Miss kalavati - 11 in Gujarati Women Focused by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | મિસ કલાવતી - 11

Featured Books
Categories
Share

મિસ કલાવતી - 11

માણસ બાહ્ય આવરણ ભલે ગમે તેવું ઓઢી લે. પરંતુ તેનો જાતિગત સ્વભાવ, રુચિ,શોખ, અપેક્ષાઓ, ક્યારેય નાબૂદ થતાં નથી.કલાવતી એ પણ પોતાના વાણી - વર્તન માં,હરવા - ફરવામાં,પહેરવા- ઓઢવામા અને સજવા- ધજવા માં એક પ્રકારનું વણલખયુ નિયંત્રણ લાવી દીધુ હતું 
તેણી જાહેર કાર્યક્રમો માં, ઓફિસમાં કે જાહેર સ્થળે ગમે ત્યાં જાય. ત્યાં તે પ્રસંગ ને અનુરૂપ વસ્ત્રો પહેરીને જતી.
મોટા ભાગે તે સાડી માં સજ્જ થઈને જતી.ભભકાદાર નેં બદલે તેણી પ્રભાવશાળી દેખાય તેવો મેક- અપ કરતી.
સામે જેવો માણસ હોય તેવી ભાષામાં તે વાત કરતી. ગામડા ના અભણ માણસો જોડે ગામઠી ભાષામાં તે વાત 
કરતી.તો ભણેલા જોડે કે અધિકારી જોડે તે એવી ભાષામાં વાત કરતી.ને જરૂર દેખાય ત્યાં અંગ્રેજી શબ્દો કે વાક્યો નો ઉપયોગ પણ તે અચૂક કરતી.
ક્યારેક કોઈ માણસ તેની સામે અણછાજતું વર્તન કરે.અને
તેણીને ગુસ્સો આવે, તો એ ગુસ્સા ને બહાર કાઢવા નેં બદલે તેણી પેટમાં જ ગળી જતી.તેણી એક -એક શબ્દ તોલી -તોલી નેં વિચારી ને બોલતી.તેની વાણી, વર્તન, અને કામ કરવાની આ રીત થી પ્રજા માં ધીમે -ધીમે તેની લોક પ્રિયતા વધવા માંડી હતી. લોકોની યાદસતાન બહુ અલ્પ જીવી હોય છે.લોકો ભૂતકાળ જલ્દી ભૂલી જાય છે અને વર્તમાનમાં જે જૂએ તેને તરત જ સ્વીકારી લે છે.ડીસા નાં લોકો એ વાત લગભગ હવે ભૂલી જ ગયાં હતાં કે કલાવતી અડ્ડાવાળી 'માસી' ની છોકરી 'કાળી' છે. લોકોએ હવે તે સ્વીકારી લીધું હતું કે તે ડીસા તાલુકા પંચાયતની પ્રમુખ 
' કલાવતી ' છે. અને એજ એમની સાચી નેતા છે.
જાહેરમાં કલાવતી ક્યાંય પણ બારોટ સાહેબને મળતી નહીં કે તેમની સાથે લાંબી વાતચીત સુધા ન કરતી. કોઈ જાહેર કાર્યક્રમ હોય તો બંને અવારનવાર ભેગાં થતાં ખરાં પરંતુ જાણે કે એક-'બીજાને ઓળખતાં જ ન હોય કે
તેમ એકબીજાને નજર અંદાજ કરતાં .છતાં મોટા ભાગના નેતાઓ અને અધિકારીઓને એ વાતની ખબર હતી કે 'કલાવતી' સાહેબની 'ખાસ' અને 'અંગત' માણસ છે. અને તેથી તેણીએ કહેલી કોઈ વાત ટાળવાની કે તેનો હુકમ અવગણવા ની કોઈ હિંમત કરતું ન હતું .
જાહેરમાં કલાવતી અને બારોટ સાહેબ ભલે ક્યાંય મળતાં નહીં, પરંતુ પોતાને અનુકૂળ હોય તે ટાઈમે બારોટ સાહેબ કાલાવતી ના' પર્સનલ 'નંબર ઉપર' મિસકોલ' કરતા.જેના થી કલાવતી ના ફોન માં એક ખાસ 'રીંગટોન' વાગતી . તે રીંગટોન સાંભળીને જ કલાવતી ના દેહ માં નવી ચેતના આવી જતી. તેનો ચહેરો ખીલી ઉઠતો. અને ગમે તેવું અર્જન્ટ કામ હોય તો તે પડતું  મૂકીને તે એકાંતમાં ચાલી જતી. ને સામેથી ફોન જોડતી. દિવસ ભર કરેલી કામગીરી અને આવતીકાલના આયોજન વિશે ફોન ઉપર ચર્ચા થતી. ખાટી - મીઠી નોક-ઝોક થતી.  બારોટ સાહેબ તરફથી કોઈ સૂચના, શિખામણ કે માર્ગદર્શન મળે તેની ગંભીરતાથી નોંધ લેવાતી.  હવે પછી ગુપ્ત રીતે ક્યાં, કેવી રીતે મળવું તેની સાંકેતિક ભાષામાં વાત થતી.  અને મોટે ભાગે તે સ્થળ ગુજરાત બહારનું જ રહેતું. ઘરનો 'ગોળ' પણ સંતાડીને ખાવામાં મજા છે. તેવું રાજકારણીઓ, સેલિબ્રિટીઓ અને જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓ હંમેશા માનતા હોય છે.

