ધનજી શેઠ મોટા દીકરાને કામે લગાડી દે છે થોડાક સમય પછી છોકરો વ્યવસ્થિત થઈ જાય છે અને કામકાજમાં ધ્યાન આપવા લાગે છે નાનો છોકરો પણ ખાસ ભણતો ન હોવાથી તે પણ કામ ધંધામાં મદદ કરે છે પણ મોટો દીકરો સ્વાર્થી છે એટલે તે તેના નાના ભાઈને બધી વાતે દબાવતો હોય છે કોઈપણ કામ સારું કરે તો પણ તો પણ તેને પ્રોત્સાહન ન આપતોહવે ધનજી શેઠ મોટા દીકરાના લગ્ન કરી નાખે છે મોટા દીકરાની પત્ની ખૂબ સારી હોય છે તે ધીરે ધીરે આખા ઘરની જવાબદારી લઈ લે છે ઘુવડ પાછું એ લોકોના વડના ઝાડ પર દેખાય છે. આડોશ પાડોશ માં તથામજૂરો બધા અંદરોઅંદર વાતો કરવા લાગે છે. જો ઘુવડ પાછું આવી ગયું એનો મતલબ એ છે કે હવે કોઈ આ ઘરમાંથી મરવાનું છે.
ધનજી શેઠની અચાનક તબિયત ખરાબ થઈ ગઈ છે અને તે બીમાર રહેવા લાગે છે.
હવે ધનજી શેઠ ને ખબર પડી જાય છે કે આ ગોવાળ મારા માટે આવ્યું છે અને મારો પ્રાણ લઈને જ જાશે
તે તેના બંને દીકરાને બોલાવીને કહે છે કે હું કાલ સવારે ન રહું તો તમે બંને સંપી અને રહેજો બંને ભાઈઓ એકબીજાની ધ્યાન રાખજો.
અને મોટા દીકરાને બધું સમજાવી દે છે પછી
ધનજી શેઠની દિવસે ને દિવસે તબિયત બગડવા લાગે છે
રોજ રાત્રે તે ઘુવડ ધનજી શેઠને ઝાડ ઉપરથી બેઠો બેઠો જોતું હોય છે અને બારીમાંથી જ્યાં ધનજી શેઠની પથારી હોય છે ત્યાં ધનજી શેઠ ભુવનડને સરખી રીતે જોઈ શકતા હોય છે
ત્રીજે દિવસે ઘુવડ બારીની અંદર ઘૂસી જાય છે અને ધનજી શેઠ ના ઉપર જઈને બેસે છે
અને પોતાની મોટી પાંખો ઉંચી કરી અને જોર જોરથી બોલે છે ઘુ....ઘુ.....ઘુ..... જાણે કે કહેતો હોય હું તારો જીવ લેવા આવ્યો છું. 🦉🦉🦉🦉
પાંચ દિવસ સુધી ઘુવડ ઘરના છાપરા પર બેઠુ રહે છે.અચાનક ધનજી શેઠની મૃત્યુ થઇ જાય છે.ધનજી શેઠે થોડુ શ્રાપિત ધન નાના દીકરા નાલગ્ન પ્રસંગ માટે સાચવીને ક્યા રાખ્યુ હતુ તેની જાણ બીજા દીકરાને હતી .પણ તેને લાલચ માઘરની બીજા સભ્યો થી છુપાઈ તે ધનને ધરમા ક્યાક શતાડી દીધુ તે શ્રાપિત ધનને કારણે ધનજી શેઠના મરી ગયા પછી થોડા સમયમાંબંને ભાઈઓ વચ્ચે ઝઘડો થવા લાગે છે.રોજ ઘરમાં અને ધંધામાં બંને ભાઈઓ વચ્ચે ખૂબઝઘડો થતો હોય છે. ધીરે ધીરે ઝઘડો એટલો બધોવધી જાય છે કે બંને મારામારી પર ઉતરી આવે છે.ઘરની મોટી વિધવા વહુ ઘરના મોટા મોભી ને .