તારીખ 12મીની સવારે આશરે 10:00 વાગે યલો કલરનો પંજાબી ડ્રેસ પહેરેલી એક છોકરી, ડીસા પોલીસ સ્ટેશનમાં પ્રવેશી. તેના બંને ખભે જાંબલી કલરનો દુપટ્ટો લબડતો હતો .એના ખભા પાછળ લબડતા દુપટ્ટા ના છેડા છોકરીના પીઠ પાછળ લહેરાતા ખુલ્લા, લાંબા, કાળા, વાળ સાથે રમત રમી રહ્યા હતા. તેમના બંને કાનની બુટોમાં લાંબાં ઝૂલતાં એરિંગ લટકી રહ્યાં હતાં .જમણા હાથની વચ્ચેની બે આંગળીઓમાં નાના હીરા જડેલી હોય તેવી બે વીંટીઓ પહેરેલી હતી. ને નાક ની 'નથ' ઉપર નીલા કલરનો હીરો ચોંટી ગયો હોય તેમ, ચમકતો હતો. કમ્પાઉન્ડમાં પગ મુકતાં જ તે બે અલગ - અલગ ઓફિસો જોઈને તે થોડી ખચકાઈ .ને પછી સદસડાટ મુખ્ય ઓફિસના પગથિયાં ચડી ગઈ .
'સાહેબ હાજર છે ?' એમ બોલતી , એને કોઈ રોકે તે પહેલાં તો તે, પી.આઇ. ચુડાસમાની ઓફિસના બારણે પહોંચી ગઈ .
'સાહેબ, અંદર આવું કે ?' કહેતી ચુડાસમા હા કે ના બોલે એ પહેલાં તો એ ઓફિસમાં પણ ઘૂસી ગઈ. ને સામે પડેલી ખુરશી ઉપર બેસતાં ઔપચારિકતા કરતી હોય તેમ બોલી 'બેસુ સાહેબ ?'આજ એની સ્ટાઈલ હતી સામેના માણસ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની .અને સામેના માણસને પોતાની નોંધ લેવડાવવાની .
ચુડાસમા અચાનક આવેલા આ વાવાઝોડા સામે જોઈ રહ્યા. તેનો આ બદલાયેલો પહેરવેશ, અને બદલેલી આ વેશભૂષા જોઈ, પહેલી નજર તો તેને ઓળખી પણ ન શક્યા. થોડીવાર પછી જ ખ્યાલ આવ્યો કે આ તો 20 દિવસ પહેલાં જોઈ હતી કે મોના અડ્ડા વાળીની છોકરી 'કાળી' છે .એનું આમ અચાનક ચડી આવું બરાબર નહોતું છતાં તેમને તેના ઉપર ગુસ્સો ન ચડ્યો. અને ઉલટા નું ગમ્યું હતું .
ડોરબેલ દબાઈને પયુન ને બોલાવીને પાણી મંગાવ્યું .અને પછી પૂછ્યું .'બોલ કાળી, કેમ આજે આમ અચાનક આવ વું પડ્યું .કોઈ ફરિયાદ નોંધાવવી છે કે કેમ ?'
'સાહેબ, તમારા જેવા ભણેલા માણસો પણ આમ સાવ ભૂલી જશો ? મેં આપને કહ્યું હતું ને કે મારું નામ કાળી નહીં પણ 'કલાવતી' છે .' 'ઓહ,આઈ એમ સોરી હું તો એ વાત સાવ ભુલી જ ગયો હતો.' ચુડાસમા બોલ્યા ને તેમણે આગળ ટીખણ કરી. પરંતુ ગામમાં તો બધા તને કાળી'ના નામે જ ઓળખે છે .' 'ગામ વાળા ભલે ને મને, ગમે તે નામે ઓળખે .પરંતુ ડી.એસ સાહેબ તો મને 'કલા 'કહીને જ બોલાવે છે .ને મારા માટે તો એટલું જ બસ 'કાફી' છે .' અચાનક ચુડાસમા ના મગજમાં ઝબકારો થયો .ડી.એસ નામ ઘણું સાંભળ્યું હતું. પરંતુ મુલાકાત થઈ ન હતી.તેના મનમાં ઊંડે- ઊંડે પાકી શંકા હતી, કે' બાબુસિંગ ના અકસ્માતમાં સીધી કે આડકતરી પણ ડી એસ ની ભૂમિકા જરૂર છે. તેની પાછળ તેણે ખાનગીમાં ઘણી તપાસ કરી હતી. પરંતુ તેના કોઈ સગડ મળ્યા ન હતા .તે મનોમન વિચારી રહ્યોં . આમ તો એક રીતે ડી. એસ.એ પોતાના ઉપર મોટો ઉપકાર કર્યો હતો. કારણકે પોતાને ખતમ કરવાની પ્રતિજ્ઞા લઈને ઘૂમતો બાબુસિંહ તે રાતે જ, પોતાને ક્યાંક જરૂર ભેટી જવાનો હતો. પરંતુ તે પોતાને ભેટે એ પહેલાં જ કુદરતે તેનો ન્યાય કરી નાખ્યો હતો . જો તેની સાચી હકીકત જાણવી હોય,અને ડીસા ની ગુનાખોરીની ઊંડી માહિતી મેળવવી હોય, તો 'આ છોકરી દ્વારા જ જાણી શકાશે.'' એમ વિચારીને તેને માટે જાળ બીછાવવાનું ચુડાસમાએ મનોમન નક્કી કર્યું .