      અચાનક સમગ્ર બનાસકાંઠા જિલ્લાની પ્રજા માટે અત્યંત ખુશીના સમાચાર આવ્યા હતા. ગુજરાત ની રાજ્યસભા ની બે બેઠકોની મુદત પૂરી થતાં તેની ચૂંટણી જાહેર થઈ હતી. વિધાનસભામાં ધારાસભ્યોના સંખ્યા બળ ના આધારે જે તે રાજકીય પક્ષ પોતાના ઉમેદવારો ઉભા રાખતા હોય છે. જે તે પક્ષનું કેન્દ્રીય મોવડી મંડળ નક્કી કરે છે.  તે ઉમેદવાર પછી રાજ્યનો પણ હોય, કે' રાજ્ય બહારનો પણ હોઈ શકે . સદનશીબે કેન્દ્રીય પાર્લા  મેન્ટ્રી બોર્ડે ખાલી પડેલી બેઠકો પૈકી, એક બેઠક ઉપર વી.
કે. બારોટ સાહેબ ના નામ ઉપર પસંદગીની મહોર મારી હતી .
કોઈપણ વ્યક્તિને ધારાસભ્ય, કે સંસદ સભ્ય બનવું હોય તો તેણે જે તે પક્ષ પાસે સૌપ્રથમ ટિકિટની માગણી કરવી પડે. જેમાં પણ કેટલીયે લાગવગ, કેટલીયે ભલામણો અને છેક ઉપર સુધી લોબિંગ કરવામાં આવે, ત્યારે જ માંડ માંડ ટિકિટ મળે.  અને ખરી કસોટી તો ટિકિટ મળ્યા પછી જ ચાલુ થાય .સતત 20 - 25 દિવસ સુધી રાત દિવસ ઉજા ગરા કરવાના. મતવિસ્તારમાં ગામડાં ખુદવાના, લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાનો ખર્ચ કરવાનો ગમતા અને અળગમતા લોકો સાથે સમાધાન કરવાનું . એમની સામે નમવા નું રાત દિવસ મહેનત કરવાની, અને છતાં પણ એમાં જીતી જ જવાશે એવી કોઈ ગેરંટી નથી હોતી .
જ્યારે 'રાજ્ય સભા' ની ચૂંટણીમાં  પૂરતું સંખ્યા બળ હોય , તો સો ટકા જીતવાની ગેરંટી રહેતી હતી. અને તે ડાયરેક 'સંસદ સભ્ય'( રાજ્ય સભા)ના સભ્ય થઈ જતા હતા. અને તે પણ પાંચ વર્ષ નહીં પરંતુ પુરાં છ વર્ષ માટે. નિર્ધારિત તારીખે ચૂંટણી થઈ સત્તાધારી પક્ષના બંને ઉમેદ વારો વિજયી થયા. કારણ કે જીતવા માટે જરૂરી ધારા સભ્યો નુ સંખ્યાબળ તેમની પાસે પહેલેથી જ મોજુદ હતું 
    થોડા સમયમાં જ કેન્દ્રીય પ્રધાનમંડળનું વિસ્તરણ કરવા માં આવ્યું. અને એ પ્રધાનમંડળમાં વી.કે .બારોટ સાહેબનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ 'નાણા મંત્રાલય' જેવું મહત્વનું ખાતું તેમને ફાળવવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાત રાજ્ય માટે આ આનંદની વાત હતી પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લા માટે તો આ 'અતી ગૌરવ' ની વાત હતી. અમુક માણસો અને નેતાઓ બારોટ સાહેબ ની શક્તિ અને પહોંચને પહેલેથી જ જાણતા હતા. પરંતુ હવે તો બધા જ લોકોને ખ્યાલ આવ્યો કે જિલ્લાના, રાજ્યના, અને કેન્દ્રના મોટા- મોટા નેતાઓ બારોટ સાહેબ નો શા માટે આટલો આદર કરતા હતા. અને મોટા - મોટા અધિકારીઓ તેમના માત્ર એક ફોન થી જ કેમ આટલા ડરતા હતા .
   પોતાને આ પદ મળવા બદલ બારોટ સાહેબે જાહેરમાં કેન્દ્રના મોવડી મંડળ, પ્રદેશ નેતાગીરી, તથા પ્રજાનો ખુબ - ખુબ આભાર માન્યો હતો. 30 વર્ષની તેમની રાજકીય કાર્યકિદી દરમિયાન ,તેઓ ત્રણ વખત ધારાસભ્ય બન્યા હતા. એક વખત રાજ્ય સરકારમાં મંત્રી પણ બન્યા હતા એક વખત સંસદ સભ્ય પણ બન્યા હતા.  પરંતુ કેન્દ્ર સરકાર માં મિનિસ્ટર પદ તેમને પહેલી વખત મળ્યું હતું. કેટલાય મનોમંથન ના અંતે તેમનું અંગત પણે દ્રઢ માનવું હતું કે, કલાવતી પોતાના જીવનમાં આવી. અને તેના પ્રતાપે જ પોતાને આ પદ પ્રાપ્ત થયું છે. તેથી કલાવતી ને તેઓ પોતાના માટે 'લકી' માનતા હતા. અને તેમણે કલાવતી નો ખાનગી માં ખૂબ -ખૂબ આભાર પણ માન્યો હતો .
