(પ્રેમ અને મિત્રતા સાચવી રાખવા ની લડત ચાલુ થઇ ગયી હતી...રાહુલ નો સ્વભાવ એક દમ ભોળો એને સૌ થી વધારે વિશ્વાસ હતો તો એ માત્ર ને માત્ર મારી પર હતો.)
(થોડા દિવસો થી નીરજા મારી સાથે રોજ જવા આવવાનું બહાનું શોધી લેતી હતી...મારી સાથે જવા એ બસ પણ જવા દેતી.. રાહુલ માટે થઇ ને નીરજા મારા પ્રત્યે શું વિચારે છે એના પર મેં ધ્યાન ના આપ્યું..પણ મને એનું આ વર્તન થોડું અજીબ લાગ્યું.... રાહુલ એ પણ મને ક્યારે એવો સવાલ ન હતો કરતો કે તું નીરજા સાથે ના જઈશ કેમ કે રાહુલ ને મારી પર પુરે પૂરો વિશ્વાસ હતો કે હું ક્યારે એની સાથે દગો નહિ કરું...અને હું પણ રાહુલ સાથે દગો કરું એમ ન હતો...)
(રાહુલ અને હું...ચા ની ચુસ્કી મારતા મારતા)
રાહુલ : અરે ભાઈ...આ પ્રેક્ષા ને મેં કેટલા એ દિવસ થી નીરજા ના મન ની વાત જાણવા નું કીધું છે પણ હમણાં થી એ મને ધ્યાન માં જ નથી લેતી...
ધૈર્ય : બની શકે એને નીરજા સાથે વાત ના કરી હોય તો પણ...એ એવું કરે...
રાહુલ : એવું પણ બને ને કે પ્રેક્ષા એ નીરજા સાથે વાત કરી લીધી હોય પણ નીરજા મને પસંદ ના કરતી હોય તો પણ પ્રેક્ષા આવું કરે...
ધૈર્ય : એવું પણ બની શકે....પણ મારી એક વાત માનીશ ?
રાહુલ : હા...બોલ ને ભાઈ...
ધૈર્ય : તું જ નીરજા સાથે વાત કરી લે...
રાહુલ : ના...ભાઈ એને મને ના પડી દીધી તો...મારુ તો ત્યાં જ દિલ તૂટી જશે...એને જવાબ નથી આપ્યો એટલે તો અત્યારે તારી સાથે આ રીતે બેઠો છુ....હવે હું ના ને પચાવી શકું એવી હાલત માં નથી...
ધૈર્ય : અરે ભાઈ...પ્રેમ એ હાર અને જીત સમાન હોય છે...વધારે લોકો એમાં હારે જ છે...ટૂંક માં કહું તો પ્રેમ માં અમુક જ લોકો ને સફળતા મળે છે...તું તારા મન ને મજબૂત કર એને મજબુર ના કરીશ...તારે તો અત્યારે એ જ વિચારી ને ચાલવું પડશે કે ભલે એ મને પ્રેમ નથી કરતી પણ હું તો કરું જ છું ને...ભલે એ હા પાડે કે ના પાડે...જવાબ સાંભળી લેવાનો...
રાહુલ : તને શું લાગે છે....હું સાચો પ્રેમ કરું છુ નીરજા ને ?? મને તો કઈ સમજાતું નથી...
ધૈર્ય : એ હવે હું ના કહી શકું એ તો તારા મન ને ખબર પડવી જોઈએ...
રાહુલ : તું એટલા દિવસ થી એના સાથે જાય છે તને શું લાગે છે એ મારી કોઈ વાત કરે છે...??
ધૈર્ય : સાચું કહું તો એ એવી કોઈ વાત જ નથી કરતી...જો એ એવી કોઈ પણ વાત મારી સાથે કરતી તો હું એના મન ની વાત જાણી ને તને કહી જ દઉં...પણ જો એ જ વાત નથી કરતી તો પછી હું સામે થી તારી વાત કેવી રીતે કરું...
રાહુલ : મને એવું લાગે છે કે એ મને માત્ર મિત્ર માને છે પ્રેમ નથી કરતી નહિ તો એ કંઈક તો હિન્ટ આપે જ...
ધૈર્ય : બની શકે.... તો ભાઈ મને એમ લાગે છે તારે એની સાથે વાત કરવી જ જોઈએ...
રાહુલ : પણ કઈ રીતે....તું મને કંઈક રસ્તો બતાવ...
ધૈર્ય : એ પણ હું જ બતાવું....સીધી વાત કરવાની છે કે નીરજા હું તને પસંદ કરું છું પહેલા થી જ...તારા મન માં મારા પ્રત્યે કોઈ પણ પ્રકાર ની ફીલિંગ છે...બસ.
