હું તમારા લખાણની માત્ર ભાષાકીય ભૂલો સુધારીને પાછું આપી રહી છું:
ચાર પિત્તળના ઘડાં મળી આવે છે.મજૂર પૂછે છે, "શેઠ, આમાં શું છે? કંઈ ખજાનો-વજાનો તો નથી ને?"તો શેઠ કહે છે, "મારા ભાઈ, આ તો સાધુ મહારાજ આવ્યા હતા. તેમણે હવન કરાવ્યું હતું અને આ ચાર ઘડાંમાં કંઈક બધું નાખીને દાટ્યું હતું. તેમણે મને કહ્યું હતું કે આટલા દિવસ પછી ચારેય ઘડાં બહાર કાઢીને ગંગાજીમાં પધરાવી દેજે. એટલે પાછા બહાર કાઢી રહ્યો છું.
આ વાતની કોઈને જાણ કરવાની નહોતી, એટલે જ તમને બેને રાત્રે બોલાવ્યા. અને તમે પણ તમારું મોઢું બંધ રાખજો, નહીતર અનિષ્ટ થશે. એની અસર તમારા પર પણ પડશે. એટલે આજે રાત્રે જે કંઈ કર્યું છે, તે ભૂલી જજો."
મજૂરો ચારેય ઘડાં બહાર કાઢી દે છે અને પાછું માટીને દાટી દે છે અને ઉપર ચડતરનું કામ કરી નાખે છે.શેઠ કહે છે, "આ હાડપિંજર અને આ બોટલને એક કોથળીમાં ભરીને રસ્તામાં કચરાપેટીમાં નાખી દેજે."બંને મજૂરો ના પાડી દે છે, "ના, અમે આ કામ નહીં કરીએ. તમારે એ હાડપિંજર અને બોટલનું જે પણ કરવું હોય, તે તમે જાતે જ કરજો. અમને થોડાક અંધશ્રદ્ધા છે. અમે આવી બધી વસ્તુઓમાં હાથ ન નાખી શકીએ. અમને માફ કરજો."
શેઠ ગુસ્સે થઈ જાય છે, "ઠીક છે, કાંઈ વાંધો નહીં. હું કરી લઈશ."એટલું કહીને બંને મજૂરોના હાથમાં ઘણાં પૈસા આપી દે છે અને કહે છે, "હવે તમે જાઓ, તમારું કામ પતી ગયું છે. કાલે સવારે પાછા કામ પર આવી જજો. અને આ વાતની કોઈને જાણ ન થવી જોઈએ."
બંને મજૂરો "ઠીક છે, શેઠ," એમ કહીને જતા રહે છે.શેઠ પિંજર અને બોટલને એક કોથળીમાં નાખે છે. પછી વિચારે છે, "જો આને ક્યાંય બહાર ફેંકીશ, તો પૂછપરછ થઈ શકે. પિંજર ક્યાંથી આવ્યો? એના કરતાં ઘરની બહાર, વડના ઝાડ પાસે દાટી દઈશ, તો કોઈને ખબર નહીં પડે."
શેઠ ઝાડ પાસે નાનો ખાડો ખોદી અને તેમાં દાટી દે છે. પછી ઘરમાં જઈને બધું સાફ કરી દે છે અને બધું પાછું ગોઠવી દે છે.
શેઠ એક પછી એક ચારેય ઘડાં ખોલે છે.પહેલા ઘડામાં ચાંદીના સિક્કા હોય છે.બીજા ઘડામાં સોનાની મોહરો હોય છે.ત્રીજા ઘડામાં ઝવેરાત અને દાગીનાં હોય છે.ચોથા ઘડામાં માટી ભરેલી હોય છે, અને તેમાં એક નાનો ચાંદીનો કળશ હોય છે, જે તાળાં મારેલું હોય છે. તે કળશ અનેક લાલ-પીળા દોરાથી બંધાયેલું હોય છે.