    પહેલેથી જ બારોટ સાહેબ નું વજન, રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સુધી તો હતું જ. પરંતુ કેન્દ્ર સરકારમાં નાણામંત્રી જેવું મહત્વનું ખાતું મળવાથી તેમનું વજન અને પ્રભાવ ઓર વધી ગયાં હતાં.
     એક વર્ષ સુધી વહીવટી અનુભવ મેળવીને, કાયદાઓ, નિયમો, અને બીજી બાબતોનો અભ્યાસ કરીને કલાવતીએ હવે વહીવટ ઉપર જબરજસ્ત પકડ મેળવી લીધી હતી. પોતાનું બતાવેલું કોઈપણ કામ પહેલે ધડાકે જ થઈ જાય તેઓ તે આગ્રહ રાખતી. જો એ કામ નિયત સમયમાં પૂરું ન થાય અને બીજી વખત તેને ભળાવવું પડે તો, કર્મચારી  હોય, કે ગમે તેવો મોટો અધિકારીઓ હોય, તેને રીત સરનો  તે ઉધેલો જ લેતી.  અને પછી ગર્ભિત ધમકી આપતી ,'કે પછી મોટા સાહેબ પાસે કહેવડાવવું ?'  આ મોટા સાહેબ એટલે 'બારોટ સાહેબ' એ સમજતાં અધિકારી ગણને વાર ન લાગતી .અને આ 'બ્રહ્માસ્ત્ર' ગમે એવા મોટા અધિકારી માટે પણ 'કાફી' હતું .
    આમેય કલાવતી યુવાન હતી. સ્વરૂપવાન હતી. ગોરી હતી, એટલી જ પ્રભાવશાળી પણ હતી. તેથી તેણીએ બતાવેલું કોઈ પણ કામ, કોઈ પણ અધિકારી કે પદાધિકારી ના પાડવાની હિંમત જ ન કરતા.  તેના એક સ્માઈલ થી જ ભલભલા પાણી - પાણી થઈ જતા. તેના શબ્દોમાં એવો જાદુ હતો કે મોટા- મોટા માણસો તેમાં લપેટાઈ જતા. લલ ચાઈ જતા, આમ તેણીએ તાલુકા પંચાયત ના વહીવટની સાથે- સાથે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પોતાનો રાજકી ય પાયો ,મજબૂત કરવાનું કામ ચાલુ કરી દીધું હતું .
    ડીસા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપરાંત પક્ષના બનાસ કાંઠા જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ ની જવાબદારી પણ કલાવતી ના માથે હતી. તેથી તેણી દરેક તાલુકાનો પ્રવાસ કરી, મહિલાઓ અને કાર્યકર્તાઓ સાથે  મુલાકાત કરતી હતી. તેણી રાજકારણમાં રસ ધરાવતી લાયકાત વાળી સ્ત્રીઓને શોધી- શોધીને દરેક તાલુકામાં મહિલા મોરચાના પ્રમુખ તરીકે, અથવા તો તાલુકા કે જિલ્લાની કારોબારીમાં નિમણૂક અપાવી ને તેમને સક્રિય કરતી હતી . આ બધી ભાગદોડમાં તે પાર્ટીના કામે એક દિવસ થરાદ હોય , તો બીજા દિવસે દાંતા .ત્રીજા દિવસે દિયોદર હોય, તો ચોથા દિવસે ધાનેરા. આમ સતત દોડધામ કરી શખત મહેનત કરતી હતી .આમ બનાસકાંઠા જિલ્લામાં પક્ષની મુખ્ય 'બોડી' કરતાં તેનો મહિલા મોરચો વધુ સક્રિય હોય તેવું કાર્યકર્તાઓને લાગતું હતું .
   જિલ્લાના અને રાજયના મુખ્ય રાજકીય આગેવાનોની પ્રવૃતિમાં તેને જાણવા મળ્યું હતું કે' તેમાંના મોટાભાગના નેતાઓ 'સમાજ સેવા' સાથે જોડાયેલા હતા. ને સમાજ સેવા કરવા માટે તેમની પાસે કોઈને કોઈ સંસ્થા હતી . તે સંસ્થા શૈક્ષણિક હોય,  સહકારી હોય, કે સામાજિક હોય. આ સંસ્થાઓ તે નેતાઓના હાથ પગ હતી પરંતુ તે ક્ષેત્રમાં પણ ખાલી જગ્યા હવે બહુ ઓછી હતી. સદનશીબે બના સકાંઠા જેવા અંતરિયાળ જિલ્લામાં તેવી ૩૦ ટકા જગ્યા હજુ ખાલી હતી.  તેનો ફાયદો ઉઠાવવાનો કલાવતી એ મનમાં નિર્ણય કર્યો .
