથી ડીસા તાલુકાના લોકો ખૂબ જ ખુશ હતાં .અને દિન - પ્રતિદિન તેની લોકપ્રિયતા વધતી જતી હતી .

   આજે સોમવાર હતો. તાલુકા પંચાયત કચેરીમાં પોતાની ઓફિસમાં કલાવતી એકલી બેઠી હતી. તેણીએ ડોરબેલ વગાડી. પટાવાળો આવ્યો એટલે તેને ટી.ડી.ઓ.ને પોતાની ઓફિસમાં બોલાવવા માટે કહ્યું. ટી.ડી.ઓ. કંઈક ફાઈલ જોઈ રહ્યા હતા . પટાવાળાએ તેમને જઈને કહ્યું કે પ્રમુખ સાહેબ તેમને પોતાની ચેમ્બરમાં બોલાવે છે .
      પંદરેક મિનિટ વીતી છતાં ટી.ડી.ઓ. ત્યાં ન આવ્યા   એટલે કલાવતી એ ફરીથી પટાવાળા ને બોલાવવા મૂક્યો.
ટી.ડી.ઓ. ભારે કામમાં હોય તેઓ દેખાવ કરતાં બોલ્યા  'હું થોડા કામમાં છું. બહેનને કહો ને, કે ' ટાઈમ હોય તો મારી ઓફિસમાં આવીને મળે . અમે સાથે ચા પીએ અને વાત પણ થઈ જાય !'
  પટાવાળાએ જઈને કલાવતી ને આ વાત કરી. તેણીનો ચહેરો 'લાલચોળ' થઈ ગયો. પરંતુ તેણીએ પોતાની જાત ઉપર કાબુ રાખ્યો. અને તાડૂકી .'એમને કહે કે, તેમને મારી ઓફિસમાં બોલાવે છે..!  તાત્કાલિક અહીં આવે !'
બે -ત્રણ મિનિટ પછી ટી.ડી.ઓ. કલાવતી ઓફિસમાં આવ્યા.          'આવો બેસો !' કલાવતીએ પોતાની બાજુમાં પડેલ ખુરશી ચીંધી.ટી.ડી. ઓ. તે ખુરશી ઉપર બેઠા.             ' કેમ કંઈ ખાસ કામમાં હતા ?' કલાવતી એ પૂછ્યું.           'ના.રે ! ખાસ કાંઈ ન હતું.આ તો બધું રૂટીન રહેવાનું !' ટી.ડી.ઓ. બોલ્યા.
' મિસ્ટર મંછૂડીવાલા ,તમે અધિકારી છો. અને હું પદાધિ કારી છું. હું આ કચેરી ની વડો છું .અને તમે મારા 'સચિવ' છો. પ્રોટોકોલ પ્રમાણે તમારે મારી ઓફિસમાં આવવાનું હોય, મારે તમારી ઓફિસમાં આવવાનું ન હોય સમજ્યા?'     ' હા,  સાહેબ !' ટી.ડી.ઓ.અદબ થી બોલ્યા.
   'તમે ઘણા સિનિયર છો. પંચાયત ધારાની જોગવાઈઓ મારે તમને શીખવવાની જરૂર ન હોય !' કહીને પટાવાળા ને બોલાવવા કલાવતી એ બેલ મારી.      પટાવાળો આવ્યો એટલે કહ્યું.' રાવત ,જા તો , બધી જ શાખા ના મુખ્ય અધિકારીઓને મારી ઓફિસમાં તાત્કાલિક બોલાવી લાવ તો !'          થોડી જ વારમાં પ્રમુખની ઓફિસમાં નાયબ ચીટનીશ દેસાઈ, બાંધકામ શાખામાંથી સોલંકી, સી.ડી.પી. ઓ. લક્ષ્મીબેન, ટી.પી.ઓ. ગોસ્વામી, આઇ.આર.ડી. શાખામાંથી વિસ્તરણ અધિકારી પરમાર, ખેતીવાડી શાખા માંથી વિસ્તરણ અધિકારી રાઠોડ,મ.ન.રે.ગા.શાખા માંથી ગોકલાણી વગેરે અધિકારી ઓ આવીને સામેની ખુરશીમાં ગોઠવાઈ ગયા .
