અભિનેત્રી 64*
બહેરામ ફરી એક વખત પોલીસ સ્ટેશને ગયો. ત્યારે બ્રિજેશ બેંગ્લોરથી આવી ચૂક્યો હતો. બહેરામે બ્રિજેશને પોતાનુ આઈડી પ્રૂફ દેખાડ્યુ અને કહ્યુ.
"ઇન્સ્પેક્ટર સાહેબ.મુને સુનીલને મલવુ છે."
"કેમ?તમે કંઈ સગા છો એના?"
બ્રિજેશને એ જરા પણ ગમ્યુ નહીં કે કોઈ સુનીલને મળવા કે બચાવવા માટે આવે.પોતે જેને દિલથી ચાહવા લાગ્યો હતો.એ શર્મિલાનુ ભલે સુનીલે ખૂન ના કર્યું હોય પણ એણે એને જાનથી મારી નાખવાની ધમકી તો આપી જ હતી.સુનીલે આપેલા બયાનને કન્ફર્મ કરવા એ ઠેઠ બેંગ્લોર જઈ આવ્યો હતો અને સુનીલે કહેલી એકે એક વાત સાચી હતી અને એનાથી સુનીલ નિર્દોષ છે એ પણ સાબિત થતુ હતુ. અને છતા એ સુનીલને બરાબરનો પાઠ ભણાવવા માંગતો હતો.એટલે એણે કર્કશ અવાજે પૂછ્યુ હતુ.
“તમે કંઈ સગા છો એના?”
"મેં એનો સાલો છુ."
બહેરામે કહ્યુ તો બ્રિજેશે એની ઉપર પગથી લઈને માથા સુધી નજર ફેરવી.
"સુનીલ મરાઠી.એની વાઈફ બંગાળી અને તમે પારસી.હવે મને સમજાવો કે તમે કઈ રીતે સુનીલના સાળા થાવ?"
"સાહેબ.ઉર્મિલા મારી રાખી બહેન છે.અને મુને થોડીક વાત કરવી છે સુનીલ ભાઈ સાથે જો તમે રાજી ખુશીથી રજા આપો તો ઠીક છે નહી તો હુ ચાલતી પકડુ.જેથી તમારો અને મારો ટાઈમ બરબાદ ના થાય."
બહેરામ થોડીક અકળામણ સાથે બોલ્યો. બ્રિજેશે જરા વિચાર કરીને કહ્યુ
"ઠીક છે પાંચ મિનિટ હુ આપુ છુ તમને જાવ મળી લ્યો."
"હરીશ.આ વકીલને લઈ જા તો સુનીલ પાસે"
બહેરામ સુનીલને મળવા આગળ વધ્યો. અને એજ વખતે બ્રિજેશના ફોનની બેલ વાગી. સ્ક્રિન ઉપર શર્મિલાનુ નામ વાંચતા જ એના રૂંવાડા ઉભા થઈ ગયા.ગઈ કાલે એણે શર્મિલા ના ફલેટની બારીકાઈથી તપાસ તો કરી હતી પણ શર્મિલાનો ફૉન એને કે જયસૂર્યાને મળ્યો ન હતો.એણે બે ત્રણ વાર શર્મિલાનો નંબર ટ્રાય પણ કર્યો હતો પરંતુ એ નંબર સ્વીચ ઓફ આવતો હતો.અને અત્યારે શર્મિલાના નંબરથી રિંગ વાગવાથી એ ચોંકી ગયો.એણે ધૂજતી આંગળીઓથી ફૉન કલેક્ટ કર્યો.
"હેલ્લો.કોણ?કોણ બોલો છો?"
સામેથી શર્મિલાએ ફૉન તો લગાવ્યો પણ એના મોઢામાંથી એક હરફ પણ એ કાઢી શકી નહિ.
"હેલ્લો..."
એ ફરીથી બોલ્યો.અને સામે છેડેથી એને શર્મિલાનો સ્વર સંભળાયો.
"બ્રિજેશ....".
એ ફ્કત આટલુ જ બોલી શકી.અને પછી એ ધ્રુસ્કે ધ્રુસ્કે રોઈ પડી.
"શર્મી.,.તુ..."
એક સુખદ આશ્ચર્ય થયું બ્રિજેશને.
"તુ.તુ સલામત છો શર્મી..તો જેની લાશ અમે જોઈ તે...."
"એ..ઊર્મિ..મારી ટ્વિન્સ..."
શર્મિલાના અશ્રુ રોકાવાનું નામ લેતા ન હતા.એ ફૉન પર એક ધારું રોઈ રહી હતી.
"તુ.તુ પહેલા રડવાનુ બંધ કર અને આ બધું શુ છે?એનો કંઇ ફોડ પાડ શર્મી."
"હુ ઉર્મિને આર્થીક રીતે થોડીક હેલ્પફૂલ થવા ચાહતી હતી બ્રિજેશ.ઊર્મિને પણ એક્ટિંગનો શોખ હતો.આથી મેં વિચાર્યું કે એ બિલકુલ મારા જેવી જ દેખાય છે તો ફિલ્મો તો હુ કરુ છુ એડ ફિલ્મો ભલે એ કરે.એના પૈસા એને મળશે તો એ પણ જલ્દી સધ્ધર થઈ જશે. એટલે એને મેં એડ કરવા મનાવી લીધી.પણ આજો મારી બદનસીબી.હુ મારી બહેન જ ખોઈ બેઠી."
"એનુ ખૂન તારા ફ્લેટમાં થયુ છે શર્મી.એટલે ખૂની મારવા તને ચાહતો હતો.અને એણે ભૂલ થી ઉર્મિલાને પતાવી દીધી.શુ તુ જાણે છે કે તારો દુશ્મન કોણ હોઈ શકે?સુનીલ કે રંજન? આ બન્નેએ તને જાનથી મારવાની ધમકી આપી હતી ને?"
"હા બ્રિજેશ.એ સાચુ કે જીજુ અને રંજને મને જાનથી મારવાની ધમકી આપી હતી પરંતુ એ બન્ને નિર્દોષ છે."
"તો?તો કોણ છે એ કાતિલ?કોની ઉપર તને શક છે શર્મી?"
"એ છે……"
"આ...આ તુ શુ બકે છે શર્મી...બસ કર હવે હદ હોય છે જૂઠૂં બોલવાની."
"આ જૂઠ નથી બિરજુ સોળ આના સત્ય છે....."
એ હજી કંઇ આગળ કહેવા જતી હતી ત્યા એનુ ધ્યાન ગયુ કે દરવાજાની કી હોલમાં કોઈ ચાવી ફેરવતુ હતુ.એ ચીખી
"જો જો એ આવી ગયો લાગે છે..."
એ ફૉન ફેંકીને દરવાજા તરફ દોડી.ચાવીથી દરવાજો ખૂલવાનો જ હતો એજ ક્ષણે એણે ઉપરની સ્ટોપર ચડાવી દીધી.
અને બ્રિજેશ બે પાંચ સેકંડ.
"શર્મી.શર્મી."
ચિલ્લાવીને પોતાની બાઈક તરફ દોડ્યો.
(કોણ હતો એ કાતિલ?જે અત્યારે ઉર્મિલાના ઘર સુધી પહોંચી ગયો હતો.અને એ વ્યક્તિ કાતિલ હોય એ માનવા બ્રિજેશ તૈયાર ન હતો.)