    કલાવતીએ સૌ પ્રથમ ' કલા મહિલા ઉત્કર્ષ ટ્રસ્ટ 'નામનું એક ટ્રસ્ટ રજીસ્ટર્ડ કરાવ્યું.  અને તેનું કાર્યક્ષેત્ર ગુજરાત, સમગ્ર ભારત, ઉપરાંત વિશ્વના કોઈપણ દેશમાં સેવા પ્રવૃ ત્તિઓ કરી શકશે એવું દર્શાવ્યું હતું. અને તેના બંધારણમાં આ દુનિયામાં ચાલતી કોઈપણ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક કે અન્ય કોઈપણ સેવાકીય પ્રવર્તિ તે કરી શકશે તેઓ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને તેની શાખાઓ સમગ્ર વિશ્વમાં વિસ્તારી શકશે એવું પણ બંધારણમાં દર્શાવવામાં આવ્યું હતું .     આ ઉપરાંત કલાવતીએ ડીસા તાલુકામાં,  અને બનાસકાંઠા જિલ્લામાં , પોતાના અંગત માણસો પાસે સેવા સહકારી મંડળી,  ઉત્પાદક સહકારી મંડળી, કે અન્ય મંડળની દરખાસ્ત તૈયાર કરાવી પોતાની 'વગ' નો ઉપયોગ કરી તે બધી રજીસ્ટર કરાવી દીધી હતી. ને જે તે સંબંધિત 'સંઘ' કે સંસ્થા'ના શેર લેવડાવીને તેમની સાથે સંયોજિત પણ કરી લીધી હતી આમ કલાવતી સમગ્ર જિલ્લામાં પોતાનો રાજકીય પાયો મજબૂત કરી રહી હતી.
  બારોટ સાહેબ પોતે ભાગે હવે દિલ્હી રહેતા હતા. તે રાત - દિવસ કામમાં સતત વ્યસ્ત રહેતા હતા. વ્યસ્તતા વચ્ચે પણ કલાવતી સાથે ફોન ઉપર થતો 'પેલો' વાર્તાલાપ અઠ વાડિયે તો એકવાર અચૂક થતો હતો. ને પહેલા 15 દિવસે કે મહિને થતું તેમનું ગુપ્ત મિલન બે- કે ત્રણ મહિને તો અચૂક થતું હતું. અને એ પણ હવે તો ફરજિયાત ગુજરાત બહાર જ. ક્યારેક તેનું સ્થળ દિલ્હી રહેતું.  તો ક્યારેક મહાનગરી મુંબઈમાં રહેતું .
   ધંધાની સંપૂર્ણ જવાબદારી હવે ડી.એસ. અને મોનાએ પોતાના શિરે ઉપાડી લીધી હતી. કલાવતી ને તે ધંધામાંથી બિલકુલ નિવૃત કરી દીધી હતી.  એટલું જ નહીં તેમના 'ધંધા'નો કોઈ પડછાયો પણ કાલાવતીની ઉપર ન પડે તેની તકેદારી બંને રાખતાં હતાં .ને એટલે જ એમણે ડીસા ના પોશ વિસ્તારમાં બંગલો ભાડે લઈને તેને તેમાં અલગ રહેવા મૂકી હતી. અને તેની સાથે એક કામવાળી બાઈ અને વફાદાર ડ્રાઇવર અજીત સાથે રહેતાં હતાં . 
   કલાવતીની રાજકીય પ્રગતિ થી મોના અને ડીએસ બંને ખુબ ખુશ હતાં .તેમણે પાલનપુર થી પાંચ કિલોમીટર દૂર આબુરોડ હાઇવે ઉપર 10 વીઘા જમીન મોંઘા ભાવે ખરીદી લીધી હતી. અને આ 'ફાર્મ હાઉસ' ઉપર વિશાળ બંગલો બનાવવાનું આયોજન પણ તેમણે કરી નાખ્યું હતું તેમની ગણતરી એવી હતી કે કલાવતી અહીં આવીને રહે તો રાજકીય કામકાજ માટે તેને પાલનપુર નજીક પડે. અને એમનાથી એટલી દૂર રહે તો ભવિષ્યમાં એમના 'ધંધા' નો ઓછાયો પણ તેના ઉપર ન પડે.  આવી તેમની ગણતરી હતી .
    આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે ડીસા માં આવેલા તેમના બંગલાના વિશાળ 'બેડરૂમ'માં કલાવતી ક્યારેક 'એકલી' પડે ત્યારે, તેણી વિચારે ચડી જતી. તેણીને લાગતું હતું કે પોતે 'આઝાદ' જિંદગી છોડીને ખોટી રીતે 'કેદ'માં પુરાઈ ગઈ છે. લોકોને ગમે તેમ જ રહેવાનું, લોકોને ગમે તેવું જ બોલવાનું, લોકોને ગમે તેવાં જ વસ્ત્રો પહેરવાનાં ,ને લોકોને ગમે તેમ જ વર્તન કરવાનું .આ દુનિયામાં જાણે કે તેનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ જ નહીં ?' આ બધું શા માટે ?'
