મોટો છોકરો જસવંત મજૂરની સ્મશાન યાત્રામાં જાય છે.
મજૂરનાં નાના નાના બાળકો અને પત્ની ખૂબ રડતાં હોય છે તે જોઈને તેને ખૂબ દુઃખ થાય છે. મોટો છોકરો
જસવંત વિચારે છે, "હવે બહુ થઈ ગયું.
મારે આ શ્રાપિત ધન રાખવું જોઈએ નહીં, નહીંતર મારા ઘરમાં કંઈક ઉપાધિ આવશે તો? નહીં તો હજુ કંઈ થશે તો?" એના મનમાં કેટલાય વિચારો ફરવા લાગે છે. તે કેટલી વાર સુધી ચિતાને બળતી જોતો ઊભો રહે છે અને વિચારતો રહે છે કે મારે શું કરવું. મજૂર મને મરતા પહેલાં ચેતવી તો ગયો કે "શેઠ, આ ધન ન રાખો," પણ હું સમજ્યો નહીં અને અમારા ઘર અને પરિવાર માટે તેણે પોતાનો જીવ ગુમાવ્યો.
એવું મને મહેસૂસ થાય છે
કે જાણે હું તેના મૃત્યુનું કારણ હોઉં. મોટો છોકરો જસવંત
મજૂરની પત્ની અને છોકરાંની વિદાય લઈ અને ઘરે જાય છે. ઘરે સ્નાન કરી અને રાત્રે પથારીમાં પડ્યો વિચારતો હોય છે ત્યાં દીકરાની વહુ આવીને કહે છે,
"ચાલો પપ્પા, જમી લો. તમારા દીકરા તમારી વાટ
જુએ છે." પણ મોટો છોકરો જસવંત કહે છે, "મારી
ઈચ્છા નથી."
વહુ અને દીકરા તમે લોકો જમી લો. તે રાત્રે મોટા છોકરા જસવંતને નિંદરમાં એક સપનું આવે છે.
તેને ફરીથી તે ઘુવડ દેખાય છે. તે ઝાડ પર બેઠું હોય છે અને તે તેના ઘર તરફ જોતું હોય છે. ઘરના ફળિયાના હિંચકા પર દીકરો-વહુ બંને આનંદથી હિંચકતા હોય છે તેવું તેને દેખાય છે. ઘુવડ તેની તરફ જ જોઈ રહ્યું હોય છે. મોટો છોકરો જસવંત તે જોઈ અને ગભરાય છે. ઘુવડ કંઈક જોરજોરથી બોલે છે અને તેનું માથું ગોળ ગોળ ગોળ ફેરવે છે અને ઊડવા લાગે છે અને જઈ તેના છોકરા ઉપર બેસે છે. એટલું જ સપનું જોય છે ત્યાં મોટો છોકરો જસવંત રાડ પાડી અને સપનામાંથી ઊભો થઈ જાય છે. પોતાની પથારી પર બેઠો બેઠો આજુબાજુ જુએ છે તો બધાં સૂઈ ગયાં હોય છે અને તે પરસેવાથી રેબઝેબ પોતાની પથારીમાં બેઠો હોય છે.
બીજે દિવસે એક સરકારી કર્મચારી આવે છે અને એના ઘર અને ધંધાની જગ્યાનું માપ લે છે. કહે છે, "સરકારી કામ માટે આવ્યા છીએ, અમારે સર્વે કરવાનો છે." તો વધારે મજૂરો અંદરોઅંદર વાત કરતાં હોય છે, "કારખાનું કપાતમાં જશે તો આપણી નોકરી જશે," એવી વાતો
અંદરોઅંદર થતી હતી ત્યાં તો મોટો છોકરો જસવંત આવી અને સરકારી કર્મચારીને પૂછે છે, "આ શેનો સર્વે ચાલી રહ્યો છે?" તો સરકારી કર્મચારી કહે છે, "અહીંયા મોટો રોડ બનવાનો છે એટલે આ બધી જગ્યા કપાતમાં જશે. સરકાર આ બધી જગ્યાને જપ્ત કરશે અને તમને તેની વળતી કિંમત આપશે."
મોટા દીકરા જસવંતનું આખું કારખાનું કપાતમાં જતું રહે છે પણ ઘર અને તે ઝાડ બચી જાય છે અને ત્યાં એક મોટો રોડ બને છે. તે મોટા કારખાનાને બદલે તેને એક દૂર ઝૂંપડપટ્ટીમાં એક ઘર મળે છે. મોટો છોકરો જસવંત ચૂપચાપ બધાં છોકરાંઓને લઈ અને તે ઘરમાં શિફ્ટ થઈ જાય છે અને આ ઘરને અડધું તોડી અને ત્યાં કારખાનું કરી નાખે છે.
મોટો છોકરો ઝાડને કપાવવાની કોશિશ કરે છે પણ તે ઝાડ કોઈ કાપી શકતું નથી. જે પણ કાપવા જાય તેનાથી તે ઝાડ કપાતું નથી અને બીજે દિવસે તે બીમાર થઈ જાય અને ઊલટી-ઝાડા થાય. એક-બે જણાંના સપનામાં પણ સાપ, નાગ બાપા આવી અને કહે છે કે "આ ઝાડને કોઈ કાપશો નહીં."