રાહુલ : અને એને ના પડી દીધી તો...
ધૈર્ય : જો ભાઈ...હું તારી બધી જ વાત માં મદદ કરી શકું છુ...તું નીરજા સાથે વાત કરી શકે એટલા માટે તો આપણે બધા એ લોકો ના ગ્રુપ ને જોઈન કર્યું...હવે આટલી તો મેં મદદ કરી તારી, હવે આ સવાલ તારા પ્રેમ નો છે...હવે એને આગળ કેવી રીતે લઇ જવું...એ તારી હાથ માં છે...
રાહુલ : પહેલા વાળી નીરજા સાથે આવું થયું મને ડર લાગે છે...તે શું કામ મને આ માં ફરી ફસાયો...યાર.
ધૈર્ય : મેં ફસાયો...એમ...તારી હાલત જોઈ હતી તે પહેલા જે નીરજા હતી એના ગમ માં તું કેવો ગયો હતો...એમાં થી બહાર કાઢવા માટે આ બધું કર્યું...તું ફસાયેલો હતો એટલે તને નવું જીવન આપવા માટે આ કર્યું મેં..જો ભાઈ હું તને એક છેલ્લી સલાહ આપું છું...કોઈ પણ વ્યક્તિ માટે એટલું બધું ના વિચાર કે એ દૂર થાય તો આપણે આપણું જીવન પણ ના જીવી શકીએ....તે પહેલા પણ એવું જ કર્યું...જો એ સમય એ જ તું નીકળી ગયો હોત તો આટલું બધું કરવું જ ના પડ્યું હોત...અને આ વખતે પણ જો તું એવી રીતે કરીશ તો ફરી અમારે તારા માટે નવું પાત્ર શોધવું પડશે...
રાહુલ : હમ્મ....સાચી વાત છે...હું પ્રયત્ન કરીશ...કે આ વખતે એવું જો થશે તો હું મારુ જીવન સરળ રાખીશ.
ધૈર્ય : સરસ....અને આપણા નસીબ માં જે લખેલું હોય છે એ જ થાય છે એટલે તું બઉ વિચાર ના કરીશ...પોતાના મન ને સરળ અને મજબૂત બનાવતા શીખ...
રાહુલ : આભાર...હું બઉ જ નસીબદાર છું કે મારી પાસે તારા જેવો સાચો મિત્ર છે જે હંમેશા મને સારી સલાહ આપે છે.
(બીજી બાજુ નયન, નિકિતા, પ્રેક્ષા અને નીરજા આ બધા ભેગા થાય છે...)
નીરજા : નયન...કઈ રસ્તો શોધ્યો છે તે...??
નયન : મને બીજો કોઈ રસ્તો તો નથી મળતો...હવે તો એક જ કામ થાય એમ છે.
પ્રેક્ષા : શું ...??
નયન : નીરજા તારે સામે થી ધૈર્ય ને પોતાના પ્રેમ નો ઇજહાર કરવો પડશે.
નીરજા : તારી વાત સાચી છે....હું તો એ કરવા તૈયાર છું પણ એ હા થોડી પાડશે મને, એ તો મોટો વાંધો છે...કેમ કે એના માથા પર તો રાહુલ અને મને એક કરવાની પટ્ટી બંધાયેલી છે. જો એના મન માં મારા પ્રત્યે પ્રેમ હોય તો કદાચ એ વિચારે પણ ખરી....
નયન : એવું પણ બને ને કે એના મન પણ તારા પ્રત્યે પ્રેમ હોય..પણ કદાચ રાહુલ ના લીધે એ ના કહી શકતો હોય.
નિકિતા : હા...સાચી વાત...નયન....બહુ થયું હવે ક્યાં સુધી આપણે સત્ય હકીકત ને સંતાડી ને રાખીશું...મને એમ લાગે છે કે તારે નીરજા ને જે પણ છે એ કહેવું જ પડશે...
નીરજા : એટલે શું વાત છે ?? જે મને નથી ખબર.
નયન : તારી વાત સાચી છે નિકિતા...કેમ કે હવે એ વાત બહાર લાવવી જ પડશે...ધૈર્ય મને માફ કરજે પણ હું જે વિચારું છું એ તારી માટે વિચારું છું.
નીરજા : તમે લોકો આટલું સસ્પેન્સ ના વધારો... તમે મને કહો એવી શું વાત છે જે મને નથી ખબર...
નિકિતા : હા...નીરજા આ વાત ખાલી નયન ને ખબર હતી મને પણ ન હતી...પણ નયન એ મને કીધી છે...એટલે તું ધ્યાન થી સંભાળ...અને પ્લીઝ તું કઈ પણ રિએક્ટ ના કરતી...