ક્યારેક તેણીને મનમાં થઈ જતું કે આ બધાં બંધનો ફગાવી દઈને પોતે, પાછી હતી એ જ સ્વતંત્ર જીવનમાં ચાલી જાય ને મળેલી આ જિંદગી અને 'યુવાની'નો ભરપૂર આનંદ માણે .  પરંતુ બીજી જ પળે તેણીને ચુડાસમાએ પોતાની સાથે રમેલી 'રમત' અને કરેલું વર્તન યાદ આવતું. પોતે કઈ જ્ઞાતિની છે .અને પોતાનું ખાનદાન કયુ છે. તેની કોઈ ઠોસ  સાબિતી પોતાની પાસે ન હોવાથી ચુડાસમાએ પોતાની સાથે લગ્ન કર્યા ન હતાં .અને તે ચુડાસમા ને બતાવી દેવા માગતી હતી, કે' માણસ જન્મથી જ નહીં પરંતુ કર્મ થી મહાન હોય છે. 'કર્મ' દ્વારા તે 'સત્તા' ના એવા સ્થાને પહોંચવા માગતી હતી, કે' જ્યાં ચુડાસમા પણ આવીને તેને સલામ ભરે !'
અને સત્તાના એ સ્થાને પહોંચવા માટે રાજકારણ સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. ચુડાસમા સાથેના સંબંધમાં દિલ થી ઘાયલ થયેલી કલાવતી એ ચુડાસમા ને બતાવી દેવા માટે ગમે તે કરવા , ગમે તેવો ભોગ આપવા, તૈયાર હતી. અને એ માટે તેણીએ મનોમન 'કર્મયોગની' બનવાનો નિર્ણય કર્યો હતો .
   બનાસકાંઠા જિલ્લા ઉપરાંત પ્રદેશના કે રાષ્ટ્રીય નેતા ઓની ગુજરાતમાં ક્યાંય સભા કે મીટીંગ હોય, તો તેમાં કલાવતી ને અચૂક આમંત્રણ મળતું હતું. તેમાં તે જતી પણ ખરી. તેને સ્ટેજ ઉપર બેસવા માટે પણ અચૂક સ્થાન મળ તું. અને ક્યારેક પ્રવચન કરવાનો પણ તેને મોકો મળતો. ત્યારે તે પોતાના પ્રવચનથી, બોલવાની સ્ટાઇલથી,  અને શૈલી થી બધા જ લોકોને મંત્રમુગ્ધ કરી દેતી. એ કાર્યક્રમ માં આવેલા હજારો નવા કાર્યકર્તાઓ અને નેતાઓથી તેનો પરિચય થતો. અને નવી- નવી ઓળખાણો થતી . આવી રીતે કલાવતી નું વજન અને પ્રભાવ બનાસકાંઠાની સરહદો પાર કરી ને ગુજરાતમાં પણ હવે વધવા માંડ્યો હતો.

   માઉન્ટ આબુ ખાતે 'નખી લેક' કિનારે આવેલા તેમના ભવ્ય બંગલા નું કામ હવે સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું હતું. મોના ના કહેવાથી ડી.એસ.એ તેનું નામ 'કલા- પેલેસ' રાખ્યું હતું બંગલો સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો એટલે ડી. એસ. અને મોના આજે તેને જોવા માટે આવ્યાં હતાં. કોઈ રાજમહેલ ને પણ શરમાવે તેવું તેનું ભવ્ય બાંધકામ, રંગરોગાન અને સજાવટ કરવામાં આવ્યાં હતાં .બે- ત્રણ કલાક મોના અને ડી.એસ.એ બંગલામાં રોકાયાં હતાં  અને સાંજે સાડા છ વાગે તેઓ તેમની 'મર્સિડીઝ' ગાડીમાં 'માઉન્ટ આબુ' થી ડીસા આવવા રવાના થયાં હતાં .
  વશરામ અને રમેશ હવે જુના અને વિશ્વાસુ માણસો થઈ ગયા હતા. મોના અને ડી.એસ.ની ગેરહાજરીમાં સંપૂર્ણ 'ધંધો' તે બંને સંભાળી લેતા હતા.  તેથી ઘેર આવવાની તેમને બંનેને કોઈ ઉતાવળ ન હતી .
      ડી. એસ. ગાડી ડ્રાઈવ કરી રહ્યો હતો. જ્યારે મોના આગળની સીટ ઉપર તેની બાજુમાં જ બેઠી હતી. 8:00 વાગે તેમણે પાલનપુર 'એરોમા સર્કલ' પસાર કર્યું . અડધો  એક કલાક માં ઘેર પહોંચી જશે તેઓ તેમને અંદાજ હતો. મોના આજે ખૂબ જ ખુશ- ખુશાલ હતી. વર્ષો પહેલાં કલા એ જોયેલુ સ્વપ્ન આજે પૂરું થયું હતું. તેમણે કલ્પેલો 'રાજમહેલ' જેવો ભવ્ય બંગલો આજે તૈયાર થઈ ગયો હતો. તે બંને ડીસા સીટી પસાર કરીને આખોલ જવા માટે મર્સિડીઝ ગાડી બનાસ ના પુલ ઉપર સરકવા લાગી.       ' .   મર્સિડીઝ બરાબર પુલના મધ્ય ભાગમાં પહોંચી હશે બરાબર એ જ વખતે સામેથી આવતા વાહનની સીધી હેડ લાઇટો નજીક આવતાં એકદમ ત્રાંસી ફંટાણી. ડી.એસ. ખતરો પામી ગયો. તેણે સ્ટેરીંગ ખાલી સાઇડમાં ગુમાવ્યું પરંતુ ત્યાં સામે સાંકડા પૂરની પાળી આવી ગઈ હતી. અને બીજી જ ક્ષણે માતેલા સાંઢ ની જેમ સામેથી આવતી એ ટ્રક ધડાકા ભેર મર્સિડીઝ ગાડી ને ટકરાઈ .