'અચ્છા ,તો હવેથી હું પણ તને 'કલા' જ કહીશ બસ !બોલ કલા,કેમ સવારમાં જ વહેલા- વહેલા આવવું પડ્યું? 'હી... હી....હતી.....' કલા તીણા સ્વરે મુક્ત રીતે જોરથી હસી પડી .
' લ્યો બોલો. સાહેબ !તમે તો મને સામેથી બોલાવી છે.ને સામેથી મને પૂછો છો કે શું કામ હતું ?' કહેતાં કલા નો મધુર અવાજ રણકી ઉઠ્યો . 'મેં... બોલાવી.. છે ?' ચુડાસમા યાદ કરવા મથી રહ્યા. 'હાસ્તો, કાલે સાંજે જ જમાદાર સાહેબ આવીને કહી ગયા હતા, કે 'કાલે સવા રે ચુડાસમા સાહેબે તને પોલીસ સ્ટેશનમાં બોલાવી છે .' પોતે આ છોકરીને પોલીસ સ્ટેશનને બોલાવી હોય તેવું ચુડાસમા ને યાદ ન હતું . અને કયો જમાદાર બોલાવવા આવ્યો હતો એમ પૂછવાને બદલે કંઈક વિચારીને અચાનક તેમણે ચાલ બદલી . 'હા ,હા મેજ બોલાવી હતી. એક જરૂરી કામ હતું . ને ક્ષણેક અટકી ને બોલ્યા .'હું તો તને આ ડ્રેસમાં જોઈને ઘડીભર તો ઓળખી પણ ન શક્યો કે આ ખરેખર એજ કલા છે !' 'એમ..!'કહી કલા એ એક મારકણી નજર ચુડાસમા ઉપર નાખી અને પછી બોલી. 'એટલી વારમાં જ ભૂલી ગયા સાહેબ ?' હું તો તમને હવે ગમે તે ડ્રેસમાં જોઉં તો પણ ગમે ત્યાં ઓળખી જાઉં.' 'એમ...! કહી ચુડાસમા કલા સામે જોઈ રહ્યા. સવારનો પહોર હોવાથી અડધો સ્ટાફ ઓફિસે આવ્યો હતો. અને અડધો આવવા ની તૈયારીમાં હતો. ઓફિસમાં પોતે અને કલા બંને એકલાં જ બેઠાં હતાં .તેના ઘેર તેમણે આ છોકરીને અલપ- ઝલપ નજરે થોડા સમય પૂરતી જ જોઈ હતી.જે અત્યારે પોતા ની સામે જ બેઠી હતી . તેથી તેને પૂરી નીરખી . તંદુરસ્ત પાતળો બાંધો, સહેજ લંબગોળ ચહેરો,ઞોરો પણ ચમકતો વાન, અણીયાળી આંખો ,પીઠ પાછળ લહેરાતા માથાના ખુલ્લા વાળ અને તેમાંથી છૂટી પડીને કાનપટ્ટી પાસેથી બંને બાજુ ઉર પ્રદેશ ઉપર લહેરાઈ નેં રમત રમતી બે લટો .ને તે લટો ને સમાવતી હોય તેમ કલા' જમણા હાથની આંગળી ઓ વડે પીઠ પાછળ ધકેલવાનો અભિનય કરતી હતી ને તે પ્રયત્ન માં 'કલા' ના જમણા હાથમાં પહેરેલી આંગળી ઉપરની વીંટી ના હીરા પણ ચમકી જતા હતા .
અચ્છા તો મારે એ પૂછ્યું હતું કે ડી એસ અને તમારો શું સંબંધ છે ? અને ડી.એસ વિશે તું કેટલું જાણે છે ?' ચુડાસમા એ ક્ષણિક તંદ્રા માંથી જાગીને કલાને સીધો જ સવાલ કર્યો . 'ડી.એસ સાહેબ તો અમારા માટે સર્વસ્વ છે !' કલા બોલી. અને થોડી ગંભીર થતાં આગળ ચલાવ્યું . 'રહી વાત અમારે સંબંધોની , તો એ વિશે તો મારી 'મા' જ બધું સારી રીતે કહી શકશે !'
થોડીવાર મૌન રહ્યા બાદ અચાનક કાંઈક યાદ આવ્યું હોય તેમ તે બોલી .'અરે હા ,સાહેબ ! કહેવાનું હતું એ તો સાવ ભૂલી જ ગઈ . મારી મા એ કહ્યું છે કે, સાહેબને કહેજે કે એકાદ વખત આપણે ત્યાં મહેમાનગતિ કરવા અને જમવા પધારે !' કહીને ચુડાસમા ના ચહેરા સામે તે સ્થિર નજરે જોઈ રહી.
ચુડાસમા 26 વર્ષનો હેન્ડસમ અને ફૂટડો યુવાન અધિકારી હતો .કલાએ તેની સામે નજર મેળવી. અને આંખ માં આંખ પરોવી બે વખત આંખોની પાંપણો પટટાવી . તેના હોઠો માંથી હાસ્ય પ્રગટ્યું . તે સાથે જ તેના ગોરા ગાલોમાં 'ખંજન'પડ્યા. તે હસ્તી ત્યારે ,ઓટોમેટિક તેના ગાલોમાં 'ખંજન' પડી જતાં .આ તેને કુદરતી ભેટ હતી .
