શેઠ થોડો ગભરાઈ જાય છે પણ તરત જ કહે, સાચું છે, ગુરુજી. તમે જે કહેશો, હું તે કરીશ. તમે મારા ઘેર આવો.
ગુરુજી સહમતિમાં મસ્તક હલાવે છે, હા, હું આવું. પણ મારી એક શરત છે—તમે આ વાતનો ઘરમાં ઉલ્લેખ કરશો નહીં.
સાંજે ગુરુજી અને ધનજી શેઠ સાથે તેમના ઘેર પહોંચે છે. ગુરુજી ઘરમાં પ્રવેશ કરી, જમીન પર આસન પાથરી અને ધ્યાનમાં લીન થઈ જાય છે.
થોડી જ વારમાં ગુરુજીને એક ભયાનક દ્રશ્ય દેખાય છે—ઘરના નીચે હાડપિંજર છે! હાડપિંજરની બાજુમાં એક મોટો, કાળોતરો નાગ વસ્યો છે, જે ત્યાં પડેલા ધનના રક્ષક સમાન છે. નજદીક એક વિશાળ શંખ પડેલો છે
આ જોતાજ, અચાનક એક અજાણી શક્તિ ગુરુજીની ગળે આવી ને તેને ગળાચીપ દેવા લાગે છે. ગુરુજીનું ધ્યાન ભંગ થાય છે, અને તેઓ પરસેવાથી ત્રણભણ થઈ જાય છે. તેઓ તરત જ સમજી જાય છે—આ સામાન્ય આત્મા નથી. આ તો એક ભયાનક અને કઠોર જીવાત્મા છે! જો તેને છેડવામાં આવશે, તો આખું ઘર ભયાનક પરિસ્થિતિમાં મુકાઈ જશે.
તેમના મનમાં એક જ વિચાર આવે છે, હવે માત્ર હવનથી જ આ સમસ્યાનું નિવારણ શક્ય છે. શંખ અને નારિયલ પર મંત્રોચ્ચાર કરી, તેને દબાવી દેવું પડશે. નહિંતર આ જીવાત્મા બધાને હેરાન કરશે!
ગુરુજી તાત્કાલિક એક લોટો પાણી માથે છાંટી, શાંતિથી બેઠા રહે છે. ધનજી શેઠ આશયભરી નજરે તેમની સામે બેઠા હોય છે,હમણાં ગુરુજી કંઈક કહેશે.
ગુરુજી કહે: ધનજી, આ ઘરના માટે હવન કરવું પડશે. મારા પાસે ફક્ત કાલનો દિવસ છે. તું વહેલી સવારે એક શંખ અને સાત નારીયલ લઈ આવજે. હવનની બાકી સામગ્રી હું પોતે લાવીશ.
ગુરુજી હવનની તૈયારી શરૂ કરે છે.ઉત્તર ખૂણામાં એક ફૂટનો ખાડો ખોદાવો. આ કામ પૂરું થાય ત્યાં સુધી કોઈ પણ મુશ્કેલી આવશે તો પણ હું હલવાનો નથી એમ તેઓ ધનજીને જણાવે છે.
હવન શરૂ થાય છે. મંત્રોચ્ચારની સાથે જ ઘરની ઇલેક્ટ્રિક લાઈનમાં સ્પાર્ક થવા લાગે છે. એક મજૂર દોડી આવે શેઠ, વાયર સળગી રહ્યા છે, મીટર બંધ થઈ ગયું છે!
ધનજી ગુરુજી તરફ જુએ છે, પણ ગુરુજી શાંત રહે છે. હસ્તપ્રયોગ કરી મજૂરને જવા ઈશારો કરે છે. મજૂર સમજી જાય છે અને જતો રહે છે.
થોડીક વારમાં હવન પૂર્ણ થાય છે. ગુરુજી ધનજીને કહે છે: હવે આ શંખ અને નારીયલો લઈ આ ખાડામાં મૂકી દઈને માટી નાખ. પછી તેને દાબી દઈને પક્કું કરી દેજે. કોઈએ આ ખાડો ક્યારેય ખોદવો ન જોઈએ.
ધનજી ગુરુજીના આદેશ પ્રમાણે કામ પૂર્ણ કરે છે. હવન પછી ગુરુજી રજા લેતા કહે છે: આજે મારો નિર્જળા ઉપવાસ છે, હું ભોજન ગ્રહણ કરીશ નહીં. તું મને સ્ટેશન સુધી મૂકી જા.
રસ્તામાં, ગુરુજી અચાનક કહે ધનજી, ગાડી સાઇડમાં રોકાવ.
ધનજી ડ્રાઈવરને ગાડી રોકવા કહે છે અને પાણી લેવા મોકલે છે. ગુરુજી ધીમા અવાજે કહે: આ ઘર સારી જગ્યા નથી. અહીં પ્રેતનો વાસ છે. જો એ બહાર નીકળી ગયો, તો કાબૂમાં નહીં આવે.
ધનજી ચકિત થઈ પૂછે છે: શું વાત છે, ગુરુજી?
તારા ઘરના ઉત્તર પશ્ચિમ ખૂણામાં ચાર ઘડા ધન ભરેલા છે—સોના-ઝવેરાત અને સોનાની મોહરોથી ભરેલા! પણ તેની રક્ષા એક નાગ અને એક પ્રેત કરે છે. જો કોઈ તેને કાઢવાનો પ્રયાસ કરશે, તો જીવ ગુમાવશે. મહેરબાની કરી તું આ ઘર છોડી દે.
ધનજી ગુરુજીની વાત સાંભળીને વિચારમાં પડી જાય છે. સાંજે, તે જમીને સુઈ જાય છે, પણ ગુરુજીની વાતો મનમાંથી નીકળતી નથી.
અડધી રાતે, તે સપનામાં જુએ છે: એક અંધારું ભયાનક સ્થળ, એક ગોઝારો કુવો... અંદર ચાર ધડા ધન ભરેલા! ધનજી તેવા સ્પર્શવા જાય છે કે અચાનક એક વિશાળ કાળો સાપ તેના હાથ પર બટકું ભરી લે છે.
અને એક ગેબી અવાજ આવે છે કહે છે..
આ ધન તારુ નથી!
તે સાપને દૂર કરવા પ્રયત્ન કરે છે, પણ બીજેથી એક હાડપિંજર આવી તેની છાતી પર બેસી જાય છે અને ઘેરા અવાજે હસવા લાગે છે.
ધનજી શેઠ ભયાનક સપનાથી ડરી જાય છે. તેના ધબકાર ઝડપથી વધે છે. અચાનક, ગભરાટ સાથે પથારીમાંથી ઉઠી બેસે છે, ચહેરા પર પસીનો નીતરવા લાગે છે જાણે કે પાણીનો લોટો છટકાયો હોય. શ્વાસ ઉંડો લેતાં તેઆ
સપાસ નજર ફેરવે છે, પણ બધું શાંત છે...
છતાં, મનમાંથી એ સપનાનો ભય નીકળી રહ્યો નથી..