   એ ધડાકા નો અવાજ એટલો જોરદાર હતો કે' રાત્રિના શાંત વાતાવરણમાં તે આજુ-બાજુમાં ડીસા માં ગાયત્રી મંદિર સુધી, અને બીજી બાજુ આખોલ ચાર રસ્તા સુધી તે સંભળાયો હતો. પુલ ઉપરનો વાહનવ્યવહાર થંભી ગયો. લોકો ત્યાં દોડી આવ્યા . આવનારે જોયું તો મર્સિડીઝ નો આગળનો ભાગ ભાંગીને ભૂકો થઈ ગયો હતો. તો સામે ટ્રકના આગળના ભાગને પણ સારું એવું નુકસાન થયું હતું અને ટ્રકનો ડ્રાઇવર આ ધમાચકડી અને અંધારા નો લાભ લઈને ત્યાંથી ભાગી ગયો હતો .
  લોહી- લુહાણ હાલતમાં તરફડતા અને ગંભીર રીતે ઘાય લ થયેલાં  ડી.એસ. અને મોના ને લોકોએ મહાન મહેનતે ગાડી માંથી બહાર કાઢ્યાં . ને બીજા વાહનોમાં નાખીને તાત્કાલિક ડીસા સરકારી દવાખાને લઈ ગયા . જેમની હાલત વધારે નાજુક હોય તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નાખીને બંનેને પાલનપુર સિવિલ હોસ્પિટલ માં ખસેડ્યા. 
   મોના અને ડી.એસ. ના અકસ્માતના સમાચાર સાંભળી ને રાતનો સમય હોવા છતાંય કેટલાંય માણસો હોસ્પિટલ માં દોડી આવ્યાં હતાં .  કલાવતી એક મીટીંગ ના કામે અમદાવાદ ગઈ હતી .તેને રસ્તામાં જ મોબાઈલ ફોન ઉપર સમાચાર મળ્યા હતા .એટલે તે પણ સીધી પાલનપુર સિવિ લ હોસ્પિટલમાં દોડી આવી હતી. ફરજ પરના ડોક્ટરોએ તાત્કાલિક સારવાર ચાલુ કરી દીધી હતી .ડી.એસ. નો જમણો હાથ અને જમણો પગ ભાંગી ગયા હતા. પરંતુ તે હવે ભાન માં આવ્યો હતો. જ્યારે મોના ના હાથ અને પગ સલામત હતા. પરંતુ તેના માથા અને પેટના અંદરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેથી તેણી ક્યારેક ભાનમાં આવતી હતી ,તો ' ક્યારેક ભાન ગુમાવી દેતી હતી .
   બંન્ને ની સઘન સારવાર ચાલુ હતી. ડોક્ટરો પરમીશન આપે તો કલાવતીનો વિચાર તે બંને ને અમદાવાદની સારી સ્ટર્લીંગ, શાલ, કે રાજસ્થાન જેવી પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવાનો હતો.ડી.એસ. જોકે હવે ખતરા થી બહાર હતો. ને તે  સંપૂર્ણ ભાનમાં હતો. પરંતુ મોના ની નાજુક પરિસ્થિતિ જોઈને ડોક્ટરો 'દર્દી' નું કોઈ પણ પ્રકારનું  હલનચલન થાય ,તેવું જોખમ લેવા તૈયાર ન હતા .
   આ બાજુ ટ્રક નો ડ્રાઇવર અકસ્માત કર્યા બાદ ભાગી ને જાતે જ સીધો ડીસા પોલીસ સ્ટેશન માં હાજર થઈ ગયો હતો .અને તેણે જાતે જ ફરિયાદ નોંધાવી હતી કે પોતાની ટ્રક ની બ્રેક ફેલ થઈ ગઈ હતી. અને તેના ગભરાટ માં તેણે સ્ટેરીંગ ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો. અને આમ અજાણતાં જ પોતાના હાથે અકસ્માત થઈ ગયો છે.  આ કેસમાં ફરિ યાદી પણ તે હતો .અને આરોપી પણ તે પોતે જ હતો.     '   પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ કરી હતી. પોલીસે સ્થળ ઉપર  જઈ ટ્રક અને ભાંગી ગયેલી મર્સિડીઝનું પંચનામું કર્યું અને પંચનામા વખતે ટ્રકની બ્રેક ખરેખર ફેલ થયેલી જણા ઈ હતી.  ડ્રાઇવરનું લાઇસન્સ પણ બરાબર હતું. ટ્રક નાં કાગળો તપાસતાં જાણવા મળ્યું હતું, કે 'તે  ટ્રક ડીસાના બાબુસિંહ ના પુત્ર કાળુસિંહ ના નામે નોંધાયેલી હતી .
  બીજા દિવસે જેમ- જેમ લોકોને સમાચાર મળ્યા તેમ તેમ કલાવતી ના ઓળખીતાઓ, પક્ષના કાર્યકર્તાઓ,  તેના ચાહકો અને રાજકીય આગેવાનોનાં ટોળે-ટોળાં હોસ્પિટલ માં ઉંમટી પડ્યાં હતાં . તેઓ સૌ ડી.એસ.ને મળીને ખબર અંતર પૂછતા હતા. પરંતુ મોનાની તબિયત નાજુક હોવાથી ડોક્ટરોએ તેને કોઈને પણ મળવાની સખત મનાઈ કરી હતી કલાવતી સતત તેની પાસે જ રહેતી હતી .