'એમ...!' કેવી મહેમાનગતિ કરાવશો ?'ચુડાસમા ને પણ તેની વાતોમાં હવે રસ પડ્યો . ' એક વખત આવો તો ખરા, મહેમાન હશે, તેવી જ મહેમાન ગતિ પણ હશે. જિંદગીભર યાદ રહી જાય એવી !' કહીને કલા તેમની સામે જોઈને મલકી રહી...! થોડીવાર રહીને તે બોલી 'જમવામાં શું બનાવીએ સાહેબ ? વેજ કે નોનવેજ બધું ય ચાલશે ને ? અને સોડા પાણી અને બીજી પણ બધી જ સગવડ મળી રહેશે બસ !' કહીને કલા ફરીથી હસી. 'જમવાનું તો ગમે તે ચાલશે .પરંતુ હું ડ્રિંક નથી લેતો અને બીજી કોઈ સેવાની હાલ તો જરૂર નથી !' કહી ચુડાસમા પણ સામે હસ્યા . 'અચ્છા, તો મા'ને સમાચાર આપુ કે 'સાહેબ આજે સાંજે આપણે ત્યાં જમવા પધારવાના છે !' કલા ઉત્સાહથી બોલી . થોડીવાર કંઈક વિચારીને ચુડાસમા બોલ્યા.' આજે મંગળવાર થયો. આજે તો નહીં આવી શકું .પરંતુ આવતા રવિવારે સાંજે જરૂર આવીશ બસ !'. 'ચોક્કસ ?'. ' શયોર!'
' કામના ખૂબ ભારણમાં ભૂલી ન જતા સાહેબ . મેં મારી જિંદગીમાં કોઈને સામેથી આમંત્રણ આપ્યું હોય તેવી આ પ્રથમ ઘટના છે !'કહી નેં કલા એ સ્મિત વેર્યું.
'અરે હોય કાંઈ!' એક વખત બોલ્યા એટલે પાકું .ચોક્કસ આવીશ બસ !' ચુડાસમા એ પણ હાસ્યથી તેનો પરત્યુતર આપ્યો . તેમની રજા માગતાં કલા ખુરશી ઉપર થી ઊભી થઈ . ને બારણા પાસે પહોંચીને પાછળ જોતાં તેણી પીઠ પાછળ લહેરાતા ખુલ્લા વાળ સમારતી હોય તેમ ગરદનને એક મરોડદાર વળાંક આપીને , જોરથી ઝટકો આપી પાછળ જોયું .ને ચુડાસમા સામે જોઈ પાકું કરતી હોય તેમ બોલી .'ભૂલતા નહિ હો'કે, સાહેબ !' કહેતાં આંખોનાં ભવાં નચાવ્યા. ને પછી સામે જોઈને પગથિયાં ઉતરીને ઓફિસ બહાર નીકળી ગઈ .
ચુડાસમા તેની પીઠ પાછળ લહેરાતા લાંબા રેશમી કાળા વાળ, અને તેની સાથે રમત રમતા દુપટ્ટા ના છેડા ને ધડી ભર જોઈ રહ્યા. ઓફિસમાં એવો નિયમ હતો કે, ચુડાસમા કોઇની સાથે વાત કરતા હોય ત્યારે, તેઓ ન બોલાવે ત્યાં સુધી સ્ટાફનો કોઈ પણ માણસ ઓફિસમાં પ્રવેશ ન કરતો. કલાના ગયા બાદ ચુડાસમા મનોમન વિચારી રહ્યા. આ છોકરીને હાથ ઉપર લીધી હોય તો, ડીસામાં ચાલતી ઘણી બધી ગુનાખોરીની માહિતી તેમને મળી શકે તેમ હતી .
રવિવારે સાંજે આઠ વાગે એક ઇન્ડિકા ગાડી મોનાના ઘર પાસે આવીને ઊભી રહી. તેમાંથી એક પુરુષ નીચે ઉતર્યો ગાડીમાં લોક કરીને તે ઘરે તરફ આગળ વધ્યો.ચુડાસમા નો એક નિયમ હતો કે તે પોતાના પ્રાઇવેટ કામે જાય ત્યારે ક્યાંય સરકારી જીપ લઈને ન જતો. તેમ જ વર્દી પહેરીને પણ ન જતો .ને સાથે તે કોઈ સ્ટાફ ના માણસને પણ ન લઈ જતો. તે દરવાજા પાસે પહોંચ્યો તે સાથે જ મોના અને કલા તેને આવકારવા સામે આવી. તેણે ઘરમાં પ્રવેશ કર્યો. લાઈટ હજુ આ વિસ્તારમાં આવી ન હતી. પરંતુ આ વિશેષ મહેમાનને આવકારવા નાની પેટ્રોલ મેક્ષનુ અજવાળું આખા ઘરમાં પ્રકાશ ફેલાવી રહ્યું હતું .ચુડાસમાએ અત્યારે વાદળી કલરનું પેન્ટ, અને ક્રીમ કલરનું શર્ટ પહેર્યા હતાં ઘરમાં એક વિશાળ પલંગ ઢાળેલો હતો . એના ઉપર એક જાડું ગાદલું પાથરેલુ હતું . ને ઓશીકે એક રજાઈ તકિયો કરીને ગોઠવેલી હતી. તો બીજા છેડે એક વધારાનો તકિયો મુકેલ હતો .'આવો સાહેબ પધારો, આ પલંગ ઉપર બેસો. અમારા જેવા ગરીબની ઝૂંપડી પાવન કરી ખરી !' મોના એ બે હાથ જોડીને તેને આવકાર આપ્યો .