નીરજા : નયન...વાત શું છે ??
નયન : વાત એમાં એમ છે કે....૧૦ માં ધોરણ થી તું એકલી ધૈર્ય ને પ્રેમ નથી કરતી પણ ધૈર્ય પણ તને પ્રેમ કરે છે....!!!
નીરજા અને પ્રેક્ષા : શું ????????
નયન : હા....!!!
નીરજા : (આશ્ચર્ય થી) અરે યાર શું કે છે તું ?? મને સમજાતું નથી....મને વિસ્તાર થી કે બધું...
નયન : તો સાંભળ....ધૈર્ય પણ તને પ્રેમ કરે છે...પણ એને એમ હતું કે એનો પ્રેમ વન સાઈડ છે તો એને તને પ્રેમ નો ઇજહાર ના કર્યો...કેમ કે એ તને ખાલી જોઈ ને જ ખુશ થતો હતો...
વાત ૬ મહિના પહેલા ની છે જયારે અમારા ડીપાર્ટમેન્ટ ની એક નીરજા નામ ની છોકરી જે રાહુલ ને પસંદ હતી ત્યારે પણ ધૈર્ય એ એને મદદ કરી હતી...પણ એ છોકરી કોઈ બીજા ને પસંદ કરતી હતી પણ એને એ છોકરા ની વાત જ રાહુલ ને કરી કે તું એને કહે કે મને એ પ્રેમ નો ઇજહાર કરે, જયારે રાહુલ એ છોકરી ને એના પ્રેમ નો ઇજહાર કરવાનો હતો....ત્યાર થી રાહુલ ગમ માં જતો રહ્યો હતો...કોઈ સાથે વાત પણ ન હતો કરતો...એને બહાર લાવવા ધૈર્ય ઘણા પ્રયત્ન કર્યા...
રાહુલ ને ગમ માં થી બહાર કાઢવા નિકિતા એ મને કીધું કે તારું નામ પણ નીરજા છે તો મેં રાહુલ ને તને બતાવી અને જયારે ધૈર્ય ને ખબર પડી તો એને એમ વિચાર્યું કે મારા મિત્ર ને બહાર લાવવા હું મારા પ્રેમ નું બલિદાન આપીશ કેમ કે, ધૈર્ય ને એમ હતું કે તું એને પ્રેમ નથી કરતી...આજે પણ એ તને પ્રેમ કરે છે અને એને બધા થી છુપાવી ને તારા માટે ની ખાસ જગ્યા એના મન ના એક ખૂણા માં સંતાડી ને રાખી છે...જે માત્ર ને માત્ર મને અને નિકિતા ને ખબર છે.
નીરજા :(આંખો માં આંસુ ઓ ની ધારા સાથે) અરે નયન......આટલી મોટી વાત તે મને કેમ ના કરી....યાર... ધૈર્ય પણ મને પ્રેમ કરે છે....અને મને આજે ખબર પડે છે એ પણ ૪ વર્ષ પછી....!!!! મારુ આટલું દુર્ભાગ્ય કે હું પ્રેમ કરતી હતી એ પ્રેમ કરતો હતો....અને બંને મિત્ર ની જેમ એક બીજા ની સાથે રહ્યા...
નયન : હા.. આમાં ભૂલ તારી પણ છે...તે ક્યારે પણ આ ૪ વર્ષ માં ધૈર્ય ને નથી કીધું કે હું તને પ્રેમ કરું છું...
નીરજા : હું તો છું જ ગાંડી પણ એ પણ....મને વિશ્વાસ જ નથી આવતો...તું સાચું કે છે ને નયન....???
નયન : અરે હા.....પહેલા થી જ આ વાત ની મને ખબર છે...જીવન માં આ પ્રમાણે નો મોડ આવશે એ મને ન હતી ખબર મને ન હતી ખબર કે તું પણ એને પ્રેમ કરે છે...આ વાત મને કહેવાની એને ના પાડી હતી...પણ આજે મારે એ કહેવી પડી...
પ્રેક્ષા : નીરજા તું રડીશ નહીં....
નીરજા : (રડતા રડતા) અરે પ્રેક્ષા....હું કેટલી ગાંડી છું...મને ધૈર્ય પ્રેમ કરે છે એ મને ના દેખાયો...
નિકિતા : એ છે જ એવો....એને કોઈ નથી સમજી શકતું...આતો નયન ને ખબર હતી નહીં તો કોઈ ને ક્યાં ખબર પડવાની હતી...
ભાગ ૦૮ સમાપ્ત......