     અચાનક 'મોના' ભાન માં આવી હતી. તેણીએ ડી. એસ. ને મળવાનો 'લવારો' લીધો હતો.ડી.એસ. ચાલી શકે તેમ ન હતો. તેથી તેને વ્હીલચેર ઉપર ત્યાં લાવવામાં આવ્યો.ડી.એસ.ની અને પોતાની હાલત જોઈ મોના ની આંખમાંથી આંસુઓ ની ધારાવહી .તેણીએ ઈશારો કરીને કલાવતી અને ડી.એસ.ને બિલકુલ પોતાની નજીક બોલા વ્યાં . અને તેણીએ બધી જ શક્તિ એકઠી કરીને કલાવતી નો હાથ પકડીને ડી.એસ ના પ્લાસ્ટર વગરના ડાબા હાથમાં મૂકી દીધો . નેં ત્રુટક - ત્રુટક સાદે ધીમે- ધીમે બોલી.' હવે હું થોડી પળ ની મહેમાન છું. મારી 'કલા' ને, જિંદગીભર સાચવજો !'
   મોના ના આ છેલ્લા શબ્દો હતા.  તેણી એ સદા ને માટે આંખ મીંચી દીધી . ડી .એસ. પોક મૂકીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યો. કલાવતી ની આંખો માંથી પણ આંસુઓની 'ધારા' વહેતી હતી .પરંતુ તેના ગળા માં જાણે કે ડૂમો ભરાઈ ગયો હતો. પોક મૂકીને રડવાનું જાણે કે તે સાવ ભુલી જ ગઈ હતી .        મોના ની શમશાન યાત્રા આખોલ ચાર રસ્તા પાસે આવેલા તેમના નિવાસસ્થાને થી બનાસ નદીના કિનારે આવેલા એ શ્મશાન માં કાઢવામાં આવી. તેણીની સમશાન યાત્રામાં હજારો લોકો ઉંમટી પડ્યા હતા. ગમે તેમ હોય તે આખા ડીસા માં 'માસી' ના નામે જાણીતી અને પ્રખ્યાત હતી. અને તેણીએ જિંદગીમાં કોઈનું પણ ખોટું કર્યું હોય તેવું કોઈ ને પણ યાદ ન હતું.અને વિધિની વક્રતા તો જુઓ છ વર્ષ સુધી જીવનસાથી તરીકે સાથે રહેનાર ડી.એસ. અત્યારે ચાલી શકે તેમ ન હોવાથી 'મોના' નેં કાંધ આપવા પણ આવી શક્યો ન હતો .
     અને બનાસકાંઠાના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હતું કે' કોઈ માતા'ની' નનામી ને તેની પુત્રીએ કાંધ આપી હોય મોના ની નનામી ને 'કલાવતી'એ પોતાની કાંધ આપીને પોતાની ફરજ બજાવી હતી . જે શ્મશાન માં આજ થી આઠ વર્ષ પહેલાં રણજીત નો અગ્નિસંસ્કાર થયો હતો. એ જ સ્મશાનમાં 'મોના' ના પણ 'અગ્નિસંસ્કાર ' કરવામાં આવ્યા. આમ એક જ 'અવતાર'માં 'મયુરી' 'મોના' અને 'માસી' એવા ત્રણ રોલ ભજવીને તેણીની રાખ રણજીત ની રાખ સાથે, સદા ને માટે ભળી ગઈ હતી.
      'માસી' યાને કી મોના ના બેસણા માં છેક દિલ્હીથી કેન્દ્રીય મિનિસ્ટર બારોટ સાહેબ આવીને હાજરી આપીને કલાવતી ની ઈજ્જત તેમણે ઓર વધારી દીધી હતી. કેટ લાક લોકોને તેમાં આશ્ચર્ય થયું હતું. તો કેટલાક રાજકાર ણીઓને, તે વધુ પડતું લાગ્યું હતું. પરંતુ પોતાની 'ખાસ માણસ' ગણાતી તાલુકા પંચાયતની પ્રમુખ કુમારી કલાવતી ની માતા ના થયેલ આકસ્મિક અવસાન પ્રસંગે તેના બેસ ણામાં હાજરી આપવી એ બારોટ સાહેબે પોતાની 'નૈતિક' ફરજ માની હતી .
    પોલીસની તપાસમાં ટ્રકનાં કાગળો તપાસતાં એ વાત બહાર આવી હતી કે' તે ટ્રક ડીસાના કાળુસિંહના નામે રજીસ્ટર થયેલી છે. જે સ્વ બાબુસિંહ નો પુત્ર છે અને એ વાત બહાર આવતાં જ લોકોમાં જાતજાતની વાતો થતી હતી. અને લોકો અવનવા તર્ક લગાવતા હતા.કેટલાક લોકો નું માનવું હતું કે' આ કોઈ અકસ્માત નથી. પરંતુ અકસ્માત ના નામે ડી.એસ. અને મોના ની હત્યા કરવાનું ષડયંત્ર છે. અને તેના તાણાવાણા લોકો પાંચ વર્ષ પહેલાં ડીસા હાઈવે ઉપર માર્કેટ સામે થયેલા એ અકસ્માત જોડે જોડતા હતા. જેમાં બાબુસિંહ નું મોત થયું હતું .