ચુડાસમા પલંગ ઉપર બેઠા. તેનાથી થોડે દૂર બે ખુરશીઓ ઢાળીને મા અને દીકરી અદબ થી બેઠાં . 'અરે કાળી, સાહેબ માટે પાણી તો લાવ !' મોના આદત વશ બોલી. કલા સ્ટીલ ના લોટા માં પાણી ભરી લાવી .ને ચુડાસમા ને આપ્યું .તેમાંથી બે- ત્રણ ધૂંટડા પાણી પીને લોટો કલા ને પાછો આપ્યો.અને પછી ચુડાસમાએ 'કલા' સામે જોયું તેણીએ ત્યારે બ્લુ કલરનું જીન્સનું પેન્ટ, અને તે ઉપર સફેદ ટી-શર્ટ પહેર્યું હતું .લાંબા વાળ નો અંબોડો વાળી ને માથા ઉપર ચીપિયામાં ફીટ કરી દીધો હતો.કાનની બુટો માં લટકતાં એરિંગ ની જગ્યાએ , સોનેરી કલરની બે મોટી રીંગો લટકતી હતી . તે મનોમન હસ્યો.આ છોકરી બહુરૂપી છે કે શું ?' તેમને યાદ આવ્યું કે આ છોકરીને તેમણે આ ત્રીજી વખત જોઈ હતી. ત્રણેય વખત તે અલગ -અલગ કપડાં ,અલગ -અલગ આભૂષણ , અને અલગ- અલગ સ્ટાઇલમાં જોઈ હતી. ખરેખર આ લોકોની વૈભવી જીવન શૈલી કંઈક ઓર જ હતી . 'કાળી કહેતી હતી કે સાહેબે હા પાડી છે. એટલે એ સો ટકા આવશે !' મોના કલા નેં આદતવશ હંમેશાં 'કાળી'જ કહેતી.અને કલાને તેમાં ખોટું પણ નહોતું લાગતું .
'અરે ભાઈ, આખા ડીસા ની 'માસી' આમંત્રણ આપે, ને ન આવીએ તો એ કેમ ચાલે ?' ચુડાસમા પણ હળવા મૂડમાં આવ્યા. હવે જ મોના ને ખ્યાલ આયો કે, પોતાની ચાલાક છોકરી પોતાના જ નામનો ઉપયોગ કરીને સાહેબને અહીં ખેંચી લાવી હતી. 'જમવાનું લગભગ તૈયાર જ છે. પહેલાં શું લેશો સાહેબ ? કઈ બ્રાન્ડ મંગાવું ?' મોના એ વિવેક કર્યો. ' તો શું, હજુ પણ ડીસામાં ઇંગલિશ દારૂ વેચાય છે ?' ચુડાસમા એ આશ્ચર્ય વ્યક્ત કર્યું .
'દેશી કે ઇંગલિશ. જે જોઈએ તે બ્રાન્ડ જોઈએ એટલી મળે છે સાહેબ ! ફક્ત એના ભાવ 'ડબલ' થઇ ગયા છે એટલું જ !'મોના એ કહ્યું. અને આગળ બોલી.' 'કઈ બ્રાન્ડ ચાલશે ?' 'માસી, હું નોનવેજ જમું છું જરૂર ! પરંતુ ડ્રીંકસ નથી લેતો .' ચુડાસમા બોલ્યા.
મોના તેની સામે આશ્ચર્ય થી જોઈ રહી .નોનવેજ જમતો હોય અને 'પેગ' ન લેતો હોય તેવો તેણીએ, આ પ્રથમ અધિકારી જોયો હતો. ' જમવાનું તૈયાર જ છે સાહેબ થાળી હાલ લગાવું કે થોડીવાર પછી ?' કલા ખુરશી ઉપર થી ઉભી થતાં બોલી. ' એટલી બધી જલ્દી શું છે ?થોડીવાર પછી જમીએ !' ચુડાસમાએ ક્હ્યું .
કલા પાછી ખુરશી ઉપર બેઠી, અને બોલી.' મા, સાહેબ આપણા અને ડી.એસ સાહેબના સંબંધ વિશે પૂછતા હતા. મેં કહ્યું કે એના વિશે તો 'મા' જ સારી રીતે કહી શકશે ! 'એમ...? મોના કંઈક વિચારી રહી અને પછી બોલી. 'જમ્યા પહેલાં જાણવું છે કે પછી કહું !'
' આમ પણ બેઠાં જ છીએં .અત્યારે કહો તોય શું વાંધો છે ?' ચુડાસમા કહ્યું. તે પછી મોના એ તેમનો વાડિયા નો ભૂતકાળ ન કહેતાં . પોતે અને રણજીતે ડીસામાં પગ મૂક્યો ત્યાંથી લઈને, આજ દિવસ સુધીની તેમની બધી જ કહાની ધીમે- ધીમે ચુડાસમા ને કહી સંભળાવી . વચમાં રણજીત ના અવસાન ની વાત આવતાં તે થોડી નર્વસ પણ થઈ ગઈ. ને રડમસ સાદે બોલી .'સાહેબ,એનો બાપ તો કાળીને મોટી 'ફોજદાર' બનાવવા માગતો હતો .પરંતુ કાશ કુદરતને એ મંજુર ન હતું .ને સાત ચોપડી પાસ કરીને તેણીને મજબૂરી થી ભરવાનું છોડવું પડ્યું . ત્યારબાદ તેમનો આર્થિક સંઘર્ષ ધંધાના કારણે ડી એસ સાથે થયેલી તેમની મુલાકાત, અને તેમના હાલના સંબંધો વિશે ની બધી જ વાત કોઈ જ પણ જાતના સંકોચ વગર તેમને કહી સંભળાવી .