એક દીવશ ભેગા કરી ને બધાના ભાગ પડાવીદીયે છે અને બંને ભાઈઓને જુદા કરી દે છે.ધંધા તો બંનેના જુદા થઈ જાય છે પણ બંને ભાઈઓ વચ્ચે કંકાસ યથાવત રહે છે.થોડાક વર્ષ પછી નાના દેર ના લગ્ન થાય છે.મોટો દીકરો પિતાએ નુ સાચવેલુ ધન નાનાદીકરાના લગ્ન મા નથી વાપર તો તેની દાનત ખોટી હોય છે .તે તે ધનનો પોતાના માટે ઉપયોગ કરે છે . તેનાથી તેની મતી ભ્રમિત થઈ જાય છે તે જુગારીઓ ને દારૂડિયો બની જાય છે .તેને હિસાબે તેની પત્ની દુઃખી અને બીમાર રહેવા લાગે છે.થોડાક સમય પછી તેની પત્નીને એપેન્ડિક્સ થાય છે.પેલુ ઘુવડ પાછુ એ ઘરના છાપરે આવીને બેસે છે.એટલે બધા આડોશ પાડોસ ના લોકો મજુરોઅંદરોઅંદર વાતુ કરવાલાગે જોતો આ ઘુવડ પાછુ શેઠ ના ધરના છાપરે આવીને બેઠુ છે.એક મજુર બોલે છે હા એ ઘુવડ તો યમરાજ જેવુ છે . જયારે આવે ત્યારે એકનો ભોગ લે પછી જજાય છે તેને ગમે તેટલા પાણા મારે તોય નથી જતુ .મોટા છોકરા ની વહુ ને અચાનક એપેન્ડિક્સ નો દુખાવો ઉપડી જાય છે.તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે.અને ઓપરેશન ટેબલ પર તેનું મૃત્યુ થાય છે .છોકરાઓ નાના મા વગરના થઈ જાય છે.આબાજૂ નાના છોકરા ના લગ્ન ને થોડાક દીવસજથયા હોય છે પણ નવી વહુ રોજ તેની જેઠાણી સાથે બાઝતી હોય છે .રહે છે . આબાજુ નાના છોકરાને ધંધા મા ખોટ જવાલાગે પણ ધંધો ચાલતો નહોવાથી તે નિરાશ થઈ જાય છેથોડા શમયમા ધંધા મા સાવ મંદી આવી જાય છે.મોટો છોકરો તેના બધા ગ્રાહકો ને પોતા ની તરફ કરી લેતો .નાનો પોતાના ઘરનો ખર્ચો પણ કાઢી નતો સકતો આબાજુ મોટા છોકરાને સપનું આવે છે તેના પિતા કહે છે તો મારા દીકરાની ધ્યાન રાખતો નથી તમે તેની જવાબદારી સોપી હતીમોટો ભાઈ શંતાડેલુ સાપીત ધન માંથી થોડુંક માંથી થોડુંક ધન નાના ભાઈ ને ધંધોકરવા આપે છે .ને તરતજ બીજે દીવશે એક ધુવડ આવીને નાના ભાઈ ના ઘર પર બેશે છે .નાનો ભાઈ ઘુવડને જોયને ગભરાય જાય છે .તેને ચીન્તા થાય છે કે કોય પરીવાર ના સભ્ય નુ મ્રુત્યુ ન થાય તે તરતજ મોટા સાધુ મહારાજ નેજાણ કરે છે .સાધુ તેને કહે છે તારી પાશે કોયનુ ધન પડ્યુ હોય.કે પછી તે કોયને છેતરી ને લીધુ હોય તો તે પાછુ આપી દે નહીતો તારા ઘરમાંથી એક વ્યક્તિ ઓછી થઈ જશે .ક્રમશ... .