Shaapit Dhan - 4 in Gujarati Thriller by Dhamak books and stories PDF | શ્રાપિત ધન - ભાગ 4

The Author
Featured Books
Categories
Share

શ્રાપિત ધન - ભાગ 4

બીજે દિવસે સવારમાં કચરાવાળો આવે છે અને ઝારી ખખડાવે છે. બારે એક માણસ સૂતો હોય છે, તે ઊભો થઈને ઝારીનું તાળું ખોલી દે છે. કચરાવાળો રોજના નિયમ મુજબ આખા ફળિયાનો અને મોટી બે ડોલીનો કચરો ભરે છે. આજે તેને મોડું થઈ ગયું હોવાથી તે ફટાફટ વારો લેવા લાગે છે. અચાનક તેનું ધ્યાન વડના ઝાડ નીચે જાય છે.

વડના ઝાડ નીચે બે કબુતર લોહી-લુહાણ પડ્યા હોય છે. કચરાવાળો નજીક જઈને જોવા જાય છે, તો કબૂતર આખા કાળા પડી ગયા હોય છે. તેને જરાક અજબ લાગે છે, પણ પછી તે આવીને ધનજી શેઠને કહે છે, "શેઠ, તમારા ઝાડ નીચે બે કબુતર મરેલા પડ્યા છે."

શેઠ સવારમાં ઘરમાં એ બાબતે ચર્ચા કરવાનું ટાળવા માગે છે, એટલે કચરાવાળાને ₹50 હાથમાં આપી કહે છે, "બંને કબુતરને ઉઠાવી અને જમીનમાં દાટી દેજે, એમને ફેંકી ન દેતો. એ પણ એક જીવ છે."

કચરાવાળો કહે છે, "ઠીક છે, સાહેબ, હું એમ જ કરીશ," એમ કહીને ચાલ્યો જાય છે.

થોડાક સમય બાદ બધા મજૂરો આવી જાય છે. બધાએ કામ ચાલુ કર્યું હોય છે, ત્યાં એક મજૂર આવીને કહે છે, "સાહેબ, લાકડાની લારી બેદી હજુ આવી નથી. તમે જરા ફોન કરો, કેમ એ લોકો મોકલી નથી?"

ધનજી શેઠ કાયમ જ્યાંથી પોતાનો માલ મંગાવતા હોય, ત્યાં ફોન કરે છે. મેનેજર ફોન ઉઠાવે છે અને કહે છે, "શેઠ, માફ કરજો, પણ તમારું અગાઉનું પેમેન્ટ બાકી છે. જ્યાં સુધી તે ક્લિયર નહીં થાય, ત્યાં સુધી માલ મોકલી શકું નહીં."

ધનજી શેઠ ખીજાઈ જાય છે અને કહે છે, "કેટલા વર્ષની મારી સાખ છે! આપણી લેવડદેવડ તો પેઢીઓથી ચાલે છે. કાંઈ વાંધો નહીં, તમારા પૈસા ચૂકવાઈ જશે, તમે માલ મોકલી દો."

સામેથી મેનેજર કહે છે, "ઠીક છે, આ વખત માટે માલ મોકલી દઉં છું, પણ આગળથી તમારું પેમેન્ટ પૂરું થયા વિના માલ નહીં મોકલાય."

શેઠે તો કહી દીધું, પણ પૈસા ક્યાંથી લાવવા?

આવી કટોકટીમાં ધનજી શેઠને પેલું શ્રાપિત ધન યાદ આવે છે. "કોઈ આગળ હાથ લંબાવવું એના કરતાં એ ધન કાઢી લઉં તો ધંધો પણ વ્યવસ્થિત ચાલશે, કર્જા ચૂકવાઈ જશે અને મોટી દીકરીના લગ્ન પણ થઈ જશે. આમ કરવાથી ઘણી મૂડી બચશે, અને મારા છોકરાઓને પણ પાછળથી સમસ્યા નહીં રહે."

શેઠ તેના વિશ્વાસુ માણસને બોલાવે છે અને કહે છે, "આજે રાત્રે તું અને તારો કોઈ પણ વિશ્વાસુ માણસ લાવીને આવજે. મારે ઘરમાં થોડોક ઊંડો ખાડો ખોદાવવો છે."

વિશ્વાસુ માણસ કંઈક પૂછે, તે પહેલાં જ શેઠ મોઢે આંગળી મૂકી દે છે અને કહે છે, "એક પણ સવાલ નહીં, તો જ આવજે."

વિશ્વાસુ માણસ સમજી જાય છે અને એક શબ્દ પણ બોલ્યા વગર જતો રહે છે.