કલા વિશે મોના એ ક્હ્યું .'સાહેબ ! તે બચપણથી જ ભણવામાં ખૂબ હોશિયાર છે .તે ઉપરાંત તેને જુદાં- જુદાં કપડાં પહેરવાનો અને બહાર ફરવાનો પણ એટલો જ ગાંડો શોખ છે .જો એ બે વસ્તુ મળે, એટલે એ ખાવાનું પણ ભૂલી જાય છે. ચુડાસમાએ મોનાની વાત ધ્યાનથી સાંભળી ત્યારબાદ તેમણે બાબુસિગ ના અકસ્માતમાં ડી. એસ. ની કોઈ ભૂમિકા છે કે કેમ ? તે પણ પૂછી જોયું. પરંતુ તે રહસ્ય કઢાવવામાં તેમને કોઈ સફળતા ન મળી .
એક મોટા ડાઇનિંગ જેવા ટેબલ ઉપર ત્રણ થાળી ઓ લગાવવામાં આવી .કલા ચુડાસમા ની બાજુમાં જ બેઠી હતી ,જ્યારે મોના તેમની સામે બેઠી .
નોનવેજ સબ્જી માંથી થોડી અલગ સબ્જી લઈને, તેને ફ્રાય કરીને બાઈટિંગ માટે અલગ પ્લેટ તૈયાર કરવામાં આવી હતી .તે ઉપરાંત અલગ -અલગ પ્લેટોમાં ડુંગળી, બીટ, ટામેટા, કાકડી, પાલક વગેરે કાતરી ને કચુંબર પણ બનાવવામાં આવ્યું હતું .તે ઉપરાંત પાંચ- છ લિજ્જત પાપડ પણ શેકવામાં આવ્યાં હતાં. દૂધ હતું છતાં પીરસવા માં નહોતું આવ્યું .તેને બદલે તાજુ દહી ભાંગીને તાજી છાશ બનાવવામાં આવી હતી .આ લોકોનું માનવું હતું કે નોનવેજ સાથે દૂધ ખાવાથી તેની લિજ્જત મારી જાય છે.
ત્રણેય થાળી પીરસવાનું કામ કલા એ કર્યું.ચુડાસમા તેની ચીવટ અને ચપળતા જોઈ રહ્યા હતા.
'બસ .બસ !'આટલું બધું કોણ જમશે ?' તે તો બે ટંક નું એકી સાથે જ પીરસી દીધું !' કહેતાં વધુ પીરસતી કલા નો હાથ ચુડાસમાએ પકડી લીધો . 'આજ તો ભરપેટ જમાડ્યા વિના, તમને છોડવાની જ નથી !'કહેતી કલા એ એક પીસ પરાણે ચુડાસમા ને પીરસી દીધો . ચુડાસમા ઘણી જગ્યાએ 'નોનવેજ' જમ્યા હતા પરંતુ આજના ભોજન નો સ્વાદ કંઈક 'ઓર' જ હતો. જમતાં -જમતાં કલા એ વાત છેડી .'સાહેબ કામ ધંધા વગર બેઠાં -બેઠાં બોર થઈ ગઈ છું. હું ભણતી હતી ત્યારે તો મેં અમદાવાદ, અંબાજી ,પાવાગઢ બધુ જ જોયું છે .પરંતુ માઉન્ટ આબુ આટલુ નજીક હોવા છતાં હજુ સુધી મેં જોયું નથી તો એક વખત બતાવો ને !'. 'કોણ... હું ..?' મને ક્યાં ટાઈમ હોય છે !' ચુડાસમા સ્હેજ ગુંચવાયા અને પછી આગળ બોલ્યા .'ને ફક્ત જોવા જ જવું હોય તો ,તું એકલી પણ જઈ શકે એમ છે .માઉન્ટ આબુ ક્યાં બહુ દૂર છે ?' 'એકલા જવામાં શું મજા આવે ?' કહેતાં ના-ના કહેવા છતાં કલા એ ચુડાસમા ની થાળીમાં વધુ એક 'પીસ' મૂકી દીધો. ' તો પછી તું ,અને માસી બંને જઈ આવો.
આમ પણ હાલ નવરાં જ બેઠાં છો ને !' ચુડાસમા એ છટકવાની કોશિશ કરી.
'મા સાથે જવું હોત તો, આટલા દિવસમાં ન જઈ આવી હોત ? મારે તો બસ તમે લઈ જાઓ તો જ જવું છે !'
કાલા એ જાણે કે જીદ કરી . 'એ બિચારીની એટલી બધી ઈચ્છા છે. તો એક વખત એને આબુ બતાવી આવો ને સાહેબ !' મોના એ પણ કલાની વાતને પ્રોત્સાહન આપ્યું 'પરંતુ હું એને ફરવા લઈ જાઉ, તો લોકો શું ધારે ?ચુડાસમાએ પોતાના મનની મૂંઝવણ કહી.