   લોકોમાં તો ખાનગીમાં એવી પણ ચર્ચા થતી હતી, કે' બાબુસિગ ના અકસ્માતમાં થયેલા મોતનું રહસ્ય ભલે તે વખતે બહાર ન આવ્યું હોય, પરંતુ કાળું સિંહ અને તેના માણસોને મનમાં પાકો'શક'હતો  કે એ અકસ્માતમાં મોના અને ડી.એસ. નો કોઈને કોઈ રીતે તેમાં હાથ છે જ .  ને તેનો બદલો લેવા માટે જ આ લોકોએ ષડયંત્ર રચ્યું છે .
     લોકોમાં થતી વાતો કલાવતીને કાને પણ આવી હતી. તેણીએ પણ પોતાની શંકા પોલીસ અધિકારીઓને કહી હતી. તપાસ માટે કાળુસિંહ નેં પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ ટ્રક તો પોતે ચાર માસ પહેલાં સુઈગામ તાલુકાના ભરડવા ગામના ધેગાજી રાજપુતને વેચાણ આપી દીધી છે .અને તે અંગેનો 200 રૂપિયા ના સ્ટેમ્પ ઉપર કરેલો નોટરી ના સહી સિક્કા સાથે નો ઓરીજનલ વેચાણખતનો દસ્તાવેજ પણ તેણે પોલીસ સમક્ષ રજૂ કર્યો હતો.      પોલીસ કોન્સ્ટેબલ થી લઈ ને ડી.એસ.પી. સુધીનું બધું જ પોલીસ તંત્ર કલાવતી ની તરફેણમાં હતું .જામીન ઉપર છૂટેલા એ ટ્રક ડ્રાઈવરને પોલી સે ફરી પાછો પોલીસ સ્ટેશનને બોલાવીને ,'અન લીગલી' 'અટક' કરીને એક રાત સુધી રાખીને બરાબરનો ઠમઠોરી જોયો હતો. પરંતુ તે એકનો બે થયો ન હતો અને તેણે એ જ વાત કરતો હતો કે' આ ટ્રક ભરડવાના ધેગાજી ની છે. અને છેલ્લા ત્રણ વર્ષથી તેમાં તે ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. કાળુસિંહ કે બીજા કોઈને પણ તે ડીસા માં ઓળખતો પણ નથી .
    તેના ઉપર હત્યાનો ગુનો ફરી થી નોંધવા અને તે ગુનામાં તેની ધરપકડ કરવા અને તેની ઊંડી તપાસ કરવા 'કલાવતી એ પોલીસ તંત્ર ઉપર ઘણું દબાણ કર્યું . પરંતુ પોલીસ લાચાર હતી .એક વખત નોંધાયેલા ગુનાની ફરી એફ. આઈ આર. નોંધવા પોલીસ તૈયાર ન હતી.  ને કલાવતીને પહેલી જ વખત ખબર પડી કે રાજકારણીઓના દબાણ કરતાં પણ તેનો કોર્ટમાં જવાબ આપવો પડે તેનાથી પોલીસ તંત્ર વધુ ડરતું હતું. આખરે ના છૂટકે પોલીસે ડ્રાઇવરને છોડી દેવો પડ્યો હતો .
  પોતાની માતાના 'મોતથી કલાવતીને મોટો આઘાત લાગ્યો હતો.  તેણીને જાણે કે આ જીવનમાંથી હવે 'રસ' જ ઉડી ગયો હતો. પોતે જ્યારથી સમજતી થઈ ત્યારથી પોતાના સ્વજન તરીકે,' પિતા' તરીકે તેણે રણજીત ને અને 'માતા' તરીકે મોના ને જોઈ હતી. અને પોતાના એ બંને સ્વજનો હવે આ દુનિયામાં ન હતાં. પોતાને આ દુનિયામાં કોઈ ભાઈ -બહેન, કાકા- કાકી, માસા -માસી કે ફોઈ- ફુવા કોઈપણ  છે કે કેમ,તેની પણ તેણીને ખબર ન હતી. કારણ કે તેણી કોઈને પણ ઓળખતી ન હતી 
      અચાનક કોઈ ફરિસ્તાની જેમ ડી.એસ. સાહેબ મા અને દીકરીના જીવનમાં આવ્યા હતા. ને તે તેમના 'સ્વજન બની રહ્યા હતા. અને પોતાની મરતી માતા એ પોતાનો હાથ ડી.એસ. સાહેબ ને સોંપીને, પોતાને 'જિંદગીભર' સાચવ વાની ભલામણ કરીને આ દુનિયામાંથી વિદાય થઈ હતી. કલાવતી મોટાભાગનો સમય હવે ડી.એસ.ની સારવારમાં જ ગાળતી હતી .
    એક મહિનાથી વધુ સમય સુધી સારવાર લીધા બાદ ડી એસ. હવે હાલતો- ચાલતો થયો હતોં . તે ડીસા પોતાના ઘેર આવ્યો હતો. અહીં મોના સાથેની તેની ઘણી યાદો અને સ્મૃતિઓ સંગ્રહાયેલી પડી હતી. જે