આ બાજુ ધનજી શેઠ પોતાની વહુ અને છોકરાઓને માવતર ત્યાં રોકાવા મોકલી દે છે.

રાતના 12 વાગે છે. આખો પડો ઊંઘમાં ગરકાવ છે.

શેઠના બંને માણસો ખોદકામ શરૂ કરે છે...

શેઠના બંને માણસો ખોદકામ શરૂ કરે છે. થોડોક સમય થયા પછી માટીમાંથી એક શંખ નીકળે છે. તે શંખ આખો લાલ, પીળા અને સફેદ નારા વડે ચડીએ બાંધેલો હોય છે.

શેઠ શંખ જોઈને રાજી થાય છે અને કહે છે, "હા, બરાબર છે, હજી થોડુંક ઊંડે ખોદો."

મજૂર શંખ ઉપાડે છે, અને સાથે જ એક તીવ્ર કડાકો થાય છે.

ત્રણે જણા ડરી જાય છે. એક મજૂર હિંમત કરી બારીની બહાર જુવે છે, તો વડના ઝાડની એક મોટી ડાળી તૂટી અને જમીન પર પડી ગઈ હોય છે.

મજૂર કહે છે, "એ તો ડાળી તૂટીને પડી ગઈ છે, કાંઈ વાંધો નહીં."

શેઠ કહે છે, "તમે તમારું કામ ચાલુ રાખો."

મજૂરો થોડાક દર સાથે પાછો ખોદવા લાગે છે ખોટા ખોટા તેમના આત્મા એક હાડકો અને હાડપિંજરની ખોપડી આવે છે મજૂર ખોદકમ બંધ કરી છે એક મજૂર કહે છે સાહેબ હું આમાં હાથ નહીં નાખું. અહીંયા તો કોક માણસ હાડપિંજર 

દટાયેલું છે.

શેઠ મજુરને ફોસલાવે છે કાંઈ નહીં થાય તું ખોદવા માંડ ને ભાઈ બીજો મજુર પણ ફર્સ્ટ લાવે છે કે આપણે જે કામ કરવા માટે આવ્યા છે તે ચટ પૂરું કરીએ અને જતા રહે તો જટ ઝટ ખોદવા માં આપણા પાસે ટાઈમ નથી. 

મજુર પાછા ખોદવા લાગે છે તો એક કાચ સાથે પાવડો ભટકાય છે એ

મજૂર ધીમેથી ધૂળના થી કરે છે તો જુએ છે તો એક કાચની જાડી બોટલ નીકળે છે તેની અંદર થોડાક રાખ હાડકા અને એક દોરા વિટેલો કાગળ હોય છે. 

મજુર બોટલ ખોલવા જાય છે શેઠ તેને રોકી દે છે કહે છૈ

એ ભાઈ શું કામ બોટલ ને ખોલો આપણે શું ખબર છે એમાં શું છે અને શું કામ આમાં દાટી છે મૂકી દે એને એક બાજુ લઈને કંઈક બીજું હાય મૂકી દે મૂકી દે....

બંને મજૂર હજી થોડુંક અંદર ખોદે છે તો ચારે ઘડાવો એક પછી એક કરી અને મળી જાય છે. 

મજુર કરે છે શેઠ આ ઘડામાં શું છે ?

શેઠ બંને મજૂરોનો આગળ ખોટું બોલે છે એ ગળામાં સાધુ મહારાજ એ મંત્રી અને મંડળમાં જીવ નાખી છે એને થોડા દિવસ માટે આમાં દાઢી ને રાખી હતી હવે એ ચારે ઘડા મારે અહીંયાથી કાઢી અને બીજે ગંગાજીમાં જવાના છે તારે શું પંચાત છે તને જેટલું કામ કીધું એટલું કામ કર તને તારા કામના પૈસા મળી જશે વધારે પંચાત કરવી નહીં. 

જુનો વિશ્વાસુ મજૂર બીજા મજુર ને કહે છે ચૂપચાપ તારું કામ પતાવ. આ ખાડા ને પાછો ડાટી અને છાંદવાનો છે સમજ્યો. હવે આપણું કામ પતી જાય એટલે ઘર ભેગા થવાનું બહુ પંચાત કરવાની જરૂર નથી.

પછી બંને મજૂર કામ કરવા લાગે છે. 

હવે પછી આગળ આપણે જોશું કે તે શ્રાપિત ધન બારાઈ આવ્યા પછી શું શું થાય છે અને શેઠ પૈસાની લાલચમાં શું ગુમાવે છે....