' લોકો...? કયા... લોકો ?' મોના જાણે કે લોકોની ઉપેક્ષા કરતી હોય તેમ બોલી . 'આ ડીસા ના ઘણા ખરા લોકો મારા માપે'લા પડ્યા છે.' એક દિવસ વાતો કરી ને બીજા દિવસે બધા જ ચૂપ થઈ જશે ..!'. કલા'એ આગ્રહ કરી -કરીને ચુડાસમા ને જમાડ્યા.' ચુડાસમા ને પણ આજે જમવામાં લિજ્જત આવી ગઈ .જમી રહ્યા બાદ ચુડાસમા પલંગ ઉપર બેઠા. જ્યારે મા- દીકરી સામે ખુરશીમાં બેઠી. 'તો આવતીકાલે મને માઉન્ટ આબુ ફરવા લઈ જવાનું પાકું કલા મુખવાસ આપતાં બધુ પાકું કરવા માંગતી હતી. 'આવતીકાલે તો અગત્યનાં કેટલા બધાં કામ છે ?'
'તો પરમ દિવસે રાખો !' કલા જાણે કે પીછો છોડવા માગતી ન હતી . ચુડાસમા પણ કલા પ્રત્યે થોડા આકર્ષાયા તો હતા જ .પરંતુ બહાર તે કંઈ દેખાવા નહોતા દેતા .
'એમ કરીએ ,આવતા રવિવારે રાખીએ !' ચુડાસમા આખરે 'કલા'ના અતિ આગ્રહ ને વશ થઈ ગયા. અને મનમાં કંઈક વિચારીને તે આગળ બોલ્યા .
'એમ કરજે. રવિવારે સવારે તું તૈયાર થઈ ને કોઈપણ વાહન માં ડીસા થી પાલનપુર આવી જજે, ત્યાં પાલનપુર આબુરોડ ચાર રસ્તા પાસે મારી રાહ જોજે. 08:00 વાગ્યે ત્યાંથી હું તને મારી ગાડીમાં લઈ લઈશ !'
'ત્યાં થી શા માટે ? એમ ક્યાં કોઈ થી ડરીએ છીએ, તે છુપાઈને આવીએ ? તમ -તમારે ગાડી લઈને છેક અહીં આવી જજો. મારી 'કાળી 'તો ખુલ્લેઆમ તમારી સાથે ફરવા આવશે બસ !' મોના એ ક્હ્યું . ત્યારબાદ રવિવારે વહેલા 07:00 વાગે કલા એ તૈયાર થઈને ગોડાઉન સામેના હાઇવે ઉપર આવી જવું. ને ત્યાંથી ચુડાસમા તેને પોતાની ગાડીમાં લઈ લેશે. આવું નક્કી થયું . ને ચુડાસમા ત્યાંથી પોતાની કાર લઈને રવાના થયા . કલાના આનંદનો આજે પાર ન હતો. દિલની ઉછળતી ઊર્મિઓને તેણીએ પરાણે મનમાં દાબી દીધી .
રવિવારે સવારે 7:30 વાગે ચુડાસમાની ઇન્ડિકા કાર ડીસા હાઈવે ઉપર મોના ના ઘર સામે આવીને ઊભી રહી. કલા પહેલેથી જ તૈયાર થઈને ઉભી હતી ગાડી ઉભી રહી એટલે તેની માલિકણ હોય તેમ કલા જાતે જ દરવાજો ખોલીને આગળથી સીટમાં ગોઠવાઈ ગઈ .ચુડાસમા તેને જોતા જ રહી ગયા. તે દુલ્હનની જેમ સાડીમાં સજ્જ થઈને આવી હતી. તેણીએ ચુડાસમા સામે જોઈને સ્મિત કર્યું. તેના ગોરા ગાલો માં 'ખંજન' પડ્યાં ,ને તે મધુર સાદે બોલી. 'ચાલો ત્યારે જવા દો !'. ચુડાસમાએ પણ પ્રત્યુતર માં સ્મિત કર્યું અને ગાડી ને ગેરમા નાખી, અને પાલનપુર તરફ રવાના થયા. ગાડી ચલાવતાં - ચલાવતાં ચુડાસમા એ 'કલા' તરફ જોયું. તેણીએ અત્યારે ઘેરા આસમાની રંગની સાડી, દક્ષિણી ઢબે પહેરી હતી. જેનો એક છેડો ડાબા ખભા ઉપર થઈને પીઠ પાછળ લહેરાતો હતો . પગમાં મોધા સેન્ડલ પહેર્યા હતાં. ડ્રાઇવિંગ કરતાં -કરતા સામે નજર રાખીને ચુડાસમા વિચારી રહ્યા. આ છોકરી સાથેની તેમની આ ચોથી મુલાકાત હતી . ચારે વખત તેમણે આ છોકરીને અલગ- અલગ વસ્ત્રોમાં , જુદાં -જુદાં આભૂષ ણો માં અને અલગ-અલગ સ્ટાઈલમાં જોઈ હતી .ખરેખર આ છોકરીને સમજવી હજુ ખુબ મુશ્કેલ હતી . આમ તો ભલભલા ગુનેગાર પોતાનાથી દૂર ભાગતા હતા .પરંતુ ન જાણે કેમ ,બે નંબર ધંધા સાથે જોડાયેલી આ છોકરીને પ્રથમ નજરે જોઈ, ત્યારથી જ તેના પ્રત્યે થોડું આકર્ષણ થયું હતું. અને એ આકર્ષણ દર મુલાકાતે વધતું ગયું હતું. 'અમારી ગરીબની ઝૂંપડી પાવન કરી સાહેબ !' એવું કહેનાર મા -દીકરી પાસે ખરેખર કેટલી દોલત હશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. તેમને આવા મોંઘાદાટ મોજ -શોખ કેવી રીતે પોષાતા હશે ?'