તેથી તે ઝાડ ત્યાં યથાવત જ રહે છે.
મોટો છોકરો જસવંત તે શ્રાપિત ધનમાંથી અડધું ધન મરેલા મજૂરની વિધવા પત્ની અને છોકરાંઓને આપે છે.
પણ બધુંય શ્રાપિત ધન દઈ દેવાનું તેનું મન નથી હોતું. તેની લાલચમાં તે ધન તે જ કારખાનામાં જમીનમાં દાટી દે છે, ઘર માટે નથી વાપરતો કારણ કે તેને ખબર પડી ગઈ હોય છે કે આ શ્રાપિત ધન હું મારા માટે વાપરીશ તો મારા ઘર અને પરિવાર પર આફત આવશે. ત્યાર પછી તે ઘુવડ કોઈ દિવસ કોઈને દેખાતું નથી. દસ વર્ષ વીતી જાય છે, બધાં તે ઘુવડ અને શ્રાપને ભૂલી જાય છે.
છોકરાંઓ મોટાં થઈ જાય છે. હવે મોટા છોકરાના જીવનમાં એવું કંઈક થાય છે કે તેને પોતાના દીકરાથી નોખું થવું પડે છે. ઘરમાં કંકાસ વધી ગયો હોય છે, તેની બીજી પત્ની સાથે તેના દીકરાની વહુને ફાવતું નહોતું એટલે તે કારખાનામાં એક રૂમ બનાવે છે અને ત્યાં તેના દીકરા અને વહુને રાખે છે. ઘરનું બાંધકામ ચાલુ હોય છે. મોટો છોકરો જસવંત વિચારે છે કે મોટા દીકરાને
આગળ રોડ ઉપર એક પાનની દુકાન કરી દઉં. બંને દીકરાઓને પોતપોતાના ભાગ મળી જાય, એક કારખાનું સંભાળે અને એક દુકાન, આગળ જતાં કંઈ માથાકૂટ બેય ભાઈઓ વચ્ચે ન થાય.
મોટો છોકરો જસવંત શ્રાપિત ધનને ભૂલી ગયો હોય છે. બાંધકામ કરવા માટે જમીનનું ખોદકામ ચાલુ હોય છે ત્યાં મોટા છોકરાના દીકરાના હાથમાં તે શ્રાપિત ધન આવે છે.
જેવું તે શ્રાપિત ધન બહાર કાઢે છે કે બાંધકામમાં એક મોટો ગડર બાંધેલો હોય છે તે ઉપરથી નીચે લોખંડનો ગડર પડે છે અને એક મજૂરને પગમાં લાગી જાય છે.
તેને હોસ્પિટલ ભેગો કરવો પડે છે. તરત જ મોટો છોકરો જસવંત આવે છે અને જુએ છે તો નીચે ખોદકામ થયેલું હોય છે. તેને યાદ આવે છે કે મેં તો અહીંયા ધન દાટેલું હતું, તે ક્યાં ગયું? ......
તેનું અનાયાસે ધ્યાન વડના ઝાડ પર પડે છે તો ત્યાં કંઈ હોતું નથી. મોટો છોકરો જસવંત વિચારે છે, "પેલો ઘુવડ ક્યાંક પાછું ના આવી જાય." તેના મનમાં એક ડર બેસી જાય છે. પછી તે પોતાના દીકરાને બોલાવે છે અને પૂછે છે કે "અહીંયાં
થી કંઈ મળ્યું તમને?" તો મોટા દીકરાનો દીકરો કહે છે, "હા, મને ત્યાંથી એક ધનનો ઘડો મળ્યો છે."
મોટો છોકરો જસવંત સમજી જાય છે, આ શ્રાપિત
ધનને હિસાબે જ એક મજૂર હોસ્પિટલ ભેગો થયો છે.
આ પનોતી બહાર નીકળી એટલે જ આ બધું થયું.
આને પાછી જમીનમાં દાટવી પડશે.
તે તેના દીકરાને કહે છે, "જા તું તે ઘડો લઈ આવ.
તેં કેમ મને પૂછ્યા વગર તે ઘડો લીધો?" ...
પણ દીકરાની દાનત બગડેલી હોય છે.
તે કહે છે, "હું નહીં આપું. તે ધન મને મળ્યું છે, હવે તે મારું છે." મોટા છોકરા જસવંતના સમજાવવા છતાંય તે માનતો નથી.
તે રાત્રે ઘુવડ પાછું આવી અને ઝાડ પર બેસે છે. રાતના દીકરાને અચાનક છાતીમાં દુખવા લાગે છે. દીકરાની વહુ
સસરાને ફોન કરે છે. મોટો દીકરો જસવંત તાત્કાલિક આવે છે અને પોતાના દીકરાને હોસ્પિટલ લઈ જાય છે. ડોક્ટર કહે છે, "માઈનર એટેક આવ્યો છે, હોસ્પિટલમાં આઈસીયુમાં રાખવા પડશે."
આગળ શું થશે? ......
શું ઘુવડ પાછું એકનો જીવ લઈને જશે? ...
D h a m a k
The story book ☘️