શેઠને બીક લાગે છે, "આમાં શું હશે?"પણ લાલચ આવે છે, "કે નહીં ને, આ કળશમાં હીરા-જવાહર તો નહીં હોય ને?"
પછી શેઠ વિચારે છે, "સૌ પ્રથમ આ ત્રણ ઘડાંને ઠેકાણે પાડી દઉં. પછી મહારાજને પૂછીને આ કળશનું શું કરવું, એ નક્કી કરીશ."
શેઠ ઝવેરાત જોઈને હરખાઈ જાય છે અને વિચારે છે,"મારા માથે જેટલું દેવું છે, એ બધું ભરાઈ જશે. માણસોના પગાર પણ ચૂકવાઈ જશે. કારખાનામાં નવા મશીનો અને માલ પણ આવી જશે. અને તો પણ મારી એક પેઢી આરામથી ખાઈ શકે એટલું ધન છે!
પણ જો હું આટલું બધું અચાનક વાપરવા માંડીશ, તો બધાને શંકા થશે. એટલે મારે આ ધન સમજદારીપૂર્વક વાપરવું પડશે."
પછી શેઠ ત્રણ ઘડાં સંતાડી દે છે અને એક સોનાં ઝવેરાત ભરેલું ઘડું બહાર રાખે છે.જેમ જ તે ઘડું ખોલે છે, ત્યારે જ એક જોરદાર કડાકો થાય છે!વડની એક મોટી ડાળ તૂટીને શેઠના ઘરના ફળીયાના છાપરા પર પડે છે.છાપરું તૂટી જાય છે!
પણ શેઠ બહાર નથી નીકળતા. તે તરત જ એક બેગમાં ઘરેણાં ભરી લે છે અને બધું સંતાડી દે છે.પછી બહાર આવે છે અને જુએ છે કે ફળીયાનું છાપરું તૂટી ગયું છે અને ડાળ માથે પડી છે.
અવાજ થતા ફળીયાના લોકો પણ ભેગા થઈ જાય છે અને પૂછે છે,"તમને કંઈ નુકસાન થયું તો નથી ને? તમે બરોબર છો ને?"
શેઠ જવાબ આપે છે,"હા, માત્ર છાપરું તૂટી ગયું છે. સારું છે કે કોઈ ઘરમાં નહોતું, એટલે કોઈને નુકસાન થયું નથી."
થોડીવારમાં બધા લોકો પાછા પોતાના ઘરે ચાલ્યા જાય છે.શેઠ વિચારે છે, "જો દાગીનાં વેચી દઈશ, તો કોઈને શંકા પણ નહીં થાય, અને મારું કામ પણ થઈ જશે."
બીજે દિવસે સવારે શેઠ થોડાક દાગીનાં એક બેગમાં નાખે છે અને ઘરની બહાર નીકળે છે...જેમ જ પગ મૂકે છે, તેમ એક ઘુવડ ઉડીને વડની ડાળ પર બેસી જાય છે.
શેઠ જોયે છે અને તેને ડર લાગે છે.ઘુવડ "ઘૂ... ઘૂ... ઘૂ..." કરીને જોરથી બોલવા લાગે છે અને મોટી આંખે શેઠની સામે જોયા રાખે છે!
શેઠ ડરીને માણસોને કહે છે,"હું આવું ત્યાં સુધીમાં આ ઘુવડને અહીંથી ઉડાડી દેજો!"
અને એક માણસને કહે છે આ ટુટેલા જેટલા છાપરા છે તે કઢાવી નાખો. હું નવા છાપરા નો બંદોબસ્ત કરીને આવું છું
એટલું કહી અને શેઠ જતા રહે છે.
માણસો ઘુવડ ઉડાડવા જાય છે, પણ તે હલતું પણ નથી...માણસો અંદરખાને એકબીજાને કહેવા લાગે છે, "જુનવાણી વિચારણા છે કે... જે ઘરના છાપરાએ ઘુવડ બેસે, ત્યાં નક્કી એક જાન જાય છે!"
(બાકીની વાર્તા બીજા અંકમાં...)