'શું વિચારમાં ખોવાઈ ગયા સાહેબ, કે પછી કોઈ ચિંતામાં છો ?' ચુડાસમા ને મૌન જોઈ કલા એ કહ્યું .
'ના, ના. કંઈ ચિંતા નથી. એ તો અમસ્તો જ !' કહેતાં ચુડાસમા એ કલા સામે નજર કરી. મુસ્કુરાયા ને ડ્રાઇવિંગ માં ધ્યાન પરોવ્યું. ડીસા થી પાલનપુર સુધીમાં તેમણે એક બે વાતો સિવાય મૌનમાં જ રસ્તો પસાર કર્યો. ચાર રસ્તા થી ડાબી બાજુ ગાડી લઈને આર.ટી.ઓ ઓફિસ પાસેથી આબુરોડના રસ્તે ગાડીને મારી મૂકી.ચિત્રાસણી પસાર થતાં ચુડાસમા બોલ્યા.'અહીં પી.ટી.સી કોલેજ છે .જેમાં ફક્ત છોકરીઓ જ અભ્યાસ કરી શકે છે. ને તેઓ અહીં ભણી ને શિક્ષિકા બને છે .' 'એમ તો હું પણ સાત ચોપડી પાસ છું. ને ગુજરાતી અને હિન્દી તો કડકડાટ આવડે છે. અને થોડું -થોડું અંગ્રેજી પણ ફાવે છે .તો હું પણ શિક્ષિકા બની શકું ?' ચુડાસમા ની વાત સાંભળી કલાએ પૂછ્યું.
'એમ...!' ચુડાસમા આશ્ચર્ય વ્યક્ત કર્યું તેણી સાત ચોપડી ભણેલી છે .તેની તો તેમને ખબર હતી .પરંતુ ત્રણે ભાષા જાણે છે તેની ખબર ન હતી. તેઓ બોલ્યા.' ત્રણેય ભાષા આવડવાથી સાત ધોરણ પાસ થી શિક્ષકા ન થવાય .તે માટે તો સ્પેશિયલ પી.ટી.સી નો કોર્સ પાસ કરવો જોઈએ. વાતો માં ને વાતોમાં તેઓ ઇકબાલગઢ વટાવી ગયાં હતાં અહીંથી રોડની બંને બાજુ પર્વતની હાર વાળા ચાલુ થઈ હતી. સડક ની બાજુમાં જ સમંતર રેલ્વે લાઈન પણ પસાર થતી હતી. વાતાવરણ ખુશનુમાં હતું. થોડીવારમાં તેમણે આબુ રોડમાં પ્રવેશ કર્યો. આબુરોડ સીટીનું ૮ કિલોમીટરનું અંતર કાપીને તેઓ તળેટીમાં આવ્યાં .
'અહીં બધાય ની છૂટ છે. આપણા ગુજરાતની જેમ બધા ની પાબંધી નથી !' બોલીને કલા હસી પડી.
' બધાની એટલે ફક્ત 'દારૂ'ની બીજાની નહિ !' તેની ભૂલ સુધારીને ચુડાસમા પણ હસ્યા .
માઉન્ટ આબુ ગુજરાતની સરહદને અડી ને આવેલું રાજસ્થાનનું સુંદર હિલ સ્ટેશન છે . તે સમુદ્ર સપાટીથી 1200 મીટર ઊંચાઈ પર આવેલું છે અને તેના સૌથી ઊંચા શિખર ગુરુ શિખર ની ઊંચાઈ સમુદ્ર સપાટીથી 1722 મીટર છે. તળેટી થી માઉન્ટ આબુ નું અંતર 22 કિલોમીટર છે અહીંથી રસ્તો ચડાણ વાળો અને વળાંક વાળો ચાલુ થયો હતો. પરંતુ ગાડી નવી હોવાથી અને ચુડાસમા ને આવાં ચડાણ ચડવાનો મહાવરો હોવાથી, ડ્રાઇવિંગમાં કોઈ મુશ્કેલી પડતી ન હતી. સવારનો સમય હતો એટલે સામેથી આવતા વાહનોનો ઘસારો બહુ ઓછો હતો. છતાં કોઇ ટૂરિસ્ટ બસ કે પ્રાઇવેટ વાહનો સામે મળતાં હતાં .તળેટી થી માઉન્ટ આબુ પહોંચતાં તેમને પૂરા એક કલાકનો સમય લાગ્યો .અને આશરે 10:30 વાગે તેઓ માઉન્ટ આબુ પર પહોંચ્યા . તેમણે લગભગ ત્રણ કલાક જેટલી સતત મુસાફ રી કરી હોવાથી, થોડાં ફ્રેશ થવા હોટલ કર્ણાવતીમાં બંને પ્રવેશ્યાં ને એક ટેબલ ઉપર બને સામસામે ગોઠવાયાં.અને આંહીં જ તેમને એકબીજાને પૂરી રીતે નીરખવાનો સમય મળ્યો. ચુડાસમાએ અત્યારે વાદળી કલરનું પેન્ટ પહેર્યું હતું અને ઉપર યલો કલરનું ટી-શર્ટ પહેર્યું હતું . પગમાં સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતાં.ને કાંડા માં રાડો ઘડિયાળ શોભતી હતી. આંખો ઉપર ગોગલ્સ લગાવ્યાં હતાં .