  ચાર્જ સંભાળ્યા પછી ની પ્રથમ મિટિંગમાં જ કલાવતી એ સૂચના આપી હતી કે, હવેથી દર મહિને તાલુકા પંચાયતનાં કામોની 'સમીક્ષા બેઠક' એક વખત ફરજિયાત મળશે. અને તે મિટિંગમાં દરેક શાખા ના મુખ્ય અધિકારીએ સંપૂર્ણ માહિતી સાથે ફરજિયાત હાજર રહેવું . એવો આદેશ કર્યો હતો. બધા જ અધિકારીઓ આવી ગયા એટલે મીટીંગ ચાલુ થઈ .
   કલાવતીએ ટી.ડી.ઓ.સામે જોઈ ને પૂછ્યું '.ટી.ડી.ઓ શ્રી , મારા મતવિસ્તાર 'સામઢી' સીટ ના કેટલાક લોકોની રજૂઆત આવી છે કે તેમના ટ્રેક્ટરની સબસીડી ના અને ખેતીની ઓજારી માટેની સબસીડી ના કેટલાક કેસ ઘણા સમયથી 'પેન્ડિંગ' છે. વારંવાર રજૂઆત કરવા છતાં તે મંજૂર નથી થતા તો આમાં શું પ્રોબ્લેમ છે ?'
   ટી.ડી.ઓ.એ વિસ્તરણ અધિકારી રાઠોડ સામે જોયું. એટલે રાઠોડ ઉભા થઈને બોલ્યા.' એમાં એવું છે ને સાહે બ , કે એની દરખાસ્ત તો ઘણા સમયથી તૈયાર થઈ ગઈ છે. અને એની ફાઈલ પણ તૈયાર છે !'
' તો પછી એમાં ઘટે છે શું ? ને એ ફાઈલ ક્યાં છે ?'
'ફાઈલ તો ટી.ડી.ઓ. સાહેબના ટેબલ ઉપર જ પડી છે. ફક્ત એમાં સાહેબની સહી જ બાકી છે !'
કલાવતીએ ટી.ડી.ઓ.સામે જોયું.એટલે થોડા લાચાર અવાજે ટી.ડી.ઓ. બોલ્યા. 'એમાં એમ છે ને સાહેબ, કે' આપણે આંહીં થી કેસ તો તૈયાર કરીને મોકલીએ છીએ. પરંતુ જ્યાં સુધી ઉપરનો 'વહેવાર ' ના પતે ત્યાં સુધી ઉપરવાળા 'સબસીડી' મંજૂરી નથી કરતા !'
   'ઉપરવાળા એટલે કોણ, ગ્રામ વિકાસ એજન્સી કે નિયામક ?' તમે લોકો અહીંથી ફાઈલ તૈયાર કરીને મૂકો. નિયામક ને હું ગાંધીનગર થી સૂચના અપાવીશ બસ !કલાવતી જાણતી હતી કે અત્યાર સુધી આ લોકો ઉપરનો અને નીચેનો વહેવાર પતે પછી જ 'સબસીડી' ના કેસ મંજુર કરતા હતા .
   ત્યારબાદ કલાવતી એ આઈ. આર. ડી . શાખા ના વિસ્તરણ અધિકારીને પૂછ્યું . 'તાજેતરમાં જ આપણે ઈન્દિરા આવાસ નાં ૮૦ મકાન અને સરદાર આવાસ નાં ૨૦ મકાનો એમ કુલ 100 મકાન મંજૂર કરાવી ને લાવ્યાં છે. તે કામ કેટલે પહોંચ્યું છે ?'          જવાબ આપવા વિસ્તરણ અધિકારી પરમાર ઉભા થયા. તે બોલ્યા. સાહેબ તે પૈકી 20 ના વર્ક ઓર્ડર આપણે આપી દીધા છે . અને બાકી ની અરજીઓની ચકાસણી ચાલુ છે .
   કલાવતી સત્તાવાહી અવાજે બોલી.' પરમાર, મેં જોયું છે કે તાલુકાના ધણા ખરાં ગામોની લાભાર્થી યાદી માં ૦ થી ૧૬ ના સ્કોર માં ૫૦ ટકા નામો તો ધણી જમીનવાળા, શ્રીમંતો, અને આગેવાનો નાં છે. પરંતુ મકાન પાસ કરવામાં તમારે તકેદારી એ' રાખવાની કે, સૌપ્રથમ ગરીબ કુટુંબ, વિધવા ઓ,અને શ્રમિકો ને જ પ્રથમ પ્રાયોરિટી આપવાની છે. તેનું ખાસ ધ્યાન રાખજો . ને વર્ક ઓર્ડર આપતાં પહે લાં, તેની એક કોપી મને પહોંચાડજો !'  અને ક