અને તેની ઉમર 26 વર્ષ ની હોવા છતાં, તે 22 વર્ષનો ફૂટડો યુવાન હોય તેવો દેખાતો હતો . જ્યારે સામે કલા તો કોઈ નવોઢા હોય તેમ પૂરી સજી-ધજી ને આવી હતી. તેણીએ જાંબલી કલરના ચણીયા ઉપર, એ જ કલરનું બોડીને તસો-તસ ચોંટેલું ફીટ બ્લાઉઝ પહેર્યું હતું . ને તે ઉપર એજ કલર માં મેચ થતી,ઘેરા આસમાની કલરની સાડી, દક્ષિણી ઢબે પહેરી હતી . જેનો એક છેડો ખભા ઉપર થી નીચે ઉતરી પીઠ પાછળ લહેરાઈ રહ્યો હતો. ગુલાબી વાન ના ચમકતા ચહેરા ઉપર કપાળમાં લાલ રંગ ની બિદી લગાવી હતી. નાક ની નથ ઉપર લીલા રંગનો નાનો હીરો, ચીપકી ગયો હોય તેમ ચમકતો હતો. કાનની બંને બુટ્ટો માં હીરા જડેલ હોય તેવાં સોનેરી કલર નાં ઝુમ્મર ડોલી રહ્યાં હતાં .ને બંને હાથના કાંડા ઉપર ગોલ્ડ કલરની થોડી જાડી બે -બે ચુડી ઓ ખણકી રહી હતી. માથાના કાળા ભમર રેશમી લાંબા વાળ, પીઠ પાછળ ખુલ્લા લહેરાતા હતા. તેમાંથી છૂટી પડીને કેટલીક લટો, જમણા કાન ને અડધો ઢાંકીને છાતીના ભાગ ઉપર લહેરાઈ રહીં હતી. તેણી એ 17 મા વર્ષમાં પ્રવેશ કર્યો હોવા છતાં,આ સાડી ના ડ્રેસમાં, તેણી 19 થી 20 વર્ષની પુખ્ત યુવતી હોય તેવી લાગતી હતી .
'થોડું વહેલું તો પડશે. પરંતુ આપણે જમી લીધું હોત તો ?જેથી પછી નિરાંતે ફરી શકાય !' ચુડાસમા એ પ્રસ્તાવ મૂક્યો. 'જેવી આપની ઈચ્છા !' કલા બોલી.ને ક્ષણેક રહીને ઉમેર્યું .'ઓર્ડર તમે આપો. પરંતુ એ તૈયાર થાય એટલો સમય, થોડાં ફ્રેશ થયાં હોય તો ?'
'એટલે ?'ચુડાસમાએ પ્રશ્ન સૂચક દ્રષ્ટિ નાખી .
'એટલે કે બીયર કે એવું કાંઈક સોફ્ટ ડ્રીંક !'
'તને ખબર છે કે ,હું ડ્રિન્ક નથી લેતો !'
'એમ તો હું પણ ક્યાં કોઈ દિવસ લઉ છું.' આ તો સ્પેશિ યલ કેસ તરીકે !'. 'તું તો સ્પેશિયલ કેસ તરીકે, બીજું પણ ઘણું બધું કહે !' કહીં ચુડાસમા હસ્યા .
'તો એમાં વાંધો પણ શું છે ?' કહીં કલા પણ હસી .
'વાંધો તો ઘણો બધો છે .ચાલ તારા એ પ્રસ્તાવ વિશે ફરી ક્યારેક વિચારશું. અત્યારે તો જમી લઈએ !' કહીં ચુડાસમા એ બે થાળીનો ઓર્ડર આપ્યો. જમવાનું આવ્યું એટલે બન્ને આરામથી જમ્યાં .
'નખી લેક' એ માઉન્ટ આબુના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે કહેવાય છે કે સમગ્ર ભારતમાં આટલી ઊંચાઈએ માનવ નિર્મિત કોઈ 'ઝીલ' હોય તો તે 'નખી લેક 'ઝીલ છે .અને એના નિર્માણ પાછળ પણ એક અજબ પ્રકારની 'પ્રેમ કહાની 'જોડાયેલી છે .
'રસિયા બાલમ' નામના એક મજદૂર યુવાન ને ત્યાંના રાજા ની 'કુંવારી રાજ કન્યા' સાથે પ્રેમ થઈ ગયો. અને બંને એકબીજાને ખૂબ ચાહવા લાગ્યા. બંને એકબીજા વગર હવે જીવી શકે તેમ ન હતાં.બંને એ સાથે જીવવાના અને મરવાના એકબીજાને 'કોલ' દીધા .રાજા અને રાણીને આની ખબર પડી ગઈ . અને તેમનાં લગ્ન કરવાં ન પડે તે માટે, તે બંનેના લગ્ન માટે તેમણે પૂરી ન થઈ શકે , એવી આખરી શરત મૂકી. તેમણે જાહેર કર્યું કે, જો ' રસિયા બાલમ 'સાચો પ્રેમી હશે તો એક રાતમાં કોઈ પણ પ્રકારના ઓજાર વિના પોતાના નખ વડે અહીં પથ્થરો વચ્ચે તળા